દિલ્હીની નવી એક્સાઈઝ પોલિસીની સીબીઆઈ તપાસના આદેશ બાદ રાજકીય માહોલ બરાબરનો ગરમાયો છે અને આજે શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી કેજરીવાલ સરકારે પોતાના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસાદિયાનો બચાવ કરતા કહ્યું કે, કેન્દ્ર સરકાર તેમને જેલમાં મોકલવાની તૈયારી કરી રહી છે. કેજરીવાલે કહ્યું કે મનીષ સિસોદિયા પર લગાવવામાં આવેલા તમામ આરોપો પાયાવિહોણા છે. તેમણે કહ્યું કે પહેલીવાર જ્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બની ત્યારે દિલ્હીમાં સરકારી શાળાઓની હાલત ખૂબ જ ખરાબ હતી. શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ દિવસ-રાત મહેનત કરીને દિલ્હી સરકારની સરકારી શાળાઓને સારી બનાવી છે. તેમણે એવી રીતે કામ કર્યું કે ગરીબ અને અમીર બંનેના બાળકોને એક જ પ્રકારનું…
કવિ: Halima shaikh
ગુજરાતમાં ચૂંટણીઓ અગાઉ કોંગ્રેસમાંથી આગેવાનો સતત બાય બાય કરી રહયા છે ત્યારે હાર્દિક પટેલના નજીકના મનાતા ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના જનરલ સેક્રેટરી સૂરજ ડેરે પણ રાજીનામુ આપી દીધું છે, તેઓ હવે ભાજપમાં જોડાઇ જાય તેવી અટકળો વહેતી થઈ છે. યુથ કોંગ્રેસ અને NSUIના નેતાઓમાં આમેય આંતરિક કલેહ ચાલી રહ્યો છે ત્યારે યુથ કોંગ્રેસમાં પ્રદેશના જનરલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા સૂરજ ડેરે રાજીનામુ આપીને તેઓએ કામની વ્યસ્તતાના કારણે યુથ કોંગ્રેસને સમય આપી શકતા નહિ હોવાનું કારણધરી પક્ષના તમામ હોદા પરથી રાજીનામુ આપી દીધું છે. તેઓ ભાજપમાં પ્રવેશ કરે તેવી ચર્ચા ચાલી રહી છે. સુરજ ડેરે યુથ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ વિશ્વનાથ વાઘેલાને…
દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનવા જઈ રહેલા દ્રૌપદી મુર્મુના તરફેણમાં 14 રાજ્યોના 121 ધારાસભ્યોના ક્રોસ વોટિંગ કર્યાના અહેવાલ સામે આવી રહયા છે જ્યારે ગુજરાતના સાત ધારાસભ્યોએ પણ ક્રોસ વોટિંગ કર્યાની ચર્ચા છે. ગુજરાતમાં 2022 વિધાનસભાની ચૂંટણી અગાઉજ કોંગ્રેસના ધારાસભ્યોએ આદિવાસી ઉમેદવારોના નામ પર પાર્ટી લાઇનથી આગળ વધીને દ્રૌપદીની તરફેણમાં મતદાન કર્યું હોવાની વાત સામે આવી રહી છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રોપદી મુર્મુનો વિજય થયો છે. કોંગ્રેસના 7 ધારાસભ્યોમાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ પણ ક્રોસ મતદાન કર્યું હોવાના મીડિયા રિપોર્ટ છે. ગુજરાત જે સાત ધારાસભ્યો એ ક્રોસ વોટિંગ કર્યું છે તેમાં જૂનાગઢના ધારાસભ્ય હર્ષદ રીબડીયા, પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ,જામનગરના ધારાસભ્ય…
રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, દરિયામાં લો પ્રેશર સર્જાતા આગામી 24 કલાકમાં ગુજરાતમાં તા. 23થી 27 જુલાઇ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે તેમજ અતિભારે વરસાદ પડવાની આગાહી થતા કચ્છ, ઉત્તર ગુજરાતમાં શનિવાર અને રવિવારે ઓરેન્જ તેમજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા શનિવારે કચ્છ-બનાસકાંઠા,પાટણ,મહેસાણા,ગાંધીનગર,અરવલ્લી,સુરેન્દ્રનગર અને મોરબીમાં ઓરેન્જ, જ્યારે જામનગર-રાજકોટ-બોટા-અમદાવાદ-ખેડામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ-બોટાદ-પોરબંદર-અમદાવાદ-ખેડા-ગાંધીનગર-સાબરકાંઠા-અરવલીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
આજે ધો-10 અને 12નું પરિણામ હોય સવારથીજ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉચાટ જોવા મળ્યો હતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. પરીક્ષામાં 92.71% વિદ્યાર્થીઓ પાસ થયા છે. ડિજિલોકર પર પરિણામની લિંક એક્ટિવેટ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ results.cbse.nic.in પર પરિણામ જોઈ શકે છે. જોકે હાલ ભારે ટ્રાફિકના કારણે બોર્ડની વેબસાઈટ ક્રેશ થઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ધોરણ 10 અને 12ના અંદાજે 35 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ટર્મ-2ની પરીક્ષા આપી હતી, જેમાં ધોરણ 10ના 2116290 અને ધો. 12ના 1454370 વિદ્યાર્થીઓ છે. ઉલ્લેખનીય છે કે ગત તા.26મી એપ્રિલ, 2022થી 15મી જૂન, 2022 સુધી…
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના લઘુમતિઓને એક થવાની હાકલ કરી કોંગ્રેસને મજબૂત બનાવવા અને દિલ્હીમાં રહેલા પોપટનો જીવ ગુજરાતમાં હોવાની વાત કરી તે પોપટની ગરદન મચેડી નાખવા અંગે કરેલા નિવેદનનો ભારે વિરોધ થયો છે અને અમદાવાદના પાલડી ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય ઉપર હજ હાઉસ લખવા સાથે કોંગ્રેસના નેતાઓના પોસ્ટર પર કાળી શાહી લગાવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂત અને બજરંગ દળના જવલિત મહેતા સહિતના કાર્યકરો વહેલી સવારે પાલડી કોંગ્રેસ કાર્યાલય પર પહોંચ્યા હતા અને જગદીશ ઠાકોર સહિતના નેતાઓના પોસ્ટર પર કાળી શાહી લગાવી હતી તેમજ કોંગ્રેસ કાર્યાલયની બહારની દીવાલ ઉપર હજહાઉસ લખી વિરોધ…
હજુતો મોદી સાહેબે એક્સપ્રેસ રોડનું ઉદ્ઘાટનજ કર્યું અને મેઘરાજાએ એવીતે બેટિંગ કરી કે સાહેબે જે રોડ જનતાની સેવામાં ખુલ્લા મુક્યા તે માત્ર પાંચ દિવસમાં જ તૂટી ગયા હતા. બુંદેલખંડ એક્સપ્રેસવે ખુલ્લો મુકાયાને 5 દિવસ પણ નથી થયા ત્યાં પહેલા જ વરસાદમાં જ આ એક્સપ્રેસવેની મજબૂતાઇની પોલ છતી થઈ ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 જુલાઇએ જાલૌનમાં એક્સપ્રેસવેનું ઉદઘાટન કર્યું હતું અને એક્સપ્રેસ વે તૂટી પણ ગયા. બુધવારે રાત્રે ભારે વરસાદને પગલે જાલૌનમાં એક્સપ્રેસવેના 195 કિ.મી.ના પિલર નજીક જ એક સ્થળે રોડ તૂટી ગયો છે. આપણા દેશમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર રોડના કામમાં થાય છે અને દેશમાં દરેક રાજ્યમાં રોડના કોન્ટ્રાકટરો બરાબરના…
