બોટાદના બરવાળાના રોજિદ ગામે લઠ્ઠાકાંડ સર્જાતા 19 લોકોનાં મોત થઈ જતા રાજ્ય સરકાર હરકતમાં આવી ગઇ છે અને ગુજરાતભરની પોલીસને દારૂબંધીના કાયદાનો અમલ કરાવવા સૂચના આપતા પોલીસ એકશનમાં આવી ગઈ છે અને દેશી દારૂ વેંચતા બુટલેગર ઉપર તૂટી પડી છે. આ બધા વચ્ચે દેશી દારૂની પોટલી અને લાલ દારૂની બાટલી વેંચતા બુટલેગર ફફડી ઉઠ્યા છે કેટલીક જગ્યાએ સાહેબ કેમ શુ થયું ની પૂછપરછ ચાલુ થઈ હોવાની પણ ચર્ચાઓ છે. દેશી દારૂના પીઠા બંધ કરાવવા પોલીસ નીકળી પડતા ચોમાસામાં જામેલો ધંધો બંધ કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે અને બેવડા લોકોમાં પણ ટેંશન ઉભું થયું છે અને જે જથ્થો છે…
કવિ: Halima shaikh
બોટાદમાં રોજિદ ગામે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 19 લોકોના મોત થઈ જતા ગુજરાતમાં દારૂબંધીના અમલની પોલ ખુલ્લી પડી ગઈ છે. આ ઘટનામાં ભારે હોબાળો થયા બાદ પોલીસ દ્વારા રાજુ નામના ઇસમની ધરપકડ કરવામાં આવી છે. આ રાજુએ અમદાવાદના લાંભાની કેમિકલ ફેક્ટરીમાંથી બરવાળામાં સંજય નામના ઇસમને દારૂ બનાવવા કેમિકલ મોકલ્યું હોવાની વાત સામે આવી છે. પોલીસે અન્ય એક પિન્ટુ નામના એક ઇસમને ઉંચકી લઈ પૂછતાછ કરતા આ કેમિકલથી દારૂ બનાવાતો હોવાની વાતનો ખુલાસો થયો હતો. પિંટું કેમિકલ અમદાવાદથી લાવતો હતો અને લોકલ બુટલેગરને સપ્લાય કરતો હોવાનું ખુલ્યું છે, આ શંકાસ્પદ કેમિકલ પણ ગાંધીનગર તપાસ માટે મોકલી દેવાયું છે. ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ પાસે આ…
રાજ્યમાં દારૂબંધી હોવાછતાં તેનો અમલ નહિ થતા આખરે ઝેરી દારૂ પીવાથી લઠ્ઠાકાંડ સર્જાયો છે 10ના મોતના અહેવાલો સામે આવી રહયા છે ત્યારે કોંગ્રેસે પણ આ ઘટના સામે સવાલો ઉઠાવ્યા છે બરવાળાના કોંગી ધારાસભ્ય રાજેશ ગોહિલ દોડી ગયા હતા અને તેમણે જણાવ્યું હતું કે ધંધૂકા અને રોજિંદમાં મળીને મૃત્યુઆંક 10 પર પહોંચ્યો છે અને હજુ આ આંક વધે તેવી શક્યતાઓ છે. રોજિંદના સરપંચે ગામમાં દારૂના વધેલા દૂષણ અંગે ત્રીજા મહિનાથી રજૂઆત કરી હતી. ઉપરાંત મેં પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી, છતાં કોઈ પગલાં નહોતા લેવાતાં આ દર્દનાક ઘટના બની છે. આ ઘટનાને પગલે ઘણા પરિવારો બરબાદ થઈ ગયા છે. રાજ્ય…
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં તેનો અમલ કરવામાં નહિ આવતા તેના માઠા પરિણામો સામે આવી રહયા છે અને બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દેશી દારૂ પી લેતા 10 લોકોનાં મોત થઈ ગયા છે અને 5થી વધુ લોકોની હાલત ગંભીર થઈ જતા દારૂબંધીની પોલ ખુલી થઈ ગઈ છે અને હવે પોલીસે દોડાદોડ કરી મૂકી છે. ઘટનાની જાણ થતાં પોલીસ એક્શનમાં આવી છે. દારૂ પી ગયેલા કેટલાકને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરાયા છે. પોલીસે દારૂ બનાવનાર અને દારૂ વેચનારની ધરપકડ કરી હતી. જો કે આ સમગ્ર ઘટનાને પગલે DYSPની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી…
અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ ન્યૂડ ફોટોશૂટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અભિનેતાની નગ્ન તસવીરો સામે આવી ત્યારથી તે ટ્રોલ થઈ રહ્યો હતો. એટલું જ નહીં તેના પર અનેક પ્રકારના મીમ્સ પણ વાયરલ થવા લાગ્યા. પરંતુ હવે આ મામલે અલગ જ પ્રતિક્રિયા જોવા મળી રહી છે. રણવીર સિંહ વિરુદ્ધ મુંબઈ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતા વિરુદ્ધ ફરિયાદમાં રણવીર સિંહ પર ‘મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો’ આરોપ લગાવવામાં આવ્યો છે. રણવીરની આ ન્યૂડ તસવીરો સામે આવી ત્યારથી તે વિવાદોમાં છે. આ ફોટોશૂટ વાયરલ થયા બાદ હવે તેના પર રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. અભિનેતાની તસવીરો પર સવાલ ઉઠાવતા…
