કવિ: Halima shaikh

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચુંટણીઓ આવી રહી છે તેને લઈ રાજકીય પક્ષો તૈયારીઓમાં પડ્યા છે ત્યારે દેશની ભાજપની પહેલી સરકાર ગુજરાતમાં બની અને ભાજપના પ્રથમ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ બન્યા હતા તે આજની નવી જનરેશનને આવાત ખૂબ ઓછાને ખબર હશે, ગુજરાતનો ઇતિહાસ કેશુભાઈ પટેલને એક સરળ અને સજ્જન મુખ્ય મંત્રી તરીકે કાયમ યાદ રાખશે. ગુજરાતમાં કોંગ્રેસનો દબદબો હતો અને કોંગ્રેસના સાથ વગર કોઈ હલી પણ શકતું ન હતું તે બાદ 1995માં કેશુભાઈ ગુજરાતમાં ભાજપની પહેલી સરકારના પહેલા મુખ્ય મંત્રી બન્યા ત્યારે આખા દેશની નજર ગુજરાત ઉપર હતી કારણકે કોંગ્રેસનો ગઢ તૂટ્યો હતો. દેશભરમાં પણ ભાજપની આ પ્રથમ સરકાર હતી કારણકે પાંચ દાયકાના…

Read More

વડોદરામાં સતત વરસાદી માહોલ છે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયાના બનાવો છે અનેક જગ્યાએ રોડ તૂટી ગયા છે, IPCL પાસે 1 ઝાડ પડ્યું હતું. શનિ-રવિવાર પણ વરસાદી માહોલ રહ્યો હતો. આજે સોમવારે પણ વરસાદ ચાલુ છે છેલ્લા કેટલાક દિવસ દરમિયાન વરસાદી ઝાપટાં સાથે સાંજે એકધારો પવન સાથે વરસાદ થતા વાતાવરણ ઠંડુંગાર થઈ ગયુ છે. છાણી પોદ્દાર સ્કૂલ નજીકથી 18 મીટરના રોડ પર પાણી ભરાતાં ઠેર ઠેર મોટા ખાડા પડ્યા છે. આ રોડ પર શાળા આવેલી છે. ગઈકાલે રવિવારે 10 સોસાયટીના 200થી વધુ લોકો એકત્ર થયા હતા અને તૂટી ગયેલા રોડ અને ખાડાઓના કારણે અકસ્માત સર્જવાની સાથે વાહનોને નુકસાન થઈ રહ્યું હોવા…

Read More

વડોદરામાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળો પણ ફેલાયો છે. તાવ,કમળો,ડેન્ગ્યુ,મેલેરિયા સહિત શહેર-જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં કોરોનાના પણ નવા 119 કેસ નોંધાયા છે. શહેર અને જિલ્લામાં હાલ એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 514 થઇ છે. હાલમાં હોસ્પિટલોમાં 21 દર્દી દાખલ છે. જે પૈકી 3 દર્દી હાલ ઓક્સિજન પર છે. હાલમાં શહેરમાં 476 લોકો ક્વોરન્ટીન છે. વડોદરામાં એકતાનગર, અકોટા, અટલાદરા, બાપોદ, ભાયલી, છાણી,દંતેશ્વર, દિવાળીપુરા, ફતેપુરા,ગોરવા, ગોત્રી, હરણી, જેતલપુર, કપુરાઇ, મકરપુરા, માંજલપુર, નવાયાર્ડ, નવીધરતી, પાણીગેટ, સમા, સવાદ, સીયાબાગ, સુભાનપુરા, તાંદલજા, હેતપુરા, કેલનપુર, રતનપુર સોખડા, દશરથ, ખાનપુર, અંકોડિયા, દુમાડ, અસોજ, ગણપતપુરા, ખટમ્બા, રણોલી, ડાબકા, રસુલાબાદ, ખેડાકર મસિયા, વાઘોડિયા, દિપાપુરા, સાંધાસલ, દોલતપુરા પાંડુ, પોર, ગોસિન્દ્રા, મોભા અને…

