એક વિશાળ સૌર તોફાન સૂર્યથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યુ છે. નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) દ્વારા આજે, જુલાઈ 19, સોલાર તોફાનની અસરને લઈ રેડિયો બ્લેકઆઉટ થવા અંગે ચેતવણી આપી છે. સૂર્યમાંથી નીકળતો એક વિશાળ સૌર જ્વાળા પૃથ્વી તરફ આગળ વધી રહી છે! આ ભયંકર સૌર જ્યોત ટૂંક સમયમાં પૃથ્વી સાથે અથડાશે તેવી આશંકા છે. આ એક શક્તિશાળી સૌર તોફાન પેદા કરી શકે છે, જે રેડિયો બ્લેકઆઉટ થવા માટે પૂરતું છે. જેના કારણે જીપીએસ નેવિગેશન, મોબાઈલ ફોન સિગ્નલ અને સેટેલાઇટ સિગ્નલમાં પણ વિક્ષેપ પડી શકે છે. નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) એ આ અંગે એલર્ટ જાહેર કર્યું છે.
કવિ: Halima shaikh
પાટીદાર સમાજમાં એક સમયે યુવા લીડર તરીકે સરકારની ઊંઘ હરામ કરી દેનાર હાર્દિક પટેલે આખરે C.R પાટીલના હસ્તે કેસરિયો અને માજી ડેપ્યુટી સીએમ નીતિન પટેલના હસ્તે ભાજપની ટોપી પહેરી લીધા બાદ જાણે કે અન્ડર ગ્રાઉન્ડ થઈ ગયા હોવાનું જણાય રહ્યું છે. જોકે,મોટાભાગના ભાજપમાં જોડાયેલા નેતાઓની આ હાલત છે કે જેઓ ભાજપમાં જોડાયા ન હતા તે પહેલાં સતત ભાજપ વિરોધી નિવેદનો કરતા હતા પણ હવે ભાજપની જાદુઈ ટોપી પહેરી લીધા બાદ જાણે કે ગાયબજ થઈ ગયા છે.હાર્દીક સિવાય જયરાજસિંહ પણ ક્યાય દેખાતા નથી. હાર્દિક પટેલને ભાજપના સિદ્ધાંતો ગમ્યા અને મોદીજીની કામ કરવાની રીતભાત ખુબજ પ્રભાવિત કરી ગઈ અને ભાજપની ટોપી પહેરી…
વડોદરા નજીક દાહોદ પાસે મંગલ મહુડી ગામે દિલ્હી-મુંબઈ રેલ માર્ગ પર ગુડ્સ ટ્રેનના 16 ડબા ખડી પડતા ભારે ભાગદોડ મચી ગઇ છે આ અકસ્માતને પગલે દિલ્હી મુંબઈ વચ્ચે બંને તરફનો રેલ વ્યવહાર બંધ થઈ જવા પામ્યો છે અને 27 જેટલી ટ્રેનોને ડાયવર્ડ કરવા સહિત 4 ટ્રેન રદ્દ કરવામાં આવી છે. વિગતો મુજબ વડોદરાથી રતલામ તરફ જઈ રહેલી ગુડ્સ ટ્રેનના 16 ડબા દાહોદ પાસે મંગલ મહુડી રેલવે સ્ટેશન પાસે રાત્રે 12થી 1 વાગ્યાની વચ્ચે ખડી પડ્યા હોવાની વિગતો જાણવા મળી છે. મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે દોઢ કિલો મીટર સુધી રેલવે લાઈન પર માલગાડીના ટુકડા નજરે પડ્યા હતા રેલવેની 25…
