ભાવનગર જિલ્લાના રોડની દુર્દશાના કારણે વાહનચાલકો ત્રસ્ત બની ગયા છે. ચોમાસામાં મોટા અકસ્માતનું જોખમ ઉભું થયું છે. સિહોર તાલુકાનાં બાયપાસ ટાણા ઉપર રોડ ઉપર મોટા ખાડાઓ પડી ગયા છે. આ રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા હોવા છતાં પણ તંત્ર વાહકો ને કાઈ પડી નથી. રોડ પરથી રોજના મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનો લઈ અવર જવર કરી રહ્યા છે, પરંતુ રોડ પર પડેલા ખાડાના કારણે ખૂબજ મુશ્કેલીઓનો સામનો કરી રહયા છે. અને ખાડાઓમાં પાણી ભરાતા અકસ્માતના બનાવો વધ્યા છે. સિહોર બાયપાસ રોડ પરથી 20 જેટલા ગામોને જોડતો રસ્તો સિહોરથી ટાણા સુધીના રોડ પર હજારો વાહનોની અવરજવર થતી હોય છે.…
કવિ: Halima shaikh
મુંબઈથી બાય રોડ કારમાં કોકેઇન ડ્રગ્સનો જથ્થો લઈ સુરતના રાંદેરમાં ઈસ્માઈલ ગુર્જર નામના ઇસમને ડીલીવરી કરવા આવેલા મુંબઈના દંપતીને સુરત SOGની ટીમે બાતમીના આધારે રવિવારે સવારે સુરત-કડોદરા નિયોલ ચેક પોસ્ટ નજીકથી ઝડપી લીધા હતા. પોલીસે કરેલા ચેકિંગ દરમિયાન મહિલાના પર્સ અને પતિના પેન્ટના ખિસ્સામાંથી 39 ગ્રામ 100 મિ.લી કોકેઇન ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની કિંમત 39.10 લાખ થવા જાય છે. પુછતાછ દરમિયાન આરોપીઓના નામ ઇબ્રાહીમ હુસૈન ઓડીયા (51) અને તેની બીજી પત્ની તન્વીર ઇબ્રાહીમ ઓડીયા (47) (બન્ને રહે, બિસ્મીલ્લા હાઇટ્સ, તૈલી મહોલ્લો,મુંબઈ, મૂળ રહે, જામનગર) હોવાનું ખુલ્યું છે. તેઓપાસેથી 5 મોબાઇલ, 2.12 લાખની રોકડ અને 10 લાખની ફોચ્ર્યુનર ગાડી મળી…
યુપીમાં અખિલેશ યાદવની તેમનાજ ગઢમાં યુપી પેટાચૂંટણીમાં હાર થતા ઓવૈસી બરાબરના બગડ્યા હતા અને ભાજપની જીત સહન કરી શક્યા ન હતા તેઓએ આ અંગે આકરી ટીકા કરી હતી અને ઓવૈસીએ કહ્યું કે અખિલેશ યાદવ ભાજપને કેમ હરાવી શકતા નથી ? તે કેવું કહેવાય ? રવિવારે આઝમગઢ અને રામપુર લોકસભા બેઠકોની પેટાચૂંટણીમાં, ભાજપે આ બંને બેઠકો પર સપાને હરાવ્યું છે. આ બંને બેઠકો પર સપા પ્રમુખ અખિલેશ યાદવ અને તેમના નજીકના નેતા આઝમ ખાનની પ્રતિષ્ઠા દાવ પર લાગી હતી. હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ રવિવારે આ અંગે આકરી પ્રતિક્રિયા આપી હતી. ઓવૈસીએ કહ્યું કે ઉત્તર પ્રદેશ પેટાચૂંટણીના પરિણામો દર્શાવે છે કે સમાજવાદી પાર્ટી…
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે સંજય રાઉત વારંવાર ધમકીઓ ઉપર ઉતરી પડતા હવે સામે પક્ષે પણ રોષ ફેલાયો છે અને હવે આરપાર જોઈ લેવા ઉપર વાત આવી ગઈ છે આ બધા વચ્ચે હવે શિવસેનાએ આરોપ લગાવ્યો છે કે બળવાખોર ધરાસભ્યોનો સોદો થયો છે અને 50 કરોડમાં વેચાયા છે જે ભાજપે ખરીદ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. શિવસેનાએ તેના મુખપત્ર સામના દ્વારા ભારતીય જનતા પાર્ટી પર તેના પર ધારાસભ્યો ખરીદવાનો આરોપ લગાવ્યો છે. શિવસેનાએ સામનામાં લખ્યું, ‘મહારાષ્ટ્રની રાજનીતિમાં ભાજપનો સંપૂર્ણ હાથ છે. ભાજપે બળવાખોર ધારાસભ્યોને 50-50 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. આ પછી કેન્દ્ર સરકારે ધારાસભ્યોને સુરક્ષા આપી છે, આ સાથે શિવસેનાએ…
