રાજ્યમાં ફૂંકાયેલા મીની વાવાઝોડાને પગલે અનેક વૃક્ષો અને વીજપોલ જમીનદોસ્ત થઈ ગયા છે ત્યારે ફરી હવામાન વિભાગ દ્વારા ભારે પવનો સાથે સમગ્ર રાજય અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી થઈ છે. રાજ્યમાં તા.29મી જૂન થી પાંચમી જુલાઇ સુધી સુસવાટા મારતા ભારે પવન સાથે અતિ ભારે વરસાદ પડવાની આગાહી થઈ છે. સમુદ્રમાં ડિપ્રેસન સર્જાતા પવનની ગતિ વધવાની શક્યતાઓને લઈ દરિયાઇ વિસ્તારમાં ભારે પવનો સાથે વરસાદ પડવાની સંભાવના ને પગલે દરિયાઈ બેલ્ટ વિસ્તારમાં માછીમારોને ન જવા સૂચના આપવામાં આવી છે. અમરેલી જીલ્લાના દરિયાકાંઠા ઉપર તંત્ર નજર રાખી રહ્યુ છે. જાફરાબાદ લાઈટ હાઉસ વિસ્તારમાં 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં 30થી 40…
કવિ: Halima shaikh
કોંગ્રેસ-અધ્યક્ષા સોનિયા ગાંધીના અંગત સચિવ ઉપર એક વિધવાને નોકરી અને લગ્ન કરવાની લાલચ આપી વારંવાર રેપ કર્યાનો આરોપ લાગ્યો છે. દિલ્હીના ઉત્તમનગર પોલીસ સ્ટેશનમાં એક દલિત મહિલાએ સોનિયા ગાંધીના અંગત સચિવ પીપી માધવન વિરુદ્ધ નોકરી અને લગ્નની ખોટી વાત કરીને દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ લગાવતા ભારે ચકચાર મચી છે. દિલ્હીના ઉત્તમ પોલીસ સ્ટેશનમાં થયેલી FIRમાં જણાવાયુ હતું કે મહિલાનો પતિ કોંગ્રેસ કાર્યાલયમાં હોર્ડિંગ લગાડવાનું કામ કરતો હતો. બે વર્ષ પહેલાં તેનું મોત નીપજ્યું હતું. એ બાદ આ વિધવા મહિલાએ નોકરી માટે પીપી માધવનને મળીને વાત કરી હતી દરમિયાન તા. 21 જાન્યુઆરી 2022નાં રોજ માધવને પહેલી વખત મહિલાને પોતાના ઘરે બોલાવી…
ઘણી મહિલાઓને આંટી શબ્દ પસંદ નથી હોતો કારણ કે તેઓ ને કોઈ આંટી કહેતો તે પોતે ઉંમર માં મોટી થઈ ગઈ હોવાનું ફિલ કરે છે તેથી આંટી કહેનાર ને સરખો જવાબ નથી આપતી અથવા કહી દે કે હું હજી આંટી નથી થઈ. ચાઈનામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં એક મહિલાએ પોતાના રેસ્ટોરન્ટમાં આવતા ગ્રાહકોને પોતાને આંટી નહિ કહેવા રીતસરનું બોર્ડ મારી દીધું છે અને બોર્ડ વાંચ્યા પછી પણ જો કોઈ ગ્રાહક તે મહિલાને આંટી કહે તો તેનો ઓર્ડર લેવામાં આવતો નથી. તાઈવાન ન્યૂઝના હવાલેથી ખબર સામે આવી છે કે એક હોટલના માલકીન મહિલા પોતાને ‘આંટી’ કહેવાનો ઇનકાર…
અમેરિકાના ટેક્સાસમાં ટ્રેલરમાંથી 46 લોકોના મૃતદેહ મળતા સનસનાટી મચી ગઇ છે, ટ્રેક્ટર-ટ્રેલરમાંથી 46 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. સેન એન્ટોનિયોના દક્ષિણ-પશ્ચિમમાં મૃતદેહોથી ભરેલું ટ્રેક્ટર-ટ્રેલર મળી આવ્યું છે. સાન એન્ટોનિયોના KSAT ટેલિવિઝનએ અહેવાલ આપ્યો છે. ન્યૂઝ એજન્સી એએફપીએ અમેરિકન મીડિયાને ટાંકીને આ સમાચાર આપ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, મૃતદેહો ધરાવતું વાહન ડાઉનટાઉન સાન એન્ટોનિયોના દક્ષિણ બહારના દૂરના વિસ્તારમાં રેલવે ટ્રેકની નજીકથી મળી આવ્યું હતું. સાન એન્ટોનિયો પોલીસે હજુ સુધી આ અંગે સત્તાવાર નિવેદન આપ્યું નથી. સાન એન્ટોનિયોમાં મેક્સીકન જનરલ કોન્સ્યુલેટે જણાવ્યું હતું કે કોન્સ્યુલ જનરલ રુબેન મિનુટ્ટી ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે.
