કવિ: Halima shaikh

સૌરાષ્ટ્રના પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી સહિતના જિલ્લાઓમાં પશુઓમાં લમ્પી સ્કિન ડિસીઝ (એલ.એસ.ડી) નામના રોગે હાહાકાર મચાવ્યો છે.પશુઓમાં ચામડીની બીમારીના એક પ્રકારનો આ રોગ ખાસ કરીને મચ્છર કરડવાથી થાય છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં એલ.એસ.ડી.ને કારણે 89 પશુનાં મોત નીપજ્યા છે, તો પશુપાલન વિભાગ દ્વારા આ રોગના ઉપદ્રવ સામે અત્યાર સુધીમાં 29,011 પશુમાં વેક્સિનેશન કરાયું છે. જિલ્લામાં પશુમાં લમ્પી ડિસીઝના રોગચાળાને નાથવા વેટરનિટી તબીબોની ટીમ હાલમાં ડોર ટુ ડોર સરવે કરી વેક્સિનેશનમાં લાગી છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં લમ્પીને કારણે સત્તાવાર રીતે સૌરાષ્ટ્ર-કચ્છમાં 89 જેટલા પશુનાં મોત થઈ ગયા છે, સૌથી વધુ ગાયોમાં આ રોગનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. ખાસ…

Read More

જનતા સારી સુવિધાઓ માટે પૈસા ચૂકવે છે અને જનતાના લાખ્ખો રૂપિયા સરકારી તિજોરીમાં જમા થાય છે પણ જનતાને જ્યારે પૂરતી સુવિધાઓ મળતી નથી ત્યારે તે લાખ્ખો રૂપિયા ક્યાં વપરાતા હશે તે અંગે લોકોમાં સવાલો ઉઠતા રહે છે. સુરતમાં પહેલાજ વરસાદે મોટાભાગના વિસ્તારોમાં રોડ તોડી નાખ્યા છે મતલબકે રોડ ધોવાઈ ગયા છે,આવા મોટા મોટા ખાડાઓમાં વાહન ચલાવવાનું લોકો માટે મુશ્કેલ બન્યું છે. સુરત શહેરના યુએમ રોડ, હનીપાર્ક રોડ, રાંદેર-પાલનપુર રોડ, કતારગામ રોડ, વરાછા, પુણા રોડ, ઉધના, અઠવા સહિતના વિસ્તારોના રસ્તાઓ તેમજ સેન્ટ્રલ ઝોનના મોટાભાગના રોડ તૂટી ગયા છે કતારગામ ઓવર બ્રિજ પર ખાડા પડતાં સિમેન્ટના રસ્તા પર ડામરના થિંગડા મારવાની જે…

Read More

દેશમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યામાં થયેલા વધારાએ ફરી એકવાર લોકોની ચિંતા વધારી દીધી છે.આ રોગ્ય મંત્રાલય દ્વારા આજે રવિવારે 10 જુલાઈના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 1,28,690 થઈ ગઈ છે, જે ગઈકાલની સરખામણીએ ત્રણ હજાર વધુ છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,257 નવા કેસ નોંધાયા છે અને આ દરમિયાન 42 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રોગચાળાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 52,5,428 લોકોના મોત થયા છે. દિલ્હીના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કુલ 544 નવા કેસ નોંધાયા છે અને બે દર્દીઓના મોત થયા છે. દિલ્હીના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, સતત…

Read More

ભારે વરસાદને કારણે બદ્રીનાથ હાઈવે બૈનકુલી અને રાડાંગ બેન્ડમાં રાત્રે 11 વાગ્યાની આસપાસ બ્લોક થઈ ગયો હતો. કાટમાળ હટાવવાની કામગીરી દિવસભર ચાલુ રહી હતી. જેના કારણે લગભગ 4500 મુસાફરોને સુરક્ષિત સ્થળોએ રોકી દેવામાં આવ્યા છે. બદ્રીનાથ હાઈવે પર રાડાંગ બેન્ડ, બેનાકુલી અને ખાચડા નાળામાં કાટમાળ અને પથ્થરોના કારણે આખો દિવસ વાહનવ્યવહાર બંધ રહ્યો હતો. બદ્રીનાથ જઈ રહેલા અને ત્યાંથી પરત ફરી રહેલા લગભગ 4500 મુસાફરોને સુરક્ષિત સ્થળોએ રોકી દેવામાં આવ્યા છે. હવે હાઈવે ખુલ્યા બાદ જ મુસાફરોને રવાના કરવામાં આવશે શુક્રવારે રાત્રે ભારે વરસાદને કારણે બદ્રીનાથ હાઈવે લગભગ 11 વાગ્યે બૈનકુલી અને રાડાંગ બેન્ડ પર બ્લોક થઈ ગયો હતો. કાટમાળ…

