આખરે ઉદ્ધવ ઠાકરેએ સરકારી આવાસ ખાલી કર્યો છે અને તેઓએ ફેસબુક લાઇવ કરી મહારાષ્ટ્રની જનતાને સંબોધન કર્યુ હતું તેઓએ સીએમ પદ પરથી રાજીનામું આપવાની વાત પણ કહી હતી. હવે મોડી રાત્રે તેઓ સીએમ આવાસ છોડીને માતોશ્રી જવા રવાના થઈ રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે CM હાઉસ વર્ષા ખાલી કરવા લાગ્યા હોવાના ફૂટેજ સામે આવ્યા છે. ઉદ્ધવ પોતાના પરિવાર સાથે ત્યાંથી નીકળી ગયા છે. તેઓ સાથે તેમના પત્ની રશ્મિ ઠાકરે, બંને પુત્ર આદિત્ય અને તેજસ ઠાકરે પણ સરકારી બંગલો વર્ષા છોડી પોતાના નિવાસસ્થાન માતોશ્રી જવા માટે રવાના થયા છે.કર્મચારીઓ તેમના ઘરનો સામાન કાઢવા નજરે પડ્યા હતા. બીજી તરફ શિંદે જૂથ હવે વધુ…
કવિ: Halima shaikh
વડોદરાના આજવારોડ નજીક આવેલા કમલાનગર તળાવમાંથી રૂા.5.30 લાખની રોકડ મળી આવી છે. પોલીસે આ પૈસા કોણ ફેંકી ગયું તે દિશામાં તાપસ હાથ ધરી છે. કમલાનગર તળાવમાંથી રોકડની નોટો મળી હતી તે અરસામાં શહેરના એક તબીબી સંસ્થાનમાં આવકવેરા વિભાગે રેડ પણ કરી હતી. નોટોનું બંડલ રાતના સમયે કોઈ ફેંકી ગયું હોવાની પોલીસને શંકા છે શહેરના આજવા રોડ પર આવેલા કમલાનગર તળાવની સફાઈ કરવા માટે શ્રમિકોને કામ કરી રહયા હતા ત્યારે એક શ્રમિકની નજર એક કોથળીમાં તરી રહેલાં રોકડ નોટોના બંડલ પર પડતાં તેણે સાથી શ્રમીકોને કહ્યું હતું ત્યારે ત્યાં હાજર રેલવે કોન્સ્ટેબલને શ્રમિકે જાણ કરી હતી. રેલવે કોન્સ્ટેબલે તુરંત જ શહેર…
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પાર્ટીના સાંસદો અને ધારાસભ્યોને સંબોધતા કહ્યું કે, ED અને આવી એજન્સીઓ મારુ કઈ બગાડી શકે તેમ નથી. “ઇડી દ્વારા તેમની પૂછપરછ કરવી એ એક ‘સામાન્યમામલો’ છે,આજે દેશમાં બેરોજગારી અને ‘અગ્નિપથ’ યોજના આજના સૌથી મહત્વના મુદ્દા છે,” નેશનલ હેરાલ્ડ કેસમાં EDની તપાસનો સામનો કરી રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે કહ્યું કે, “ED અને આવી એજન્સીઓ મને દબાવી ન શકે.” “મારી પૂછપરછ કરી રહેલા અધિકારીઓ પણ સમજી ગયા હશે કે કોંગ્રેસ નેતાને ડરાવી-ધમકાવી શકાય નહીં,” તેમણે કહયુ કે ભાજપ દેશની સેનાને નબળી પાડવાનું કામ કરી રહી છે. વાસ્તવમાં, અગ્નિપથ યોજના અને EDની પૂછપરછ ના વિરોધ વચ્ચે કોંગ્રેસે…
અફઘાનિસ્તાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવતા ભારે તબાહી મચી હોવાના અહેવાલ છે. ભૂકંપના કારણે દેશમાં અનેક લોકોના મોત થયા છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રાથમિક અહેવાલોમાં 920 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ આંકડો સતત વધી રહ્યો છે. ભૂકંપમાં 600 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે અને ભૂકંપના કારણે સેંકડો મકાનો પણ ધ્વસ્ત થઈ ગયા છે. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનના ખોસ્ત શહેરથી લગભગ 44 કિમી દૂર 51 કિમીની ઊંડાઈએ નોધાયું હતું. આ ભૂકંપ એટલો જોરદાર હતો કે પાડોશી દેશ પાકિસ્તાનના લાહોર, મુલતાન, ક્વેટામાં પણ લોકોએ આંચકા અનુભવ્યા હતા. આ સિવાય ભારતમાં પણ ભૂકંપના આંચકા…
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર પર સંકટના વાદળો જોવા મળી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રની આ રાજકીય સ્થિતિ વચ્ચે નેતાઓ અને સામાન્ય લોકો સિવાય હવે સેલેબ્સની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. તાજેતરમાં, મિર્ઝાપુર ફેમ અભિનેતા દિવ્યેન્દુ શર્માએ મહારાષ્ટ્રમાં ગહન રાજકીય સંકટ પર કટાક્ષ કરતા ટ્વિટ કર્યું છે. અભિનેતાએ આ ટ્વીટમાં કોઈપણ નેતા કે પાર્ટીનું નામ લીધા વગર ટોણો માર્યો છે. અભિનેતાએ કટાક્ષ કરતા લખ્યું હતું કે, “સેલ… સેલ… સેલ… ધારાસભ્ય લઈ લો… ‘રાજકારણ આ કહેવાતા નેતાઓ માટે માત્ર એક વ્યવસાય છે’ દિવ્યેંદુનું આ ટ્વિટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. તેને લગભગ 15,000 લાઈક્સ અને 2000 થી વધુ રીટ્વીટ મળી છે. હવે…
