દેશમાં કોરોના મહામારીનો ખતરો સતત વધી રહ્યો છે અને છેલ્લા 24 કલાક દરમિયાન ભારતમાં કોરોના સંક્રમણના 17 હજાર 70 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 23 લોકોએ જીવ ગુમાવ્યા છે. જો કે આ સમયગાળા દરમિયાન 14143 લોકોએ મહામારીને પણ માત આપી હતી. દેશમાં હાલમાં 107189 સક્રિય કેસ છે, જ્યારે દૈનિક હકારાત્મકતા દર 3.4 ટકા છે. દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોની સંખ્યા દરરોજ 15 હજારને પાર પહોંચી રહી છે. આ કારણે સક્રિય કેસોની સંખ્યા પણ સતત વધી રહી છે.
કવિ: Halima shaikh
સુરતમાં કન્હૈયાલાલના સમર્થનમાં પોસ્ટ લખ્યા બાદ એક યુવકનું ગળું કાપી નાખવાની ધમકીઓ મળવા લાગી છે. સુરતમાં રહેતા યુવરાજ પોખરાણા નામના વ્યક્તિને ગળું કાપી નાખવાની ધમકી આપવામાં આવી છે. ધમકી મળ્યા બાદ યુવક તેમજ તેના પરિવારજનોમાં ગભરાટનો માહોલ છે. તકેદારી લેતા યુવકે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે અને પોતાની તેમજ પરિવારની સુરક્ષાની માંગ કરી છે. સુરતમાં રહેતા યુવરાજે જણાવ્યું કે તેના દાદા અને પિતા ઉદયપુરના રહેવાસી છે અને દરજીની હત્યાથી તેઓ બધા પરેશાન છે. પોખરાનાએ કહ્યું કે તેણે સોશિયલ મીડિયા પર દરજીની હત્યા અંગે કેટલીક પ્રતિક્રિયા આપી હતી, ત્યારબાદ તેને પણ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. પોખરાનાએ કહ્યું કે તેણે…
મહારાષ્ટ્રમાં સર્જાયેલા રાજકીય સંકટ વખતે આંતરિક મનદુઃખનો મામલો શાંતિથી ઉકેલ લાવવાના બદલે ઉંમરલાયક સંજય રાઉત એક વડીલ તરીકેની મર્યાદા ભૂલી ધમકીઓ અને ગાળો ઉપર ઉતરી આવતા હવે સામે પક્ષે પણ વડીલનું અત્યારસુધી માન રાખતા બળવાખોર શિવસેનાના કાર્યકરોએ સામી બાંયો ચડાવતા હવે સંજય રાઉત ઢીલા પડયા છે. હવેતો એકનાથ શિંદે રાજ્યના નવા મુખ્યમંત્રી બની ચુક્યા છે તેવે સમયે અગાઉ શિવસેના સાંસદ સંજય રાઉત રાયગઢના મહાડમાં રેલી કાઢવાની કોશિશ કરતા શિંદે જૂથના શિવસેનાના બળવાખોર નેતા વિકાસ ગોગાવલીએ તેમને ચેતવણી આપી હતી. વિકાસ ગોગાવલેએ સંજય રાઉતની આગામી રેલીને લઈને કહ્યું છે કે, હું તેમને સુરક્ષા કર્મચારીઓ વિના મહાડ આવવાનો પડકાર ફેંકુ છું. અને…
એકનાથ શિંદે મહારાષ્ટ્ર મુખ્યમંત્રી બનતા જ પીઢ રાજકીય અગ્રણી શરદ પવાર પણ ચોંકી ગયા છે તેઓએ પ્રેસ સંબોધન વખતે નિવેદન આપ્યું કે કોઈ જ કલ્પના ન હતી કે શિંદે સીએમ બનાવી દેવામાં આવશે. તેઓએ ઉમેર્યું કે કદાચ પાછળ શિવસેનાના બાગી જુથની માંગ જવાબદાર હોઈ શકે કે એકનાથને સીએમ બનાવવામાં આવે. સાથેજ શરદ પવારે એકનાથ શિંદેને મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનવા માટે અભિનંદન પાઠવા હતા અને કહ્યું હતું કે મને પૂરો વિશ્વાસ છે કે મહારાષ્ટ્રના હિતની રક્ષા થશે. તેઓએ ખુશી પણ વ્યકત કરતા NCP ચીફ શરદ પવારે ટ્વિટમાં લખ્યું કે સ્વર્ગીય યશવંતરાય ચૌહાણ, બાલા સાહેબ ભોંસલે અને પૃથ્વીરાજ ચૌહાણ બાદ હવે એક…
શિવસેના નેતા સંજય રાઉત આજે તા.1 જુલાઈબપોરે 12 વાગ્યે તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થશે. તેઓએ પોતે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. તેમજ શિવસૈનિકોને અપીલ કરી હતી. તમને જણાવી દઈએ કે સંજય રાઉતને 2007ના જમીન કૌભાંડ કેસમાં ED દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા છે અને તેમને 1 જુલાઈએ હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. સંજય રાઉતે પોતે ED સમક્ષ હાજર થવા અંગે ટ્વીટ કર્યું હતું. તેઓએ લખ્યું, ‘હું આજે બપોરે 12 વાગ્યે તપાસ એજન્સી ED ઓફિસ જઈશ. હું સમન્સનું સન્માન કરું છું અને તપાસ એજન્સીઓને મદદ કરવી મારી ફરજ છે. હું શિવસેનાના કાર્યકરોને ઇડી ઓફિસની બહાર એકત્ર નહિ…
આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં વિજળી સંકટ વધુ ઘેરી બન્યું છે. તેને ધ્યાનમાં રાખીને વીજળી બચાવવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. તેની સૌથી વધુ અસર દેશના સૌથી મોટા શહેર કરાચી પર પડી રહી છે. ટેલિકોમ ઓપરેટરોએ પાકિસ્તાનમાં પાવર આઉટેજ વચ્ચે મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવાની ચેતવણી આપી હતી. નેશનલ બોર્ડ ઓફ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (NIBT) એ ટ્વિટર પર જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં ટેલિકોમ ઓપરેટરોએ દેશભરમાં લાંબા સમય સુધી પાવર આઉટેજને કારણે મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવાની ચેતવણી આપી છે. તમને જણાવી દઈએ કે સોમવારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે દેશને ચેતવણી આપી હતી કે તેઓને જુલાઈમાં લોડશેડિંગનો સામનો…
અમદાવાદમાં 2 વર્ષ બાદ 145મી રથયાત્રા નીકળી છે,CM ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથ ખેંચી પ્રસ્થાન કરાવ્યું હતું , અમદાવાદમાં જગતના નાથ નગરચર્યાએ નીકળ્યા છે,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર છે તેઓએ મંગળા આરતી કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા અને ભગવાન જગન્નાથ સહિત બળભદ્રજી અને બહેન સુભદ્રાના દર્શન કર્યા હતા અને તેમણે સોનાની સાવરણીથી કચરોવાળી પહિંદવિધિ કરી ત્રણેય રથને પ્રસ્થાન કરાવ્યું હતું. સવારે 5.30 વાગ્યે ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. ટ્રક સહિત હાથી વગેરે મંદિરેથી પરંપરાગત રીતે નગરયાત્રાએ નીકળ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે 3.50 વાગ્યે જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા. વહેલી સવારે 3:55 વાગ્યે ભગવાનના…
રાહુલ ગાંધી હવે ભેરવાઇ પડ્યા હોય તેવો મામલો સામે આવ્યો છે રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારની બેદરકારીને કારણે હિન્દૂ યુવાનની હત્યા કરવામાં હત્યારાઓ માટે આસાન થઈ ગયુ હોવાની વાત સામે આવી છે. રાજસ્થાન ઉદયપુરમાં આઠ વર્ષના પુત્રએ નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ મૂક્યા બાદ પિતા કન્હૈયાલાલની તાલિબાની અંદાજમાં હત્યા કરવામાં આવી છે. હવે આ કેસમાં સૌથી ચોંકાવનારી વાત સામે આવી રહી છે જે હકીકત સાંભળી લોકો ચોંકી ઉઠ્યા છે, આરોપી મોહમ્મદ રિયાઝે 17 જૂને જ કન્હૈયાલાલને મારી નાખવાની ધમકી આપી હતી, જેના કારણે તે ગભરાઈ ગયો હતો. કન્હૈયાલાલ તેણે પોલીસને સુરક્ષા માટે પણ અરજ પણ કરી હતી,પરંતુ પોલીસે તેની વાત ઉપર ધ્યાન નહિ આપતા તેની હત્યા…
રાજસ્થાનમાં દરજીની હત્યા બાદ ફાટી નીકળેલા તોફાનો અને બંધના એલાન વચ્ચે હવે મુસલમાન અગ્રણીઓના નિવેદનો પણ સામે આવી રહયા છે તેઓએ ઘટનાની નિંદા કરી છે. અજમેર શરીફ દરગાહના દિવાન ખાન ની પ્રતિક્રિયા સામે આવી છે તેઓએ કહ્યું કે કોઈ પણ ધર્મ માનવતા વિરુદ્ધ હિંસાને પ્રોત્સાહન આપતો નથી, ખાસ કરીને ઈસ્લામમાં તમામ ઉપદેશો શાંતિના સ્ત્રોત તરીકે કામ કરે છે. ખાને કહ્યું કે આરોપીઓ કેટલાક કટ્ટરવાદી જૂથોનો ભાગ છે, જે હિંસા દ્વારા ઉકેલ શોધે છે આ બરાબર નથી તેઓએ ઘટનાની નિંદા કરી હતી. આ અગાઉ જમીયત ઉલેમા-એ-હિંદના મહાસચિવ મૌલાના હકીમુદ્દીન કાસમીએ પણ હત્યાની ઘટનાની નિંદા કરી હતી. તેઓએ નિવેદનમાં કહ્યું કે જેણે…
દેશમાં કાયદો વ્યવસ્થા બગડી છે ગુનેગારોને કાયદાનો કોઈજ ડર રહ્યો નથી ખુલ્લેઆમ હત્યાઓ,બળાત્કાર, લૂંટ,તોડફોડ વગરે જાણે સામાન્ય બની ગયું છે પોલીસથી કોઈ ડરતું નથી આવા સમયે ગાઝિયાબાદમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પોલીસ ચોકી નજીકજ યુવતીને જીવતી સળગાવી દેવામાં આવી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. ગાઝિયાબાદના કવિનગર ઔદ્યોગિક વિસ્તારમાં રાત્રે લગભગ 10.30 વાગ્યે પોલીસ ચોકીથી માત્ર 50 મીટર દૂર એક 25 વર્ષની યુવતીને જીવતી સળગાવી દેવામાં આવી હતી. શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમા પાસે 100% સળગેલી હાલતમાં યુવતી નો મૃતદેહ પડ્યો હતો. જ્યારે પોલીસ હોસ્પિટલ પહોંચી તો ડોક્ટરે તેને મૃત જાહેર…