આપણે જેને લોકમાતાનું ઉપનામ આપ્યું છે તે પર્યાવરણ અને સમસ્ત જીવ માટે અત્યંત ઉપયોગી એવી નદીઓ ઉપર જોખમ ઉભું થયું છે. વિશ્વની અડધાથી વધુ નદીઓ દવાઓના કારણે દૂષિત થઈ ગઈ છે. નદીઓમાં દવાઓના કારણે વધતું પ્રદૂષણ ભયાનક છે, કારણ કે આ પ્રદૂષણ કરોડો લોકોના જીવનને આડકતરી રીતે અસર કરી શકે છે. યુકેની યુનિવર્સિટી ઓફ યોર્કના ટોચના અલેજાન્દ્રા બુજાસ-મોનરોયની આગેવાની હેઠળના અભ્યાસમાં, સંશોધકોએ 104 દેશોમાંથી 1,052 નમૂનાઓનું વિશ્લેષણ કર્યું જેમાં 23 અલગ-અલગ દવાઓના ખતરનાક સંયોજનો મળી આવ્યા હતા. ‘એન્વાયરમેન્ટલ ટોક્સિકોલોજી એન્ડ કેમિકલ’ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ અનુસાર, આ નદીઓના 43.5 ટકા પાણી દવાઓના કારણે દૂષિત થયા છે. યુકેની યુનિવર્સિટી ઓફ યોર્કના…
કવિ: Halima shaikh
ઉત્તર પ્રદેશની રામપુર, આઝમગઢ અને પંજાબની સંગરુર લોકસભા બેઠકો અને સાત વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી આજે રવિવારે થશે. જેમાં દિલ્હીની રાજીન્દર નગર સીટનો પણ સમાવેશ થાય છે. ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાના ભાવિનો નિર્ણય થશે. આ બેઠકો માટે 23 જૂને મતદાન થયું હતું. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ ઈવીએમ ખોલવામાં આવશે. રામપુરમાં લોકસભા પેટાચૂંટણી બાદ વહીવટી કર્મચારીઓએ મતગણતરી માટેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. વિધાનસભા મુજબ 16-16 ટેબલ લગાવવામાં આવ્યા છે. મત ગણતરી 33 રાઉન્ડમાં પૂર્ણ થશે. જે બાદ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. આ દરમિયાન બજાર સમિતિમાં…
સુરતમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે અને નવા 74 કેસ નોંધાયા છે જ્યારે રાજ્યમાં વીતેલા 24 કલાકમાં કુલ 419 કેસ નોંધાયા છે. સુરત શહેરમાં કોરોનામાં 59 કેસ અને જીલ્લામાં 15 મળી કુલ 74 નવા દર્દીઓ નોંધાયા છે. જેમાં સૌથી વધુ લિંબાયતમાં 14, કતારગામમાં 9, રાંદેરમાં 9,વરાછા એમાં 6, અઠવામાં 7, સેન્ટ્રલમાં 7, વરાછા બીમાં 6, ઉધના એ ઝોનમાંં 1 દર્દીઓ નોંધાયા છે. હાલ શહેરમાં કોરોનાના કુલ 291 એકટીવ કેસ પૈકી સાત દર્દી હાલ હોસ્પિટલમાં દાખલ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 419 કેસ નોંધાયા છે. જ્યારે 218 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.92 ટકા થયો…
