હાલ દેશમાં મહમદ પયગંબર વિશે આપતિ જનક ટિપ્પણી મામલે તોફાનો થઈ રહયા છે જે માટે BJPના સસ્પેન્ડેડ પ્રવક્તા નૂપુર શર્માને જવાબદાર ગણી સુપ્રીમ કોર્ટે નૂપુર શર્માની ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટે નૂપુર શર્માને આખા દેશ સામે ટીવી પર માફી માગવાનો આદેશ આપ્યો છે. એ ઉપરાંત એવું પણ કહ્યું છે કે ઉદયપુરની ઘટના તેને કારણે જ બની છે. નોંધનીય છે કે નૂપુર શર્મા બીજેપી પ્રવક્તા હતા તે વખતે એક ટીવી ડિબેટમાં મોહમ્મદ પયગંબર વિશે વિવાદાસ્પદ નિવેદન આપતા આ નિવેદનના પ્રત્યાઘાતો ઉઠ્યા હતા અને મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાઈ હતી અને ઘણો વિરોધ થયો હતો. આ નિવેદન બાદ કુવૈત, યુએઈ અને કતર…
કવિ: Halima shaikh
પંજાબમાં આમ આદમીએ વચન પૂર્ણ કર્યું છે અને 300 યુનિટ વીજળી ફ્રી કરી દીધી છે. આ અંગે આપ ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ‘પંજાબના લોકોને શુભેચ્છાઓ! આજથી પંજાબના લોકોને 300 યુનિટ વીજળી મફતમાં મળશે. લાખો પરિવારોને હવે દર મહિને શૂન્ય વીજળી બિલ આવશે. અમે અમારું વચન પૂરું કર્યું છે. આમ આદમી પાર્ટી જે કહે છે તે કરે છે. પંજાબના લોકોને મોંઘી વીજળીથી પણ છુટકારો મળશે’ પંજાબમાં આજથી દરેક ઘરમાં 300 યુનિટ મફત વીજળી મળશે. આ સ્કીમ મુજબ, જો બે મહિનાનું વીજળીનું બિલ 600 યુનિટથી ઓછું હશે, તો સંપૂર્ણ બિલ માફ કરવામાં આવશે. તે જ સમયે, જો…
મહારાષ્ટ્રમાં નવા મુખ્યમંત્રી એક્નાથ શિંદેની જાહેરાત થઈ ચૂકી છે અને અભિનંદનની વર્ષા થઈ રહી છે ત્યારે આ બધા વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પહેલીવાર મૌન તોડ્યું છે. તેમણે મુખ્યમંત્રી એકનાથ શિંદેને શિવસેનાના મુખ્યમંત્રી તરીકે સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. સાથે જ એમ પણ કહ્યું કે જો ભાજપે આ પહેલા જ કર્યું હોત તો રાજ્યમાં મહા વિકાસ અઘાડીની જરૂર ન પડી હોત. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, મેં અમિત શાહને તે વિશે પહેલેથી જ કહ્યું હતું. અમે ભાજપ-શિવસેના ગઠબંધનમાં અઢી વર્ષ માટે શિવસેનાના મુખ્ય પ્રધાન ઇચ્છતા હતા. જો તેઓએ અગાઉથી રીતે કર્યું હોત તો અમને મહા વિકાસ અઘાડીની જરૂર ન પડી હોત. ઉદ્ધવ…
તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોય અને અચાનક તમને ચા પીવાની ઈચ્છા થઈ આવી અને તમે ટ્રેનમાં હાજર વિક્રેતા પાસેથી ચાનો કપ માંગ્યો અને તેની ચુસ્કીઓ પણ લીધી, પરંતુ તેના બદલામાં તમારે 70 રૂપિયા ચૂકવવા પડે ત્યારે તમને કેવું લાગે ? હા આ વાત સાચી છે અને ભોપાલ શતાબ્દી એક્સપ્રેસમાં આ મામલો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં એક કપ ચા માટે એક વ્યક્તિ પાસેથી 70 રૂપિયા લેવામાં આવ્યા હતા. સાથે જ તેને તેની રસીદ પણ આપવામાં આવી હતી. હવે આ મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. મળતી માહિતી મુજબ ગત તા. 28 જૂનના રોજ…
પશ્ચિમ રેલ્વે દ્વારા આજે તા. 1 જુલાઈથી શરૂ થતી તમામ ટ્રેનોમાં બીજા વર્ગના કોચને બિનઆરક્ષિત કરી દેવાયો છે અને ભાડામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી જ્યારે પાસ હોલ્ડરોને પણ આજે 1લી જુલાઈથી મેલ/એક્સપ્રેસ ટ્રેનોના બિનઆરક્ષિત સેકન્ડ ક્લાસ કોચમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવતા તેઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પ. રેલવે દ્વારા 241 ટ્રેનોના સેકન્ડ ક્લાસ કોચને બિન આરક્ષિત કરતા હવે તેનો લાભ મુસાફરોને મળતા 2 વર્ષ બાદ મુસાફરોને અગાઉની જેમ મુસાફરીની ફિલિંગ આવી રહી છે. 42 ટ્રેનોમાં પાસ હોલ્ડરોને મુસાફરીની છૂટ અપાતા પાસ હોલ્ડરોને સિઝનલ પાસ પર 42 જેટલી ટ્રેનોમાં મુસાફરી કરવા મળતા તેઓમાં ખુશીની લહેર પ્રસરી છે. સાથેજ…
