કવિ: Halima shaikh

કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાના વિરોધની આડમાં લુધિયાણા સ્ટેશન પર થયેલા હુમલા પાછળ પોલીસ તપાસમાં હુમલાનું વિદેશી કનેક્શન બહાર આવ્યું છે. પોલીસે હુમલામાં સામેલ 6 યુવકોના મોબાઈલ ફોનની વોટ્સએપ ચેટ સ્કેન કરી છે. જેમાં લુધિયાણા સ્ટેશન પર હુમલાની સમગ્ર યોજનાનો પર્દાફાશ થયો છે. પોલીસને વોટ્સએપ ગ્રુપ્સમાંથી આંતરરાષ્ટ્રીય નંબરો મળ્યા છે, આ નંબરો ભરતી યોજનાનો વિરોધ કરી રહેલા વોટ્સએપ ગ્રુપમાં સક્રિય ભૂમિકા ભજવતા હતા અને યુવાનોને હિંસા કરવા ઉશ્કેરતા હતા. આ નંબરોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. આ હુમલો સુનિયોજિત રીતે કરવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સીસીટીવી ફૂટેજને સ્કેન કર્યા બાદ પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓની કોલ ડિટેઈલ અને…

Read More

મહારાષ્ટ્ર બોર્ડ દ્વારા ધોરણ 10ની બોર્ડ પરીક્ષા, 2022 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પુણેના રહેવાસી 43 વર્ષીય ભાસ્કર વાઘમારે આ પરીક્ષામાં સફળ થયા છે. જો કે, તેમના અને તેમના પરિવારની ખુશીને એક આંચકો એ હકીકત હતો કે તેમનો પુત્ર એ જ પરીક્ષામાં નાપાસ થયો હતો. જણાવી દઈએ કે મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન દ્વારા શુક્રવારે ધોરણ 10ની વાર્ષિક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ભાસ્કરે સાતમા ધોરણ સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ અભ્યાસ છોડી દીધો હતો. તેણે પોતાના પરિવારની સંભાળ રાખવા માટે કામ કરવાનું શરૂ કર્યું. લગભગ 30 વર્ષ પછી તેણે 10મા ધોરણની પરીક્ષા આપી…

Read More

કુપવાડા અને કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. કુપવાડામાં એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. ઓપરેશન હજુ ચાલુ છે. સુરક્ષા દળો અહીં મોરચો સંભાળી રહ્યા છે. આજે રવિવારે કુપવાડા અને કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. કુપવાડામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા છે. કુપવાડા પોલીસ અને આર્મીના જવાનો મોરચા પર ઉભા છે. બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ, કુપવાડા પોલીસ અને આર્મીના 28 જવાનોએ આજે રવિવારે જિલ્લાના કેલ્લોલબ વિસ્તારમાં સંયુક્ત આતંકવાદ વિરોધી ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન છુપાયેલા આતંકીઓએ સંયુક્ત ટીમ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબમાં સુરક્ષા દળોએ…

Read More

સૌરાષ્ટ્ર અને કચ્છના આકાશમાં શનિવારે રાત્રે 8.45.વાગ્યાના અરસામાં તેજ પ્રકાશના મણકાઓ એક હરોળમાં જોવા મળતા લોકોમાં કુતુહલ ફેલાયું હતું. આ ઘટના અંગે લોકોમાં અનેક તર્ક અને ચર્ચાઓ ઉઠી હતી પરંતુ બાદમાં સ્ટારલિંક હોવાનું સામે આવ્યું હતું. સ્ટારલિંક એ સ્પેસએક્સ દ્વારા સંચાલિત ઉપગ્રહ ઇન્ટરનેટ નક્ષત્ર છે સ્ટારલિંક એ એલન મસ્કની કંપની આખી દુનિયામાં સેટેલાઈટ દ્વારા જે ઈન્ટરનેટની સુવિધા આપવા જઈ રહી છે, તે કામ કંપની સ્ટારલિંક દ્વારા કરશે. આ માટે કંપનીએ અવકાશમાં ઉપગ્રહોનો સમુહ મોકલ્યો છે. તેને સ્ટારલિંક કહેવાય છે સ્ટારલિંક એ સ્પેસએક્સ દ્વારા સંચાલિત ઉપગ્રહ ઇન્ટરનેટ નક્ષત્ર છે. જે 34 દેશોને સેટેલાઇટ ઇન્ટરનેટ એક્સેસ કવરેજ પ્રદાન કરે છે. તેનો હેતુ…

Read More

મંગળવારે કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિપથ યોજનાની જાહેરાત બાદ ઘણા રાજ્યોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. પ્રદર્શનનો આજે પાંચમો દિવસ છે. પાછલા ચાર દિવસોમાં, પ્રદર્શનકારીઓએ કેટલાક વિસ્તારોમાં ટ્રેનના કોચને આગ ચાંપી અને જાહેર મિલકતોને નુકસાન પહોંચાડ્યું. આ દરમિયાન તેલંગાણામાં પણ એક વ્યક્તિનું મોત થયું હતું. આ દરમિયાન સેનાના ત્રણેય પાંખનાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી હતી કે અગ્નિપથ યોજનાની જાહેરાત પાછી નહિ ખેંચાય. લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ કહ્યું કે આ યોજના કોઈપણ સંજોગોમાં પાછી ખેંચવામાં આવશે નહીં. સૈન્યમાં જોડાવા માટે સૌ પ્રથમ શિસ્તની આવશ્યકતા છે, તેથી યુવાનોએ શાંત થઈને આ યોજના સમજવી પડશે. સૈન્ય બાબતોના વિભાગના અધિક સચિવ, લેફ્ટનન્ટ જનરલ…