ટ્વિટરને સરકાર દ્વારા અધિકાર જૂથ ફ્રીડમ હાઉસના સમર્થકો, પત્રકારો, રાજકારણીઓ અને ખેડૂતોના કેટલાક એકાઉન્ટ્સ અને કેટલાક ટ્વીટ્સને બ્લોક કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ માહિતી 26 જૂને ટ્વિટર દ્વારા ફાઈલ કરવામાં આવેલા દસ્તાવેજમાં સામે આવી છે. ‘લ્યુમેન ડેટાબેઝ’ના દસ્તાવેજ અનુસાર, સરકાર તરફથી વિનંતીઓ 5 જાન્યુઆરી, 2021 અને 29 ડિસેમ્બર, 2021 વચ્ચે મોકલવામાં આવી હતી. ટ્વિટર દ્વારા દાખલ કરવામાં આવેલા દસ્તાવેજ અનુસાર, ફ્રીડમ હાઉસ ટ્વીટને સરકાર દ્વારા બ્લોક કરવા માટે કહેવામાં આવ્યું હતું. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયને મોકલવામાં આવેલા ઈ-મેઈલનો કોઈ જવાબ મળ્યો નથી. કોંગ્રેસ અને AAPના સભ્યોના ટ્વીટ્સને બ્લોક કરવા માટે કહેવામાં આવ્યું હતું દસ્તાવેજ અનુસાર, સરકારે ટ્વિટરને ફ્રીડમ હાઉસ…
જોર્ડનના અકાબા બંદર પર એક ટેન્કરમાંથી ઝેરી ગેસ ગળતર થતા 12 લોકોનાં મોત થયા છે અને 251 લોકોને ઝેરી ગેસની અસર થતા તેઓની હાલત ગંભીર છે. સ્થાનિક મીડિયા અનુસાર, સોમવારે મોડી રાત્રે અકાબા પોર્ટ પર એક ટેન્કર ક્લોરિન ગેસ લઈ જઈ રહ્યું હતું. ક્રેનની નજીક પહોંચતા જ તેમાં વિસ્ફોટ થયો હતો. જેમાં 12 લોકોના મોત થયા હતા. ઘટના બાદ લોકોમાં ભારે દોડધામ મચી હતી. કર્મચારીઓની ભૂલને કારણે આ અકસ્માત થયો હોવાનું ખુલ્યુ છે. જ્યારે જહાજમાં સિલિન્ડર લોડ કરવામાં આવી રહ્યું હતું તે વખતે સિલિન્ડર જમીન પર પડતા તેમાં વિસ્ફોટ થયો હતો. ઘટના સમયે આ બંદર પર લગભગ 25 ટન ક્લોરિન…
વડોદરામાં 27 જૂન વિશ્વ એમએસએમઈ દિવસ તરીકે વીસીસીઆઇ દ્વારા ઉજવણી થઈ હતી આ પ્રસંગે ઔદ્યોગિક સંગઠનોએ એકતા બતાવી હતી અને 12 હજાર ઉદ્યોગોકરો એ એક અવાજે વડાપ્રધાનને વચન આપ્યુ હતુ કે અગ્નિવીરોને માન-સન્માન સાથે પોતાના ઉધોગોમાં નોકરી પર રાખશે. આ અંગેનો કમિટમેન્ટ લેટર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને સુપરત કરાયો હતો. વડોદરા ખાતે ઊજાયેલા વિશ્વ એમએસએમઈ દિવસ નિમિત્તે પ્રથમ વખત વડોદરા અને આસપાસના 14 ઔદ્યોગિક સંગઠનોએ નક્કી કર્યું હતું કે દેશના ગૌરવને વધારવા 3 હજાર અગ્નિવીરોની ભરતી કરવામાં આવશે. આ પ્રસંગે સીઆર પાટીલે વડોદરા એમએસએમઈની કામગીરીને બિરદાવી હતી. આ સાથે જ પાટીલના હસ્તે મેક ઇન ઇન્ડિયાથી પ્રભાવિત થઇ દેશમાં પ્રથમ…
