કવિ: Halima shaikh

રાજ્યમાં હાલઆમ આદમી પાર્ટી દ્વારા વીજળી આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે આજે વડોદરા શહેરમાં દેખાવો કરી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરી હતી. આમ આદમી પાર્ટી દ્વારા વડોદરાના અકોટા દાંડિયા બજાર ચાર રસ્તા પાસે વીજળી આંદોલનના ભાગરૂપે પત્રિકા વિતરણ કતી વિરોધ પ્રદર્શન કરી રહયા હતા તે દરમિયાન સ્થળ ઉપર આવેલી પોલીસે આમ આદમી પાર્ટીના અગ્રણીઓ મયંક શર્મા, પ્રતિમા વ્યાસ પટેલ તથા અન્ય કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છેકેઆમ આદમી પાર્ટીની દિલ્હી અને પંજાબ એમ બે રાજયોમાં સરકાર છે ત્યાં નાગરીકોને 200 અને 300 યુનીટ સુધી વીજળી ફ્રી માં આપે છે. જેની સામે ગુજરાત સરકાર રાજયની પ્રજા પાસેથી ખુબ…

Read More

સુરત શહેર-જિલ્લામા કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ છે અને વિતેલા 24 કલાકમાં નવા 45 કેસ નોંધાયા છે. છેલ્લા 14 દિવસમાં 252 પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલ સુરત શહેર જિલ્લામાં 204 એક્ટિવ કેસ છે. જેમાંથી 9 દર્દી હોસ્પિટલમાં દાખલ છે શહેરમાં સામે આવેલા 35 પોઝિટિવ કેસમાં દુબઈથી પરત આવેલા ઘોડદોડ રોડના હીરાના વેપારી, વેસુના ટેક્ષટાઈલ વેપારી, જુદા જુદા વિસ્તારમાં રહેતી 13 ગૃહિણીઓ, અડાજણમાં રહેતા અને પ્યુનની નોકરી કરતા વ્યક્તિ અને તેમની પત્ની, કટલેરીના વેપારી, ભટાર અને મજુરાગેટ વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિનીઓ, 2 સેલ્સમેન, તેમજ સિનિયર સિટીઝનો કોરોના સંક્રમીત થયા હોવાનું નોધાયું છે.

Read More

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ઘેરું બન્યું છે અને ઉદ્ધવ ઠાકરેની બેઠકમાં શિવસેનાના 20 જેટલા ધારાસભ્યો હાજર છે. આવી સ્થિતિમાં હવે શિવસેનાનું ભાવિ અનિશ્ચિત બનતા CM ઉદ્ધવ ઠાકરેએ મિલિંદ નાર્વેકર અને રવિન્દ્ર ફાટકને તેમના નારાજ શિવસૈનિક એકનાથ શિંદે સાથે વાત કરવા અને મનાવવાની જવાબદારી સોંપતા શિવસેનાના નેતા મિલિંદ નાર્વેકર અને રવિ પાઠક બળવાખોર ધારાસભ્યોને મળવા સુરતની લે મેરીડિયન હોટલ પહોંચી ગયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યાં મિલિંદ અને રવિ પાઠક એકનાથ શિંદેને મળ્યા છે અને વાતચીત કરી હતી. બીજી તરફ શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે સુરતમાં અમારા ધારાસભ્યોને ડરાવવામાં આવ્યા છે. ભાજપ ઓપરેશન લોટસ જેવી રણનીતિ અપનાવી રહી છે પરંતુ જોઈએ…

Read More

મહારાષ્ટ્રમાંથીભાજપના ધારાસભ્યોને ગુજરાત લાવવા ગતિવિધિ શરૂ થઈ હોવાની ચર્ચાઓ વચ્ચે એક જાણીતી કલબમાં ઉતારો આપવાની વાતોએ રાજકીય માહોલ ગરમ બનાવી દીધો છે. મહારાષ્ટ્રમાં ભાજપે જો સરકાર રચવી હોય તો શિવસેનાના ધરાસભ્યોને સાથે રાખી પોતાના 105 ધારાસભ્યમાંથી પણ કોઈ તૂટે નહીં તે વાત પણ એટલીજ જરુરી હોય હવે મહારાષ્ટ્રના 105 ભાજપી ધારાસભ્યોને હવાઇ માર્ગે અમદાવાદ લાવી ત્યાંથી નજીકના કોઈ રિસોર્ટમાં રાખવા ગતિવિધિ શરૂ થઈ હોવાના મીડિયા રીપોટ્સ છે. મહારાષ્ટ્રમાંથી આવનાર ભાજપના ધારાસભ્યોને અમદાવાદના સાણંદ નજીકની એક ક્લબમાં ઉતારો આપવામાં આવનાર હોવાની વાતો ચર્ચાઈ રહી છે. અહીં ભાજપના ઘણા કાર્યક્રમો થયા હોવાની વાત વચ્ચે સિક્રેટ કાર્યક્રમો માટે સેફ મનાતા આ સ્થળે મહારાષ્ટ્રથી…

Read More

આખરે વિપક્ષ દ્વારા યશવંત સિંહાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે વિપક્ષી નેતાઓની બેઠક બાદ આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે વિરોધ પક્ષોએ ચર્ચા બાદ યશવંત સિંહાને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. વિપક્ષની આ ચૂંટણીના કારણો જણાવતા રમેશે કહ્યું કે યશવંત સિંહા ખાસ કરીને લાયક ઉમેદવાર હશે. તેઓ એક એવી વ્યક્તિ છે જે ભારતના બિનસાંપ્રદાયિકતા અને લોકશાહી ફેબ્રિકમાં વિશ્વાસ રાખે છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે અમને દુઃખ છે કે અત્યાર સુધી મોદી સરકાર રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર સર્વસંમતિ બનાવવા માટે એટલી ગંભીર નથી. દરમિયાન શરદ પવાર, ફારૂક અબ્દુલ્લા અને ગોપાલકૃષ્ણ ગાંધીના ઈનકાર બાદ અંતે…

