પૂર્વ મંત્રી ઓમ પ્રકાશ શ્રીવાસ્તવની પુત્રી પ્રતિભા શ્રીવાસ્તવ (50)નો મૃતદેહ ગોમતીનગરના વિપુલખંડ વિસ્તારમાં બાથરૂમમાં પડેલો મળી આવ્યો હતો. પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. મૃતક પ્રતિભાના પિતા ઓમપ્રકાશ શ્રીવાસ્તવ 1991માં મુલાયમ સિંહ યાદવ સરકારમાં તબીબી શિક્ષણ મંત્રી હતા. પિતાના અવસાન બાદથી પ્રતિભા ઘરમાં એકલી રહેતી હતી. રાજેન્દ્રએ જણાવ્યું કે તેની પત્નીએ બે દિવસ પહેલા પ્રતિભાને ફોન કર્યો હતો પરંતુ ફોન ઉપાડ્યો ન હતો પરંતુ તેઓએ ધ્યાન આપ્યું ન હતું. બીજા દિવસે પણ કોલ કરવા છતાં ફોન ઉપાડવામાં ન આવતાં તેઓ તરતજ ગોમતીનગરના વિપુલખંડ સ્થિત ઘરે પહોંચ્યા અને ડોર બેલ વગાડવા છતાં પ્રતિભાએ લાંબા સમય સુધી દરવાજો…
કવિ: Halima shaikh
વડોદરામાં રાજવી પરિવાર દ્વારા આજે પરંપરાગત રીતે દેવપોઢી અગિયારસે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીની રથયાત્રા નીકળી હતી, ભગવાન વિઠ્ઠલનાથજી નગરચર્ચાએ નીકળ્યા હતા જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. મહારાજા ગાયકવાડ સંચાલિત દેવસ્થાન ટ્રસ્ટ અંતર્ગત માંડવી નજીક આવેલા સુપ્રસિદ્ધ વિઠ્ઠલનાથજી મંદિરમાંથી રાજાશાહી વખતની વર્ષો જૂની પરંપરા મુજબ આજે સવારે 9 કલાકે અષાઢી સુદ એકાદશીના પાવન દીને ચાંદીના રથમાં ભગવાનનો વરઘોડો નીકળ્યો હતો. શ્રી વિઠ્ઠલનાથજીની રથયાત્રામાં પરંપરાગત રીતે ગાયકવાડ પરિવાર દ્વારા મંગલમય પૂજા અર્ચના કરવામાં આવી હતી અને આરતી બાદ સોના-ચાંદીના રથમાં શ્રીજીનો વરઘોડો નિકળ્યો હતો. ભગવાનની રથયાત્રા શહેરના માંડવી , લહેરીપુરા ગેટથી ન્યાયમંદિર થઇ જ્યુબિલીબાગ, રાવપુરા ટાવર, કોઠી ચાર રસ્તા , આરાધના સિનેમા…
એરલાઇન-કંપની સ્પાઇસજેટ ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધીમાં સ્પાઇસ એક્સપ્રેસથી અલગ થઈ શકે છે. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અજય સિંહે આજે રવિવારે આ માહિતી આપી હતી. “બેંકો અને શેરધારકોએ કાર્ગો અને લોજિસ્ટિક્સ કંપની સ્પાઈસ એક્સપ્રેસને સ્પાઈસ જેટ એરલાઈનથી અલગ કરવાની મંજૂરી આપી છે,” તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધીમાં કાર્યવાહી પૂર્ણ થઈ જશે. અત્રે નોંધનીય છેકે, ગત તા.19 જૂનથી સ્પાઈસજેટના વિમાનોમાં ટેકનિકલ ખામીઓની ઓછામાં ઓછી આઠ ઘટનાઓ બની છે. આવી સ્થિતિમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ સ્પાઇસજેટને કારણ દર્શક નોટિસ જારી કરી છે. વાસ્તવમાં, સ્પાઇસજેટે ગયા વર્ષે 17 ઓગસ્ટે કહ્યું હતું કે તે વેચાણના આધારે…