Read More

બિહારના છપરાના ખોડાઈબાગ ગામમાં આજે રવિવારે એક ઘરમાં બોમ્બ બ્લાસ્ટ થતાં મૃત્યુઆંક વધ્યો છે અને છ લોકોના મોત થયાના અહેવાલો છે. હજુ પણ કેટલાક લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. મૃત્યુઆંક વધી શકે છે, મુઝફ્ફરપુરથી એફએસએલની ટીમ પણ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. બિહારમાં છપરાના ખોદાઈબાગ ગામમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 6 લોકોના મોત થયા છે. જ્યારે 5 લોકો ઘાયલ થયા છે. કાટમાળ નીચે કેટલાક લોકો ફસાયા હોવાની પણ આશંકા છે. વિસ્ફોટને કારણે ત્રણ માળનું મકાન સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયું હતું. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ લગભગ 3 કિમી દુર સુધી સંભળાયો હતો. આ વિસ્ફોટ ખોડાઈબાગ…

Read More

વડોદરાના સંવેદનશીલ યાકુતપુરા નાકાના જાહેર માર્ગ પર માથાભારે શખ્સ એઝાઝે મોપેડ લઈ પસાર થતી શિક્ષિકાને જાહેરમાં હુમલો કરી માર મારી વિલીનગીરી કર્યા બાદ પોલીસે તેને ઝડપી લઈ સર્વિસ કરતા તે સીધોદોર થઈ ગયો હતો, પીઆઇ કિરીટ લાઠિયાએ તેને જાહેરમાં ‘બકરી’ જેવો બનાવી દીધો હતો,એઝાઝે મહિલાના પગમાં પડી માફી માગી હતી એક સમયે સિટી પોલીસ મથકની ઉપર ઓફિસ ધરાવતા એસીપી પીઆર રાઠોડના પોતાને ખાસ ગણાવતા અને ખુદ એસીપીએ એઝાઝના ખભા પર મિત્ર હોય એવા ફોટા પડાવ્યા હતા. તે જ સિટી પોલીસ મથકમાં એઝાઝ બકરી બનવા સાથે પોલીસે કૂકડો બનાવી દીધો હતો અને મહિલાના પગમાં પડી માફી માંગતો નજરે પડ્યો હતો. નેતા…

Read More

છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ ગામમાં જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવાએ દારૂના નશામાં લથડીયા ખાતા ખાતા માંડ સ્ટેજ ઉપર પહોંચ્યા પણ તે પહેલાં આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષાબેન સુથારની પીઠ ઉપર ત્રણ ચાર ધબ્બા મારી હસતા હસતા આગળ વધતા નિમિષાબેન સુથાર નારાજ જણાયા હતા અને અશોભનિય વર્તન કરનાર નેતા જાહેરમાં લથડિયા ખાતા જોવા મળતા લોકોમાં ભારે રમૂજ અને ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષાબેન સુથારે દારૂ પીને તમાશો કરનાર રશ્મિકાંત વસાવાના વર્તન સામે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સમક્ષ રજૂઆત કરી હોવાની ચર્ચા છે. છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ લથડિયા ખાતા ખાતા નિમિષાબેનની પીઠ થપથપાવતા નજરે પડ્યા હતા. તેઓએ ચિક્કાર દારૂ પી લીધો…

Read More

આજકાલ ફિલ્મી નટ લોકો પૈસા કમાવા ગમે તે હદે જઈ રહયા છે અને નાગા ફોટા પડાવી વરવું પ્રદર્શન કરી રહ્યા છે તે જોઈ સભ્ય સમાજ ચોંકી ઉઠ્યો છે અને આવા જાહેરમાં બીભત્સ તમાશા કરતા ઈસમો સામે કાર્યવાહી કરવા ચર્ચાઓ ઉઠવા પામી છે,શુ આ બરાબર થઈ રહ્યું છે? આપ જો એક જાગૃત નાગરિક હોયતો પોતાનો મત ખૂલીને વ્યક્ત કરવો જોઈએ,આવા અખતરા સામે જો અવાજ નહિ ઉઠાવાય તો તેઓ આગળ વધતા રહેશે. લોકોમાં ઘરોમાં માતા,બહેન,દીકરીઓ ની પરવા કર્યા વગર માત્ર કમાવા ખાતર જાહેરમાં આવું પ્રદર્શન કરનારા સામે પગલાં ભરવા જોઈએ જેથી ફરી આવી હરકતો ન કરે તેવી માંગ ઉઠી રહી છે. ફિલ્મ…

