ગુજરાત સરકારના વન પર્યાવરણ અને રમતગમત વિભાગમાં કેબિનેટ મંત્રી તરીકે રહી ચૂકેલા ભગુભાઈ પટેલનું આજે નિધન થતા તેઓના પરિવાર અને સમર્થકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. PM નરેન્દ્ર મોદીએ ભગુભાઈ પટેલના નિધનને લઇને શોક વ્યકત કર્યો હતો. તેમણે ટ્વીટ કરી શોક વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે, ‘ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ભગુભાઈ પટેલના અવસાનથી દુ:ખ થયું. જનસેવા ક્ષેત્રે તેઓનું પ્રદાન હંમેશાં યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના’. આમ, વડાપ્રધાને શોક વ્યક્ત કરીને પરિવારને સાંત્વના આપી હતી. ઓલપાડના પારડી ઝાંખરી ગામના મૂળ વતની એવા રાજકીય અગ્રણી ભગુભાઈ પટેલનું જનસેવા ક્ષેત્રે તેઓનું મોટું પ્રદાન હતું અને અનેક વિકાસના કામો…
કવિ: Halima shaikh
સુરતમાં ભાજપે ફરી એકવાર આમ આદમી પાર્ટીના નગર સેવકો પર પ્રહારો કરીને તેમના કાળા કૃત્યો દુનિયાની સામે મૂક્યા છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા શિક્ષણ ક્ષેત્રની નબળી વ્યવસ્થા પર સવાલ ઉઠાવવા બદલ ભાજપના ગુંડાઓએ તેમના પર હુમલો કર્યો હોવાનું ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે શનિવારે કોર્પોરેટર જગદીશ કુકડિયા અને ભાવેશ ઇટાલિયા પર ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો હોવાના આક્ષેપ થયા હતા. ભાજપની આ કાયરતા સામે આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા ઝૂક્યો નથી અને ઝૂકશે પણ નહીં. આમ આદમી પાર્ટી શરૂઆતથી જ ભાજપની ગુંડાગીરી સામે લડતી આવી છે અને હંમેશા લડતી રહેશે એમ તેઓએ ઉમેર્યું હતું. દરમિયાન આજે આમ આદમી…
રાજ્યમાં ભારે ચકચાર જગાવનાર તિસ્તા સેતલવાડ અને પૂર્વ IPS શ્રી કુમારને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા હતા અને બંનેને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની ચેમ્બરમાં લઈ જવાયા હતા. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. હાલ તપાસમાં તિસ્તા સહકાર ન આપતી હોવાનો ખુલાસો થયો છે. કોર્ટમાં ક્રાઈમ બ્રાન્ચના એ.સી.પી ડી.પી ચુડાસમા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મુંબઈથી ગુજરાત એટીએસ તિસ્તાની અટકાયત કરી હતી. ત્યારબાદ મોડી રાત્રે તિસ્તાને અમદાવાદ લાવવામાં આવી હતી અને વહેલી સવારે એટીએસે ક્રાઈમ બ્રાન્ચને સોંપતા તેની ધરપકડ કરવામાં આવી હતી. સવારે 6 વાગે તિસ્તા સેતલવાડને ગુજરાત ATSએ ક્રાઈમ બ્રાન્ચને હવાલે કરી હતી. તિસ્તા સેતલવાડને મેડિકલ…