શિવસેનાના નેતા સંજય રાઉતે વિધાનસભા ભંગ કરવાના સંકેત આપ્યા બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. ભાજપના તમામ ધારાસભ્યો દેવેન્દ્ર ફડણવીસના ઘરે ભેગા થવા લાગ્યા છે. કોંગ્રેસ નેતા કમલનાથ પણ બાળાસાહેબ થોરાટના ઘરે પહોંચ્યા છે. સીએમ ઉદ્ધવ કોરોના સંક્રમિત હોવાને કારણે વર્ચ્યુઅલ મીટિંગ કરી રહ્યા છે. આ બેઠકમાં અનેક ધારાસભ્યો હાજર છે. તાજા અહેવાલો મુજબ મહારાષ્ટ્ર કેબિનેટની બેઠક પૂરી થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આઠ મંત્રીઓ બેઠકમાં હાજર રહ્યા ન હતા. શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું કે તેમની સાથે 46 ધારાસભ્યો છે. ફડણવીસ સાથેના સંપર્ક અંગે પૂછવામાં આવતા શિંદેએ કહ્યું કે તેઓ…
શિવસેનાના નેતા સંજય રાઉતે વિધાનસભા ભંગ કરવાના સંકેત આપ્યા બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. ભાજપના તમામ ધારાસભ્યો દેવેન્દ્ર ફડણવીસના ઘરે ભેગા થવા લાગ્યા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ કોરોના સંક્રમિત થયા છે. દરમિયાન, સીએમ ઉદ્ધવના પુત્ર અને રાજ્ય સરકારમાં મંત્રી આદિત્ય ઠાકરેએ તેમના ટ્વિટર બાયોમાંથી મંત્રી પદ હટાવી દીધું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપી શકે છે. તેમણે અત્યારે બપોરે 1 વાગ્યે કેબિનેટની બેઠક બોલાવી છે તે બાદ ચિત્ર સ્પષ્ટ થશે.
મહારાષ્ટ્રમાં એકનાથ શીંદેએ શિવસેના માંથી બળવો કરી ગુજરાતમાં ધામો નાખતા ખાસ કરીને સંજય રાઉત હવે રઘવાયા બન્યા છે અને તમામ ગુજરાતીઓ ઉપર દાઝ થઈ આવી હોય તેમ ગુજરાતને દાંડિયા રમવાનું સ્થળ ગણાવી રહયા છે અને હવે તેની આદત મુજબ ગુજરાતને ટાર્ગેટ કરવા ઉતરી પડયા તેમ ગુજરાતમાં ટોળકી દાંડિયા રમશે, પણ મહારાષ્ટ્રમાં તલવાર તલવારથી લડશે, એ નિશ્ચિત છે તેમ કહી આગમાં પેટ્રોલ નાખવાનું કામ કરતા જેને કઈ રાજકારણ સાથે લાગતું વળગતું નથી તેવા ગુજરાતી નવી પેઢીમાં આ કાકા ના ભાષણના ઘેરા પ્રત્યાઘાતો ઉઠ્યા છે તેઓ ઉંમરલાયક કાકાને ટ્રોલ કરી રહયા છે. રાઉતે સામનાના માધ્યમથી લખ્યું કે મહારાષ્ટ્રમાં સત્તાની મજા નહીં ચાલે.…
રાજ્યમાં મોટાભાગે વાદળીયું હવામાન છે અને હાલમાં દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચેક દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. 24 અને 25 જૂને વલસાડ, નવસારી, ડાંગ, વાપી, સુરત અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે અરબી સમુદ્ર પર સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ સિવાય રાજસ્થાન પર પણ સિસ્ટમ સક્રિય બની છે. અને વધુ એક વરસાદ લાવે તેવી સિસ્ટમ સર્જાઈ છે. આ સિસ્ટમના લીધે આગામી દિવસોમાં રાજ્યના દક્ષિણ ભાગમાં તથા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાત અને…
મહારાષ્ટ્રમાં ઉભી થયેલી રાજકીય કટોકટી વચ્ચે મુંબઈમાં શિવસેનાના નેતા સંજય રાઉતના ઘરની બહાર એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે, જેમાં લખ્યું છે ‘તેરા ઘમંડ તો ચાર દિન કા હૈ પગલે, હમારી બાદશાહી તો ખાનદાની હૈ’ !!! મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ પર શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે ગમે તેમ થઇ જાય પણ સત્તા જશે નહીં. તેમણે કહ્યું કે હાલમાં અતિશયોક્તિભરી વાતો કરવામાં આવી રહી છે પણ પાર્ટીની પ્રતિષ્ઠા બધાથી ઉપર છે. રાઉતે ઉમેર્યું કે એકનાથ શિંદે અમારા ખૂબ સારા મિત્ર છે. અમે વર્ષોથી એકબીજા સાથે કામ કરીએ છીએ. તેમના માટે પાર્ટી છોડવી આસાન નથી અને અમારા માટે તેમને છોડવું આસાન નથી. રાઉતે…