કવિ: Halima shaikh

છેલ્લા દિવસોમાં પોલીસ ઉપર ટ્રક ચડાવી દેવાના વધેલા બનાવો વચ્ચે વડોદરા પોલીસની જીપને પણ ટ્રક ચાલકે કચડી નાખવાનો પ્રયાસ કરતા ભારે ચકચાર મચી જવા પામી છે. વિગતો મુજબ નંદેસરી પોલીસ મથકની પીસીઆર વાન મોડી રાત્રે પેટ્રોલિંગમાં હોતી તે વખતે દશરથ ગામ ક્રોસ કરી ફાજલપુર બ્રિજ તરફ શંકાસ્પદ ટ્રક પસાર થઇ રહી હોવાનો કંટ્રોલમાંથી મેસેજ મળતા પીસીઆર વાન ઇન્ચાર્જ એ.એસ.આઇ ભિમસીંગ મનુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ ફતાભાઈ અને કોન્ટ્રાક્ટના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા રામદાસ મેડાએ વર્ણન મુજબની ટ્રકનો પીછો કરી તેને રોકવાનો પ્રયાસ કરતા ટ્રકના ક્લિનરે ડ્રાઇવરને વાન પર ટ્રક ચઢાવી દેવા ઇશારો કર્યો હતો. જોકે, ટ્રક ડ્રાઇવરે પીસીઆર વાનને ઓવરટેક કરી…

Read More

પંજાબના અમૃતસર જિલ્લાના ચીચા ભકના ગામમાં પોલીસ અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના સાથીદારો કે જેઓ સિધુ મૂસેવાલા હત્યાકાંડમાં સામેલ હતા તે ગુંડાઓ વચ્ચે ચાલી રહેલા સામસામે ગોળીબાર વચ્ચે પોલીસે 4 ગેંગસ્ટર્સ ને ઠાર કર્યા છે. પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલાઓમાં શૂટર જગરૂપ રૂપા અને મનપ્રીત ઉર્ફે મનુ ઘુસા પણ માર્યો ગયો છે માર્યા ગયેલાઓ પંજાબના તરનતારનના રહેવાસી હોવાનું જાણવા મળ્યુ છે. અમૃતસરના અટારીમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં તમામ ગેંગસ્ટરોના માર્યા ગયાના સમાચાર આવી રહ્યા છે. પોલીસે ગોળીબાર બંધ કરી દીધો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ અગાઉ પોલીસને માહિતી મળી હતી કે ત્યાં બે ગેંગસ્ટર્સ છે. પરંતુ હવે માહિતી સામે આવી…

Read More

સુરતના સરથાણામાં પ્રાણી સંગ્રહાલય નજીક આવેલ બીઆરટીએસ બસ સ્ટોપ ઉપર આવી પહોંચેલી બસમાં શાળા અને કોલેજ જતા વિદ્યાર્થીઓ પૈકી કેટલાક જેવા બસમાં ચડ્યા કે બસ સળગવા મંડતા વિદ્યાર્થીઓ બસ બહાર નીકળી જતા સદનસીબે મોટી જાનહાની ટળી હતી. વિગતો મુજબ સુરતના સરથાણા વિસ્તારમાં સવારે શાળા-કોલેજમાં જતા વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં બીઆરટીએસ બસનો ઉપયોગ કરે છે દરમિયાન આજે સવારે રાબેતા મુજબ શાળા અને કોલેજ જવાના સમય દરમિયાન બીઆરટીએસ બસમાં કેટલાક વિદ્યાર્થીઓ બસમાં બેસી પણ ગયા હતા અને બાકીના નીચે હતા તે વખતે બસમાં ધુમાડો નીકળતા વિદ્યાર્થીઓ બસમાંથી નીચે ઉતરી ગયા હતા અને જોતજોતામાં બસ સળગી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર…

