કવિ: Halima shaikh

રાજસ્થાનના ઉદયપુરમાં સોશિયલ મીડિયા પર નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા બદલ ટેલર કનૈયાલાલનું ગળું કાપીને હત્યા કરી નાખવાનો મામલો ભારે ગાજયો છે,આ પોસ્ટ તેમના 8 વર્ષના બાળકે કરી હોવાનું સામે આવ્યુ છે. પોલીસે હત્યામાં સામેલ રિયાઝ મોહમ્મદ અને ગોસ મોહમ્મદની રાજસમંદ જિલ્લાથી ધરપકડ કરી લીધી છે અને આ ઘટનાની તપાસ માટે SITની રચના થઈ છે, જેમાં SOG ADG અશોક રાઠોડ, ATS IG પ્રફુલ કુમાર અને એક SP અને એડિશનલ SP તપાસ કરશે. કનૈયાલાલની નિર્મમ હત્યા થયા બાદ 7 કલાક બાદ તેમના પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો, મૃતકના પરિવારજનોને 31 લાખના વળતર આપવા ઉપરાંત પરિવારના 2 સભ્યોને કોન્ટ્રાક્ટ પર નોકરીની જાહેરાત થઈ છે.…

Read More

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા તંત્રમાં ચિંતા પ્રસરી છે હાલ રાજ્યમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 2800 સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોના વાયરસના નવા 475 કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં આજે 216 કેસ નોંધાયા છે ત્યાં જ આજે 107 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે રાજ્યમાં વીતેલા કલાકોમાં અમદાવાદ કોર્પોરેશન 211, સુરત કોર્પોરેશન 76, વડોદરા કોર્પોરેશન 35, જામનગર કોર્પોરેશન 17, મહેસાણા 14, નવસારી 12, વડોદરા 12, અમરેલી 10, ગાાંધીનગર કોર્પોરેશન 9, કચ્છ 8, ભરૂચ 7, ગાાંધીનગર 7, વલસાડ 7, અમદાવાદ 5, જામનગર 5, રાજકોટ કોર્પોરેશન 5, બનાસકાાંઠા 4, દેવભૂમિ દ્વારકા 4, ખેડા 4, આણાંદ 3, ભાવનગર કોર્પોરેશન…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે ગુજરાતમાં રૂ।. 3760.64 કરોડના ખર્ચે નવા 34 જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો મંજૂર કરતા નવા માર્ગો થતા વિકાસના કામોને વધુ વેગ મળશે. વિગતો મુજ ભારત સરકાર દ્વારા રાજ્યમાં આવેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો માટેનો વર્ષ 2022-23નો રૂ।. 3760.64 કરોડનો વાર્ષિક પ્લાન મંજૂર કર્યો છે. જેમાં રૂા.2511.10 કરોડના રસ્તાના બાંધકામ અને નવા બ્રિજના બાંધકામો તેમજ રૂ।.1249.54 કરોડના પ્રી-કન્સ્ટ્રકશન એક્ટિવિટીના કામો હાથ ધરાશે. આ રસ્તાઓમાં નદીઓ ઉપર બ્રિજ, રેલવે ફાટક ઉપર આર.ઓ.બી/આર.યુ.બીનું નિર્માણ કરાશે, જેના થકી ફાટક-મુક્ત ગુજરાતના નિર્માણ થશે. આમ,કરોડો રૂપિયાના ખર્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો મંજૂર કરતા નવા માર્ગો અને વિકાસના કામો કરવા મોદી સરકાર કટીબદ્ધ બની છે.