છેલ્લા 15 વર્ષથી પ્રકૃતિ શિક્ષણ અને સાહસિક પ્રવૃતિઓના કાર્ય સાથે સંકળાયેલા વલસાડના સાહસિક યુવક પ્રિતેશ બી. પટેલ દ્વારા તા. 16 જુલાઇના રોજ સવારે 7:20 કલાકે હિમાચલ પ્રદેશના લાહુલ વેલીમાં સ્થિત માઉન્ટ યુનામનું શિખર સર કરવામાં આવ્યું હતું. કુલ 4 વ્યક્તિએ આ પર્વતારોહણ અભિયાનમાં ભાગ લીધો હતો. વલસાડથી પ્રિતેશ પટેલ (ઉ.વ.39), વારીજ પારેખ (ઉ.વ. 28), નવસારીથી નેહાલિ પારેખ (ઉ.વ.27) અને ભરૂચથી જાગ્રત વ્યાસ (ઉ.વ.28) એ ભાગ લીધો હતો. શરુઆતમાં મનાલી ખાતે આવેલા શિખર ફ્રેન્ડશીપ પીકનું (5289 મીટર) આરોહણ કરવાનું પ્રયોજન હતું પરંતુ મનાલી ખાતે સતત વરસાદ અને ખરાબ હવામાન હોવાથી એ શિખર પર જઈ શકાય એમ ન હોવાથી હિમાચલની બીજી તરફ…
રાજ્યમાં ભારે ચકચાર જગાવનાર IAS અધિકારી કે. રાજેશ સામે આખરે CBIએ ચાર્જસીટ દાખલ કરી છે અને સાથેજ કે.રાજેશ સાથે કામ કરતા મહોમ્મદ રફીક મેમણ સામે પણ CBIએ ચાર્જસીટ દાખલ કરી છે. IAS અધિકારી કે. રાજેશને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે CBI દ્વારા કે.રાજેશ વિરુદ્ધ ગત તા.18 મેના રોજ FIR દાખલ થયા બાદ તા. 20 મેના રોજ દરોડા પાડવામાં આવ્યા હતા. દરમિયાન તા.13 જુલાઈના રોજ કે.રાજેશની ધરપકડ કરવામાં આવી હતી. રાજેશ પર જમીન કૌભાંડ અને હથિયાર લાયસન્સમાં ગેરરીતિ કરવાના આક્ષેપ લાગ્યા છે. કે.રાજેશ સુરેન્દ્રનગરના કલેક્ટર હતા તે સમયે પાસ થયેલા હથિયાર લાયસન્સ પણ હવે રદ થવાની શકયતા વ્યકત…
વડોદરા શહેરમાં ઠેર-ઠેર ઉભરાતી ગટરો, ગંદકીના ઢગલા અને દુષિત પાણીને કારણે રોગચાળો ફાટી નીકળતાં તંત્રમાં દોડધામ મચી ગઇ છે,વડોદરામાં વરસાદી માહોલ વચ્ચે ડેંગ્યુ તાવ, શરદી, ખાંસી, ચિકનગુનીયાના દર્દીઓથી હોસ્પિટલો ઉભરાતા તંત્રમાં ચિંતા પ્રસરી ગઈ છે. વડોદરામાં એક જ દિવસમાં તાવના 353 કેસ નોંધાતા મનપાની 201 ટીમો કામે લાગી છે. વડોદરામાં વરસાદી પાણીનો ભરાવો અને ગંદકીના કારણે ઋતુજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માઝા મૂકી છે. સાથેસાથે પીવાના પાણી દુષિત થતા લોકો ઝાડા-ઉલટી, કોલેરા,ડેંગ્યુનો ભોગ બની રહ્યા છે. રોગચાળાએ માથું ઉંચકતા શહેરના કારેલીબાગમાં આવેલ ચેપી રોગની હોસ્પિટલ, જમનાબાઇ હોસ્પિટલ, સયાજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ, ઇ.એસ.આઇ. હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે હાલ…