કવિ: Halima shaikh

મહારાષ્ટ્રમાં બદલાયેલા રાજકીય સંકટ વચ્ચે મળી રહેલા અહેવાલો મુજબ એકનાથ શિંદે પાસે હાલમાં કુલ 45 ધારાસભ્યનું સમર્થન છે, જેમાં સાત અપક્ષ ધારાસભ્યનો પણ સમાવેશ થાય છે, મહારાષ્ટ્રમાં આગામી તા 3 જુલાઈના રોજ નવી સરકાર બની શકે તેવું જાણકારોનું કહેવું છે. મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડનવીસ અથવા ભાજપના કોઈ અન્ય નવા મુખ્યમંત્રી બની શકે અને એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લે તેવી વાતો ચાલી રહી છે. હાલની વર્તમાન સ્થિતિમાં શિવસેનાના 55માંથી 38 ધારાસભ્ય એકનાથ શિંદે સાથે છે જ્યારે ઉદ્ધવ ઠાકરે સાથે હવે ફક્ત 17 ધારાસભ્ય રહ્યા છે, જેના કારણે ગમે તે ઘડીએ ઉદ્ધવ રાજીનામુ આપે તેવી શકયતા છે, જ્યારે એકનાથ શિંદે અને…

Read More

સૌરાષ્ટ્રમાં અમરેલી અને ખાંભા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડતા ખાંભાની ધાતરવડી નદીમાં પૂર આવ્યા છે. અમરેલી શહેર ઉપરાંત સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં શેત્રુંજી નંદી બેકાંઠે વહી રહી છે. ખાંભાના નાનુડી, ભાવરડી, તાતણીયા, ખડાધાર, બોરાળા, ઉમરીયા, ભાડ, વાકીયા આસપાસના ગામમાં મેઘરાજાનું આગમન થતા ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે. સાવરકુંડલા શહેરમાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડતાં જેસર રોડ રિદ્ધિસિદ્ધિ ચોક, મહુવા રોડ અને હાથસણી રોડ સહિતના વિવિધ વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ ઉભી થઇ છે. નાવલી નદી પણ બે કાંઠે થઇ હતી બાદ માં પાણી ઓસર્યા હતા જો હવે વધુ વરસાદ પડશે તો ફરી અહીં પુર આવે…

Read More

પંજાબના દિવંગત ગાયક સિદ્ધુ મૂઝવાલાનું નવું ગીત ગુરુવારે સાંજે 6 વાગ્યે રિલીઝ થશે. સિદ્ધુના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ જાણકારી આપવામાં આવી છે. જેનો વિવાદ હતો તે આ મૂઝવાલાનું નવું ગીત SYL મુદ્દા પર આધારિત છે. તે તેની યુટ્યુબ ચેનલ પર રિલીઝ થશે. મુસેવાલાની 29 મેના રોજ હત્યા કરવામાં આવી હતી. સિદ્ધુનું નામ પંજાબના શ્રેષ્ઠ ગાયકોમાંથી એક હતું. જો કે તેના ગીતો પર વિવાદ થતો હતો, પરંતુ તેના ગીતો ચાહકોને પસંદ આવ્યા હતા. 29 મેના રોજ ગોળી મારીને તેની હત્યા કરવામાં આવી હતી. લોરેન્સ બિશ્નોઈ ગેંગે તેમના મૃત્યુની જવાબદારી લીધી હતી. તેમના મૃત્યુથી તેમના ચાહકોને આઘાત લાગ્યો હતો. સિદ્ધુ મુસેવાલાનું…