ટીમ ઇન્ડિયાના સુકાની રોહિત શર્માને કોરોનાગ્રસ્ત થતા ભારતની મુશ્કેલી વધી છે,બીસીસીઆઈ (BCCI) એ પોતે ટ્વીટ કરીને તેની માહિતી શેર કરી છે. લેસ્ટરશાયર સામે રમાઈ રહેલી પ્રેક્ટિસ મેચ દરમિયાન થયો હતો કોરોના ટેસ્ટ, રોહિત શર્માનો પોઝિટિવ આવ્યો છે. ભારતીય સુકાનીનો આ ટેસ્ટ શનિવારે કરવામાં આવ્યો હતો. રોહિત શર્માએ લેસ્ટરશાયર સામેની પ્રેક્ટિસ મેચની પ્રથમ ઇનિંગમાં પણ બેટિંગ કરી હતી. પ્રેક્ટિસ મેચના ત્રીજા દિવસે તેને કોરોના સંક્રમણ લાગતા હાલમાં તે ટીમની હોટલમાં આઈસોલેશનમાં છે. BCCI ની મેડિકલ ટીમ સતત ભારતીય સુકાની પર નજર રાખી રહી છે.” મહત્વનું છે કે ટીમ ઈન્ડિયા 16 જૂનના રોજ ઈંગ્લેન્ડ માટે રવાના થઈ હતી, ત્યારે ટીમ ઈન્ડિયાના સ્ટાર…
ઉત્તરાખંડના રૂરકીમાં શુક્રવારે મોડી રાત્રે અજાણી કારમાં લિફ્ટ લેનાર મહિલા અને તેની છ વર્ષની પુત્રી પર કારમાં સવાર લોકોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. દુષ્કર્મ આચર્યા બાદ આરોપીઓ માતા-પુત્રીને ગંગાનહરના કિનારે ફેંકીને ફરાર થઇ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં મહિલા તેની પુત્રી સાથે માંડ પોલીસ પાસે પહોંચી હતી અને ઘટનાની જાણકારી આપતા પોલીસે યુવતીને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી. સાથે જ ગેંગરેપ કરનારા કાર સવારોની શોધખોળ હાથ ધરી હતી અને નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરા પણ ચેક કરી તપાસ શરૂ કરી છે. કાલિયાર વિસ્તારની રહેવાસી એક મહિલા શુક્રવારે મોડી રાત્રે તેની છ વર્ષની પુત્રી સાથે કોઈ કામ માટે રૂરકી આવી હતી.…
મહારાષ્ટ્રમાં સર્જાયેલા રાજકીય સંકટ વચ્ચે બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ ગઈકાલે રાત્રે ઈન્દોર થઈને વડોદરા આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને એકનાથ શિંદે પણ ગુવાહાટી થી વડોદરા પહોંચ્યા હતા દરમિયાન અમિત શાહ પણ આજ સમયે વડોદરામાં હોવાની વાતને લઈ ભારે ચર્ચા રહી છે જોકે,આ વાતને સત્તાવાર સમર્થન મળી શક્યું નથી. વડોદરા માં ગઈ રાતે મહારાષ્ટ્રના ભાજપના નેતા ફડણવીસ અને એકનાથ શિંદે વચ્ચે મહત્વની બેઠક પણ થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો દાવો પણ કરી શકે છે. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ગઈકાલે રાત્રે…
સુરતના ધારાસભ્ય કાનાણીને રજુઆત માટે પહોંચેલા આપ અને ભાજપના કાર્યકરો સામ સામે આવી જતાં ભારે બઘડાતી બોલી હતી. પરિણામે પોલીસને ઘટના સ્થળે દોડી ગઈ હતી,ભાજપના કાર્યકરોએ આપના કાર્યકરોને માર મારીને કારના કાચ પણ તોડી નાખ્યા હોવાના આક્ષેપ લાગ્યા હતા. કાપોદ્રા વિસ્તારમાં મમતા પાર્ક પાસેની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં આજે ધારાસભ્ય કુમાર કાનાણી હાજર રહેવાના હોવાની જાણ થતાની કોર્પોરેટરોએ શાળાની બાજુમાં દારૂના અડ્ડા અને મટનની દુકાનોના ન્યુસન્સ અંગે રજૂઆત કરવા જતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર શાળામાં પહોંચે તે પહેલા જ બબાલ શરૂ થઈ ગઈ હતી. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ધક્કે ચઢાવવામાં આવ્યા હતા. વોર્ડ નંબર 4ના કોર્પોરેટરોને શાળામાંથી બહાર કાઢવાનો…
