વડોદરાના પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટ્રસના મકાનો બનાવવા હલકું મરટીયલ વાપરી સમય કરતા વહેલા જર્જરિત થવા છતાં રિપેરિંગ નહીં કરનાર કોન્ટ્રાક્ટર મેસર્સ કે.આર. મકવાણા અને તેના પેઢી સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાતા જવાબદારો દોડતા થઈ ગયા છે. ફરિયાદમાં જણાવાયા મુજબ મેસર્સ કે.આર.મકવાણા (રહે. મિસ્ત્રી સોસાયટી પાછળ, ભાલેજ રોડ, આણંદ) એ ગત 15 સપ્ટેમ્બર 1999ના રોજ ગુજરાત રાજ્ય પોલીસ આવસ નિગમ લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટરના હુકમ મુજબ વડોદરા પ્રતાનગર પોલીસ હેડ ક્વાર્ટસ ખાતે પોલીસ સ્ટાફ ક્વાટર્સ બ્લોક નંબર B/14થી B/19, કક્ષા B-96 મકાનોનું બાંધકામ 21 માસની મુદતમાં પૂર્ણ કરી નિયમો મુજબ આપવાનું નક્કી થતા મેસર્સ કે.આર.મકવાણાએ 16-12-2000ના રોજ સંપૂર્ણ કામના કુલ…
કવિ: Halima shaikh
યુએસ સુપ્રીમ કોર્ટે ન્યુયોર્કના બંદૂકના અધિકારોને પ્રતિબંધિત કરતા કાયદાને ફગાવી દીધો હતો. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે અમેરિકનોને જાહેરમાં બંદૂક રાખવાનો મૂળભૂત અધિકાર છે અને આ અધિકારને મર્યાદિત કરવાથી બંધારણના 14મા સુધારાનું ઉલ્લંઘન થાય છે. તે જ સમયે, આ નિર્ણય પછી, જો બિડેને કોર્ટના નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી છે. પ્રમુખ જો બિડેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ ન્યુયોર્ક સ્ટેટ રાઈફલ એન્ડ પિસ્તોલ એસોસિએશન વિ. બ્રુએનમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ખૂબ જ નિરાશ થયા છે. નિવેદનમાં, જો બિડેને રાજ્યોને કહેવાતા કોમનસેન્સ બંદૂક કાયદાનો અમલ કરવા વિનંતી પણ કરી. અદાલતના ન્યાયાધીશો દ્વારા ચુકાદો આખરે વધુ લોકોને કાયદેસર રીતે મુખ્ય યુએસ શહેરોની…
વડોદરાનાજયરત્ન ચાર રસ્તા નજીક ડ્રેનેજની કામગીરી દરમિયાન ગેસ લાઈનમાં ભંગાણ પડતા ગેસ પુરવઠો ખોરવાતાં બરાબર જમવાના ટાઈમેજ ગેસના ચૂલા બંધ થઈ જતા લોકોએ બહારથી ફૂડ પાર્સલ મંગાવવા પડ્યા હતા અને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. વિગતો મુજબ શહેરના જયરત્ન ચાર રસ્તા નજીક પાલિકાના ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા ચાલી રહેલી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી દરમિયાન ગત સાંજે 7.30 વાગ્યાના અરસામાં અહીથી પસાર થતી ગેસની 160 એમએમની મુખ્ય લાઇનમાં ભંગાણ પડતા ભારે અફરા તફરી મચી હતી. ઘટનાની જાણ પાલિકાની ગેસ વિભાગની ટીમને થતા ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને મુખ્ય લાઇનનો ગેસ પુરવઠો બંધ કરતા જયરત્ન ચાર રસ્તા સહિતના 5 હજાર…
