કવિ: Halima shaikh

બોલિવૂડ એક્ટર વિકી કૌશલે હાલમાં જ મુંબઈના સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વિકી કૌશલે એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ કરી છે. આ વ્યક્તિએ કેટ-વિકીને સો.મીડિયામાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાંતાક્રૂઝ પોલીસે આ કેસમાં ઇન્ડિયન પિનલ કોડની કલમ 506(2), 354(D) r/w સેક્શન 67 IT એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે. બોલિવૂડ એક્ટર વિકી કૌશલ અને કેટરીના કૈફને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ મામલામાં વિકીએ મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. આદિત્ય રાજપૂત નામના વ્યક્તિ પર સોશિયલ મીડિયા પર ધમકી આપવાનો આરોપ છે. વિકી કૌશલની ફરિયાદના આધારે પોલીસ આદિત્ય વિરુદ્ધ તપાસ…

Read More

અમિતાભ બચ્ચન, અનુપમ ખેર અને બોમન ઈરાનીની આગામી ફિલ્મ ‘ઉચાઈ’ની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. સૂરજ બડજાત્યા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આ વર્ષે 11 નવેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મ દિગ્દર્શક સૂરજ બડજાત્યા ફરી એકવાર એક મોટી ફિલ્મ સાથે પરત ફર્યા છે. સૂરજ બડજાત્યા તેની ફિલ્મો માટે લાંબુ પ્લાનિંગ કરે છે. જે બાદ તે ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરે છે. આવી સ્થિતિમાં આ વખતે રાજશ્રી પાસે સલમાન ખાન નહીં અમિતાભ બચ્ચન છે. રાજશ્રી પ્રોડક્શનની બહુચર્ચિત ફિલ્મ ‘ઉચાઈ’ની રિલીઝ ડેટ આખરે જાહેર થઈ ગઈ છે. જેની જાહેરાત રાજશ્રી પ્રોડક્શન હાઉસે તેના સોશિયલ મીડિયા પર કરી છે. જ્યાં ફિલ્મના નામની સાથે રિલીઝ…

Read More

આખરે ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા પિતા બન્યો છે. તેણે પુત્રની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. કૃણાલે બે તસવીરો શેર કરી છે, જેમાં લખ્યું છે કે કવીર કૃણાલ પંડ્યા. તસવીરમાં પુત્ર કવીર અને પત્ની પંખુરી પણ જોવા મળી રહી છે. આ તસવીરો કૃણાલે શેર કર્યા પછી ફેન્સ તેને શુભકામના આપી રહ્યા છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો મોટો ભાઈ કૃણાલ પંડ્યા પિતા બની ગયો છે, કૃણાલ પંડ્યાની વાઈફ પંખુરી શર્માએ દીકરાએ જન્મ આપ્યો છે. કૃણાલ પંડ્યા અને તેની વાઈફ પંખુરી શર્મા લગ્નના સાડા ચાર વર્ષ બાદ માતાપિતા બન્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત તા.27 ડિસેમ્બર 2017…

Read More

વૈશ્વિક બજારમાં નબળાઈના સંકેતો બાદ ભારતીય બજારો પણ ઘટાડા સાથે ખુલ્યા છે. સેન્સેક્સ લગભગ 103.50 પોઈન્ટ નીચે ટ્રેડ કરી રહ્યો છે. હાલમાં તે 56006ના સ્તરે છે. બીજી તરફ, નિફ્ટી 16700 સુધી નીચે આવ્યા બાદ 16694ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. સોમવારે બજાર ખુલ્યા બાદ ઓટો અને ફાર્મા સેક્ટરના શેરોમાં શરૂઆતી કારોબારમાં નબળાઈ જોવા મળી રહી છે. ત્રણ દિવસની તેજી બાદ યુએસ માર્કેટમાં બ્રેક લાગી છે. ડાઉ જોન્સ 500 પોઈન્ટની રેન્જમાં ટ્રેડિંગ દરમિયાન 140 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. તે જ સમયે, નાસ્ડેકમાં 1.95% ની નબળાઈ જોવા મળી છે. આજે એશિયન બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. SGX નિફ્ટીમાં 0.43 ટકાનો…

Read More

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ મુજબ આજે દેશમાં 16,866 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 41 લોકોના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ મુજબ આજે દેશમાં 16,866 કેસ નોંધાયા છે. આ સંખ્યા ભૂતકાળની સરખામણીએ ઓછી હોઈ શકે છે, પરંતુ ચેપનો દર હજુ પણ આરોગ્ય નિષ્ણાતો માટે ચિંતાનો વિષય છે. રિપોર્ટ અનુસાર દેશમાં સંક્રમણનો દર 168 દિવસ બાદ સાત ટકાને વટાવી ગયો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દૈનિક 7.03 ટકા અને સાપ્તાહિક 4.49 ટકા દર જોવા મળી રહ્યો છે. તે જ સમયે, દૈનિક સક્રિય કેસ ઘટીને 1,50,877 પર આવી ગયા છે. આ સાથે ભારતમાં કોરોના કેસની સંખ્યા વધીને 4,39,05,621…

