સકારાત્મક વૈશ્વિક સંકેતો બાદ પણ આજે બુધવારે શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ ખુલતાની સાથે જ લગભગ 400 પોઈન્ટ તૂટ્યો હતો. આ પહેલા મંગળવારે ટ્રેડિંગ સમાપ્ત થયા બાદ સેન્સેક્સ 934.23 પોઈન્ટના વધારા સાથે 52,532 પર ટ્રેડ કરી રહ્યો હતો. બે દિવસની તેજી અને સકારાત્મક વૈશ્વિક સંકેતો છતાં બુધવારે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ ખુલતાની સાથે જ લગભગ 400 પોઈન્ટ તૂટ્યો હતો. સેન્સેક્સ લગભગ 0.72 ટકાના ઘટાડા સાથે 52154.49 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. તો નિફ્ટીમાં 120 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. તે 0.77 ટકાના ઘટાડા બાદ 15519 પર ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો…
કવિ: Halima shaikh
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી કોરોના સંક્રમિત થઈ ગયા છે. માહિતી આપતા રાજભવનના એક અધિકારીએ જણાવ્યું કે બુધવારે તપાસ બાદ રાજ્યપાલ કોરોના સંક્રમિત જણાયા હતા, ત્યારબાદ તેમને દક્ષિણ મુંબઈની રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોના ના કેસમાં ઉછાળો આવ્યો છે અને તંત્ર દ્વારા સાવચેતીના પગલાં ભરવામાં આવી રહયા છે.
પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યાના આરોપમાં ધરપકડ કરાયેલા શૂટરોએ નવો ખુલાસો કર્યો છે. સિદ્ધુ મુસેવાલાને મારતા પહેલા તેના પર ચાર વખત કેસ ચલાવવામાં આવ્યો હતો. પરંતુ ભીડ અને કડક સુરક્ષાના કારણે તેઓ સિદ્ધુ મુસેવાલાને મારી શક્યા નહીં. ઘણી વખત સિદ્ધુ મુસેવાલાએ શૂટર્સને ખૂબ નજીક છોડી દીધા હતા. બીજી તરફ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે ગોલ્ડી બ્રારે સિદ્ધુ મુસેવાલાની હત્યા માટે તેની ગતિવિધિઓ પર નજર રાખવા માટે સર્વેલન્સ ટીમ પણ બનાવી હતી. સ્પેશિયલ સેલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ધરપકડ કરાયેલ પ્રિયવ્રત ઉર્ફે ફૌજીએ પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો છે કે લૉરેન્સ બિશરોઈ અને ગોલ્ડી બ્રારે લગભગ છ મહિના પહેલા…
બાળા સાહેબ ઠાકરેના જમાનાની અસ્સલ ‘હિન્દુવાદી’ શિવસેનાજ ખપે ! એકનાથ શિંદેએ કહ્યુ :-અબકી બાર ‘હમારી’ ચલેગી !! મહારાષ્ટ્રમાં હાલ ઉદ્ધવ ઠાકરે સામે વિદ્રોહ કરનાર એકનાથ શિંદે આખરે કેમ આવું પગલું ભર્યું તેની વાતો હવે ધીરે ધીરે બહાર આવી રહી છે હકીકતમાં જ્યારે અગાઉ ભાજપ-શિવસેનાની ગઠબંધન સરકાર હતી ત્યારે એકનાથ શિંદે મંત્રી હતા. આ દરમિયાન એકનાથ શિંદે અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે મજબૂત રાજકીય મિત્રતા થઈ ગઈ જે આજે પણ અકબંધ છે. આ મિત્રતા ઉદ્ધવને પસંદ ન હતી. તેથી ઉદ્ધવની શિંદે પ્રત્યેની નારાજગી વધતી ગઈ હતી. ત્યારબાદ સમય બદલાઈ ગયો અને ભાજપ સાથે છેડો ફાટ્યો અને અન્ય પાર્ટીઓના ગઠબંધન થી…
દેશના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે અને હવામાન વિભાગ દ્વારા કેટલાક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે,દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસાએ દસ્તક દઈ દીધી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પ્રી-મોન્સૂનને કારણે કેટલાક રાજ્યોમાં વરસાદ ચાલુ છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હી, યુપી, પંજાબ, હરિયાણા સહિત ઉત્તરના રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ભારત અને ઉત્તરપૂર્વના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. બિહારના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ રહેશે. પટનામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે જે અનુસાર આજે કર્ણાટક, સિક્કિમ, ગોવા, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં ભારે વરસાદની…