Read More

રાજ્યમાં વરસાદી માહોલ ચાલુ છે અને વીતેલા કલાકોમાં અમદાવાદ ,વડોદરા,વલસાડ સહિત 28 તાલુકાઓમાં વરસાદ પડયાના અહેવાલો છે. અમદાવાદમાં જળબંબાકાર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વીતેલા કલાકોમાં સૌથી વધુ વાપીમાં 7 ઇંચ વરસાદ પડ્યો છે. કુલ 8 તાલુકામાં 4થી 7 ઇંચ મેઘ મહેર થઈ છે. જ્યારે સીઝનનો સરેરાશ 21 ઇંચ એટલે કે 64 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. 102 તાલુકામાં 10થી 20 ઇંચ વરસાદ પડ્યો છે. કચ્છના રાપર તાલુકામાં ચાર ઇંચ,ભચાઉમાં બે ઇંચ, સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં બે ઈંચ, વલસાડ અને વાપી તાલુકામાં 7ઇંચથી વધુ કપરાડા,ઉમરગામ , અરવલ્લીના ભીલોડા અને પાટણના રાધનપુર તાલુકામાં વરસાદના અહેવાલ છે,સાબરકાંઠાના વિજયનગર અને હિંમતનગરમાં સારો વરસાદ વરસ્યો…

Read More

દેશમાં કોરોનાની આગેકૂચ જારી રહી છે આજે આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારે (24 જુલાઈ)ના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 1,52,200 થઈ ગઈ છે, જે ગઈકાલની સરખામણીએ 2100 વધુ છે. દેશમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યામાં થયેલા વધારાએ ફરી એકવાર લોકોની ચિંતા વધારી દીધી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારે (24 જુલાઈ)ના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 1,52,200 થઈ ગઈ છે, જે ગઈકાલની સરખામણીએ 2100 વધુ છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20,279 નવા કેસ નોંધાયા છે અને 18,143 લોકો સ્વસ્થ પણ થયા છે. આ દરમિયાન 36 દર્દીઓએ પણ જીવ…

Read More

રાજ્યમાં ‘દારૂબંધી’ની વાતો માત્ર કાગળ ઉપર જોવા મળી રહી છે અને હવેતો નેતાઓ પણ દારૂ પીને જાહેર કાર્યક્રમમાં દેખાઈ રહયા છે પણ પોલીસ તેઓ સામે બ્રેથ એનાલાઈઝરથી તપાસ કરી શકતી નથી તે જુદી વાત છે,તે માત્ર સામાન્ય લોકો માટે કાયદો હોય તેવું લાગી રહ્યું છે, છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મીકાંત વસાવા એક કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મહિલા મંત્રી સાથે દારૂ પીધેલી હાલતમાં હાજર રહ્યા હોવાની વાતે ભારે ચર્ચા જગાવી છે, કાર્યક્રમના સ્ટેજ સુધી નેતા લથડીયા ખાતા ખાતા પહોંચ્યા ત્યારે ઉપસ્થિત લોકોમાં ભારે રમૂજ ફેલાઈ હતી. જોકે,સ્ટેજ પર પહોંચ્યા તો જિલ્લા પ્રમુખ ઉંધી ગયા હતા. છોટા ઉદેપુર જિલ્લામાં રાષ્ટ્રપતિના અભિવાદન કાર્યક્રમ દરમિયાન રાજ્યકક્ષાના…

Read More