આજકાલ આપણી આસપાસ બનતી બિલ્ડીંગ કે ફર્નીચર કે અન્ય કામો દરમિયાન વિવિધ મશીનો ભયંકર અવાજ ફેલાવતા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે અને આવા લોકો એટલો ઘોઘાટ ફેલાવે કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠે છે પણ હવે આવા ઘોઘાટ કરતા જવાબદારો સામે પગલાં ભરી શકાય છે વડોદરા માં આવા કિસ્સામાં ફરિયાદ થતા જવાબદાર સામે ગુનો નોંધાયો છે. વિગતો મુજબ વડોદરાના ભાયલી વિસ્તારમાં નવી બની રહેલી સાઈટ પર ગ્રેનાઈટ-ટાઈલ્સ કાપવાના મશીનનો તીવ્ર અવાજ સામે ફરિયાદ ઉઠતા પોલીસે પ્રથમ વખત સાઈટના કોન્ટ્રાક્ટર સામે નોઈસ પોલ્યુશન એક્ટ હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી છે. ભાયલી માં બની રહેલી નવી સાઈટ ઉપર કોન્ટ્રાક્ટર સંજય પંચમસિંગ રાજપુત…
ખાદ્યતેલોમાં ત્રણ ઘણો ભાવ વધારો ઝીંકાયા બાદ હવે 15 રૂપિયા કે 10 રૂપિયા ઘટાડાની વાતો વિભાગ કરી રહ્યું છે પણ તેલના ભાવો સામાન્ય જનતાને પરવડે તેવા રહ્યા નથી અને કેટલીય જગ્યાએ ભાવોમાં ઘટાડો જણાતો નથી. તેલ માફિયાઓની નફાખોરી કારણભૂત હોવાનું જણાવતા બજારના સૂત્રોનું કહેવુ છે કે, પામતેલની આડમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં પણ વધારો ઝીંકી દેવાયો છે અને પછી ભાવ ઘટાડવામાં આવતા નથી, હકીકતમાં આ બંને તેલને આયાત-નિકાસ સાથે ખાસ કંઈ લેવા-દેવા હોતી નથી. જીવન જરૂરિયાતની એક પછી એક ચીજવસ્તુઓના ભાવમાં કમ્મરતોડ વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે હવે ખાદ્યતેલના ભાવ ઘટતા નથી. ગુજરાતમાં ખાદ્યતેલોમાં સૌથી વધુ વપરાશ…
દેશમાં ટૂંકા પગાર અને આવક ધરાવતા પરિવારને કોઈ દિવસ પોષાય નહિ તેવો ભાવ વધારો ઝીકાઈ રહ્યોં છે અને હવે લોટ,દાળ,અને દહીં, છાશ ઉપર પણ ભાવ વધારો ઝીકી દેવાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને હવે લોકો રસ્તા ઉપર ઉતર્યા છે. જીએસટી કાઉન્સિલ દ્વારા અનાજ ઉપરાંત પેક્ડ છાશ, દહીં અને દૂધ જેવી મિલ્ક પ્રોડક્ટ પર પણ 5 ટકા જીએસટી લાગુ કરી દેતાં સામાજિક કાર્યકર્તાની 20 લોકોની ટીમે વડોદરાના મકરપુરા ડેરી સર્કલ પાસે લોકોને મફતમાં જીએસટી વગરની જીરા છાશનાં 500 પેકેટનું મફતમાં વિતરણ કરી વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ ‘આજે છાશ પર, કાલે શ્વાસ પર જીએસટી લાગુ કરાશે’ તેવા પોસ્ટરો સાથે વિરોધ કર્યો…
આપણા તંત્રને એક આદત પડી ગઈ છે કે બધું લોલમ લોલમ ચલાવવાનું અને જ્યારે કોઈ અકસ્માત થાય ત્યારે જાગવાનું અને મૃતકોને તાત્કાલિક સહાય પાઠવી દેવાની અને ફોરમાલિટી પુરી દેવાની પણ પહેલેથીજ જાગવાનું ભાન પડતું નથી આવું જ કંઈક વડોદરામાં જોવા મળ્યુ. વડોદરામાં ફરવાલાયક સ્થળ કમાટી બાગમાં મોટી સંખ્યામાં બાળકો સાથે પરિવારો આવતા હોય છે અને અહીં બધી રાઈડ્સમાં ફી ભરીને બેસતા હોય છે પણ અહીં મોટી બેદરકારી સામે આવી છે અને તે છે અહીંની જોય ટ્રેનના ઇજારદાર ખોડલ કોર્પોરેશને 4 વર્ષથી વીમા પોલિસી લીધીજ નથી તેમજ ફાયર વિભાગની એનઓસી પણ લીધી નહી હોવાનું સામે આવતા ભારે હોબાળો મચી ગયો છે.…