CBSE દ્વારા નિર્ધારિત ફોર્મેટ અનુસાર, પ્રકરણ ચારમાં જાતિ, ધર્મ અને લિંગના સંદર્ભમાં ઉદાહરણ તરીકે આપવામાં આવેલી ફૈઝ અહેમદ ફૈઝની કવિતાને દસમા ધોરણના પોલિટિકલ સાયન્સના પુસ્તકમાંથી હટાવી દેવામાં આવી છે. વિશ્વના ઇતિહાસના કેટલાક વિષયો નામના ધોરણ XI ના પુસ્તકમાંથી “સેન્ટ્રલ ઇસ્લામિક લેન્ડ” પ્રકરણની બાદબાકી કરવામાં આવી છે. આ પ્રકરણમાં વિદ્યાર્થીઓને ઇસ્લામનો ઉદય અને વિકાસ, સાતમીથી બારમી સદી સુધી ઇસ્લામનો ફેલાવો વિશે માહિતી આપવામાં આવી હતી. એ જ રીતે, વર્ગ XII ના ભારતીય ઇતિહાસ ભાગ II ના નવમા પ્રકરણમાંથી મુઘલ સામ્રાજ્ય દૂર કરવામાં આવ્યું છે. આ પ્રકરણમાં વિદ્યાર્થીઓને મુઘલોનો ઈતિહાસ, મુઘલ સ્થાપના, મુગલ દરબાર, અકબરનામા, બાબરનામા વિશે શીખવવામાં આવ્યું હતું. બોર્ડના આ…
રાજકારણમાં કોઇ કોઈનું નથી અહીં ‘જીસકે પક્ષમે લડડુ ઉસકે પક્ષમેં હમ’ જેવો ઘાટ છે આવુજ કઈક મહારાષ્ટ્રમાં બન્યું છે હાલ મહારાષ્ટ્રમાં એક્નાથ શિંદેનો સિક્કો ચાલે છે અને તેવે સમયે ઉદ્ધવને તેના ખાસ માણસોજ બાય બાય કરી રહયા છે. મહારાષ્ટ્રમાં સર્જાયેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેનામાંથી બળવો કરનાર એકનાથ શિંદે ને મનાવવા ઉદ્ધવ ઠાકરેના દૂત બનીને સુરત આવેલા સંજય રાઠોડ અને રવિન્દ્ર ફાટકે પણ મોકો જોઈ હવે ઉદ્ધવનો સાથ છોડ્યો છે અને તે બંને નેતાઓ હવે એકનાથ શિંદે સાથે જોડાઈ ગયા છે. સંજય રાઠોડ અને રવિન્દ્ર ફાટક પણ ગુવાહાટી જવા રવાના થયા છે જેઓ હવે એકનાથ શિંદેની પડખે થઈ ગયા છે.હોટેલ લા…
વડોદરામાં છેલ્લા બેદિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ગતરોજ સાંજે છ વાગ્યાના અરસામાં શહેરમાં ભારે વંટોળ સાથે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો હતો તે દરમ્યાન અજબડી મીલ રોડ ઉપરથી એકટીવા ઉપર પસાર થઈ રહેલા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અમરસિંહ ગોરધનભાઈ રાજપૂત ઉપર કડાકા ભેર અચાનક ઝાડ તૂટી પડતાં તેઓને માથામાં ગંભીર ઇજા થતા તેઓનું ઘટનાસ્થળ પર જ કરૂણ મોત થતા ગમગીની પ્રસરી ગઈ છે. ઝાડ એકટીવા ઉપર પડતાની સાથે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. પરંતુ ઝાડનું થડ વજનદાર હોવાના કારણે સ્થાનિક લોકો ઉઠાવી શકે તેમ ન હોવાથી આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી.…
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ દેશના સૌથી મોટા બેંક કૌભાંડ પર બોલતા કહ્યું કે, જ્યારથી ભાજપ સરકાર સત્તામાં આવી છે ત્યારથી બેંક કૌભાંડ થવુ સામાન્ય બાબત બની ગઈ છે. ભૂતકાળમાં પણ ઘણા લોકોએ બેંકોમાંથી હજારો કરોડ રૂપિયા લૂંટ્યા હતા અને આ ચલણ હજુ પણ ચાલુ છે. DHFL કંપનીના પ્રમોટરોએ 17 બેંકોમાં 34615 કરોડનું કૌભાંડ આચર્યું છે. જ્યારથી ભાજપ સરકાર સત્તામાં છે ત્યારથી એક પછી એક બેંક કૌભાંડો થઈ રહ્યા છે અને તેના કારણે પ્રામાણિક જનતાના પૈસા અસુરક્ષિત બન્યા છે. 