ફરીએકવાર 2002માં ગુજરાતમાં થયેલા રમખાણોનો મામલો સપાટી ઉપર આવ્યો છે, સુપ્રીમ કોર્ટ દ્વારા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આપેલી ક્લીનચીટ બાદ હવે કાયદાના દુરપયોગ કરવા સામે તપાસના ચક્રો ગતિમાન થયા છે. સુપ્રીમ કોર્ટે જાકીયા ઝાફરીની અરજી ફગાવી દઇ કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરનાર સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપતા ગુજરાત એટીએસએ મુંબઈ પહોંચી તિસ્તા સેતલવાડની અટકાયત કરી સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવ્યા બાદ અમદાવાદ આવવા રવાના થયા હોવાના અહેવાલ છે. બીજી તરફ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ ફરિયાદ નોંધી ગુજરાતના પૂર્વ ડીજીપી આર બી શ્રીકુમારને ક્રાઈમ બ્રાન્ચ બોલાવ્યા હતા અને પ્રાથમિક પુછપરછ પછી તેમની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલી ફરિયાદમાં સંજીવ ભટ્ટ, આર…
સુરતમાં તક્ષશિલા કાંડ સર્જાયા બાદ રાજ્યભરમાં ભારે હોબાળો મચી ગયો હતો ત્યારથી તકેદારીના પગલાં ભરવામાં આવી રહયા છે તેવે સમયે આવીજ એક ઘટના વડોદરા શહેરના સુસેન સર્કલ પાસે આવેલી ફિનિક્સ સ્કૂલમા બનતા વિદ્યાર્થીઓના જીવ અઘ્ધર થઈ ગયા હતા પરંતુ સ્થળ ઉપર તરતજ ધસી ગયેલા ફાયર બ્રિગેડ ના 7 ફાઈટરો અને લાશ્કરો તેમજ પોલીસ જવાનોએ ક્લાસ રૂમમાં ફસાયેલા 450થી વધુ વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ કરી સલામતરીતે બહાર કાઢ્યા હોવાની ઘટના બાદ લોકો ફાયર બ્રિગેડના લાશ્કરો અને પોલીસ જવાનોની કામગીરી બિરદાવી રહયા છે. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં સુસેન સર્કલ નજીક આવેલી ફિનિક્સ સ્કૂલના ત્રીજા માળે એમ.સી.બી.માં સવારના અરસામાં આગ લાગવાની ઘટના બની હતી. બાળકો…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જર્મનીમાં યોજાનારી બે દિવસીય G-7 સમિટમાં ભાગ લેવા માટે આજે રાત્રે રવાના થશે. તે સમિટમાં ભાગ લેનારા દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો અને ચર્ચાઓ પણ કરશે. આ સિવાય તેઓ એક કોમ્યુનિટી પ્રોગ્રામમાં ભારતીય સમુદાયના લોકો સાથે પણ વાતચીત કરશે. 26 અને 27 જૂનના રોજ યોજાનારી આ સમિટમાં યુક્રેન-રશિયા યુદ્ધ, ઈન્ડો-પેસિફિકની સ્થિતિ, ખાદ્ય અને ઉર્જા સુરક્ષા, આબોહવા સહિતના મહત્વપૂર્ણ વૈશ્વિક પડકારો પર ચર્ચા કરવામાં આવશે. G-7 જૂથ વિશ્વના સાત સૌથી ધનિક દેશોનું જૂથ છે, જેનું નેતૃત્વ હાલમાં જર્મની કરે છે. આ જૂથમાં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સ સામેલ છે. આર્જેન્ટિના, ઈન્ડોનેશિયા, સેનેગલ, દક્ષિણ આફ્રિકા…