તાલિબાને મીડિયાને ધમકી આપતા કહ્યું છે કે તે અફઘાનિસ્તાનના ઈસ્લામિક અમીરાતના વિદ્વાનો અને જાહેર સેવકોની ટીકા કરનારને સજા કરશે. અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તાની સ્થાપના પછી દરરોજ નવા હુકમો જારી કરવામાં આવી રહ્યા છે. આ વખતે મામલો અલગ છે. વાસ્તવમાં, તાલિબાને કહ્યું છે કે તે ‘ઈસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન’ના વિદ્વાનો અને જાહેર સેવકોની કોઈ પણ ટીકા કરનારાઓને સજા કરશે. તાલિબાનના ઝબીઉલ્લાહે આ દિશાનિર્દેશોને પાળવા મીડિયાને સલાહ આપી આ એક પ્રકારની શરિયા જવાબદારી ગણાવી છે. તાલિબાને તેમની માર્ગદર્શિકામાં કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં સરકારી અધિકારીઓ વિરુદ્ધ બિનજરૂરી આરોપો અને ખોટી ટીકા કરનારાઓને સખત સજા કરવામાં આવશે. ખરેખર, સુન્ની પશ્તુન જૂથ પર લાંબા સમયથી ગંભીર…
કવિ: Halima shaikh
જ્યારે કોઈ છોકરી સાથે પ્યાર થઈ જાય ત્યારે માત્ર તેનાજ વિચારો આવે છે સૂતા,ઉઠતા,બેસતા, દરેક પળમાં બસ તેના વિચારો આવે છે અને પ્યારમાં પ્રેયસી માટે યુવકો કંઈપણ કરવા તૈયાર થઈ જાય છે પણ જયારે સાથે જીવવા મરવાના કોલ આપ્યા બાદ યુવતી અચાનક ફરી જાયતો પ્રેમી યુવકની શુ મનોવ્યથા હોય તેતો જેણે પ્રેમ કર્યો હોય તેજ જાણે. આવોજ એક કિસ્સો બિહારમાં સામે આવ્યો છે જેમાં યુવક અને યુવતી સવારે મોર્નિંગ વોક દરમિયાન મુલાકાત થાય છે અને પ્રેમમાં પડે છે પણ યુવતીને પોલીસની નોકરી મળતાજ તેણે યુવકને તરછોડી દીધો હતો. બિહારના સહરસાના એક યુવકે તેની પ્રેમિકા કમ પત્ની ઉપર છેતરપિંડીનો આરોપ લગાવ્યો…
રાજ્યમાં એક તરફ આમ આદમી પાર્ટીના સુપ્રીમો કેજરીવાલ સતત મુલાકાતે આવી રહયા છે તો ભાજપના અમિત શાહ અને નરેન્દ્રભાઈ મોદીએ પણ ગુજરાતની મુલાકાતમાં વધારો કર્યો છે. કેન્દ્રમાંથી નેતાઓની ગુજરાતમાં વધેલી મુલાકાતો અને ઉદ્ઘાટન કાર્યક્રમો વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી આજે 23-24 જુલાઈના રોજ ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે. તેઓ આજે તા. 23 જુલાઇએ સવારે અમદાવાદ પહોંચશે અને સવારે 11 કલાકે NFSUમાં ગૃહ વિભાગના કાર્યક્રમમાં હાજરી આપી વિશ્વાસ પ્રોજેક્ટ અને E-FIR પ્રોજેકેટનો આરંભ કરાવશે. ત્યારબાદ બપોરે 3 વાગ્યા પછી માણસાની મુલાકાત લેશે. જ્યાં અક્ષયપાત્ર રસોડા, માણસા પુસ્તકાલયનું નિરીક્ષણ કરશે. તે બાદ નગરપાલિકા હોલ, માણસા સિવિલ અને ચંદ્રસર તળાવની પણ મુલાકાત…