Read More

કાનપુરના નવા રોડ ઉપર થયેલા તોફાનોનું કનેક્શન પાકિસ્તાનમાં ખુલ્યું છે અહીં બેઠેલા આકાઓના જે ફોન નંબર પર સતત કોલ આવતા હતા તે નંબર હિસ્ટ્રીશીટર અતીક ખીચડીનો હોવાનું ખુલ્યુ છે. હાલ અતીક ફરાર છે. બાબા બિરયાનીના માલિક મુખ્તાર બાબાની સાથેનું કનેક્શન પણ SIT તપાસ કરી રહી છે. SITની તપાસમાં અત્યાર સુધી બે મુદ્દા સામે આવ્યા છે. પ્રથમ, નૂપુર શર્માની ટિપ્પણી પર ભારતને વિશ્વ મંચ પર બદનામ કરવા રમખાણનું ષડયંત્ર અને બીજું હિંસા પાછળનું સ્થાનિક કારણ હિંદુ વસાહત ચંદેશ્વર હટાનું સ્થળાંતર. કેટલાક બિલ્ડરો તેના પર નજર રાખી રહ્યા છે, પરંતુ 19 દિવસ બાદ નવા તથ્યોએ પોલીસ તપાસની દિશા બદલી છે. ઉપદ્રવ બાદ…

Read More

આજકાલ ‘ગે’ લોકોનું જૂથ સક્રિય છે અને તેઓ બંને પુરુષ હોવાછતાં સજાતીય નિકટતા એટલી બધી વધે છે કે તેઓ એકબીજા વગર રહી શકતા નથી પોતાના ગે મિત્રને ખુશ કરવા ‘આઈ લવ યુ’ કહે છે ત્યારે ગે મિત્ર ઉછળી પડે છે અને નખરા કરવા લાગે છે આવા કિસ્સાતો અનેક જોયા હશે પણ પોલીસ ખાતામાં પણ ઉંમરના ખાસ્સા તફાવત ધરાવતા બે ‘ગે’ મિત્રોની કહાનીએ ભારે ચકચાર જગાવી છે. એક યુવાન ગે મિત્રએ પોતાના મોટી ઉંમરના ગે પાત્રને દગો દીધો છે અને અંગત પળો ના વિડીયો-ફોટો વાયરલ કરવાની ધમકી આપી રૂ.અઢી લાખ પડાવ્યા બાદ હવે બીજા રૂ.5 લાખ અને મોટરકાર ની માંગ કરતા…

Read More

છેલ્લા 24 કલાકમાં દેશમાં 13,313 નવા દર્દીઓ મળી આવ્યા છે. આ દરમિયાન 38 દર્દીઓના મોત થયા હતા. સક્રિય કેસ 83,990 છે. ગુરુવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા ડેટા અનુસાર, દેશમાં દૈનિક ચેપ દર હાલમાં 2.03 ટકા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે ​​કેસોની વધતી સંખ્યાને લઈને નિષ્ણાતોની કોર ટીમ સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવી છે. ગઈકાલ કરતાં આજે વધુ નવા કેસ મળી આવ્યા છે. બુધવારની સરખામણીમાં મૃત્યુઆંક પણ બમણો વધી ગયો છે. બુધવારે 13 લોકોના મોત થયા હતા, જ્યારે ગુરુવારે સવારે અપડેટ થયેલા ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં 38 લોકોના મોત થયા છે.…

Read More

સુરતનારાંદેર પોલીસ સ્ટેશનના ASI સતીષ પટેલ રૂ.2000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા છે. ASI સતિષભાઈ ને રૂ 54 હજારનો માસિક સરકારી પગાર મળતો હોવા છતાં તેઓ 2 હજારની લાંચમાં એસીબીના છટકામાં આબાદ ઝીલાઈ ગયા છે. કાપડના વેપારીને ધરપકડ વોરંટમાં હેરાન ન કરવા માટે ASI સતીષે રૂ.2 હજારની લાંચની માંગણી કરી હોવાની વાત સામે આવી છે. વિગતો મુજબ રાંદેર વિસ્તારમાં રહેતા કાપડના વેપારીનો કોર્ટમાંથી ધરપકડ વોરંટ ઇશ્યુ થયો હતો. આથી રાંદેર પોલીસના ASI સતીશ ડાહ્યા પટેલ(52)(રહે, ભગુનગર, મોરાભાગળ, રાંદેર, મૂળ રહે, બરબોધનગામ, ઓલપાડ) વેપારીના ઘરે ધરપકડ વોરંટની બજાવણી કરવા ગયા હતા જ્યાં વેપારીને હેરાન ન કરવા અને ધરપકડ વોરંટની બજાવણી…