દેશમાં મોંઘવારી એટલી બધી હદે વધી ગઈ છે કે લોકોને ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે, પેટ્રોલ, ડીઝલ,ગેસ,ખાદ્યતેલો સહિતની ચીજવસ્તુઓ પહેલે થીજ મોંઘી છે ત્યારે હવે બાકી રહેતું હોય તેમ હવે લોટ,દાળ,દૂધ,દહીં સહિતની ચીજવસ્તુઓ મોંઘી થઈ જવા ઉપરાંત હોસ્પિટલમાં સારવારનો ખર્ચ વધતા હવે લોકો મોંઘવારીના માર થી બેવડ વળી ગયા છે, કારણ કે જે લોકો ખાનગી નોકરી ઉપર નિર્ભર છે તેવા લોકોના પગાર વધતા નથી અને ટૂંકા પગારમાં ઘર ચલાવતા લોકો મોંઘવારી મુજબ આવક નહિ જળવાતા મોટાભાગના પરિવારો બેહાલ થઈ જાય તેવી સ્થિતિ છે. કારણ કે GST કાઉન્સિલની બેઠકમાં ટેટ્રા પેક્ડ દહીં, લસ્સી અને બટર મિલ્ક પર 5% GST વસૂલવાનો…
વડોદરામાં વહેલી સવારથી જ જોરદાર વરસાદ પડી રહ્યો છે શહેરના ગોત્રી,સેવાસી,લક્ષ્મીપુરા વગરે વિસ્તારમાં પાણી ભરાયા હતા. હવામાન ખાતાની અતિભારે વરસાદની આગાહીના પગલે વડોદરા મહાનગર પાલિકા દ્વારા નાગરિકોની સાવચેતી અને રાહત માટે દરેક વોર્ડમાં રેસ્ક્યૂ ટીમ તૈયાર કરવામાં આવી છે. અતિભારે વરસાદની આગાહીના પગલે સયાજીબાગ ખાતે નાના પ્રાણીઓ કાચબા, સસલા અને શાહુડીને જેવા પ્રાણીઓેને સુરક્ષિત ડગ્યાએ પિંજરાઓમાં સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તમામ પિંજરા તથા એંક્લોઝરમાં પ્રાણીઓ માટે ઊંચાઈવાળા પ્લેટફોર્મની વ્યવસ્થા કરવામાં આવી છે. તે સાથે જળાશયોની સપાટીનું સતત મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે,શહેરમાં જો વિશ્વામિત્રી નદીનું સ્તર વધેતો પુર સ્થિતિ ઉભી થઇ શકે તેવી સ્થિતિ ઉપર સતત…
વડોદરામાં ભારે ગાજેલા સિદ્ધિવિનાયક ડેવલપર અને બિલ્ડર અપૂર્વ પટેલ સામે છેતરપિંડીની ફરિયાદોનો દૌર શરૂ થયો છે. ભાજપમાં આગેવાન હોય તેણે ભારે ખેલ કર્યા હોવાનું કહેવાય છે જોકે,લોકોમાં આક્રોશ વધતા ભાજપે તેના પદ ઉપરથી કાઢી મુક્યા છે. દરમિયાન બિલ્ડરની છેતરપીંડીનો ભોગ બનેલાઓએ પોલીસનું શરણું લીધું છે અને ફરિયાદ નોંધાવવાનું ચાલુ છે. જોકે,બિલ્ડર પોલીસના હાથમાં આવતો નથી તે વાત સામે પણ સવાલો ઉઠ્યા છે. આ પૈકીના રિદ્ધિ મકવાણાએ કરેલી ફરિયાદમાં જણાવ્યું કે સિદ્ધિ વિનાયકના અપૂર્વ પટેલે મેપલ એવન્યું, મેપલ ગ્રીન્સ, મેપલ મીડોઝ, મેપલ વિલા, મેપલ વિસ્ટા, મેપલ મુદ્રા, મેપલ સિગ્નેચર, મેપલ સિગ્નેચર 1, શ્રીમ શાલિની જેવા 9 કોમર્શિયલ-રેસીડેન્સીયલ પ્રોજેક્ટ મૂક્યા હતા જેની…