કવિ: Halima shaikh

સોશિયલ મીડિયા પર દ્વેષપૂર્ણ ભાષણ ફેલાવનારા અને વાંધાજનક સામગ્રી પોસ્ટ કરનારાઓને નફરત, હિંસા ફેલાવનારાઓને ભવિષ્યમાં સખત સજા ભોગવવી પડશે. આવા કૃત્યોને રોકવા માટે, સરકાર નફરતી ભાષણ વિરોધી કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. આ કાયદા દ્વારા હિંસા-દ્વેષ ફેલાવતા ભાષણ-સામગ્રીની વ્યાખ્યા નક્કી કરવામાં આવશે. આ માટે મુસદ્દો તૈયાર કર્યા બાદ તેના પર લોકોનો અભિપ્રાય લેવામાં આવશે. જો અભિપ્રાય દરમિયાન નવા તથ્યો સામે આવશે તો તેને કાયદામાં સામેલ કરવામાં આવશે. નોંધનીય છે કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પણ સરકારને સોશિયલ મીડિયા દ્વારા નફરત ફેલાવવાના વધી રહેલા મામલાઓની નોંધ લેવા કહ્યું હતું. કાયદો શા માટે જરૂરી છે? સમગ્ર વિશ્વમાં હિંસા અને નફરત ફેલાવવા માટે…

Read More

દિલ્હી વિધાનસભામાં ધારાસભ્યોનો પગાર બમણો કરવાનું બિલ પાસ થઈ ગયું છે. હવે અહીંના ધારાસભ્યોને અત્યારે જે પગાર મળી રહ્યો છે તેનાથી બમણો પગાર મળશે. ધારાસભ્યોનો પગાર 11 વર્ષથી વધ્યો ન હતો, પરંતુ હવે આ ધારાસભ્યોને 12000 રૂપિયાના બદલે 30000 રૂપિયા આપવામાં આવશે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે, ધારાસભ્યો, મંત્રીઓ, સ્પીકર અને એલઓપીના પગારમાં વધારો કરવા માટેનું બિલ આજે દિલ્હી વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું છે. છેલ્લા 11 વર્ષથી ધારાસભ્યોને 12,000 રૂપિયાનો પગાર મળતો હતો, જે હવે વધારીને 30,000 રૂપિયા કરવામાં આવ્યો છે. એટલે કે હવે તેમનો કુલ પગાર 90,000 રૂપિયા થશે. નોંધપાત્ર વાત એ છે કે બિલમાં દિલ્હીના ધારાસભ્યોના…

Read More

અમેરિકામાં શિકાગોના હાઈલેન્ડ પાર્કમાં સ્વતંત્રતા દિવસની પરેડ દરમિયાન એક ઘરની છત પરથી અમેરિકન ગોળીબાર થતાં છ લોકોના મોત થયા છે અને 57 લોકો ઘાયલ થયા છે. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગભરાટના કારણે પરેડ જોવા આવેલા લોકો પોતાનો સામાન છોડીને ભાગી ગયા હતા. નવીનતમ માહિતી અનુસાર, શંકાસ્પદ હુમલાખોરને પોલીસે પકડી લીધો છે અને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલીસ અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હજુ સુધી કોઈ સંગઠને આ ઘટનાની જવાબદારી લીધી નથી. પોલીસના જણાવ્યા અનુસાર, પરેડના સ્થળેથી ભાગી ગયેલા ઘણા લોકોએ જણાવ્યું કે તેઓએ લોહીથી લથપથ ઘણા મૃતદેહો જોયા છે. શિકાગો સન-ટાઇમ્સના અહેવાલ મુજબ, પરેડ સવારે 10…