દેશમાં કૌભાંડીઓને જલસા પડ્યા છે બેફામ મોંઘવારીમાં જનતા પીસાઈ રહી છે અને નેતાઓ પૈસા ભેગા કરવામાં પડ્યા છે,અનેક નેતાઓના નામ ગેરરીતિમાં ઉછળી રહયા છે ત્યારે પશ્ચિમ બંગાળના ઉદ્યોગ મંત્રી પાર્થ ચેટર્જીના નજીક ગણાતા અર્પિતા મુખર્જીના ઘરે શુક્રવારે EDએ દરોડા પાડ્યા. આ કાર્યવાહીમાં મુખર્જીના ઘરમાંથી 20 કરોડ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા. તપાસ એજન્સીને શંકા છે કે આ રૂપિયા સ્કૂલ સેવા આયોગ (SSC) કૌભાંડમાંથી મેળવ્યા છે.અર્પિતા મુખર્જીના ઘર પર ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, તમને જણાવી દઈએ કે અર્પિતા પશ્ચિમ બંગાળ સરકારના મંત્રી પાર્થ ચેટર્જીની નજીક છે. આ દરોડા કેટલાક કલાકોથી ચાલી રહ્યા હતા જેમાં લગભગ 20 કરોડ રૂપિયાની રોકડ…
સલમાનખાને પોતાની સુરક્ષા માટે હથિયાર રાખવા લાયસન્સ માટે અરજી કરી હતી,ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ દ્વારા ધમકી મળ્યા બાદ સલમાન હવે પોતાની પાસે હથિયાર રાખશે. સલમાન ખાનને બિશ્નોઇ ગેંગ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ સલમાનખાને હથિયારના લાઇસન્સ માટે અરજી કરી છે. સલમાનખાનને ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે તપાસ કરી હતી અને સુરક્ષામાં વધારો કર્યો હતો. આજે તા.22 જુલાઈના રોજ સલમાન ખાન મુંબઈ પોલીસ કમિશ્નર વિવેક ફનસાલકરને મળવા ગયો હતો અને પર્સનલ હથિયારના લાઇસન્સ માટે અરજી અંગે વાત કરી હોવાનું માનવામાં આવે છે. સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ધમકી આપી હતી. ત્યારબાદ સલમાન ખાને પોલીસમાં એક અરજી કરી હતી. તે પોતાની…
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રોપદી મુર્મુંનો ભવ્ય વિજય થતા ઠેરઠેર ઉજવણીનો માહોલ છે ત્યારે કેબિનેટ મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતીમાં ચીખલીમાં આદિવાસી સમાજ અને ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણીમાં વાંસદા સીટ મહત્વની ગણાય છે ત્યારે પુરવઠા મંત્રી નરેશ પટેલના મતવિસ્તાર ચીખલી ખાતે આદિવાસી સમાજ અને ભાજપ સંગઠન દ્વારા સર્કિટ હાઉસથી ચીખલી ચાર રસ્તા સુધી એક વિજય સરઘસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા અને પારંપરિક આદિવાસી વેશભૂષા સાથે નૃત્ય સાથે ચાર રસ્તા પહોંચ્યા હતા અને તેઓએ ખુશી વ્યકત કરી હતી. દેશના પહેલા આદિવાસી અને બીજા મહિલા રાષ્ટ્રપતિ તરીકે દ્રોપદી મુર્મુંના વિજય થતા સમગ્ર…