Read More

ભગવાન અમરનાથના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો માટે ઉમટી રહયા છે ત્યારે અહીં વરસાદી માહોલ પણ જામ્યો છે તેવે સમયે યાત્રાળુઓ અટવાયા છે અને આર્મી દ્વારા ફસાયેલાઓ ને સલામત સ્થળે પરત લવાઈ રહયા છે. અમરનાથમાં વાદળ ફાટવાની બનેલી ઘટનામાં વડોદરા વકીલ મંડળના પૂર્વ પ્રમુખ સહિત 11 જેટલા સભ્યો ફસાઈ જતા આર્મી જવાનોએ તેમને 12,000 સ્ક્વેર ફીટ ઉપરથી રેસ્ક્યુ કરી પંચતરણી સુધી સલામત પહોંચાડ્યા હતા. 11 વ્યક્તિઓના ગ્રૂપ પૈકી બે લોકો દુર્ઘટનાના દિવસે બપોરે 12 વાગે ગુફાથી પાંચ કિલોમીટર દૂર પંચતરણીથી દર્શન માટે ગુફા વાળા રસ્તે આગળ વધ્યા બાદ અચાનક વાદળ ફાટતાં આર્મી દ્વારા તેમને અડધા રસ્તે જ રેસ્ક્યુ કરીબેઝ કેમ્પમાં…

Read More

દેશની શાળાઓમાં રવિવારે જાહેર રજા હોય છે પણ ઝારખંડના જામતાડામાં આશરે 100 જેટલી સરકારી શાળાઓમાં રવિવારની રજાને બદલીને શુક્રવારની કરી દેવામાં આવવાનો મામલો સામે આવ્યો છે. નવાઈની વાત એ છે કે સરકારી તંત્ર પણ આ મામલે ઉંઘતું ઝડપાયું છે,શાળાની દિવાલ ઉપર પણ શુક્રવારને જુમા તરીકે લખવામાં આવેલ છે. એટલુંજ નહિ પણ ઝારખંડની એક શાળામાં હાથ જોડીને પ્રાર્થના નહીં કરવા શાળાના આચાર્યને ફરજ પાડવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે, ઝારખંડના ગઢવામાં માધ્યમિક વિદ્યાલયમાં હાથ જોડ્યા વગર પ્રાર્થના કરવાને લગતી એક ઘટના સામે આવી હતી. પ્રિન્સિપલનો આરોપ છે કે પોતે સ્થાનિક મુસ્લિમ સમુદાયના લોકોના દબાણથી મજબૂર થઈ આ પરંપરા છેલ્લા 9…

Read More

ભુજ ખાતે આવેલી ધ મુસ્લિમ એજયુકેશન એન્ડ વેલફેર સોસાયટીના વહીવટ સામે ટ્રસ્ટીઓના ગેરવહીવટ અંગે ફરિયાદો ઉઠી રહી છે અને તે અંગે તપાસ માટે માંગ ઉઠી છે,ભુજ પોલીસ વડાની કચેરી સહિત ભુજ સીટી પોલીસ મથકમાં ફરીયાદ અરજી કરી આ પ્રકરણમાં તપાસ માટે માંગ થતા કૌભાંડ આચરનારા ફફડી ઉઠ્યા છે, સંસ્થાના વહીવટ અંગે કેટલાક સવાલ ઉઠાવી ગેરરીતિ કરનારાઓ સામે ફરિયાદ થઈ છે,જેમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પીર સીરાજ વજીરઅલી કે જેઓ આ સંસ્થાના સભ્ય છે તેઓએ તપાસની માંગ કરી જવાબદારો સામે કેટલાક સવાલ ઉઠાવ્યા છે, તેમાં જણાવાયુ છે કે જે 24 ગુઠા જમીન સંસ્થાને મફત દાન માં મળ્યા હોવાનો ખુલાસો પૂર્વ…