મહારાષ્ટ્રમાં સર્જાયેલા રાજકીય સંકટ વચ્ચે એક તરફ સંજય રાઉત કોઈ પીઠ રાજકીય નેતાની જેમ વાત કરવાને બદલે ધમકી ઉપર ધમકી આપી રહયા છે ત્યારે મોદી સરકારે બળવાખોર શિવસૈનિકોને સુરક્ષા આપી છે. ગૃહ મંત્રાલયે શિવસેનાના 15 બળવાખોર ધારાસભ્યોની સુરક્ષા વધારી દીધી છે. મોદી સરકાર દ્વારા 15 ધારાસભ્યોને ‘Y+’ શ્રેણીની સુરક્ષા આપવામાં આવતા હવે રાજકીય દાવપેચમાં સરકારે સુરક્ષા પ્રદાન કરતા ધમકીઓની કોઈ અસર થશે નહીં. બીજી તરફ બળવાખોર શિવસેના ધારાસભ્યોનું જૂથ કાનૂની જંગમાં પણ રણનીતિ તૈયાર કરી રહ્યું છે. એકનાથ શિંદે જૂથ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના સમર્થનમાં ઊભા રહેલા ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરવા તખ્તો ગોઠવાયો હોવાની વાત પણ સામે આવી છે.…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7 સમિટમાં ભાગ લેવા માટે જર્મની પહોંચી ગયા છે. આ બેઠક જર્મનીની અધ્યક્ષતામાં યોજાઈ રહી છે. જેમાં વિશ્વના સાત શક્તિશાળી દેશોના વડાઓ ભાગ લેશે. PM મોદીનું જર્મનીના મ્યુનિક પહોંચતા જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાવેરિયન બેન્ડની ધૂન વચ્ચે એરપોર્ટ પર તેમનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું. મ્યુનિક એરપોર્ટની બહાર ભારતીય સમુદાયના લોકોએ પણ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું અને ‘મોદી-મોદી’ અને ‘ભારત માતા કી જય’ના નારા લાગ્યા હતા. અહીં પહોંચતા જ પીએમ મોદીએ ટ્વિટ કર્યું, ‘હું સમિટ દરમિયાન વિશ્વના નેતાઓ સાથે લાભદાયી ચર્ચાની રાહ જોઈ રહ્યો છું.’ 26 અને 27 જૂનના રોજ યોજાનારી G-7 સમિટમાં યુક્રેન-રશિયા…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ઈમરજન્સી દરમિયાન લોકોના અધિકારો છીનવાઈ ગયા હતા. લોકશાહીને કચડી નાખવાનો પ્રયાસ થયો હતો. ઈમરજન્સી દરમિયાન લોકોના સંઘર્ષનો સાક્ષી બનવાનું સૌભાગ્ય પણ મને મળ્યું. વડાપ્રધાને કહ્યું કે, આજે જ્યારે દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે ત્યારે આપણે કટોકટીનો ભયાનક સમય ભૂલવો ન જોઈએ. તેમણે કહ્યું કે લોકોના જીવનનો અધિકાર છીનવાઈ ગયો છે. આમ છતાં લોકોનો લોકશાહીમાંથી વિશ્વાસ ઓછો થયો નથી. પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યું, છેલ્લા કેટલાક વર્ષોમાં અંતરિક્ષ ક્ષેત્રમાં ઘણા કામ થયા છે. અગાઉ સ્પેસ સેક્ટરમાં સ્ટાર્ટઅપ્સ વિશે વિચાર્યું પણ નહોતું, પરંતુ…
મહારાષ્ટ્રમાં ગરમાયેલા રાજકીય માહોલ વચ્ચે સમાચાર છે કે ભાજપ હવે સરકાર બનાવવા માટે સક્રિય થઈ ગઈ છે. આ પહેલા ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને બળવાખોર શિવસેના નેતા એકનાથ શિંદે વચ્ચે મુલાકાતના અહેવાલ હતા. હવે એવા અહેવાલ છે કે શનિવારે મોડી રાત્રે આસામના મંત્રી અશોક સિંઘલ પણ શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને મળવા માટે ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલ પહોંચ્યા હતા. આ બધાની વચ્ચે અસલી શિવસેનાને લઈને પણ વિવાદ ઉભો થયો છે. શિંદે જૂથ વતી બાળાસાહેબના નામે અલગ પાર્ટીનો મામલો ચૂંટણી પંચ સુધી પહોંચી શકે છે. શિવસેનાના નેતા સંજય રાઉતે ફરી એકવાર બળવાખોર ધારાસભ્યો પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે,…
