મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે આખરે ઉદ્ધવ ઠાકરે એકજ ઝાટકે હિન્દુત્વ તરફ વળ્યા હતા અને મૂળ શિવસેનાની હિન્દુત્વની વિચારધારા આગળ કરી અસલી હિન્દુત્વ ઉપર ઉતરી આવ્યા હતા અને ઉદ્ધવ કેબિનેટે ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર અને ઉસ્માનાબાદનું નામ ધારાશિવ રાખવાની મંજૂરી આપી દીધી હતી અને નવી મુંબઈ એરપોર્ટનું નામ બદલીને ડીબી પાટીલ ઈન્ટરનેશનલ એરપોર્ટ કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આપતા શિવસેનાના બદલાયેલા તેવર જોઈ તેમના સહયોગી કોંગ્રેસ અને NCP નારાજ થઈ ગયા હતા અને હિન્દુત્વ તરફ જઈ રહેલા ઉદ્ધવ ઠાકરે નું નવુ રૂપ જોઈ હેરાન થઈ ગયા હતા. ગઈકાલે રાજ્યમંત્રી અનિલ પરબે પણ આ અંગે કહ્યું હતું કે ઔરંગાબાદનું નામ બદલીને…
કવિ: Halima shaikh
રાજસ્થાનના ઉદયપુરમાં કનૈયાલાલની ગળું કાપીને હત્યા કરનાર રિયાઝ ઝબ્બાર અને ગૌસ મોહમ્મદનું પાકિસ્તાન કનેક્શન ખુલ્યું છે અને આ કટ્ટરવાદીઓ ભૂતકાળમાં ખાસ ટ્રેનીંગ લેવા 15 દિવસ પાકિસ્તાન ગયા હોવાની વાતનો ખુલાસો થયો છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા 8થી 10 મોબાઈલ નંબર ટ્રેસ કરવામાં આવ્યા છે. જેમનું લોકેશન પાકિસ્તાનથી લઈને ભારત સુધી જોવા મળી રહ્યું છે. આ નંબરો પરથી જ રિયાઝ ઝબ્બાર અને ગૌસ મોહમ્મદની સતત વાતચીત પણ થઈ રહી હતી. આ ઈનપુટથી ગુપ્તચર તંત્ર એલર્ટ થઈ ગયું છે. ગૃહ રાજ્યમંત્રી રાજેન્દ્રસિંહ યાદવનું પણ નિવેદન સામે આવ્યુ છે કે બંને હત્યારાઓ પાકિસ્તાન અને આરબ દેશોના સાથે સતત સંપર્કમાં હતા. તેમના મોબાઈલમાં…
આમ આદમી પાર્ટીનું ફ્રી વીજળી આંદોલન સમગ્ર ગુજરાતમાં દરેક ઘર સુધી પહોંચ્યું છે, આ ફ્રી વીજળી આંદોલન દ્વારા આજે ગુજરાતના દરેક ઘર સુધી દિલ્હીની વીજળી ક્રાંતિ ની માહિતી પહોંચાડવામાં આવી રહી છે. દિલ્હીની વીજળી ક્રાંતિ જાણ્યા બાદ ગુજરાતના લોકોને પણ ખ્યાલ આવી રહ્યો છે કે ગુજરાતમાં પણ મફત વીજળી આપી શકાય છે. પરંતુ ભ્રષ્ટ ભાજપ ખાનગી કંપનીઓને ફાયદો કરાવવા ગુજરાતની જનતાને મોંઘી વીજળી આપી રહી હોવાનું ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યું કે ગુજરાત ની જનતા ને ભ્રષ્ટ ભાજપ ની પોલ ખોલવા આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ એ સુરતના ઓલપાડ, વરાછા અને કરંજ, અમદાવાદના નારણપુરા, ચાંદલોડિયા અને નવા વાડજ,…
શિવસેનાએ ભાજપને અજગર સાથે સરખાવી જણાવ્યું કે ‘ભાજપ એક એવો અજગર છે જે એક જ વારમાં આખો બકરો ગળી જાય છે’ શિવસેનાએ પોતાના બળવાખોર ધારાસભ્યોને ફરી ચેતવણી આપીને ભાજપથી દૂર રહેવા જણાવ્યું છે. મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે શિવસેનાએ ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા છે. શિવસેનાએ તેના મુખપત્ર ‘સામના’માં તેના બળવાખોર ધારાસભ્યોને ભાજપથી દૂર રહેવાની ચેતવણી આપી છે. મુખપત્ર ‘સામના’માં જ્યાં શિવસેનાએ બળવાખોર ધારાસભ્યોને પાછા ફરી જવા સલાહ આપી છે, તો ભાજપને નારદ મુનિથી લઈને ખતરનાક અજગર કહી તેઓની વાતમાં નહિ આવવા જણાવ્યું છે. સામનામાં સુપ્રીમ કોર્ટની ભૂમિકા પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. એટલું જ નહીં દેવેન્દ્ર ફડણવીસને પણ ચેતવણી…
રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ જિયો ટેલિકોમના ડાયરેક્ટરપદેથી રાજીનામું આપી દીધા બાદ તેમના પુત્ર આકાશ અંબાણીને જિયોના નવા ચેરમેનપદ સંભાળી લીધું છે. જિયો દેશની લીડિંગ 4G ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર છે. કંપનીએ સેબીને પણ આ અંગેની માહિતી આપી છે. રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડે મંગળવારે શેરબજારોને આ અંગેની માહિતી આપી કે મુકેશ અંબાણીનું રાજીનામું 27 જૂને બજાર બંધ થઈ ગયા પછીથી માન્ય ગણાશે. કંપનીએ આ સિવાય આકાશ અંબાણીને બોર્ડના નવા ચેરમેન બનાવવા અંગેની માહિતી આપી છે. તેમણે કહ્યું કે કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે નોન-એક્સિક્યૂટિવ ડાયરેક્ટર આકાશ અંબાણીને ચેરમેન નિમણૂંક કરવાની મંજૂરી પણ આપી દીધી છે. મહત્વનું છેકે મુકેશ અંબાણીએ ગત વર્ષે તેમના…