Read More

સુરતથી 50 મુસાફરો સાથે સાપુતારા જતી બસ માંલેગાવ નજીક ખીણમાં ખાબકી હોવાના બનાવમાં આ અકસ્માતમાં બસનું ટાયર ફાટવાને કારણે દુર્ઘટના સર્જાઈ હોવાના પ્રાથમિક અહેવાલ છે. અકસ્માતમાં બેના કરૂણ મોત થયા છે જ્યારે ત્રણ મહિલાઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે,સુરતમાં શ્યામ ગરબા ક્લાસિસ ગ્રુપની બહેનો દ્વારા ટુરનું આયોજન કરાયું હતું. વિગતો મુજબ સુરતના અડાજણ વિસ્તારમાંથી ગરબા ક્લાસિસમાં જતી મહિલાઓ દ્વારા ટૂરનું આયોજન કરવામાં આવ્યું હતું. 50 જેટલા મુસાફરો સાથે ખાનગી બસમાં સાપુતારા પ્રવાસે નીકળ્યા હતા. સાપુતારાથી સાંજના સમયે નીકળતી વખતે ડાંગ પાસે એક ખીણમાં બસ નીચે ઉતરી જતા બસમાં સવાર મહિલા મુસાફરોને ઇજા થઇ હતી. આસપાસના ગામના લોકોએ રેસ્ક્યૂમાં જોડાયા…

Read More

ડાંગ જિલ્લાના પ્રવાસે આવેલ સુરતની ખાનગી બસ ખીણ માં પડતા સંપર્ક તૂટયો હોવાની વાત સામે આવી રહી છે. સુરતના 50 થી વધુ પ્રવાસીઓ ભેરલ બસ સાપુતારા માલેગાંવ ખીણ માં ખાબકી હોવાની માર્ગમકાન અને પ્રવાસન વિભાગ મંત્રી પુરણેશ મોદી એ watap વોઇસ મેસજ મારફત માહિતી આપવા સાથે તેઓએ  તમામ કાર્યકરો ને મુસાફરોની મદદે પહોચવા કરી અપીલ કરી છે. સુરતથી 50 મુસાફરો ભરેલી બસ ખીણ માં ખાબકતા ભારે દોડધામ મચી ગઇ છે. ઘટનાની જાણ થતા પોલીસ અને રેસ્ક્યૂ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. રેસ્ક્યૂ ટીમે બચાવ કામગીરી હાથ ધરી છે અને ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે પ્રાપ્ત અહેવાલો…

Read More

વડોદરાના ભાજપના આગેવાન અને બિલ્ડર અપૂર્વ પટેલ સામે સીઆઇડી ક્રાઈમમાં થયેલી છેતરપીંડીની ફરિયાદ બાદ તેઓ સામે ભાજપે એક્શન લીધા છે અને તેઓને જિલ્લા ભાજપ પ્રમુખે અપૂર્વ પટેલને પાદરા ભાજપ ઉપપ્રમુખ પદેથી હાંકી કાઢયા છે. આ વાત સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવી છે. વડોદરામાં સિદ્ધિ વિનાયક પેઢી દ્વારા મુકાયેલી જુદી-જુદી સ્કિમોમાં લોકો સાથે છેતરપીંડી આચરવામાં આવતા બિલ્ડર અપૂર્વ પટેલ અને તેઓના પત્ની સામે ફરિયાદો ઉઠી હતી અને છેતરાયેલાઓની સંખ્યા 150 જેટલી હોવાનુ સામે આવતા ભારે હોબાળો મચી ગયો હતો. જોકે, સીઆઇડી ક્રાઈમે ફરિયાદ બાદ તાત્કાલિક પગલાં લેવામાં નહિ આવતા આખરે આ અંગે પોલીસ વડા અને ગૃહમંત્રીને રજૂઆત કરતાં સીઆઇડી ક્રાઈમ હરકતમાં આવી…

Read More