વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાની માતા હીરાબાના 100માં જન્મદિન પ્રસંગે લખેલા બ્લોગમાં તેમના બાળપણના મિત્ર અબ્બાસનો ઉલ્લેખ કરતા આ વાત ગતરોજ ભારે ટ્રેન્ડમાં રહી હતી અને મોટાભાગના લોકો આ વાત સાચી માનતા ન હતા ત્યારે ખરેખર આ અબ્બાસ કોણ છે અને હાલ ક્યાં રહે છે તેમના ગામનું નામ કયું છે વગેરે સવાલો યુઝર્સ કરી રહયા હતા ત્યારે આપને જણાવી દઈએ કે તે તમામ સવાલોના જવાબ મોદી પરિવારે જનતા સમક્ષ રજુ કર્યા છે. જેમાં નરેન્દ્ર મોદીના મોટાભાઈ સોમાભાઇ મોદીએ જણાવ્યું કે આ વાત સાચી છે અબ્બાસના પિતાનું નિધન થઈ ગયા બાદ તે નિરાધાર થઇ ગયા હતા અને અભ્યાસ છોડવો પડે તેવી સ્થિતિ…
કવિ: Halima shaikh
વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી બિટકોઈનમાં છેલ્લા 24 કલાકમાં નવ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અને તેની કિંમત રૂ. 1,53,584 ઘટીને રૂ. 16,09,188 થઈ ગઈ છે. આ કિંમતે, બિટકોઈનનું માર્કેટ કેપિટલાઇઝેશન પણ ઘટીને $31.4 ટ્રિલિયન થઈ ગયું છે. આ સિવાય બિટકોઈન પછી બીજા નંબરની સૌથી પસંદગીની ક્રિપ્ટોકરન્સી ઈથેરિયમની કિંમતમાં પણ 9.23 ટકાનો ઘટાડો થયો છે અને તે 8,499 રૂપિયા ઘટીને 83,618 રૂપિયા થઈ ગયો છે. આ સાથે તેનું માર્કેટ કેપ પણ ઘટીને 10.5 ટ્રિલિયન થઈ ગયું છે. એ પણ નોંધનીય છે કે પાછલા દિવસોથી સતત ઘટાડા વચ્ચે, ટેથર સિક્કો, જે સતત લાભમાં વેપાર કરી રહ્યો છે, હવે નીચે આવ્યો છે અને…
કેન્દ્રની ભાજપ સરકાર અગ્નિપથ યોજનાના નામે રાષ્ટ્રીય સુરક્ષા સાથે રમત રમી રહી હોવાનું આપના પ્રદેશ પ્રભારી ડો.સંદીપ પાઠકે જણાવી વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓનું સમર્થન કર્યું હતું. આપ” યુથ વિંગે સુરત અને અમદાવાદમાં કલેક્ટરને આવેદન પત્ર આપી અગ્નિપથ યોજનાને રદ કરવાની માંગણી કરી અને તેનો વિરોધ નોંધાવ્યો હતો. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી અને રાજ્યસભા સાંસદ ડૉ. સંદીપ પાઠકે દેશભરમાં અગ્નિપથ યોજનાના વિરોધ અંગે વાત કરતાં કહ્યું કે, જ્યારે પણ ભાજપ સરકાર કોઈ નવી નીતિ જાહેર કરે છે ત્યારે તેનાથી સામાન્ય લોકોને જ નુકસાન થાય છે. ભૂતકાળમાં નોટબંધી હોય, જીએસટી હોય કે કિસાન બિલ હોય, દરેક વખતે ભાજપ સરકારે…
પીએમ મોદી આજે ગુજરાતમાં છવાઈ ગયા હતા તેઓએ પોતાના બ્લોગમાં માતાની 100માં જન્મદિન નિમિત્તે ભૂતકાળના સ્મરણો લખ્યા છે અને ખુબજ મુશ્કેલીઓ વેઠીને માં એ પોતાને મોટા કર્યા વગરે વિસ્તારથી લખ્યું છે પણ આ બધા વચ્ચે તેઓએ અબ્બાસ નામના એક મુસ્લિમ યુવક વિશે જે વાત કરી છે તે વાત સોશિયલ મીડિયા ઉપર ભારે ટ્રેન્ડમાં રહી છે. આપને જણાવી દઈએ કે આ અબ્બાસ કોણ છે તે અંગે વાત કરીશું. પીએમ મોદીએ બ્લોગમાં લખ્યું કે, પોતાના પિતાના એક અંગત મિત્રનુ અવસાન થયા બાદ તેમના પુત્ર અબ્બાસને તેઓ પોતાના ઘરે લઈ આવ્યા હતા અને આ અબ્બાસ મોદી પરિવારમાં જ ઉછેર્યો હતો. મોદીના માતા હીરા…
સરકારના અગ્નિપથ યોજના વિરુદ્ધ દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે આંદોલનની આગ ગુજરાત સુધી પહોંચી છે. બિહાર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, રાજસ્થાન, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ઓડિશા, દિલ્હી સહિત 13 રાજ્યમાં આ યોજના વિરુદ્ધ દેખાવો થઈ રહયા છે અને આ રાજ્યોનાં 40થી વધુ શહેરોમાં તોફાનો ફાટી નીકળ્યા છે ત્યારે વિરોધની ચિનગારી ગુજરાત સુધી પહોંચી ગઈ છે, જેમાં જામનગરમાં આજે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્ર થઈ અગ્નિપથ’ યોજનાનો વિરોધ કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. જામનગરમાં આજે વહેલી સવારે એસપી કચેરી નજીક વિદ્યાર્થીઓ રજૂઆત કરવા માટે એકત્ર થતા સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. અગ્નિપથ યોજનાના વિરોધમાં એસપી કચેરી નજીક મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ…