2010 થી 2018 સુધીમાં કુલ રૂ. 42,871 કરોડની લોન આપવામાં આવી હતી અને DHFLના પ્રમોટર્સે તે નાણાંનો…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી ખાતે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના નવા કેમ્પસ, ‘વન્યજ ભવન’ અને નિર્યત પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ પણ હાજર હતા. આ દરમિયાન પીએમ મોદીએ પોતાનું સંબોધન પણ આપ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે આ બંને પ્રોજેક્ટનું લક્ષ્ય સરકારી કામમાં ઝડપ લાવવાનું છે. તેમણે કહ્યું કે સરકારની યોજનાઓ વર્ષો સુધી વિલંબિત ન થવી જોઈએ, તે સમયસર પૂર્ણ થાય છે, સરકારની યોજનાઓ તેમના લક્ષ્ય સુધી પહોંચે છે, તો જ દેશના કરદાતાનું સન્માન થાય છે. હવે અમારી પાસે પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનના રૂપમાં એક આધુનિક પ્લેટફોર્મ પણ છે. પીએમ મોદીએ કહ્યું…
મહારાષ્ટ્રમાં અત્યારસુધી ઉદ્ધવ ઠાકરે એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનથી મુખ્યમંત્રી બન્યા અને હવે જ્યારે શિવસેના સાથે થયેલી સમજુતી મુજબ હવે મુખ્યમંત્રી થવાનો વારો એનસીપીનો હતો ત્યારેજ શિવસેનામાં બળવો થયો અને મોટાભાગના ધારાસભ્યોઓ ભાજપનું સમર્થન ઇચ્છી જુદા થયા તે બધો ઘટનાક્રમ કોંગ્રસી અને એનસીપી નેતાઓ હવે શંકાની દ્રષ્ટિએ જોઈ રહ્યા છે અને પોતાની સાથે રાજરમત રમવામાં આવી રહી હોવાનું અને દગો થયો હોવાનું માની રહયા છે. ઉદ્ધવ અને ભાજપની યોજના પ્રમાણે બળવાનું નાટક કરી કોંગ્રેસ અને એનસીપીને સત્તાથી વિમુખ કરવામાં આવી હોવા અંગે થોડી થોડી ચણભણ ઉઠી છે. આમ પહેલા પોતે વારો લઈ લીધો અને હવે જ્યારે પોતાનો સીએમ બનવાનો વારો આવ્યો…
વલસાડ પંથકમાં મોટી દાંતી અને નવસારીના દરિયા કિનારે મોટાપાયે રેતી ખનન કરી રહેલા ખનીજ માફિયાઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરવામાં આવતા માફિયાઓ ફફડી ઉઠ્યા હતા તંત્ર દ્વારા વલસાડ તાલુકાના મોટી દાંતી દરિયા કિનારે ખનીજ ચોરી કરવામાં આવી રહી હોવાની ઉઠેલી ફરિયાદ બાદ ડુંગરી પોલીસે વાઘલધરા અને છરવાડા વિસ્તારમાં રેતી ભરેલી ટ્રક ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરતા રેતી માફિયાઓ ફફડી ઉઠ્યા છે. વાઘલધરા અને છરવાડા ખાતે કરવામાં આવેલા ચેકીંગમાં 29 જેટલા ટ્રક સામે મોટર વહિકલ એક્ટ હેઠળ ડુંગરી પોલીસે કાર્યવાહી કરી હતી. જોકે,ખાણ ખનીજ વિભાગ અસ્તિત્વમાં હોવાછતાં રેતી માફિયાઓ ગાંઠતા નહિ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે મહત્વનું છે કે સ્થાનિક લોકોની…