ભરૂચ જિલ્લાના આફ્રિકામાં સ્થાયી થયેલા બે સગા ભાઈઓ ઉપર દક્ષિણ આફ્રિકાના ઝામ્બિયામાં ફાયરિંગ થતા બે પૈકી એક ભાઈ નું મોત નીપજ્યું છે. હુમલાનો ભોગ બનેલા બે ભાઈઓ ભરૂચના ટંકારીયા ગામના વાતની હોવાની વિગતો સામે આવી છે. આફ્રિકાના કાબવે ટાઉનમાં ભરૂચના ટંકારીયા ગામના બે ભાઈઓ ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા અને અજમદ ઈબ્રાહીમ કરકરિયા ત્યાં ગ્રોસરી શોપ ચલાવતા હતા જ્યાં બંને ભાઈ રાતે ઘરે સુતા હતા, ત્યારે નીગ્રો તસ્કરો તેમના ઘરમાં ઘૂસ્યા હતા. રાત્રે 3થી 4 વાગ્યાના અરસામાં તસ્કરોની હિલચાલ ધ્યાને આવતા ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા જાગી જતા તે અચાનક તસ્કર સામે આવી જતા ગભરાયેલા તસ્કરે સીધું ફાયરિંગ કરી દીધું હતું. ઘટનામાં ઇમરાન ઈબ્રાહીમ…
વડોદરા શહેરમાં વરસાદ ચાલુ રહેવા પામ્યો છે પરિણામે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. શહેરમાં ચાર દરવાજા વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડાની મુખ્ય બ્રાંચ દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાઇ જવાની ઘટના બની છે. આ વર્ષે 153મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો, ત્યારે આ બેંકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીની સમસ્યા જોવા મળી રહી છે. આ વર્ષે ચાર દરવાજા વિસ્તારમાં વરસાદી પાણી નિકાલ કરવાનો કોઈ રસ્તો નથી. માત્ર 1થી દોઢ ઈંચ વરસાદમાં જ દુકાનોની અંદર વરસાદના પાણી ઘૂસી જાય છે. ખાસ કરીને બેંક ઓફ બરોડાના લોકર વિભાગમાં પાણી ભરાઈ ગયું છે. બેંકમાં એટલું પાણી ભરાયું…
વડોદરામાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે અહીં મળેલા પશુપાલકોના સંમેલનમાં જણાવ્યુ કે ચાર મહિના બાદ વિધાનસભાની ચૂંટણી થશે અને વિધાનસભાની ચૂંટણીની તો “હું ફોર્મ ભરીને જતો રહીશ તો પણ ચૂંટણી જીતી જઇશ”તેઓના આ નિવેદનની ભારે ચર્ચાઓ ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છેકે વડોદરા શહેર-જિલ્લાની 10 વિધાનસભા બેઠકો પૈકી ભાજપા પાસેની 9 બેઠકો છે. જેમાં ભાજપ”નો રિપીટ” થિયરી અપનાવે તેવી વાતો ચાલી રહી છે તેવે સમયે કેટલાક ધારાસભ્યોએ નો રિપીટ” થિયરી સામે તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું મનાય રહ્યું છે. સાવલીમાં આવતી કાલે 26 જુલાઇએ મળનારી બરોડા ડેરીની વાર્ષિક સાધારણ સભા અગાઉ મળેલા પશુપાલકોના સંમેલનમાં સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે હુંકાર કર્યો…
ગુજરાતમાં ચૂંટણીઓ અગાઉ મુખ્યત્વે આપ અને ભાજપની તૈયારીઓ દેખાઈ રહી છે, એક તરફ અમિત શાહ અને મોદીજીના ઉપરા ઉપરી કાર્યક્રમો હોય છે તેજ રીતે આમ આદમી પાર્ટીના સુપ્રીમો કેજરીવાલ પણ સતત ગુજરાતના પ્રવાસે આવે છે અને હવે જાણે કોંગ્રેસ નિષ્ક્રિય જણાય છે અને હવે ભાજપ બાદ ગુજરાતમાં એક્ટિવ પક્ષ હોયતો તે આમ આદમી પાર્ટી છે. અને કેજરીવાલ સતત ગુજરાતની મુલાકાતે આવતા હોય ગુજરાતમાં હવે આપ નું સ્થાન મજબૂત જણાઈ રહ્યું છે. ત્યારે આજે 25 જુલાઈ સોમવારથી બે દિવસ માટે કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જ્યાં સોમવારે કેજરીવાલ સોમનાથ મંદિરમાં દર્શન કરશે અને 26 જુલાઈએ રાજકોટમાં ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે…
દિલ્હીમાં જ્યારે અન્ના હજારે આંદોલનકારી તરીકે ઉભર્યા ત્યારે કેજરીવાલે શરૂ કરેલી રાજકીય સફર આજે દિલ્હી બાદ પંજાબ સુધી પ્રસરી છે અને હવે ગુજરાતમાં પણ વિપક્ષના નજીકના સ્થાને પહોંચી ગઈ છે સુરત મનપા માં બનાવેલું આ સ્થાન હવે આગળ વધી રહ્યુ છે ત્યારે હવે ભાજપ ને કોંગ્રેસ કરતા આપ થી વધુ ટેંશન થયું છે. આ બધા વચ્ચે કેજરીવાલ જે રીતે બેફામ મોંઘવારીમાં વીજળી અને શિક્ષણ,મુસાફરી માટે જનતાને રાહતો આપી તેનાથી લોકોમાં પ્રભાવ ઉભો થયો છે તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં મફતમાં પૂરી પડાતી સુવિધાઓના રાજકારણ પર આકરા પ્રહાર કરી, આ સુવિધાઓને રેવડી કલ્ચર ગણાવતા દેશના વિકાસ માટે આ ‘રેવડી…