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો હંમેશા ભારતીય કલાકારો માટે ખાસ રહ્યા છે અને દેશભરના કલાકારોને સન્માનિત કરતા આજે દિલ્હીમાં 68મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન નેશનલ મીડિયા સેન્ટર, દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બેસ્ટ એક્ટરથી લઈને સિંગર સુધીના એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં સૌની નજર બેસ્ટ એક્ટર અને એક્ટ્રેસના નામ પર ટકેલી હતી અને હવે આ નામ પણ સામે આવી ગયું છે. આ વર્ષે બે કલાકારોને આ એવોર્ડ મળ્યો છે. અજય દેવગન અને સાઉથ એક્ટર સુર્યાને 68મો નેશનલ ફિલ્મ બેસ્ટ એક્ટર નેશનલ એવોર્ડ મળ્યો છે. 68માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ અજય…
હાલ પેટ્રોલમાં બેફામ ભાવ વધતા લોકો હવે ઇલેક્ટ્રીક વાહનો તરફ વળ્યા છે પણ હવે આવા ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ બનતા લોકો મુંઝવણ અનુભવી રહયા છે કે વાહનની સલામતી કેટલી ? જોકે હવે સરકાર જાગી છે અને આવી કંપનીઓ સામે લાલ આંખ કરી જવાબ માંગ્યો છે. ભૂતકાળમાં જે કંપનીના ઇલેક્ટ્રીક સ્કૂટર સહિતના વાહનો સળગી ઉઠ્યા હતા તેવા તમામ ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદકોને સરકારે કારણ દર્શક નોટિસ જારી કરી છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ લોકસભામાં આ માહિતી આપતા જણાવ્યું કે તમામ સંબંધિત EV ઉત્પાદકોને નોટિસનો જવાબ આપવા અથવા કાર્યવાહીનો સામનો કરવા નોટિસ પાઠવવામાં આવી છે. નોટિસમાં EV ઉત્પાદકો પાસેથી જવાબ માંગવામાં આવશે…
હવાઈ મુસાફરી માટે અન્ય ઓપ્સન ‘અકાસા એર’ 7 ઓગસ્ટે લોન્ચ થવા જઇ રહી છે અને આ એરલાઈન્સે આજથી તા. 22 જુલાઈથી ટિકિટ બુકિંગ શરૂ પણ કરી દીધું છે. અકાસાની ફ્લાઈટ હાલ મુંબઈ-અમદાવાદ અને બેંગલુરુ-કોચ્ચિ રુટ પર ફ્લાય કરશે. હવાઈ મુસાફરી કરનારા મુસાફરો માટે સારી વાત એ છે કે ફ્લાઈટનું ન્યૂનતમ ભાડું 3282 રૂપિયા છે. અકાસા લો કોસ્ટ એરલાઈન્સ હોય તે સ્પાઈસજેટ, ઈન્ડિદો અને ગો ફર્સ્ટ સાથે હરીફાઈમાં ઉતરશે. અકાસા એર બુધવારને બાદ કરતાં રોજ મુંબઈ-અમદાવાદ વચ્ચે ઓપરેટ કરાશે. મુંબઈથી તેનો ડિપાર્ચર ટાઈમ 10.05નો હશે. તે જ રીતે અમદાવાદથી પરત થવાનો ટાઈમ બપોરે 12.05નો છે. મુંબઈથી ફ્લાઈટની ટિકિટ 4,314 રૂપિયાથી શરૂ…
કોંગ્રેસ નેતા કેઆર રમેશ કુમારે કહ્યું કે, અમે પંડિત નેહરુ, ઈન્દિરા ગાંધી અને સોનિયા ગાંધીના નામ પર 3-4 પેઢીઓ આરામથી ખાય તેટલું ઘણું કમાઈ લીધું છે. હવે બલિદાનનો સમય છે. નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના રડાર પર છે. ગુરુવારે ED અધિકારીઓએ આ કેસમાં સોનિયા ગાંધીની પણ પૂછપરછ ચાલુ છે તે વખતે કર્ણાટકના કોંગ્રેસના વરિષ્ઠ નેતા રમેશ કુમારનું નિવેદન સામે આવ્યું છે. તેમણે પોતાના નિવેદનમાં કંઈક એવું કહ્યું કે હવે તેઓ પોતે જ કોંગ્રેસ માટે મુશ્કેલી બની ગયા છે. વાસ્તવમાં, EDની પૂછપરછ વચ્ચે, કોંગ્રેસ નેતાએ કહ્યું, “અમે નેહરુ, ઇન્દિરા અને સોનિયા ગાંધીના નામ…