Read More

ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં રેતી માફિયાઓ, ખાણ-ખનીજ માફિયાઓ અને ગૌ તસ્કરોએ ઉપાડો લીધો છે અને તેઓ સામે તંત્ર લાચાર છે. રાજ્ય સરકારો, તેમનું વહીવટીતંત્ર અને માફિયાઓ સામે પગલાં ભરવાની સમગ્ર પ્રક્રિયા માંય કાંગલી સાબિત થઈ છે. ગતરોજ માત્ર 24 કલાકમાં ત્રણ પોલીસકર્મીઓની હત્યા થઈ જેના અહેવાલોએ લોકોને ચોંકાવી મૂક્યા કારણ કે જો પોલીસને જ આ ગુંડાઓ ગણતા ન હોય ત્યાં સામાન્ય જનતાનું શુ ઉપજે તે વાત ખુબજ ગંભીર છે. ગતરોજ હરિયાણાના નુહમાં ખાણ માફિયાઓએ DSP કક્ષાના પોલીસ અધિકારી સુરેન્દ્ર સિંહને ડમ્પર નીચે કચડી નાખ્યા હતા. આ દરમિયાન, ઝારખંડમાં પણ એક મહિલા સબ-ઇન્સ્પેક્ટર સંધ્યાને રસ્તા વચ્ચે જ ગૌતસ્કરોએ વાહન નીચે કચડીને…

Read More

વડોદરાના પાદરા તાલુકા કોંગ્રેસના મહિલા પ્રમુખ વિરુદ્ધ આવેદન આપવા સમયે ભાજપના હોદેદારોને દમડાટી આપવા મામલે ભાજપના હોદેદારોએ PI એસ. ડી. ધોબીની બદલીની માંગ કરી બદલી નહિ કરાય તો સામૂહિક રાજીનામાની ચીમકી આપતા હવે મામલો ગરમાયો છે. પાદરા ભાજપાના તાલુકાના હોદ્દેદારો અને મહિલા હોદ્દેદારો જ્યારે પાદરા તાલુકા કોંગ્રેસના મહિલા પ્રમુખ ઝંખનાબેન પુરોહિત વિરુદ્ધ પાદરા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી ફરજ પરથી મુક્ત કરવા આવેદનપત્ર આપવા ગયા તે સમયે તાલુકા પંચાયતમાં ભાજપાના હોદ્દેદારોનું ટોળું એકત્ર થતા ત્યાં આવી પહોંચેલા પાદરા પીઆઈ ધોબી સહિત પોલીસ સ્ટાફે ‘તમે બધા અહીંયાથી છૂટા પડી જાઓ નહીં તો જેલમાં અંદર મૂકી દઈશ’તેવું જણાવી દમદાટી આપી હોવાનું…

Read More

વલસાડમાં રેલવે સ્ટેશન ઉપર કોરોના કાળ વખતે રિક્ષા સ્ટેન્ડ પર પાર્કિંગનો પ્રતિબંધ ફરમાવ્યા બાદ હવે કોરોના કાળ પૂર્ણ થયા બાદ પણ ફરીથી રીક્ષા પાર્કિંગ માટે મંજૂરી ન મળતા રિક્ષાચાલકોએ ફરી પાર્કિંગ માટે માંગ કરી હતી,જ્યારે બીજીતરફ દ.ગુ.પાસ હોલ્ડર્સ ગ્રુપ દ્વારા પણ સ્ટેશન પર સુવિધાઓ પૂરી પાડવા એઆરએમ સમક્ષ રજૂઆત કરી હતી. વિગતો મુજબ વલસાડ રેલવે સ્ટેશનનું આધૂનિકરણ કરાયા બાદ 2 વ્હીલર અને 4 વ્હીલર,પીકઅપ અને ડ્રોપ સ્ટેન્ડ એમ ચાર અલગ અલગ પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યા હતા.આ અદ્યતન સુવિધાને લઇ મુસાફરોમાં ભારે ખુશીની લાગણી ફેલાઇ હતી. પરંતું ત્યારબાદ કોરોનાની એન્ટ્રી થતા પાર્કિંગ માટે પ્રતિબંધ કરમાવી દેવામાં આવ્યો હતો. દરમિયાન હવે કોરાનાકાળ…