Read More

સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર પંકજ તાયડેને સીઆર પાટીલે લીંબયતમાં આમ આદમીના પોસ્ટર કેમ લગાવ્યા તેમ કહી હોર્ડિંગ્સ લગાવવા મુદ્દે ધમકી આપી હોવાના મામલે આપના ગોપાલ ઇટલીયાએ પ્રેસ કોંફરન્સ યોજી પાટીલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હોવાનું પત્રકારોને જણાવ્યુ હતુ. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટલીયાએ પ્રેસ કોંફરન્સમાં જણાવ્યુ કે ગુજરાતમાં વીજળીના ભાવો સરકાર વધુ વસૂલ કરી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીએ તેનો વિરોધ કરી વીજળી આંદોલન શરૂ કર્યું છે. પંજાબ અને દિલ્હી બંને રાજ્યમાં આમ આદમી પાર્ટીની સરકાર હોય અને ત્યાં પોતાના નાગરિકોને ૨૦૦ તથા ૩૦૦ યુનિટ સુધી વીજળી આપવામાં આવે છે, તેમ ગુજરાત સરકાર પણ વીજળી…

Read More

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર સામે ઊભા થયેલા સંકટ વચ્ચે ઉદ્ધવે બેઠક બોલાવી છે કારણકે રાજ્યના મંત્રી અને સિનિયર નેતા એકનાથ શિંદે શિવસેનાના 20 ધારાસભ્યો લઈને ગુજરાતના સુરતમાં છે. હાલ મહારાષ્ટ્રથી દિલ્હી સુધીના રાજકારણમાં આ કિસ્સાએ ભારે ઉત્સુકતા ઉભી કરી છે. આ બધા વચ્ચે શિવસેનાના સંજય રાઉતે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર પાડવામાં ગુજરાતના સી.આર.પાટીલનું ષડયંત્ર ગણાવ્યું છે. સુરતમાં શિવસેનાના નારાજ નેતાઓને રહેવા માટેની વ્યવસ્થા પણ સીઆર પાટીલે જ કરી હોવાનું તેઓએ જણાવ્યું હતું. સંજય રાઉતે કહ્યું કે આ એક મોટું ષડયંત્ર છે પણ શિવસેના ઈમાનદારોની સેના છે અને ભાજપ સમજતું નથી કે મધ્યપ્રદેશ અને રાજસ્થાન કરતા મહારાષ્ટ્ર ઘણું અલગ રાજ્ય છે. મને…

Read More

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે જાહેર થયેલાઆંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9,923 નવા કેસ નોંધાયા છે અને 17 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધતી જઈ રહી છે ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આજના મંગળવારના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9,923 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 17 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. તમને જણાવી દઈએ કે ગઈકાલે 18 દર્દીઓના મોત થયા હતા. જો કે, છેલ્લા 24 કલાકમાં 7,293 લોકોને રજા આપવામાં આવી છે. દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 79,313 થઈ ગઈ છે જે ગઈકાલ કરતાં 2613 વધુ છે. મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 5,24,890 લોકોના મોત…

Read More

સુરતની ડુમ્મસ લા મેરિડિયન હોટલ ખાતે મહારાષ્ટ્રના 20 થી વધુ શિવસેનાના નારાજ ધારાસભ્ય એકનાથ શિંદેની આગેવાનીમાં સુરત આવી પહોંચતા રાજકીય રીતે આ ઘટના દેશભરમાં ભારે ચર્ચાસ્પદ બની છે. સુરતની ડુમ્મસ રોડ પર આવેલી લા મેરિડિયન હોટલ બહાર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નારાજ MLA ઉદ્ધવ ઠાકરેનો ફોન નથી ઉઠાવી રહયા, પરિણામે મહારાષ્ટ્રમાં શિવસેનમાં મોટું ભંગાણ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજું કે મહારાષ્ટ્ર શિવસેનાના નારાજ ધારાસભ્યો એ સુરત કેમ પસંદ કર્યું તે વાત પણ ચર્ચાનો મુદ્દો બની છે. ખાસ વાતતો એ છે કે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું અહીં હોમ ટાઉન ગણાય છે અને આજે સીઆર પાટીલે પોતાના…

Read More

મહારાષ્ટ્રની વિધાન પરિષદની ચૂંટણી બાદ શિવસેનામાં નારાજગીનો માહોલ છે તેવે સમયે શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદેની આગેવાની હેઠળ 11 જેટલાઅસંતુષ્ટ જેટલા ધારાસભ્યો સુરતની ડુમ્મસ ખાતે આવેલી મેરિડિયન હોટલનમાં હોવાની વાત સામે આવી રહી છે. આ બધા વચ્ચે ખાસ વાત તો એ છેકે આજે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા વિશ્વ યોગ દિવસના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવતા તેની પાછળ શિવસેના નારાજ ધારાસભ્યો સાથે વાટાઘાટો હોવાનું માનવામાં આવી રહ્યું છે,પાટીલ પોતે મરાઠી છે અને તેઓ મુંબઈના શિવસેનાના ધારાસભ્યોથી પરિચિત પણ છે. દેવેન્દ્ર ફડણવીસ અને સી.આર.પાટીલ દ્વારા આ ગુપ્ત રાહે નારાજ શિવસેનાના ધારાસભ્યોને પોતાના તરફેણમાં લાવવા માટેનો તત્ખો ગોઠવાઈ રહયાની વાતો ચર્ચામાં છે.…

Read More