Read More

નેપાળ બોર્ડર અને ગુરુગ્રામથી ગ્રેનોમાં રહેતા ચીની નાગરિકોની ધરપકડના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસ એજન્સીઓને ચીની નાગરિકો અને તેમના મદદનીશ રવિ નટવરલાલની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ ભારતમાંથી સેલફોન (મોબાઈલ) સ્ક્રેપ ખરીદતા હતા અને તેના પાર્ટ્સ (રેમ વગેરે) ચીન મોકલતા હતા. મૂળ ગુજરાતી ડોકટર બનવા ચીન ગયો અને ડૉક્ટરને બદલે ભારતમાં આવી કથિત રીતે દેશદ્રોહી પ્રવૃતિમાં સામેલ થઈ ગયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે,પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે. તપાસ એજન્સીઓને આશંકા છે કે સેલફોનનો ઉપયોગ કરતા લાખો ભારતીયોનો ડેટા આ ભાગો દ્વારા ચીનને મોકલવામાં આવ્યો છે. તેનાથી માત્ર જાસૂસી જ નહીં, દેશની સુરક્ષા અને સાયબર ફ્રોડનું જોખમ…

Read More

રાજ્યમાં આધુનિક બસ સ્ટેશન ઉભા કરાયા બાદ હવે રાજ્ય સરકાર મુસાફરોને નવી નક્કોર બસની ફાળવણી કરવા જઈ રહી છે. એસ.ટી. વિભાગને નવી 1 હજાર જેટલી બસો પુરી પાડશે, આ બસોનું કામ ચાલુ થઈ ગયું છે અને આ નવી બસનો કલર ભગવો એટલે કે કેસરી હશે. બસમાં સફેદ કલરના ગ્રાફિક્સ બનાવવામાં આવી રહયા છે. જે નવી 1 હજાર બસ બની રહી છે, તેમાં 300 બસ ટુ બાય ટુ સીટવાળી હશે. જે એસટી વિભાગમાં પ્રથમ વખત ઉમેરવામાં આવી રહી છે. સ્પેસ વધારવા માટે એસટી વિભાગે આ નિર્ણય કર્યો છે. તો એ સિવાયની 200 સ્લીપર અને 500 સુપર એક્સપ્રેસ બસ બનાવવામાં આવશે. જે…

Read More

ભારતમાં કોરોના વાયરસ BA.2.75ના નવા પ્રકારની ઓળખ થઈ છે, પરંતુ વૈજ્ઞાનિકો તેની સાથેના અન્ય પ્રકારને લઈને વધુ ચિંતિત છે, જે વિવિધ રાજ્યોમાં દેખાઈ રહ્યા છે. માહિતી અનુસાર, ઇઝરાયેલના વૈજ્ઞાનિકોએ ભારતમાં કોરોનાના આ નવા વેરિઅન્ટ મળવાની પુષ્ટિ કરી હતી, જોકે,કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. BA.2.75 વેરિઅન્ટ પણ થોડા સમય પહેલા મળી આવ્યો છે, જે સીધી રીતે રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો કરે છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર સહિત ઘણા રાજ્યોમાં તેની હાજરી મળી આવી છે. તેમાં સ્પાઇક પ્રોટીન સહિત 9 અનન્ય ફેરફારો છે. તે ઓમિક્રોન ના ba.4 અને ba.5 પેટા પ્રકારો કરતાં વધુ ફેલાય છે. દિલ્હી…

Read More

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર પાંડવીસે વિધાનસભામાં કહ્યું કે આ સરકાર EDની મદદથી રચાઈ છે. આમાં E એટલે એકનાથ શિંદે અને D એટલે દેવેન્દ્ર ફડણવીસ,દરમિયાન વિશ્વાસ મત બાદ આદિત્ય ઠાકરે સહિત શિવસેનાના કેટલાક ધારાસભ્યો સદન છોડીને ચાલ્યા ગયા હતા. નોંધણી છે કે મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલ રાજકીય ડ્રામા ધીમે ધીમે શાંત થઈ રહ્યો છે. નવી સરકાર આવી ગઈ છે એકનાથ શિંદે મુખ્યમંત્રી અને ફડણવીસ નાયબ મુખ્યમંત્રી બન્યા છે. દરમિયાન આજે વિધાનસભાના વિશેષ સત્રનો બીજો દિવસ છે. આ દરમિયાન વિધાનસભાની કાર્યવાહી શરૂ થઈ. પહેલા બહુમતીનો નિર્ણય વોઇસ વોટથી લેવાનો હતો. જો કે વિપક્ષે આનો વિરોધ કર્યો હતો. આ પછી…