Read More

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટી કોરવડ જિ.પં.બેઠકના ભાજપના મહિલા સભ્ય રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ જતા ભારે ચકચાર મચી છે. જિ.પં. સભ્યએ રિવર લીંક પ્રોજેક્ટનું કારણ ધરી રાજીનામુ આપ્યા બાદ ગુમ થઇ ગયા છે. પોલીસે કોલ ડિટેલ્સના આધારે તપાસ શરૂ કરી છે. વલસાડ જિ.પં. શિક્ષણ સમિતિની અધ્યક્ષા નિર્મળાબેન જાદવ ઘરેથી રામવાડી સ્કૂલમાં દીકરીઓને નાસ્તો આપવા જાઉં છું તેમ કહી ગયા બાદ ઘરે પરત ફર્યા ન હતી. જે બાદ સોશિયલ મિડીયામાં વીડિયોના માધ્યમથી જિ.પં.સભ્ય પદ પરથી રાજીનામું આપવાની વાત કરી હતી. ગુમ થનારના પતિ કેશવ જાદવે ધરમપુર પોલીસ મથકે તેઓના પત્ની ગુમ થયા અંગે જાણ કરી હતી. જેમાં જણાવ્યા મુજબ તેમના પત્ની…

Read More

અમદાવાદના ઠાકોરભાઈ દેશાઈ હોલ ખાતે કોંગ્રેસના માઈનોરિટી સેલના યોજાયેલા કાર્યક્રમ દરમ્યાન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપને આડેહાથ લઈ આડકતરી રીતે વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરી લઘુમતીઓને સંબંધિત કરતા જણાવ્યું કે દિલ્હીમાં બેઠેલા પોપટનો જીવ ગુજરાતમાં છે, આપણે આ પોપટની ડોક મરડી નાખવાની છે. દેશની સંપત્તિ પર પહેલો હક લઘુમતીનો છે, કોંગ્રેસ પોતાની આ વિચારધારા સાથે આજેપણ જોડાયેલી છે. આ બોલવાથી કોંગ્રેસને કેટલું નુકસાન થયું હતું અને કેટલું થશે તે સ્પષ્ટ હોવા છતાં કોંગ્રેસ પોતાની વિચારધારાને વળગી રહી છે અને લઘુમતીઓ સાથે છીએ તેમ જગદીશ ઠાકોરે ઉમેર્યું હતું. તેઓએ કહ્યું કે રાજ્યમાં લઘુમતિના 20 હજારથી વધુ વોટ ધરાવતી 60 બેઠકો…

Read More

સુરતમાં પાણી ઘૂસતા કિનારાના ભાગે વસતા લોકો સ્થળાંતર કરી ગયા છે.ઉકાઈ ડેમમાંથી બે લાખ ક્યુસેક પાણી છોડાતાં તાપી નદી કિનારે બનાવવામાં આવેલા વોકવે અને રિવરફ્રન્ટમાં પાણી ઘૂસી ગયા હોવાની વિગતો જાણવા મળી છે. જોકે તંત્ર એલર્ટ છે અને ફ્લડ ગેટ બંધ થાય તો પાણી ઉલેચવા માટે પાલિકાએ ડી-વોટરિંગ પંપ મૂકી દીધા છે. ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે 2.28 લાખ ક્યુસેક પાણીની આવક થતા ડેમની સપાટી રૂલ લેવલ 333ને પાર કરીને 333.38 પર પહોંચી છે. જેથી ડેમની સપાટી જાળવી રાખવા માટે તંત્ર દ્વારા 1.99 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવતા નદીની સપાટી સુરતના કોઝવે પર 9.46 મીટર…

Read More

છેલ્લા 20 મહિનાથી બંધ થઈ ગયેલી સી પ્લેનની સેવાને લઈ NSUIના કાર્યકર્તાઓએ રિવરફ્રન્ટ પર રમકડાના વિમાન ઉડાડીને વિરોધ કર્યો હતો. અમદાવાદ સાબરમતીથી કેવડિયા સુધીની ઉડાન ભરનાર સી પ્લેન 31 ઓક્ટોબર 2020ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. જે 10 એપ્રિલ 2021થી સેવા બંધ કરવામાં આવેલ છે. રાજ્ય સરકારે સી પ્લેન પાછળ 7 કરોડ 77 લાખ 65 હજાર 991 જેટલી રકમનો ખર્ચો કર્યો છે. અમદાવાદમાં NSUI દ્વારા આજે રિવર ફ્રન્ટ પર રામકડાના પ્લેન ઉડાવી સી પ્લેન બંધ હોવાનો વિરોધ કરવામાં આવ્યો હતો.NSUI દ્વારા આક્ષેપ કરાયો છે કે કરોડો રૂપિયાના ખર્ચે સી પ્લેન શરૂ કરવામાં આવી હતી અને તેટલી ઝડપથી જ બંધ પણ…

Read More