રાજ્યમાં ઠેરઠેર રોડ તૂટી ગયા છે અને ખાડાઓની ભરમાર છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ એ ખૂદ કબૂલ્યું છે કે તંત્રના રેઢિયાળ વહીવટના કારણે સરકાર બદનામ થઈ રહી છે. અમદાવાદ શહેર પોલીસના એક કાર્યક્રમમાં હાજપ રહેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે સ્ટેજ પર બોલવા ઉભા થયા ત્યારે તેઓએ અમદાવાદ શહેરમાં જાહેર રોડ પર પડેલા મોટા મોટા ખાડા અંગે વાત કરી લોકોને પડી રહેલી મુશ્કેલીઓ તરફ ઈશારો કરી રસ્તામાં મોટા ખાડા હોવાથી મુખ્ય માર્ગ પર ટ્રાફિકની સમસ્યા રહે છે. તેઓએ કહ્યું કે મ્યુનિસિપલ કોર્પોરેશન રોડની સાઇડમાં કરેલા નાના ખાડા પુરી દે છે. પરંતુ મહિનાઓ સુધી રોડ પર પાડેલા મોટા ખાડા પુરતું નથી,…
વડોદરા શહેર અને જિલ્લામાં ફરીથી કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર થયેલા આંકડાઓ મુજબ, વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા 63 કેસ નોંધાયા છે. વડોદરા શહેર અને જિલ્લામાં હાલ એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 269 ઉપર પહોંચી છે, જે પૈકી હોસ્પિટલોમાં 11 દર્દી દાખલ છે જેમાં 2 દર્દી હાલ ઓક્સિજન પર છે. હાલમાં શહેરમાં 252 લોકો હોમ ક્વોરન્ટીન છે. વડોદરામાં દિવાળીપુરા, ગોત્રી, માંજલપુર, ભાયલી, અટલાદરા, અકોટા, છાણી, ગોરવા, રામદેવનગર, સમા, વિશ્વામિત્રી, ઉંડેરા, દંતેશ્વર, દિવાળીપુરા, એકતાનગર, ફતેપુરા, ગાજરાવાડી, ગોકુલનગર, હરણી, કિશનવાડી, માણેજા, મુજમહુડા, સિયાબાગ, તરસાલી, વારસીયા, યમુનામીલ, પાદરા, અંતી, તાજપુરા અને આસોજમાં નવા પોઝિટિવ કેસ આવી રહયા છે. સાથેજ…
રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી વચ્ચે અમદાવાદ, રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ અને અનેક ઝાડ તૂટી પડવાના બનાવો બન્યા છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જ્યારે આજે પણ અરબી સમુદ્ર નાં વિસ્તારોમાં નવું લો પ્રેશર બન્યું છે. જેને કારણે સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠા વિસ્તારોમાં કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. સુરેન્દ્રનગર પાટડી અને ગોરીયાવટમાં મીની વાવાઝોડું ફૂંકાતા અનેક વૃક્ષો, વીજપોલ તૂટી પડવાના બનાવો સાથે કેટલાક મકાનના પતરાઓ ઉડી જવાના બનાવો બન્યા છે,બોટાદના બરવાળા પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ થતાં વીજળી ગુલ થઈ ગઈ હતી,માલપુરના અણીયોર પાસે ઝાડ પડતા એક યુવકનું મોત…