Read More

રાજ્યમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ ઉપરજ જોવા મળી રહ્યો છે,જ્યાં જુઓ ત્યાં દેશી વિદેશી દારૂ મળી રહે છે ત્યારે વલસાડના કંજણહરિ ગામમાં ખુલ્લેઆમ ચાલી રહેલી દારૂની મહેફિલ ઉપર LCBની ટીમે રેડ કરતા ભારે નાસભાગ મચી જવા પામી હતી. વલસાડ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ અને નાનકવાડા ગ્રામ પંચાયતના સરપંચ વિનોદ પટેલ સહિત 41 ઈસમો દારૂની પાર્ટી માણતા ઝડપાયા છે જેમાં એક સગીર આરોપી હોવાનું સામે આવ્યું છે. પોલીસે રેડ દરમિયાન 25 લીટર ઈંગ્લીશ દારૂનો જથ્થો, પાંચ કાર, બાઈક મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી રૂરલ પોલીસને સોંપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી ગઇ…

Read More

એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કર્યો છે. શિંદેના સમર્થનમાં 164 અને વિરોધમાં 99 મત પડ્યા હતા. બીજીતરફ સંજય રાઉતે શિંદે અને બીજેપી ગઠબંધન પર જોરદાર નિશાન સાધ્યું હતું. મહારાષ્ટ્રમાં એકનાથ શીંદેની નવી સરકાર બન્યા બાદ સંજય રાઉત બરાબરના ભડકયા હતા તેમણે ભાજપ અને શિંદે જૂથના ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા. રાઉતે કહ્યું કે ભાજપ અને શિંદે જૂથનું ગઠબંધન અસ્થાયી વ્યવસ્થા છે, તેઓ લોકોમાં જઈ શકશે નહીં. તેઓ શિવસેનામાં હતા ત્યારે સિંહ હતા, પરંતુ હવે તેઓ ડરના માર્યા સુરક્ષા સાથે ફરે છે. રાઉતે કહ્યું હતું કે કસાબને જેટલી સુરક્ષા અપાઈ ન હતી તેટલી સુરક્ષા બળવાખોર ધારાસભ્યોને આપવામાં આવી…

Read More

આખરે મહારાષ્ટ્રમાં શિંદે સરકારે બહુમત મેળવ્યો છે સરકારને 164 ધારાસભ્યોનું સમર્થન મળ્યું દરમિયાન કોંગ્રેસના 5 ધારાસભ્યો ગૃહમાંથી ગાયબ જણાયા હતા. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આજે સોમવારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટમાં બહુમત મેળવી જીત હાંસલ કરી છે. સરકારના સપોર્ટમાં 164 મળ્યા છે. 287 ધારાસભ્ય વર્તમાનના છે અને સરકાર બનાવવા માટે 144 વોટની જરૂર હતી. વોટિંગ દરમિયાન કોંગ્રેસના અશોક ચૌહાણ સહિત 5 ધારાસભ્યો ગૃહમાંથી ગાયબ હતા. વોટિંગ દરમિયાન ઉદ્ધવના ખાસ સંજય બાંગડે શિંદેના સમર્થનમાં વોટ નાખ્યો હતો. વોટિંગમાં શરદ પવારના ખાસ અને શેકપાના ધારાસભ્ય શ્યામ સુંદરે પણ શિંદે સરકારના સપોર્ટમાં વોટ આપ્યો છે.

Read More