જર્મનીમાં આયોજિત G-7 સમિટમાં PM મોદીની હાજરીએ ફરી એકવાર વિશ્વ મંચ પર ભારતનું મહત્વ સાબિત કર્યું છે. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ કહ્યું કે પીએમ મોદીની હાજરી દર્શાવે છે કે દરેક વ્યક્તિ ભારતની હાજરીને મહત્વ આપે છે અને ભારતને ઉકેલ પ્રદાતા તરીકે જુએ છે. તમે આપણા પીએમ સાથે નેતાઓની બોડી લેંગ્વેજ અને સહાનુભૂતિ જોઈ હશે. વિદેશ સચિવે કહ્યું કે પીએમ મોદી મંગળવારે (આજે 28 જૂન) યુએઈ જવા રવાના થશે. તેમણે કહ્યું કે G-7માં પ્રથમ સત્રમાં PM મોદીએ જલવાયું, ઉર્જા અને સ્વાસ્થ્ય પર વાત કરી હતી, જ્યારે બીજા સત્રમાં PMએ ભારતના મહિલા-આગેવાની વિકાસ અભિગમ પર ભાર મૂકતા ખાદ્ય સુરક્ષા અને લિંગ સમાનતાના…
સોમવારે મોડી રાત્રે મુંબઈના કુર્લા ઈસ્ટના નાઈક નગરમાં ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હતી. BMCના જણાવ્યા અનુસાર, કાટમાળ નીચેથી સાત લોકોને બચાવી લેવામાં આવ્યા છે જેમની સ્થિતિ સ્થિર છે, જ્યારે બચાવ કામગીરી ચાલુ હોવાથી 20 થી 25 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. મુંબઈના નાઈક નગરમાં ધરાશાયી થયેલી ચાર માળની ઈમારતમાં ફસાયેલા લોકોમાંથી વધુ એકને જીવતો બચાવી લેવામાં આવ્યો છે. બચાવ કામગીરી ચાલુ છે. NDRFના ડેપ્યુટી કમાન્ડન્ટ આશિષ કુમારનું કહેવું છે કે હજુ પણ કેટલા લોકો ફસાયેલા છે તેની કોઈ પુષ્ટિ થઈ શકી નથી. મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરે મુંબઈમાં બિલ્ડિંગ દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે 5-7…
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી શૈશવ સ્કૂલનો વિવાદ વકર્યો છે અને સ્કૂલમાં બાળકોને થઈ રહેલા ટોર્ચર તેમજ હલકી ગુણવત્તા વાળા ભોજન વગરે મામલે ફરિયાદો ઉઠતા મામલો પોલીસ કમિશનર ઓફિસ સુધી પહોંચ્યો છે અને 19 વિદ્યાર્થીઓના વાલીઓએ સ્કૂલ ફી રિફંડની માંગણી કરી છે. વાલીઓએ તેમના 19 બાળકોની ફી પરત માંગી લિવિંગ સર્ટી માંગ્યા છે. જેમાં નર્સરીના 16, ધોરણ 1, ધોરણ 2ના 1 અને ધોરણ 5ના 1 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. વડોદરાના ગોત્રી-સેવાસી રોડની શૈશવ સ્કૂલમાં નર્સરીમાં ભણતા વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા નખોરિયાં ભરાય છે અને બીમાર પડે કે ઊલટી કરે તો વાલીઓને જાણ કરાતી ન હોવાના વાલીઓએ આક્ષેપો કર્યાં હતા. આ અંગેની…