Read More

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ભાજપના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને ગવર્નર હાઉસ ખાતે મળ્યા હતા આ સમયે તેઓની સાથે સાથે ચંદ્રકાંત પાટિલ અને ગિરીશ મહાજન પણ હાજર હતા. ફડણવીસ મંગળવાર બપોરે જ ચાર્ટર વિમાનથી દિલ્હી ગયા બાદ તેઓએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ ગૃહ મંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત થઈ હોવાની વાત છે. વાત એવી પણ સામે આવી રહી છે કે તા. 30 જૂન ગુરુવારે શિવસેનાના બળવાખોર ધારાસભ્યો ગુવાહાટીથી મુંબઈપરત જશે. વિગતો મુજબ 8 અપક્ષ ધારાસભ્યોએ મહારાષ્ટ્રના રાજ્યપાલના ઓફિશિયલ ઈમેલ આઈડી પર એક મેલ મોકલીને તાત્કાલિક ફ્લોર…

Read More

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પ્રથમવાર 3888 મીટરની ઉંચાઈ પર સ્થિત બાબા અમરનાથની 43 દિવસની આ લાંબી યાત્રા બે વર્ષ યોજાઈ રહી છે ત્યારે આ યાત્રા પર સ્ટીકી બોમ્બનો ખતરો હોવાના ઇનપુટ મળતા સુરક્ષા મજબૂત બનાવવામાં આવી છે. માનવામાં આવે છે કે ડ્રોન વડે અને સ્ટીકી બોમ્બનો થતો હુમલો જે મિનિટોમાં તબાહી મચાવી શકે છે જેને હવામાંજ તોડી પાડવા તંત્ર એલર્ટ છે. 30 જૂનથી 11 ઓગસ્ટ સુધી ચાલનારી અમરનાથ યાત્રા માટે અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ યાત્રા બે વર્ષ પછી થઈ રહી છે, જેથી તમામ જૂના રેકોર્ડ તોડીને શ્રદ્ધાળુઓની સંખ્યા 8 લાખ સુધી પહોંચી શકે…

Read More

પૂર્વ ઓલ રાઉન્ડર ક્રિકેટર યુસુફ પઠાણનીબરોડા ક્રિકેટ એસોસીયેશનની રણજી ટીમના મેન્ટોર તરીકે નિમણૂક થઈ છે. તાજેતરમાં મળેલી એપેક્ષ કમિટિની બેઠકમાં સર્વાનુમતે યુસુફ પઠાણની નિયુકતી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે યુસુફ પઠાણ એક સમયે તોફાની બેટિંગ માટે ક્રિકેટ જગતમાં નામ ગુંજતું હતું. યુસુફ અને તેમના નાનાભાઈ ઇરફાન પઠાણ ટી-20 જીતનાર ભારતીય ટીમના સભ્યો હતા. મહત્વનું છે કે યુસુફ પઠાણ 100 જેટલી રણજીટ્રોફી મેચો રમ્યા હતા. આ ઉપરાંત રાજસ્થાન રોયલ અને કોલકતા નાઇટ રાઇડર્સ ટીમ વતી તેઓ આઇપીએલ સ્પર્ધામાં પણ રમ્યા હતા. બરોડા ક્રિકેટ એસોસીયેશનની બંને સીનીયર ટીમોના મેન્ટોર તરીકે પસંદગી કરવામાં આવી છે. હવેથી બીસીએની રણજી ટ્રોફી ટીમ માટે…

Read More

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને નાઇજીરીયામાં મંકીપોક્સથી પ્રથમ મૃત્યુની પુષ્ટિ કરી છે. મંગળવારે જાહેર કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાના 50 દેશોમાં અત્યાર સુધીમાં મંકીપોક્સના 3413 કેસ જોવા મળ્યા છે. તેમાંથી 41 નાઈજીરીયામાં સંક્રમિત છે. જોકે,ભારત માટે રાહતની વાત છે કે હાલમાં અહીં મંકીપોક્સના દર્દી નથી. ઉત્તર પ્રદેશ-મહારાષ્ટ્ર સહિત લગભગ સાત રાજ્યોમાંથી જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવેલા સેમ્પલમાં કોઈ પોઝિટિવ રિપોર્ટ મળ્યો નથી. WHOના રિપોર્ટ અનુસાર, 17 થી 22 જૂનની વચ્ચે આઠ નવા દેશોમાં 1310 કેસ નોંધાયા છે. ભારતમાં, ગયા મહિને, આરોગ્ય મંત્રાલયે દરેક શંકાસ્પદ નમૂનાના જીનોમ સિક્વન્સિંગનો આદેશ આપ્યો હતો. નમૂનાઓને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV), પુણેની લેબમાં મોકલવા માટે…

Read More

વડોદરાની બજારોમાં દારૂની હેરાફેરી ચાલતી હોવાનો કીસ્સો પ્રકાશમાં આવ્યો છે, શહેરમાં ખુલ્લેઆમ દારૂ લઈને બુટલેગર ફરી રહયા છે અને જો બાતમી હોયતો અથવા ચેકીંગ હોયતોજ દારૂ લઈ જતા પકડાય નહીતો પોલીસની બાજુમાંથી દારૂ લઈને નીકળી જાય પણ પોલીસને ખબર પણ ન પડે તેવી ચોંકાવનારી હકીકતનો ખુલાસો થયો છે. ફતેગંજ વિસ્તારમાં ડીસીપી ક્રાઈમની ગાડી અકોટામાં તરફ જઈ રહી હતી ત્યારે ઇકો ગાડીને અથડાઇ પડતા પોલીસની ગાડી સાથે અકસ્માત કરનારને પોલીસે  ઉભો રાખીને તપાસ કરતા ઇકોમાંથી દેશી દારૂનો જથ્થો નીકળી પડ્યો હતો. પોલીસે ઇકોના માલિકની ધરપકડ કરી દારૂ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. વુમન એલઆરડી તોરલબેન ભુપતભાઈ શી ટીમનાં ઇન્ચાર્જ તરીકે…

Read More

મુંબઈના દરિયાકાંઠેથી 50 નોટીકલ માઈલ દૂર પવન હંસ હેલીકોપ્ટર તૂટી પડવાના અહેવાલો સામે આવી રહયા છે આ દુર્ઘટનામાં ONGCના ત્રણ કર્મચારીઓ સહિત ચારના મોત થઈ ગયા છે. આ હેલીકોપ્ટરમાં બે પાઈલોટ અને અન્ય સાત મુસાફરો સહિત કુલ નવ લોકો સવાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ONGC હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચારના મોત થયા છે અને પાંચને બચાવી લેવામાં આવ્યા છે. ઓઈલ એન્ડ નેચરલ ગેસ કમિશન (ONGC) હેલિકોપ્ટરનું અરબી સમુદ્રમાં ઓઈલ રિગ નજીક ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. દુર્ઘટના બની ત્યારે હેલીકોપ્ટર દરિયા માં પડ્યું હતું એ સમયે બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને બધા જ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. જયારે બચાવ કામગીરી…

Read More

ગુજરાતના દરિયા કિનારે 12.7 એમએમ હેવી મશીનગનથી સજ્જ ALH માર્ક 3 હેલિકોપ્ટર તૈનાત કરાયા છે જે આતંકીઓનો પાણીમાંજ  ખાત્મો કરશે, આ હેલિકોપ્ટર 12.7 એમએમ હેવી મશીનગનથી સજ્જ હોય લાંબા અંતર સુધી ટાર્ગેટ કરી શકે છે. ગુજરાતના દરિયાકાંઠેથી ઘૂસણખોરી કરનારાઓની હવે ખૈર નથી. ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાતમાં આધુનિક ALH માર્ક 3 હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. હેલિકોપ્ટર 12.7 એમએમ હેવી મશીનગનથી સજ્જ છે. આ મશીનગન 1800 મીટરથી વધુના લક્ષ્યોને અસરકારક રીતે ભેદી શકવા સક્ષમ છે. ગુજરાતનો દરિયાકિનારો સુરક્ષાની દૃષ્ટિએ સંવેદનશીલ છે. મુંબઈ હુમલા વખતે પણ ગુજરાતના દરિયાકાંઠેથી આતંકવાદીઓ ઘૂસ્યા હતા. સાથેજ આતંકવાદીઓ વારંવાર ધમકી આપતા હોય સશસ્ત્ર હેલિકોપ્ટર તૈનાત કરીને ગુજરાતના દરિયાકાંઠાની…

Read More