મહારાષ્ટ્રમાં રાજકીય ક્ષેત્રે ભારે ઘમાસાણ મચાવનાર સત્તાધારી શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે 40 બળવાખોર ધારાસભ્યો સાથે આસામના ગુવાહાટી પહોંચી ચુક્યા છે. ગુવાહાટી એરપોર્ટની બહાર પત્રકારો સાથે વાત કરતા શિંદેએ કહ્યું કે, અહીં મારી સાથે 40 ધારાસભ્યો હાજર છે અને વધુ10 ધારાસભ્યો ટૂંક સમયમાં મારી સાથે જોડાશે. હું કોઈની ટીકા કરવા માંગતો નથી પણ અમે સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેના સિદ્ધાંતો મુજબ શિવસેનાને ચાલુ રાખવા આતુર છીએ. બીજી તરફ મહારાષ્ટ્રમાં રાજકીય સંકટનો સામનો કરી રહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે બપોરે 1 વાગ્યે કેબિનેટની બેઠક બોલાવી છે. બળવાખોર શિવ સૈનિકોનું કહેવું છે કે તેઓ અગાઉની બાળા સાહેબના સિદ્ધાંતો વાળી પ્યોર હિન્દુવાદી શિવસેના ઇચ્છી રહયા…
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેથી નારાજ શિવસેનાના 34 સહિત 40 ધારાસભ્યોએ સુરતમાં ધામા નાખ્યા બાદ દિવસભર મીડિયામાં ચાલેલા ન્યૂઝ કવરેજ અને ભારે ડ્રામા બાદ આખરે સુરતથી તમામ ધારાસભ્યને રાત્રે બે વાગ્યે ઉઠાડી સ્પેશિયલ પ્લેનમાં ગુવાહાટી લઈ જવાયા છે. દરમિયાન ગુવાહાટી એરપોર્ટની બહાર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. તમામ ધારાસભ્યોને લઈ જવા માટે એરપોર્ટ બહાર 3 બસ પણ તૈયાર રાખવામાં આવી હતી. ગુવાહાટી એરપોર્ટથી આ ધારાસભ્યોને હોટેલમાં લઇ જવાયા છે. ગુવાહાટી એરપોર્ટ બહાર શિવસેનાના ધારાસભ્યોને રિસિવ કરવા માટે ભાજપના અગ્રણીઓ ગયા હતા. શિવસેનાથી નારાજ એકનાથ શિંદે સહિત 34 જેટલા ધારાસભ્ય સોમવારની સાંજથી સંપર્કવિહોણા બન્યા હતા, એમાં NCPના એક ધારાસભ્ય પણ સામેલ છે.…
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે અને છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસમાં ઉછાળો આવતા સરકારે પગલાં ભરવાનું શરૂ કર્યું છે. જેમાં અમદાવાદ, વડોદરા સહિતના મહાનગરોમાંથી લેવાયેલા સેમ્પલમાં ઓમિક્રોનના સબ વેરિઅન્ટ મળ્યા હોવાનું જણાયું છે. આગામી સપ્તાહમાં ટાસ્ક ફોર્સની બેઠકમાં ત્રણ સપ્તાહના તથ્યોના આધારે વધતા કેસોને કંટ્રોલમાં લાવવા પ્લાન ઘડાશે. અમદાવાદ, સુરત અને વડોદરામાં સુએજના સેમ્પલ લઈને ટેસ્ટિંગ કરવા ગતિવિધિ શરૂ થઈ છે. IITના અભ્યાસ અહેવાલમાં સુએજના સેમ્પલ કોરોનાના ફેલાવા અંગેની આગોતરી તાકીદ આપવા માટે સક્ષમ હોવાના તારણ બાદ ગાંધીનગરમાં પણ સુએઝના સેમ્પલ લેવાયાનું સબંધીતો જણાવી રહ્યા છે. હાલમાં રોજ જેટલા કેસ નોંધાય છે. એ તમામનું જિનોમ સિક્વન્સિંગ…
રાજ્યમાં કોરોનાના કેસ વધવા માંડ્યા છે અને લોકોને સાવચેતી રાખવા જણાવાયુ છે ત્યારે આરોગ્ય પ્રધાન કોરોના સંક્રમિત થયા છે. ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ કોરોના સંક્રમિત થતા તેઓએ ટ્વિટ કરી જાણકારી આપી છે. ઋષિકેશ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું કે મને કોરોનાનાં સામાન્ય લક્ષણો જણાતા મેં RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો.ડૉક્ટરોની સલાહ પર હું હોમ આઇસોલેસન હેઠળ હાલ સંપૂર્ણપણે સ્વસ્થ છું. મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રોને કાળજી રાખવા વિનંતી કરુ છું. રાજ્યમાં કોરોનાના સતત કોરોના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉછાળો આવતા તંત્ર એક્શન મોડ ઉપર છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 200થી વધુ કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદ બાદ…
મહારાષ્ટ્રના 30થી વધુ ધારાસભ્યો શિવસેનાની અસલ બાળા સાહેબ ઠાકરે વાળી હિન્દુત્વ વિચારધારા વાળી સરકાર બને તેવું ઇચ્છી રહયા છે અને તેઓ ભાજપ સિવાય અન્ય ગઠબંધન વાળી સરકાર ઇચ્છતા નથી અને તે ત્યારેજ શક્ય છે કે જ્યારે ભાજપ અને શિવસેના વચ્ચે જોડાણ હોય. સુરતમાં એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેની સામે ભાજપ સાથે ગઠબંધન કરવાની શરત રાખી છે. ઉદ્ધવે શિંદે સાથે વાતચીત અને મધ્યસ્થી કરવા માટે મિલિંદ નાર્વેકરને સુરત મોકલ્યા હતા જ્યાં નાર્વેકર અને શિંદે વચ્ચે લગભગ એક કલાક સુધી બેઠક ચાલી હતી અને આ દરમિયાન નાર્વેકરે ફોન પર ઉદ્ધવ સાથે શિંદેની વાતચીત પણ કરાવી હતી જેમાં લગભગ 20 મિનિટ ચાલેલી આ વાતચીતમાં…