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હેલિકોપ્ટર સાથે પક્ષી અથડાયાની ઘટના સામે આવી છે. આજે રવિવારે સવારે સીએમના હેલિકોપ્ટરે વારાણસીની પોલીસ લાઇનથી ઉડાન ભરી હતી, પરંતુ પક્ષી અથડાયા બાદ તેને પોલીસ લાઇનમાં જ લેન્ડ કરવામાં આવ્યું હતું. હેલિકોપ્ટર પોલીસ લાઇનથી સુલતાનપુર માટે ટેકઓફ થયું હતું, પરંતુ પક્ષી સાથે અથડાયા બાદ પોલીસ લાઇનમાં જ તેનું ફરી ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હેલિકોપ્ટરનું ટેકનિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.ઈમરજન્સી લેન્ડિંગ બાદ સીએમ યોગી કારમાં સર્કિટ હાઉસ પહોંચ્યા હતા ત્યારબાદ સર્કિટ હાઉસથી રોડ માર્ગે તેઓ બાબતપુર એરપોર્ટ જવા રવાના થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ માટે વિમાન લખનૌથી વારાણસી માટે રવાના થયું છે. હવે…
વડોદરાની ગોત્રી સ્થિત ‘શૈશવ’ સ્કૂલમાં બાળકો ઉપર અત્યાચાર થઈ રહયાની ફરિયાદો ઉઠી છે અને સ્કૂલનું મેનેજમેન્ટ બોગસ હોવાની બૂમ ઉઠવા પામી છે ત્યારે પગલાં ભરવાની જવાબદારી કોની ?વાલીઓ માં ટેંશન છવાયું ઉંચી ફી ભર્યા બાદ પણ સારા શિક્ષણની કોઈ ગેરંટી નથી અને બાળકોને શિક્ષણને બદલે માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાના ચોંકાવનારા અહેવાલો વડોદરાની ગોત્રી-સેવાસી રોડ સ્થિત શૈશવ સ્કૂલ ઉપર લાગતા ભારે હંગામો મચી ગયો છે. આ શાળાની નર્સરીમાં વિદ્યાર્થીઓને અપાતા શિક્ષણ, ભોજન બાબતે વાલીઓએ હોબાળો મચાવતા હવે શાળાની પોલ ખુલ્લી પડી છે, શાળાનું મેનેજમેન્ટે નક્કર જવાબ નથી આપી રહયા નું પણ સામે આવ્યું છે. શિક્ષકો માસૂમ બાળકો ઉપર નખોરિયાં…
ભારત જેવા દેશોમાં છેલ્લા ઘણાજ સમયથી બળાત્કાર અને ગેંગરેપ જેવી ઘટનાઓ વધી ગઈ છે એટલુંજ નહિ પણ પતિ-પત્ની સિવાય બાહ્ય સેક્સના કિસ્સા વધતા કેટલાય સબંધો બગડી રહયા છે, સેક્સનો અતિરિક અને લીવ ઇન રિલેશનશિપનું દુષણ વધતા સબંધોની હત્યા થઈ રહી છે મહિલાઓ અને કિશોરીઓ નું જીવન નર્ક જેવું બની રહ્યું છે ભારતની સંકૃતિ વિરુદ્ધ વાતાવરણ છે,શાળા,કોલેજ,ટ્યુશન બધેજ સેક્સનું દુષણ વધ્યુ છે જેની સામે કોઈ કડક કાયદા નહિ હોવાથી ગંદકી વધી ગઈ છે તો બીજી તરફ કતાર જેવા દેશોમાં આ બધું ચાલતું નથી પરિણામે ત્યાં પત્ની સિવાય જો બીજે કઈક સેક્સ કરતા પકડાય તો 7 વર્ષ જેલમાં જવું પડે છે અને…