ટીવી શો ‘બાલ શિવ’માં પાર્વતીનું પાત્ર ભજવીને ઘર-ઘર પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી શિવ્યા પઠાનિયા આ દિવસોમાં ચર્ચામાં છે. શિવ્યાએ હાલમાં જ કાસ્ટિંગ કાઉચનો ભોગ બનવાનો ખુલાસો કર્યો છે. અભિનેત્રીને નકલી નિર્માતા દ્વારા રોલની ઓફર કરી બોલાવવામાં આવી હતી અને રોલ માટે પોતાની સાથે કોમ્પરોમાઇઝ કરવાનું કહેવામાં આવ્યું હતું. અભિનેત્રી સાથે આ ઘટના ત્યારે બની જ્યારે તે કામની શોધમાં હતી. શિવ્યા પઠાનિયા સીરિયલ ‘હમસફર’ કરી રહી હતી, જેનું પ્રસારણ બંધ થયાના આઠ મહિના સુધી કોઈ કામ નહોતું. આવી સ્થિતિમાં તે કામ માટે અહીં-તહીં ભટકી રહી હતી. આ દરમિયાન તેને આ ઓડિશન માટે ફોન આવ્યો. શિવ્યા પઠાનિયાએ કહ્યું, ‘મને સાંતાક્રુઝ ઓડિશન માટે…
કવિ: Halima shaikh
ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓએ ફરી એક વખત બીસીસીઆઈની સલાહને અવગણી કરતા બોર્ડ બગડ્યું હતું અને સલાહની અવગણના કરવા બદલ ઠપકો આપ્યો છે. બીસીસીઆઈએ ભારતીય ખેલાડીઓને બહાર ભીડ વાળી જગ્યાએ જવા મનાઈ ફરમાવી હતી. જોકે બોર્ડની સલાહને અવગણી કોહલી, શ્રેયસ, શુભમન, નવદીપ અને પંત સહિત અનેક ખેલાડી બર્મિંઘમ ડિનર કરવા ગયા હતા. રોહિતના કોરોના પોઝિટિવ આવ્યા પછી બીસીસીઆઈએ ખેલાડીઓને ભીડ ભાડવાળા સ્થળોએ ન જવાની સલાહ આપી હતી. બીસીસીઆઈના અધિકારીએ કહ્યું કે, ‘બોર્ડને બહાર ફરવા ગયેલા ખેલાડીઓને ઠપકો આપ્યો છે. થોડા દિવસો અગાઉ ફેન્સ સાથે ફોટો પડાવતા ખેલાડીઓની તસવીર વાઈરલ થઈ થતા વાત બહાર આવી ગઈ હતી, તેમને બહાર…
વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડતાં લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વલસાડ તાલુકા માં સૌથી વધુ 6 ઈંચ વરસાદ નોંધાયો છે જ્યારે પારડી માં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડ શહેર ના MG રોડ , શાકભાજી માર્કેટ, છીપવાડ, દાણા બજાર, તિથલ રોડ, રેલવે અંડર પાસ માં ભરાયા પાણી ભરાઈ જતા તેમજ તીથલ રોડ કેટલીક જગ્યા એ રસ્તા પર પાણી ભરાતા રસ્તાઓ બંધ થઇ ગયા હતા અને પાર્ક કરેલા વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રોડ ઉપર આવેલી કેટલીક દુકાનો અને ઘરો માં પાણી ઘુસી જતા વેપારીઓ અને લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. મોડી રાત્રે વરસેલા વરસાદ એ વલસાડ…
આજે ગુરુવારે હિન્દુ સંગઠનોએ રાજસ્થાન બંધનું એલાન આપ્યું છે. આ હત્યાના વિરોધમાં ગુરુવારે બજારો બંધ રહેશે. બંધ દરમિયાન આવશ્યક સેવાઓ સિવાય તમામ બજારો અને સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. NIA હવે ઉદયપુર હત્યા કેસની તપાસ કરી રહી છે. ગુરુવારે પણ NIA અને SIT આરોપીઓની પૂછપરછ કરશે. ગુરુવારે મુખ્યમંત્રી અશોક ગેહલોત, ગૃહ રાજ્ય મંત્રી રાજેન્દ્ર યાદવ, ડીજીપી એમએલ લાથેર ઉદયપુર આવશે અને કન્હૈયાલાલના પરિવારને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સીએમ અશોક ગેહલોતે મૃતક કન્હૈયાલાલના પરિવારને 50 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. આ સાથે કન્હૈયાલાલના બંને પુત્રોને સરકારી નોકરી આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.સીએમ ગુરુવારે ઉદેપુર જિલ્લા કલેક્ટર…
મહારાષ્ટ્રમાં ભાજપે સરકાર બનાવવા ગતિવિધિ તેજ કરી છે,ફ્લોર ટેસ્ટ અગાઉજ ઉદ્ધવે સીએમ પદેથી રાજીનામું આપતા હવે આજે ફડણવીસ આજે કરી સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. શિવસેનાના વિધાનસભ્યોના બળવાને કારણે લઘુમતીમાં મુકાઈ ગયેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બુધવારે રાત્રે રાજીનામું આપી દીધું હતું. પોતાની બહુમતી સાબિત કરવા માટે રાજ્યપાલના નિર્દેશ પર સ્ટે આપવા શિવસેનાને રાહત આપવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કરી કહ્યું કે, લોકશાહીના મુદ્દાઓને ઉકેલવાનો એકમાત્ર રસ્તો ફ્લોર ટેસ્ટ છે. આમ,નામદાર કોર્ટના આદેશ બાદ ઉદ્ધવ ઠાકરે એ રાજીનામું આપી દેતા હવે ભાજપ સરકાર બનાવવા આજે કવાયત હાથ ધરી છે.