મહારાષ્ટ્ર કટોકટી બાદ હવે ગોવામાં કોંગ્રેસના ધારાસભ્યોમાં વિભાજન થવાની સંભાવના છે. કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીના નવ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે. ગોવામાં કોંગ્રેસ પાસે 11 ધારાસભ્યો છે. જો 9 ધારાસભ્યો ભાજપમાં જોડાશે તો કોંગ્રેસ પાસે માત્ર બે ધારાસભ્યો રહેશે. જોકે,કોંગ્રેસે આ વાતને માત્ર અફવા ગણાવી હતી. આ તમામ અટકળોને નકારી કાઢતા, ગોવાના ડેસ્ક ઈન્ચાર્જ દિનેશ ગુંડુ રાવ સહિતના વરિષ્ઠ નેતાઓએ કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાવાની વાતને અફવા ગણાવી હતી. બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત પાટકરે કહ્યું કે અમારા 11માંથી 8 ધારાસભ્યો નવા છે. ફ્લોર મેનેજમેન્ટ પર આજે (ગૃહમાં) બેઠક યોજાઈ હતી. અમારા વરિષ્ઠ ધારાસભ્યોએ નવા ધારાસભ્યો સાથે ચર્ચા…
અમદાવાદમાં હવે યુ ટ્યુબ ચેનલ પર ખોટા અને ભ્રામક ન્યૂઝ પ્રસારિત કરતાં લોકો સામે સાયબર ક્રાઇમ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ સાયબર ક્રાઇમેં એક્શન લઈ સુરેશ પરમાર, જીગર ધામેલીયા, સુરેશ લુહાર નામના ઇસમોની યૂટ્યૂબ ઉપર ફેક હેડિંગ મારી સનસની ન્યૂઝ ચલાવતા ધરપકડ કરી છે. જેઓ પૈસા કમાવવા ની લાલચમાં આ ત્રણેય આરોપી ઓએ અલગ અલગ યૂટ્યૂબ ચેનલ બનાવીને ખોટા સનસનીખેજ સમાચાર પોસ્ટ કરી યુ ટ્યુબ માં વ્યૂઅર મેળવી પૈસા કમાતા હોવાનું ખૂલ્યુ છે. આ ત્રણેય આરોપી છેલ્લા એક વર્ષથી ગુજરાત ની અલગ અલગ ઘટનાઓ અંગે સમાચાર બનાવી યૂટ્યૂબ પર પ્રસારિત કરતાં હતા. જો કે ખોટા અને ભ્રામક ન્યૂઝ…
સુરત શહેર અને જિલ્લાના અલગઅલગ પોલીસ હદ વિસ્તારમાં નકલી પોલીસ બની રસ્તે જતા લોકોને ઉભા રાખી તોડ કરી મોબાઈલ તેમજ વાહનો ડિટેઇન કરનાર ઠગ ફિરોઝ ઉર્ફે ચીકના વિરુદ્ધ પલસાણા પોલીસ મથક તેંમજ કડોદરા પોલીસ મથકમાં છેતરપિંડીના 3 ગુના નોંધાયા બાદ પલસાણા પોલીસે દાખલ કરેલી ચાર્ટશીટ અને સરકારી વકીલના દલીલને ગ્રાહ્ય રાખી પલસાણા નામદાર જજે તમામ ગુનામાં જુદીજુદી સજા મળી કુલ 15 વર્ષની સજા ફટકારી છે. આરોપી ફિરીઝ ઉર્ફે ચીકન મૂળ દમણનો રહેવાસી છે અને હાલ તે પલસાણાના કરણ ગામે બીજા લગ્ન કરી રહેતો હોવાની વાત સામે આવી છે. તે નકલી પોલીસ બનીને વાહન પડાવી લેતો હતો. પલસાણા અને કડોદરા પોલિસ…
રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે કચ્છમાં રેડ એલર્ટ અપાયું છે ડાંગમાં સવારે સાડા ત્રણ ઇંચ વરસાદ થયો છે અને હાલમાં 50 તાલુકાઓમાં વરસાદ પડવાનું ચાલુ છે ક્યાંક વાવણી થઈ ચૂકી છે તો અનેક વિસ્તારમાં હજુપણ વાવણી થઈ નથી. રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે અને સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે રવિવારે સવારે રાજ્યના 50 તાલુકાઓમાં વરસાદના અહેવાલ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 12મી તારીખે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે. કચ્છમાં ભારે વરસાદને પગલે રેડ…
ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં ત્રણ હપ્તાના રૂપમાં બે હજાર રૂપિયાની આર્થિક સહાય આપે છે. કેન્દ્ર સરકારની આ યોજનાનો દેશના કરોડો ખેડૂતો લાભ લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં કુલ 11 હપ્તાના નાણાં આવી ગયા છે. સાથે જ 12મા હપ્તાના પૈસા પણ જલ્દી ખેડૂતોના ખાતામાં મોકલી શકાશે. આ એપિસોડમાં ચાલો જાણીએ કે કયા દિવસે ખેડૂતોના ખાતામાં 12મા હપ્તાના પૈસા આવી શકે છે. દેશના કરોડો ખેડૂતો 12મા હપ્તાના પૈસાની રાહ જોઈ રહ્યા છે. 12મા હપ્તાના પૈસા ઓગસ્ટથી સપ્ટેમ્બર વચ્ચે આવી શકે છે. મીડિયા અહેવાલો અનુસાર, સરકાર 1 સપ્ટેમ્બર, 2022 ના રોજ ખેડૂતોના ખાતામાં…
રાષ્ટ્રપતિની ચૂંટણી અને ચોમાસુ સત્ર પહેલા આજે દિલ્હીમાં NDA નેતાઓની બેઠક યોજાશે. આજે સાંજે યોજાનારી બેઠકમાં NDAના બંને ગૃહોના સાંસદો ભાગ લેશે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લઈ શકે છે. આ દરમિયાન એનડીએ નેતાઓની રણનીતિ પર વિસ્તૃત ચર્ચા થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠક દરમિયાન સાંસદો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેવાની પ્રક્રિયા વિશે શીખશે અને ચૂંટણીની સમગ્ર પ્રક્રિયાની મોકડ્રીલ પણ સભ્યોને બતાવવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે એનડીએ સાંસદોની બેઠક બાદ રાત્રિભોજન થશે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ 24 જૂને પોતાની ઉમેદવારી માટે ઉમેદવારી નોંધાવી હતી. દ્રૌપદી મુર્મુ ભારતના ઇતિહાસમાં પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ…
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ હવે રાજકીય પક્ષો તૈયારીઓમાં લાગ્યા છે ત્યારે કોંગ્રેસમાં નેતાઓ પક્ષ પલટો કરી રહયા હોય તેમાંય હાર્દિક પટેલે કાર્યકારી પ્રમુખપદેથી રાજીનામું આપી દેતા મુંઝવણ ભરી સ્થિતિ વચ્ચે કોંગ્રેસ હવે ચેતી ગઈ છે અને હવે એક નહિ પણ 7 કાર્યકારી પ્રમુખ બનાવી પ્રમુખોની ફોજ ખડકી દીધી છે. કોંગ્રેસે જે કાર્યકારી પ્રમુખની નિમણૂક કરી છે તે જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને પસંદગી થઈ હોવાનું જણાય રહ્યું છે. ગુજરાતમાં જે વ્યૂહરચના ગોઠવાઈ છે તેમાં 1 પાટીદાર, 1 અનુસૂચિત જાતિ, 1 કોળી સમાજ , 1 આહીર સમાજ, 1 નોન ગુજરાતી, 1 લઘુમતી અને 1 ક્ષત્રિય નેતાને કાર્યકારી પ્રમુખ બનાવાયા છે. કોંગ્રેસની યાદીમાં…