આસામ અને ત્રિપુરામાં પૂરના કારણે સ્થિતિ ગંભીર બની ગઈ છે. આ ભયાનક પૂરને કારણે અત્યાર સુધીમાં 55થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાને રાજ્યની વર્તમાન પૂરની સ્થિતિ વિશે પૂછપરછ કરવા માટે ફોન કર્યો હતો અને કેન્દ્ર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. PM મોદીજીએ પૂરથી પ્રભાવિત લોકોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. જણાવી દઈએ કે આસામના 28 જિલ્લામાં આ વર્ષે પૂરથી 18.95 લાખથી વધુ લોકો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 55 લોકોના મોત થયા છે. આસામના હોજાઈ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાવાગઢથી સીધા વડોદરા આવી પહોંચ્યા હતા જ્યાં એરપોર્ટ પર તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાંથી તેઓ લેપ્રસી મેદાન પહોંચ્યા હતા, જ્યાં ઉભા કરાયેલા ડોમમાં તેમણે ખુલ્લી જીપમાં બેસીને ઉપસ્થિત જનતાનું અભિવાદન ઝીલ્યું હતું. મોદીનો કાફલો એરપોર્ટ પરથી નીકળ્યા બાદ વરસાદ શરૂ થઇ ગયો હતો. મોદીજી એ પોતાના પ્રવચનમાં વડોદરાની શાસ્ત્રી પોળ,રાવપુરા,સહિત, ડભોઇ,પાદરાને ફરી એકવાર યાદ કરી અહીંની ભાખરવડી,લીલો ચેવડો અને જુના સ્મરણો વાગોળ્યા હતા. PM મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યુ કે આજનો દિવસ મારા માટે માતૃ વંદનાનો દિવસ છે, આજે સવારે જન્મદાત્રી માના આશીર્વાદ લીધા, ત્યાર બાદ જગતજનની મા કાલીના આશીર્વાદ લીધા અને આજે માતૃશક્તિનાં વિરાટ દર્શન કરી…
ભોપાલના બીજેપી સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ફરી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ વખતે ધમકી આપનાર વ્યક્તિએ પોતાને દાઉદના ભાઈ ઈકબાલ કાસકરનો માણસ ગણાવ્યો છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી બીજેપી સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ફરી જાનથી મારી નાખવાની ધમકી મળી છે.જેમાં તે ઇસમે ફોન કરીને કહ્યું કે હું ઈકબાલ કાસકરનો માણસ બોલી રહ્યો છું તમારી હત્યા થવાની છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. બીજેપી સાંસદે આ અંગે ભોપાલના ટીટી નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોતાને કોઈએ ફોન પર ધમકી આપી છે, ફોન કરનારે પોતાની ઓળખ દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરના માણસ તરીકે આપી હતી. એમ પણ…
વડાપ્રધાન મોદી આજે સવારે પોતાના માતા હીરાબાના 100 વર્ષમાં જન્મદિવસે માતાના ચરણની પૂજા કર્યા બાદ આર્શિવાદ મેળવી ત્યાંથી સીધાજ પોતાના નિર્ધારિત કાર્યક્રમ મુજબ પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પહોંચ્યા છે. જ્યાં શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચન કર્યાં બાદ પાવાગઢ મંદિરમાં વડાપ્રધાનના મોદીજીના હસ્તે ઐતિહાસિક ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. પાવાગઢ સાથે પ્રાચીન ઇતિહાસ જોડાયેલો છે અહીં 500 વર્ષ પહેલા મહંમદ બેગડાએ હુમલો કરી પાવાગઢ ગઢ જીતી લીધા બાદ મહંમદ બેગડાએ પાવાગઢ મંદિરના શિખરને ખંડિત કરી દઇ મંદિરના ગર્ભગૃહ ઉપર દરગાહ બનાવી દેવામાં આવી હતી હાલમાં સર્વસંમતિ સાથે દરગાહ ખસેડવામાં આવી છે. મહમદ બેગડાના હુમલા બાદ શિખર ખંડિત કરી ગર્ભગૃહ ઉપર દરગાહ કરી…
ગુજરાત સહિત દેશભરમાં 15 કરતા વધુ ટ્રેડર્સ અને એગ્રો સેન્ટર એકમો ઉપર CBIની રેડ પડતા સબંધીતો દોડતા થઈ ગયા છે. ગુજરાત, રાજસ્થાન, પશ્ચિમ બંગાળના પોટાશની નિકાસ કરતાં ટ્રેડર્સ સામે સર્ચની કાર્યવાહી શરૂ થઈ છે , પોટાશની નિકાસમાં ગેરરીતિની ફરિયાદો ઉઠતા CBIએ 15 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી આ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ફફડાટ ફેલાયો છે. ઔદ્યોગિક મીઠાના નામે પોટાશની ગેરકાયદેસર નિકાસ કરી હોવાની વાત મામલે હાલ તપાસ ચાલી રહી છે. મહત્વનું છે કે પોટાશની નિકાસ માટે સરકારની મંજૂરી જરૂરી હોય છે પણ ઔદ્યોગિક મીઠાની આડમાં કાળો કારોબાર થઇ રહ્યાનું ચર્ચાઈ રહયુ છે.જેમાં રૂ. 52.8 કરોડની સબસિડીની ગેરરીતિ આચરવામાં આવી હોવાનું…