કેન્દ્ર સરકારે ટ્વિટરને 4 જુલાઈ સુધી અલ્ટીમેટમ આપી સરકારે અત્યાર સુધીમાં આપવામાં આવેલા તેના તમામ આદેશોનું પાલન કરવા કહ્યું છે. અને ચેતવણી આપી છેકે જો તે આમ નહીં કરે, તો તેણે પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. જો આવું થાય, તો કંપનીના પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવેલી તમામ સામગ્રી માટે કંપની પોતે જ જવાબદાર ગણાશે. ગેરકાયદે સામગ્રી પોસ્ટ કરવા બદલ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉની નોટિસમાં પણ ટ્વિટરને દેશના IT નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું હતું. IT એક્ટની કલમ 69A હેઠળ ઘણી અયોગ્ય સામગ્રીને દૂર કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી હતી, જે દૂર કરી ન હતી.…
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રાજ્યની જનતાને સંબોધતા તેમણે તેમના કાર્યકાળ દરમિયાન લીધેલા નિર્ણયોનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે અમારા સારા કાર્યોની નોંધ લેવામાં આવી. અમે શહેરોના નામ બદલવાનો નિર્ણય કર્યો. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ સોનિયા ગાંધી અને શરદ પવારના વખાણ કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ન્યાયના દેવતાએ ચુકાદો આપ્યો છે, ફ્લોર ટેસ્ટ માટે કહ્યું છે. રાજ્યપાલનો પણ આભાર. લોકશાહીનું પાલન કરવું જોઈએ. અમે તેનું પાલન કરીશું. બળવાખોરો પર નિશાન સાધતા શિવસેના પ્રમુખે કહ્યું કે તમારે સામે આવીને વાત કરવાની જરૂર હતી. સુરત અને ગુવાહાટી જવાનું ન હતું. આમ તેઓ વ્યથિત જણાયા હતા અને રાજીનામા અંગે ફેસબુક ઉપર જાહેરાત કરી…
સુપ્રીમ કોર્ટે પોતાનો ફેંસલો સંભળાવી દીધો છે અને આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત પરીક્ષણ માટે લીલી ઝંડી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ માટે લીલી ઝંડી આપી દીધી છે. આદેશ સંભળાવતા કોર્ટે કહ્યું કે અમે આવતીકાલના ફ્લોર ટેસ્ટને રોકવાના નથી. ગુવાહાટી છોડવાની થોડી મિનિટો પહેલાં, બળવાખોર શિવસેના નેતા એકનાથ શિંદેએ એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે શિવસેનાના બળવાખોર ધારાસભ્યો મહારાષ્ટ્ર અને રાજ્યના લોકોના વિકાસ માટે કામ કરશે. સાથે સાથે સુપ્રીમ કોર્ટે જેલમાં બંધ NCP નેતાઓ નવાબ મલિક અને અનિલ દેશમુખને આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટની કાર્યવાહીમાં ભાગ લેવાની મંજૂરી આપી છે. મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલ પાથલ વચ્ચે…
રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયા લાલ દરજીની ઘાતકી હત્યાને લઈને હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને હવે તે ધીરેધીરે આગળ વધી દેશભરમાં પ્રસર્યો છે. આગ્રામાં બુધવારે અખિલ ભારત હિન્દુ મહાસભાના પદાધિકારીઓ અને કાર્યકરોએ આ જઘન્ય અપરાધના વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે પ્રદર્શન કર્યું હતું. દેખાવકારોએ હત્યારાઓને ફાંસી આપવાની માંગ કરી હતી. સંગઠને હત્યારાઓનું શિરચ્છેદ કરનારને બે લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત પણ કરી હતી. આ સિવાય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS), વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકર્તાઓએ પણ વિરોધ કર્યો હતો. જણાવી દઈએ કે ઉદયપુરના કન્હૈયા લાલે ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માના નિવેદનના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.…
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દક્ષિણ ગુજરાત ના જીલ્લા સંગઠન ના પ્રમુખોની યાદી જાહેર થયા બાદ ભરૂચ જીલ્લામાં પરિમલસિંહ રણા ને રિપીટ થયાનામાત્ર ચાર કલાકમા જીલ્લા કિસાન સેલના પ્રમુખ યાકુબ ગુરજી એ પોતાનું રાજીનામું પ્રદેશ કિસાન સેલના ચેરમેન પાલભાઈ આંબલીયા ને મોકલી આપતા જ રાજીનામાની જાણેકે હારમાળા શરૂ થઈ અને અત્યાર સુધીમાં ૪૨ જેટલા રાજીનામા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ને ધરી દેવામાં આવ્યા હોવાનું સુત્રોનું કહેવું છે. સતત ત્રણ ટર્મ જીલ્લા પંચાયત ના સદસ્ય તરીકે રહેલા મકબુલભાઈ અભલીનુ કહેવું છે કે રોજ સરેરાશ ૫ થી વધુ રાજીનામા આવી રહ્યા હોય આંકડો લગભગ ૩૦૦ સુધી પહોંચે તેવું લાગી રહ્યુ છે. આજરોજ વિલાયત…