Read More

મહારાષ્ટ્રમાં જબરદસ્ત રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેનાએ ભાજપ અને તેના જ બળવાખોર ધારાસભ્યો પર નિશાન સાધ્યું છે. શિવસેનાએ પોતાના મુખપત્ર ‘સામના’ના તંત્રીલેખમાં વર્તમાન રાજકીય વાવાઝોડાને સ્વપ્ન જેવું ગણાવી પાર્ટીએ પોતાના બળવાખોરોને ચેતવણી આપી છે કે તેઓ સમયસર ચેતી જાય અન્યથા તેમને કચરામાં ફેંકી દેવામાં આવશે. સામનામાં શિવસેનાએ લખ્યું છે કે, ‘મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમનો અંત શું હશે તે કોઈ જાણતું નથી કારણકે હાલ રાજ્યપાલ શ્રીમાન કોશ્યરી જી કોરોનાથી પીડિત છે. આથી રાજભવન તરફની કામગીરી અટકી ગઈ છે. શિવસેના કહે છે કે ‘રાજકારણમાં બધું જ અસ્થિર છે અને બહુમતી તેનાથી પણ વધુ ચંચળ છે. શિવસેનાની ટિકિટ પર ચૂંટાયેલા ધારાસભ્યો ભાજપની પકડમાં આવી ગયા…

Read More

દેશમાં ઝીકા વાયરસના ફેલાવાને લઈને વૈજ્ઞાનિકોએ મોટો ખુલાસો કર્યો છે. દેશના ઘણા રાજ્યોમાં ઝીકા વાયરસના ફેલાવાને લગતા પુરાવા મળ્યા છે, જેના આધારે વૈજ્ઞાનિકો ચોંકી ઉઠ્યા છે અને આવા રાજ્યોને તાત્કાલિક આ અંગે જાણ કરી વાયરસ ફેલાતો અટકાવવા જરૂરી પગલાં ભરવા તાકીદ કરી છે. નવી દિલ્હી સ્થિત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) હેઠળ દેશના વિવિધ કેન્દ્રોએ શોધી કાઢ્યું છે કે ઝીકા વાયરસ એક કે બે નહીં પરંતુ દેશના ઘણા ભાગોમાં હાજર છે. આ ચેપની સાથે, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ પણ વધ્યા છે. ઝિકા-ડેન્ગ્યુ, ઝીકા-ચિકનગુનિયા અને ડેન્ગ્યુ-ચિકનગુનિયા અને ઝિકા ત્રણેય એકસાથે જોવા મળતા જો સાવચેતી રાખવામાં ન આવેતોઆગામી દિવસોમાં આ ફેલાવો…

Read More

કેદારનાથ યાત્રામાં સામાન અને યાત્રીઓ માટે ઉપયોગમાં લેવાતા મૂંગા જાનવરો મરતા રહ્યા પરંતુ તેમના માલિકોના ખિસ્સા ભરતા ગયા છે. કેદારનાથ યાત્રામાં 46 દિવસમાં ઘોડા અને ખચ્ચરથી 56 કરોડની આવક થઈ છે. મુસાફરો અને માલસામાનને અમાનવીય રીતે લઈ જવા માટે પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય અત્યાર સુધીમાં 175 મૂંગા પ્રાણીઓના મોત થયા છે. વર્ષમાં ગૌરીકુંડથી કેદારનાથ માટે મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઘોડા અને ખચ્ચર પર આ 16 કિમીનું આ દુસ્તર અંતર કાપે છે. અત્યાર સુધીમાં 2,68,858 મુસાફરો ઘોડા અને ખચ્ચર મારફતે કેદારનાથ પહોંચ્યા હતા અને દર્શન કરીને પરત ફર્યા હતા. આ દરમિયાન 56 કરોડનો ધંધો થયો હતો અને જિલ્લા પંચાયતને રજીસ્ટ્રેશન…

Read More