SGX નિફ્ટીમાં કડાકા બાદ બુધવારે ભારતીય બજારો લાલ નિશાનમાં ખુલ્યા હતા. સેન્સેક્સ 500 અંક ઘટીને 52623 પર અને નિફ્ટી 15705 પર ખુલ્યો છે. હાલમાં નિફ્ટી 15700 પર જાળવવાનો પ્રયાસ કરતી વખતે ગગડી ગયો છે. તે જ સમયે, ભારતીય રૂપિયો પણ 78.90 પર આવી ગયો છે. આ પહેલા સારી શરૂઆત બાદ અમેરિકી બજારોમાં ઘટાડો જોવા મળ્યો છે. ડાઉ જોન્સ દિવસના ઊંચા સ્તરેથી સરકીને દિવસની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. ડાઉ દિવસના ઉચ્ચ સ્તરેથી 950 પોઈન્ટ ઘટીને બંધ થયો છે. આ સિવાય નાસ્ડેકમાં 3 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. હકીકતમાં, યુએસમાં નબળા ગ્રાહક વિશ્વાસ ડેટાએ બજારને નબળું પાડ્યું છે. એનર્જી શેરો…
ભાજપના પૂર્વ પ્રવક્તા નવીન જિંદાલ અને તેમના આખા પરિવારના ગળા કાપી હત્યા કરવાની ધમકી મળતા ભારે સનસનાટી મચી ગઇ છે. જીંદાલે કહ્યું કે, આજે સવારે લગભગ 6.43 વાગ્યે તેમને ત્રણ ઈમેલ મોકલવામાં આવ્યા છે. આ મેઈલ્સમાં કન્હૈયા લાલના ગળાના શિરચ્છેદનો વીડિયો જોડવામાં આવ્યો છે. નવીન જિંદાલે કહ્યું કે, ઇમેલમાં ધમકી આપવામાં આવી છે કે મારી અને મારા પરિવારની પણ આ જ રીતે ગરદન કાપી હત્યા કરવામાં આવશે. ઉદયપુરમાં કન્હૈયા લાલની હત્યા બાદ સમગ્ર દેશમાં તંગદીલીનો માહોલ છે. ત્યારે ભાજપના પૂર્વ પ્રવક્તા નવીન જિંદાલને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ઈમેલ દ્વારા તેને ધમકી આપવામાં આવી છે અને ઉદયપુરની ઘટનાની…
દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો વધતો જઈ રહ્યો છે, આરોગ્ય મંત્રાલય દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,506 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં લગભગ 25 ટકા વધુ છે. તે જ સમયે, 30 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. તમને જણાવી દઈએ કે ગઈકાલના આંકડામાં 11,793 કેસ નોંધાયા હતા અને 27 દર્દીઓના મોત થયા હતા. જો કે, છેલ્લા 24 કલાકમાં 11,574 લોકોને રજા આપવામાં આવી છે. દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 99,602 પર પહોંચી ગઈ છે જે ગઈકાલ કરતા 2902 વધુ છે. મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 52,50,77 લોકોના મોત થયા છે. દિલ્હીમાં કોરોનાના કેસોએ ફરી ચિંતા વધારી…
મહારાષ્ટ્રમાં શિવસેનામાં વિદ્રોહની સ્થિતિ ઉભી થયા બાદ એકનાથ શિંદે ભાજપને સમર્થન કરતા હોય દેવેન્દ્ર ફડણવીસ પોતાના ધારાસભ્યો સાથે રાજભવન પહોંચ્યા હતા જ્યાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની મુલાકાત કર્યા બાદ હવે રાજ્યપાલે આવતી કાલે ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો છે. આવતી કાલે ફ્લોર ટેસ્ટ સમયે એકનાથ શિંદે ગ્રુપ હાજર રહેશે બીજેપીના મહારાષ્ટ્ર યુનિટની કોર કમિટીની મળેલી બેઠક બાદ દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી ગયા હતા. જ્યાં તેઓ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. સરકારની રચનાને લઈને વાત થઈ હતી અને મહારાષ્ટ્રમાં સરકાર બન્યા બાદ આ બેઠકમાં ભાજપના ક્વોટાના મંત્રીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા કરનારા બંને આરોપી મોહમ્મદ રિયાઝ અને ગૌસ મોહમ્મદ ‘દાવત-એ-ઈસ્લામી’ નામના સંગઠન સાથે જોડાયેલા હોવાની વાત સામે આવી છે. હત્યાને અંજામ આપ્યા બાદ બંને આરોપીઓ અજમેર દરગાહ ખાતે પણ જવાના હતા, પોલીસે બન્ને આરોપીઓની રાજસમંદ જિલ્લા માંથી ધરપકડ કરી હતી. NIA અને SIT ટીમ આજે બંને આરોપીઓની પૂછપરછ કરશે SITની ટીમ ઉદયપુર પહોંચી ગઈ છે. NIA આ હત્યા કેસની પણ તપાસમાં જોડાશે. મુખ્યમંત્રી ગેહલોતે તેમનો જોધપુર પ્રવાસ રદ્દ કર્યો છે. તેઓ થોડા સમયમાં જયપુર જવા રવાના થશે, જ્યાં તેઓ જયપુરમાં ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક કરશે. ઉદયપુરમાં થયેલી જઘન્ય હત્યા બાદ શહેરમાં દરેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં…