કવિ: Halima shaikh

વિદેશમાં રોજગાર અને કમાણી સહિત સિક્યોર ભવિષ્ય માટે લોકો વિદેશમાં વસી રહ્યા હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં 3,92,643 લોકોએ ભારતીય નાગરિકત્વનો ત્યાગ કર્યો છે. તે જ સમયે, છેલ્લા વર્ષ એટલે કે 2021 માં, 1,63,370 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી છે અને અન્ય દેશોની નાગરિકતા લીધી છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે મંગળવારે લોકસભામાં આ માહિતી આપી હતી. તેમના દ્વારા રજૂ કરાયેલા આંકડાઓ અનુસાર, આ સંખ્યા વર્ષ 2019 પછી સૌથી વધુ છે. 2021 માં સૌથી વધુ 78,284 ભારતીયોએ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની નાગરિકતા મેળવી હતી જેમણે ભારતની નાગરિકતા છોડી દીધી હતી. આ પછી 23,533 ભારતીયોએ…

Read More

વડોદરા શહરેમાં ચાલુ રહેલા વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાનું ચાલુ થયું છે અને કારેલીબાગમાં હાથીખાના માર્કેટ પાસેથી પસાર થતી કાંસમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે ,પરિણામે ઇન્દિરા નગરમાં રહેતા 100 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે,તંત્ર દ્વારા લોકોને ખસી જવા સતત અપીલ કરવામાં આવી રહી છે. આ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ હોવાને કારણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને માઇકમાં એનાઉન્સમેન્ટ કરી લોકોને સુરક્ષિત જગ્યાએ નાગરવાડા નવી ધરતીમાં આવેલ શાળા નંબર 10માં ખસી જવા અપીલ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ વરસાદી કાંસમાં આમ તો…

Read More

ખનીજ ચોરી કરનારા માફિયાઓએ ઉપાડો લીધો છે અને હવેતો ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ ગાંઠતા નથી અને હદ તો ત્યારે થઈ કે હરિયાણાના નૂહમાં ખનન માફિયાઓને ઝડપી લેવા રેડ કરવા સ્થળ ઉપર ગયેલા ડીએસપીને ડમ્પરથી કચડીને હત્યા કરી નાખતા ભારે સનસનાટી મચી ગઇ છે. તાવડુ વિસ્તારના પંચગામમાં પહાડી વિસ્તારમાં મોટાપાયે ગેરકાયદે ખનન ચાલતું હોવા અંગે બાતમી મળતા ડીએસપી સુરેન્દ્ર સિંહ પોલીસ ફોર્સ સાથે જાતેજ દરોડા પાડવા ગયા હતા.જ્યાં ડીએસપી પોતાની ગાડી પાસે ઉભા હતા તેઓને ડમ્પરથી કચડી નાખતા તેમનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. આજે મંગળવારે બપોરે 12.15 વાગે આ ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં પોલીસ તહેનાત કરી દેવામાં આવી છે.…

Read More

વડોદરા શહેર તેમજ ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. વડોદરાની વાત કરવામાં આવેતો સાંજે 4 વાગ્યે આજવા ડેમની સપાટી વધીને 211.50 ફૂટ પર પહોંચી છે અને વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 14.50 ફૂટ થઈ જતા વિશ્વામિત્રીના હેઠવાસના ગામોના સરપંચો અને અગ્રણીઓને સાવચેત કરવામાં આવ્યા હતા. જરોદ અને આજવા પોલીસ મથકોને પણ જાણ કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં મોડી રાતથી વહેલી સવાર સુધી વરસાદ પડતા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ભારે વરસાદને પગલે ઠેર-ઠેર માર્ગો ઉપર પણ પાણી ભરાઇ ગયા હતા. કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઇ હતી. મોડી રાત્રે ધોધમાર શરૂ થયેલા વરસાદને પગલે ફાયર…

Read More

ચીનમાં વસતા મુસલમાનોને ચીની સંસ્કૃતિ મુજબ રહેવાની ટેવ પાડવા શી જિનપિંગે સ્પષ્ટ સૂચના આપી છે. ચીનમાં આવેલા શિનજિયાંગ વિસ્તારમાં ઉઈગર મુસ્લિમો મોટી સંખ્યામાં રહે છે જેઓ પોતાની ઉપર દમનની ફરિયાદો અવારનવાર કરતા રહેતા હોય ચાઈનીઝ રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ શિનજિયાંગ પ્રાંતની મુલાકાત લઈ અહીં વસતા મુસ્લિમ સમુદાયને સ્પષ્ટપણે કહ્યું હતું કે ચીનમાં ઈસ્લામ ભલે હોય પણ તેનો અભિગમ ચાઈનીઝ જ હોવો જોઈએ. જિનપિંગે કહ્યું હતું કે દેશમાં જે ધર્મો હોય તે ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા અનુસરવામાં આવતી વ્યવસ્થા સાથે અનુકૂલન સાધવા જણાવ્યું હતું. શીએ અશાંત શિનજિયાંગ પ્રદેશની મુલાકાત લીધી હતી, જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી ચીની સુરક્ષા દળોએ પ્રાંતની બહારના…