રાજ્યમાં આગાહી મુજબ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે,રાત્રે વડોદરા અને સુરતમાં વરસાદ પડતાં પાણી ભરાયા હતા. સુરતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. રાત્રે સુરતમાં સાત કલાકમાં સાત ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા શહેરના કાદરશાની નાળ, ઉધના દરવાજા, રેલવે ગરનાળા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા, રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે રોડ રસ્તાઓ પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં છે. વડોદરા શહેર અને જિલ્લામાં પણ રાતથીવરસાદી માહોલ છે. સમગ્ર જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઇ ગયા હતા. સુસવાટા મારતા પવન સાથે વરસેલા વરસાદને પગલે શહેરમાં વિવિધ વિસ્તારોમાં વૃક્ષો જમીનદોસ્ત થઇ ગયા હતા. જોકે, આ ઘટનાઓમાં…
સુરતમાં હિન્દૂ યુવકને ગળું કાપી હત્યા કરવાની ધમકી બાદ પોલીસ રક્ષણ આપવાની માંગ થતા પોલીસે તાત્કાલિક તેને હથિયારધારી પોલીસ રક્ષણ આપવામાં આવ્યું છે. વિગતો મુજબ સુરતના ઉમરા પોલીસ હદ વિસ્તારમાંમાં રહેતા યુવરાજ પોખરણા નામના યુવકે ઉદયપુર ખાતે દરજી કનૈયાલાલની હત્યા મામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સખત શબ્દોમાં નિંદા કરતા ફૈઝલ નામના યુવકે તેને ધમકી આપી હતી ધમકી આપનાર ફૈઝલે લખ્યું હતું કે ગુસ્તાક એ રસુલ કી એક હી સજા, સર તન સે જુદા…. સુરતના યુવકને પણ આ રીતે જાનથી મારવાની ધમકી મળતાં ભારે સનસનાટી મચી ગઈ હતી અને યુવરાજ પોખરણા દ્વારા આ મામલે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે અરજી…
આજે શુક્રવારે ભારતીય બજારોમાં મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 800 પોઈન્ટ અને નિફ્ટી 200 પોઈન્ટ નીચે આવી ગયો છે. 10:26 મિનિટે સેન્સેક્સ 52389 થી નિફ્ટી 15590 પર ટ્રેડ થઈ રહ્યો છે. ભારતીય શેરોમાં RILમાં 7%નો ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે ટાઈટનના શેરમાં 5% સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે SGX નિફ્ટીના ડેટા માર્કેટમાં મંદીના સંકેત દેખાઈ રહ્યા છે. શુક્રવારે ભારતીય બજારોમાં સેન્સેક્સ બજાર ખુલ્યા બાદ રાત્રે 9:16 વાગ્યે આગલા દિવસની સરખામણીમાં 373 પોઈન્ટ ઘટીને 52645 થઈ ગયો હતો જ્યારે નિફ્ટી 120 પોઈન્ટ ઘટીને 15660 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સિંગાપોર એક્સચેન્જ પર નિફ્ટી ફ્યુરીઝ ડેટા 7.5 પોઈન્ટ…
શિવસેનાના બળવાખોર જૂથના નેતા એકનાથ શિંદે મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્ય પ્રધાન બન્યા પછી પણ મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ સંપૂર્ણપણે સમાપ્ત થયું નથી. રાજકીય અને કાનૂની દાવની પ્રક્રિયા ચાલુ છે તેવામાં સુનીલ પ્રભુની આગેવાની હેઠળ ઉદ્ધવ ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેમાં એકનાથ શિંદે સહિત 16 ધારાસભ્યોને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવાની માંગ સાથે જ્યાં સુધી તેમની ગેરલાયકાતનની કાર્યવાહીનો નિર્ણય ન થાય ત્યાં સુધી આ તમામને વિધાનસભામાં પ્રવેશતા રોકવા માટે નિર્દેશ આપવાનો પણ અનુરોધ કર્યો હતો. જોકે, કોર્ટે આ મામલે તાકીદે સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. શિવસેનાના સુનિલ પ્રભુએ આજે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને સીએમ…
ઉદયપુરમાં કટ્ટરપંથીઓ દ્વારા જાહેરમાં કરાયેલી હત્યાના વિરોધમાં હત્યારાઓને કડક સજા કરવા હિંદુ સંગઠનો દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને આવેનદપત્ર અપાયું હતું. વડોદરા શહેર હિંદુ જાગરણ મંચ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે કે, 28 જૂનના રોજ રાજસ્થાનના ઉદયપુર શહેરમાં કટ્ટરપંથીઓ દ્વારા જાહેરમાં કરવામાં આવેલી હત્યા અને ગત અઠવાડિયે ગુજરાતના ભરૂચ જિલ્લાના તુન્ડજ ગામમાં કટ્ટરવાદીઓ દ્વારા એક સનાતની ઉપર કરવામાં આવેલા જીવલેણ હુમલા મામલે તપાસ કરવા અને કડક સજા કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી અને બેનરો દર્શાવી વિરોધ પ્રદર્શન કરાયું હતું.