રાજ્યમાં અમદાવાદ અને રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા વૃક્ષો તૂટી પડવાની અને વીજળી ગુલ થઈ જવાના બનાવો બન્યા છે અમદાવાદમાં બોપલ, મેમનગર, નારણપુરા, આશ્રમ રોડ, એસ.જી હાઈવે, થલતેજ, નહેરુનગર, સેટેલાઇટ, વસ્ત્રાપુર, વેજલપુર, પ્રહલાદનગર, ઘાટલોડિયા, પાલડી, એલિસબ્રિજ, રિવરફ્રન્ટ, સરખેજ, સનાથલ, શાંતિપુરા, બાકરોલ, વિસલપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન બાદ વરસાદ પડવાના અહેવાલ છે. બોપલ-ઘુમા, સરખેજ, સનાથલ, બાકરોલ વિસ્તારમાં લાઈટો ગુલ થઈ ગઈ હતી. વરસાદને પગલે ઠેરઠેર પાણી ભરાય ગયા છે. અમદાવાદમાં એક કલાકમાં જોધપુર, સેટેલાઈટ, બોપલ-ઘુમા, ઉસ્માનપુરા, વાડજ અને આશ્રમ રોડ પર એક ઇંચ વરસાદ પડ્યો છે. અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદના પગલે 15થી વધુ વૃક્ષો જમીનદોસ્ત થયા છે. અમદાવાદ…
આમ આદમી પાર્ટીનું ફ્રી વીજળી આંદોલન સમગ્ર ગુજરાતમાં દિવસેને દિવસે એક નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે. આ ફ્રી વીજળી આંદોલન આજે જન આંદોલન બની ગયું છે અને તેની પાછળ સૌથી મોટો હાથ ગુજરાતની જનતા અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ નો છે. ફ્રી વીજળી આંદોલનનો મુખ્ય ઉદ્દેશ લોકોને ફ્રી વીજળી પૂરી પાડવાનો છે. કારણ કે ફ્રી વીજળી એ લોકોનો અધિકાર હોવાનું ગોપાળભાઈ ઇટાલિયા એ જણાવ્યું હતું. આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ એ અમદાવાદના નારણપુરા, ચાંદલોડિયા અને નવાવાડજ, સુરતના ઓલપાડ, વરાછા અને કરંજ, ભાવનગરના જલાલપુર તથા ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, વડોદરા, ભરૂચ અને રાજકોટ સાથે ગુજરાતના અન્ય શહેરોમાં પદયાત્રા, મશાલ…
AIMIMના ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે જાવેદ સૈયદની નિમણૂક થતા સમર્થકોમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી અને શુભેચ્છાઓનો વરસાદ થયો હતો. ઓલ ઇન્ડિયા મજ્લીસ – એ – ઇત્તેહાદુલ મુસ્લીમીન ( AIMIM ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ અસદુદ્દીન ઓવેશીના આદેશથી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબીરભાઇ કાબલીવાલાની મંજુરીથી ઓલ ઇન્ડિયા મજ્લીસ – એ – ઇત્તેહાદુલ મુસ્લીમીન ( AIMIM ) પક્ષના ગુજરાત પ્રદેશ મહામંત્રી પદે જાવેદ મોં. ઈકબાલ સૈયદની નિમણુંક કરવામાં આવી છે . આ તકે તેઓને AIMIM પક્ષમાં નિષ્ઠાવાન અને શિસ્તબધ્ધ સૈનિકના રૂપમાં , પક્ષની નિતી , કાર્યક્રમો , સંગઠન માટે કામ કરવા તેમજ પક્ષની આગેવાની હેઠળ લોક જાગૃતિ માટે સતત લોક…