Read More

રાજ્યમાં વરસાદી માહોલ છે વડોદરાથી લઈ સુરત જિલ્લામાં વરસાદ થયો છે,ભાવનગર જિલ્લા માં પણ વરસાદી માહોલ જોવા મળ્યો જેમાં ભાવનગર શહેરમાં ૧૯ એમ એમ,સિહોર ૦૨ એમ એમ, ગારિયાધાર ૦૨ એમ એમ,જેસર ૧૨ એમ એમ,મહુવા ૧૫ એમ એમ વરસાદ સવારે ૬ કલાક થી બપોરે ૨ કલાક સુધીનો નોંધાયો હતો. અમરેલી,ગીર સોમનાથ વગરે વિસ્તારમાં વરસાદના વાવડ છે. આગામી તારીખ 21 અને 22 જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 22 જૂનના રોજ ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે અને માછીમારોને 20થી 22 જૂન દરમિયાન દરિયો…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે પ્રગતિ મેદાન સંકલિત ટ્રાન્ઝિટ કોરિડોર પ્રોજેક્ટની મુખ્ય ટનલ સહિત પાંચ ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ટનલ તૈયાર થતા હવે 30 મિનિટની મુસાફરી 5 મિનિટમાં પૂર્ણ થઇ જશે. જેનાથી દિલ્હીમાં ટ્રાફિકજામથી રાહત મળશે. ઉદ્ઘાટન પહેલા પીએમ મોદી આ ટનલથી કાર્યક્રમ સ્થળ ઉપર ટનલમાંથી આવતી વખતે તેઓ થોડીવાર માટે પગપાળા પણ ચાલ્યા હતા તે વખતે ટનલમાં એક પ્લાસ્ટિકની બોટલ પડેલી જોઈ તો તેમણે જાતે જ તેને ઉપાડીને ડસ્ટબિનમાં નાખી હતી. મોદીજી એ જણાવ્યુ કે આજે દિલ્હીના નાગરિકોને કેન્દ્ર સરકાર તરફથી આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનીભેટ મળી છે.’ ‘દાયકાઓ પહેલા ભારતની પ્રગતિને, ભારતીયોની શક્તિ, ભારતના ઉત્પાદનો, આપણી સંસ્કૃતિના પ્રદર્શન માટે પ્રગતિ…

Read More

રાજ્યમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, હાલવડોદરામાં વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર,મધ્ય,ઉત્તર,દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થઈ ચૂક્યો છે અને હાલમાં પણ અનેક જગ્યાએ વરસાદ ચાલુ છે ત્યારે વડોદરામાં આજે રવિવારે બપોરે ગાજવીજ સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ પડશે. તો સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર અને મોરબી સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઇ છે. સુરત સહિત વલસાડ સંઘ પ્રદેશમાં વરસાદ પડવાની આગાહી છે. સમગ્ર ગુજરાતમાં છુટાછવાયા,મધ્યમ અને ભારે વરસાદ પડવાની…

Read More

દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. દરરોજ 12 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,899 નવા કોરોના સંક્રમણ નોંધાયા છે. તે જ સમયે 15 લોકોના મોત થયા છે. દરરોજ ચેપગ્રસ્ત લોકોની વધતી સંખ્યાને કારણે કોરોનાના સક્રિય કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. હવે દેશમાં 72,474 સક્રિય કોરોના દર્દીઓ છે. એક દિવસમાં ચાર હજારથી વધુ સક્રિય કોરોના દર્દીઓમાં વધારો થયો છે. તે જ સમયે, દેશમાં કોરોનાના કારણે મૃત્યુઆંક વધીને 524855 થઈ ગયો છે. રાજધાનીમાં છેલ્લા 24 કલાકમાં, કોરોનાના 1534 નવા કેસ મળી આવ્યા છે અને ત્રણ મૃત્યુ…

Read More

અગ્નિપથ યોજના સામે ચાલી રહેલા વિરોધનો સામનો કરવા માટે બેઠકોનો દોર ચાલુ છે અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે ત્રણેય સેનાના વડાઓની બેઠક ચાલી રહી છે, તેવા સમયે, આજે બપોરે બે વાગ્યે મળી રહેલી સેનાની પ્રેસ કોન્ફરન્સ ઉપર સૌની નજર છે. પ્રેસ કોન્ફરન્સમાં કેટલીક મોટી જાહેરાતો થવાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરગ રક્ષા મંત્રી રાજનાથ સિંહે અગ્નિપથ યોજનાને લઈને ફરી આજે વધુ એક બેઠક બોલાવી છે. સંરક્ષણ પ્રધાન ત્રણેય સેના પ્રમુખો સાથે તાજેતરની સ્થિતિ અંગે ચર્ચા કરશે. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી ‘અગ્નિપથ’ યોજનાનો વિરોધ પ્રબળ બની રહ્યો છે. આ યોજના પાછી…

Read More