Read More

દેશમાં વધતી જતી મોંઘવારી સામે વિપક્ષ એકજૂથ થયા,સંસદમાં હોબાળો થતા રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ છે. સંસદના બંને ગૃહોમાં મોંઘવારી અને GST દરમાં વધારા સામે વિપક્ષી પાર્ટીઓનો હોબાળો કરતા રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે દેશમાં મોંઘવારી બેફામ વધી છે અને કેટલીક આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતાં જનતા બેહાલ છે, મોંઘવારી અને GST દરમાં વધારાનો વિરોધ કરવા માટે વિરોધ પક્ષો આજે એકજૂથ થયા છે. અમે જનતા માટે લડીશું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના સાંસદો સાથે મોંઘવારી મુદ્દે સંસદ પરિસરમાં વિરોધ…

Read More

ભારતમાં હાલ ચોમાસાની ઋતુ જામી છે અને વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે પણ બીજી તરફ યુરોપ, અમેરિકા અને ચીનમાં લોકો ભીષણ ગરમીનો સામનો કરી રહયા છે. ગરમીને લીધે જંગલોમાં આગ લાગી રહી છે. ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલ સહિત આશરે 10 દેશોમાં જંગલો બળી રહ્યાં છે. બ્રિટનમાં હીટવેવનો માહોલ છે. હવામાન અધિકારીઓએ પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે કે ગરમી તમામ રેકોર્ડ તોડી શકે છે. બ્રિટનમાં નેશનલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. બ્રિટન હાલ સહરાના રણથી પણ વધુ ગરમ છે જેના લીધે ત્યાંના લોકોને વર્ક ફ્રોમ હોમ કરવા જણાવી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગે કહ્યું કે દેશમાં પહેલીવાર પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર…

Read More

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેને સત્તા પરથી હટાવ્યા બાદ એકનાથ શિંદેએ શિવસેના પર કબજો કરવાની દિશામાં પહેલું પગલું ભર્યું છે. સોમવારે સીએમ એકનાથ શિંદેએ જૂની કમિટીને બરતરફ કરીને નવી રાષ્ટ્રીય કાર્યકારિણીની જાહેરાત કરી હતી. આ દરમિયાન સંજય રાઉતે કોઈનું નામ લીધા વગર એકનાથ શિંદે પર કટાક્ષ કર્યો છે. તેઓએ પોતાના ટ્વિટર હેન્ડલ પર કાવ્યાત્મક શૈલીમાં લખ્યું છે કે “ફેણને કચડી નાખવાનું કૌશલ્ય પણ શીખો, સાપના ડરથી જંગલ છોડશો નહીં.” આ ટ્વિટના અંતે, તેમની પરિચિત શૈલીમાં ,’જય મહારાષ્ટ્ર!!’ પણ લખ્યું. વાસ્તવમાં, ઉદ્ધવ ઠાકરે આ દિવસોમાં શિવસેના પર નિયંત્રણ માટે લડી રહ્યા છે. તેઓ અને તેમનો પક્ષ અધવચ્ચે અટવાઈ ગયો છે. 55માંથી 40 ધારાસભ્યો…

Read More

અમદાવાદમાં સાબરમતીને ચોખ્ખી કરવા 3 વર્ષમાં રૂ.282 કરોડ ખર્ચ્યા છતાં મ્યુનિ.-ઉદ્યોગોના પાપે નદીમાં કેમિકલનું ઝેરી પાણી નદીને પ્રદૂષિત કરી રહ્યું હોવાની વાત સપાટી ઉપર આવી છે. સાબરમતીના શુદ્ધીકરણ અંગે રાજ્યસભામાં સાંસદ શક્તિસિંહ ગોહિલે પૂછેલા પ્રશ્નમાં કેન્દ્ર સરકારે જવાબ આપ્યો હતો કે, છેલ્લાં 3 વર્ષમાં વિવિધ પ્રોજેક્ટ મારફતે 282.17 કરોડનો ખર્ચ થયો છે. હાઈકોર્ટે સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે ગત સપ્ટેમ્બરમાં ટાસ્ક ફોર્સની રચના કરી હતી. એમીકસ ક્યૂરી નિમાયેલા એક સિનિયર વકીલે તેમના રિપોર્ટમાં કહ્યું હતું કે, ઔદ્યોગિક એકમો કેમિકલયુક્ત ઝેરી પાણી ઠાલવતા હોવાથી નદી પ્રદૂષિત થઈ છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના નારોલ, દાણીલીમડા, ઓઢવ, નરોડા, વટવા સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં કેટલાંક એકમો દ્વારા…

Read More

આગામી 24 કલાકમાં ગુજરાત સહિત પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, તટીય અને દક્ષિણ આંતરિક અને તેલંગાણામાં પણ ભારે વરસાદ માટે એલર્ટ અપાયુ છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર લો પ્રેશર સર્જાતા જેસલમેર, કોટા, દક્ષિણપૂર્વ મધ્ય પ્રદેશથી ઓડિશાના ગોપાલપુર સુધી અને પછી પૂર્વ-દક્ષિણ-પૂર્વ તરફ પૂર્વ-મધ્ય બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાતના દરિયા કિનારેથી મહારાષ્ટ્રના દરિયા કિનારે સિસ્ટમ સક્રિય હોય વરસાદની અગાહી કરવામાં આવી છે.

Read More