Read More

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને કાળા ડિબાંગ વાદળોથી આકાશ ગોરંભાયેલું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી જોરદાર વરસાદ પડી રહ્યો છે ત્યારે આગામી ત્રણ દિવસ દરમિયાન ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જામનગર, રાજકોટ, બોટાદ અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં…

Read More

દ્રૌપદી મુર્મુએ દેશના 15માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમને તેમને શપથ લેવડાવ્યા હતા. તમને જણાવી દઈએ કે મુર્મુ દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ છે, સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળનાર પ્રથમ આદિવાસી મહિલા અને સ્વતંત્ર ભારતમાં જન્મ લેનાર પ્રથમ રાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે આ પણ એક સંયોગ છે કે જ્યારે દેશ તેની આઝાદીના 50મા વર્ષની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે મારી રાજકીય કારકિર્દી શરૂ થઈ. અને આજે આઝાદીના 75માં વર્ષમાં મને આ નવી જવાબદારી મળી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે હું ભારતના સર્વોચ્ચ બંધારણીય પદ પર ચૂંટાવા બદલ તમામ સાંસદો અને વિધાનસભાના તમામ…

Read More

દ્રૌપદી મુર્મુ… આ નામ આજે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય છે. દેશના 15મા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશે દરેક વ્યક્તિ જાણવા માંગે છે. તેમના જીવન સાથે જોડાયેલી દરેક વાતોને સમજવા માંગે છે. હા, કેમ નહિ? છેવટે, વિશ્વની સૌથી મોટી લોકશાહીની સૌથી મોટી બંધારણીય ખુરશી પર આદિવાસી સમાજના મહિલા પ્રથમ વખત બેસવા જઈ રહયા છે. પછાત અને વિકાસથી દૂર રહેલા આદિવાસી સમાજમાંથી બહાર આવીને દેશના રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચવાની સફરમાં મુર્મુએ પોતાના ત્રણ બાળકો અને પતિ પણ ગુમાવ્યા,બધુજ સમાપ્ત થઈ ગયું તેમ છતાં મુર્મુએ હાર ન માની અને આજે પોતાના માટે નહીં પણ દેશ બાંધવોની સેવા માટે દેશના સર્વોચ્ચ સ્થાને પહોંચ્યા…

Read More

શપથ પહેલા મુર્મુ રાજઘાટ પહોંચ્યા, બાપુને શ્રદ્ધાંજલિ આપી ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમના નિવાસસ્થાનેથી રાજઘાટ પહોંચ્યા હતા. થોડા સમય બાદ તે સંસદના સેન્ટ્રલ હોલમાં દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. ઓડિશાના સીએમ નવીન પટનાયક, મયુરભંજના 6 ભાજપના ધારાસભ્યો, બ્રહ્માકુમારી રાયરંગપુર શાખાના ત્રણ સભ્યો બ્રહ્માકુમારી સુપ્રિયા, બસંતી અને ગોવિંદ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. કેન્દ્રીય મંત્રીઓ અશ્વિની વૈષ્ણવ, ધર્મેન્દ્ર પ્રધાન, બિશ્વેશ્વર ટુડુ, સાંસદો સુરેશ પૂજારી, બસંત પાંડા, સંગીતા સિંઘદેવ અને તેમના પતિ કે.વી. સિંહદેવ જે તમામ સમારોહમાં હાજરી આપશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે ભાજપ હંમેશા આદિવાસી સમાજના ઉત્થાન માટે સંકલ્પબદ્ધ રહ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પહેલીવાર…

Read More

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર બે બસ વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં આઠ મુસાફરોના મોત થઇ ગયા હતા, જ્યારે 12થી વધુ ઘાયલ થયા હતા જે પૈકી કેટલાકની હાલત ગંભીર છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ક્ષતિગ્રસ્ત વાહનોને હાઈવે પરથી દૂર કરી ટ્રાફિક હઠાવ્યો હતો. મળતી માહિતી મુજબ, બારાબંકીના હૈદરગઢમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર કિમી 24 પર ઉભેલી બસ સાથે બીજી બસ અથડાઈ હતી. વાસ્તવમાં, એક ડબલ ડેકર બસ લગભગ 50 મુસાફરો સાથે બિહારના દરભંગાના લોખા શહેરથી દિલ્હી જઈ રહી હતી, સોમવારે વહેલી સવારે આ બસ પૂર્વાંચલ એક્સપ્રેસવેના 24 કિમી પર ઉભી હતી તે દરમિયાન…

Read More