વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે બપોરે 12:30 કલાકે લેપ્રસી મેદાન ખાતે અંદાજે 5 લાખ જનમેદનીને સંબોધશે. વડાપ્રધાન આ સભામાં 21 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુર્હત કરશે. મોદીજી વિશાળ ડોમમાં જ ખુલ્લી જીપમાં બેસી 1.25 કિલોમીટર સુધી ઉપસ્થિત લોકોનું અભિવાદન ઝીલશે. વડાપ્રધાન પાવાગઢ ખાતે માં કાળીકા માતાના દર્શન કરીને લેપ્રસી મેદાન ખાતે પહોચશે. જ્યાં તેઓ ઈલેક્ટ્રીક કાર્ટ પર સવાર થઈ ડોમમાં બેસેલી જનમેદનીને મળશે. ડોમમાં બનાવેલા સ્ટેજ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો હાજર રહેશે. વડાપ્રધાનના સુરક્ષા બંદોબસ્તમાં આઈપીએસ કક્ષાના 20 અધિકારી,ડીવાયએસપી કક્ષાના 35 અધિકારી, પીઆઈ કક્ષાના 100 અધિકારી,પીએસઆઈ કક્ષાના 200 અધિકારી,2 હજાર મહિલા પોલીસ કર્મચારી,અન્ય જિલ્લાના…
કવિ: Halima shaikh
નરેન્દ્ર મોદી વહેલી સવારે માતા હિરાબાના આશીર્વાદ લેવા પહોંચ્યા છે. આજે હિરાબાનો 100મો જન્મદિવસ છે ત્યારે નરેન્દ્ર મોદી માતાને મળવા સવારે 6.36 વાગ્યે માતાના ઘરે રાયસણ પહોંચ્યા છે. મોદી માતાના જન્મદિવસ નિમિત્તે ભેટ લઈને આવ્યાં છે. તેમના હાથમાં બેગ નજરે પડી હતી. પીએમ મોદી ગતસાંજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં તેમનું ગુજરાત ભાજપા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે. આજે માતા હીરાબના 100 વર્ષ પુરા થતા તેઓ માતાના જન્મદિનની શુભેચ્છા આપી આર્શિવાદ લઈ પાવાગઢ મંદિર જશે જ્યાં માં કાલિકાના દર્શન અને શીખર ઉપર ધજા ચઢાવવાના છે. પાવાગઢના ઇતિહાસમાં આજનો દિવસ હંમેશા યાદગાર બની રહેશે, કારણ કે સદીઓ બાદ પાવાગઢના માતાજીના…
વડોદરામાં આજે PM નરેન્દ્ર મોદી રૂ.21,000 કરોડથી વધુના કામોના પ્રોજેક્ટ નું લોકાર્પણ કરનાર છે ત્યારે ભારે ઉત્સુકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડોદરામાં આવી રહયા છે અને તેઓ આજવા રોડ ખાતેના લેપ્રસી હોસ્પિટલ મેદાનમાં સભા સંબોધન કરશે તેઓ આજે વડોદરામાં રૂપિયા 21,504 કરોડની કિંમતના શિક્ષણ, પરિવહન,પાણી પુરવઠા, મલિન જળ શુદ્ધિકરણ અને ગટર વ્યવસ્થા,આવાસ સુવિધાઓ, ઊર્જાને લગતા બહુ આયામી વિકાસ પ્રોજેક્ટોનુ લોકાર્પણ કરશે. આ પ્રસંગે માતૃ શક્તિ સહિત વડોદરા શહેર અને જિલ્લા ઉપરાંત ખેડા, આણંદ, છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લાઓનો અભિવાદન કરશે. આજે તા.18મીના રોજ સવારે પાવાગઢ ખાતે જગત મા શ્રી કાલિકા માતાજીના આશીર્વાદ લઈ, વડાપ્રધાન સીધા વડોદરાના…
વડોદરામાં PMની સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી દેવામાં આવી છે વાહનોનું ચેકીંગ પણ હાથ ધરાયુ છે ત્યારે સુરક્ષાના કારણો સર એરપોર્ટથી સભા સ્થળ સુધીના રૂટ પર રિહર્સલ કરાયું હતું. આજે વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવવાના હોય તેઓની મુલાકાત પૂર્વે સુરક્ષા એજન્સીઓ દ્વારા એરપોર્ટથી સભાસ્થળ સુધીના રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું. પીએમ મોદીના કાફલાની ગાડીઓ સાયરનના આવજો સાથે રસ્તા પરથી પસાર થઇ હતી અને સામાન્ય વાહનોને સાઈડ ઉપર લેવાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કોન્વોયનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. પીએમ મોદીની કાર, પોલીસ પાયલોટિંગ, એમ્બ્યુલન્સ સહિતની કારનો કાફલો રસ્તે પસાર થયો હતો. રિહર્સલ દરમિયાન અન્ય વાહનો માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો…
વડોદરોમાં આજે તા.18મીએ શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહયા છે ત્યારે વડોદરામાં અનેરા ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે,ખાસ વાતતો એ રહી છે કે આજવા રોડ ઉપર આવેલા પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે બહેનો એ એક અનોખો ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. અહીં વડાપ્રધાન મોદીના આગમન પૂર્વે બહેનોએ PM-JAY યોજનાના 13,487 સ્ટિકરથી ‘ગંગાસ્વરૂપ મહિલાઓ કો મિલા આયુષ્યમાન ભારત કા રક્ષા આધાર, પ્રધાનમંત્રીજી આપકા આભાર’ લખી મોદીજીનો આભાર વ્યક્ત કરાયો છે આ સ્ટીકરે રેકોર્ડ સર્જ્યો છે. મહત્વનું છે કે અગાઉ વર્ષ 2021માં આ રેકોર્ડ ચીનના નામે હતો. જે આજે ભારતમાં ગુજરાતના વડોદરામાં તૂટ્યો છે.ગંગાસ્વરૂપા બહેનો દ્વારા તૈયાર કરવામાં…
વડોદરામાંથી દોડતી અને પસાર થતી ચાર પેસેન્જર ટ્રેન એક મહિના માટે દર શનિવાર અને રવિવારે રદ કરવામાં આવનાર છે. પશ્ચિમ રેલ્વે પર માલસામાનની વધુ પડતી અવરજવરને કારણે, 18 જૂન, 2022 થી દર શનિવાર અને રવિવારે વડોદરામાંથી દોડતી અને પસાર થતી ચાર જોડી ટ્રેનોને એક મહિના માટે રદ કરવામાં આવી રહી છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. 18 જૂનથી 18 જુલાઈ 2022 સુધી દર શનિવાર અને રવિવારે આ ટ્રેનો રદ કરવામાં આવી છે. –22929 દહાણુ રોડ – વડોદરા –22930 વડોદરા – દહાણુ રોડ –22959 વડોદરા – જામનગર, ઇન્ટરસિટી, –12929 વલસાડ – વડોદરા 19035, વડોદરા – અમદાવાદ, –19036 અમદાવાદ – વડોદરા.…
અમદાવાદ થયેલી લૂંટનો ભેદ ક્રાઇમબ્રાન્ચે ગણતરીના દિવસોમાં ઉકેલી બે લૂટારાઓને ઝડપી લીધા હતા. અમદાવાદમાં ચોરી ,લૂંટ હત્યા ખંડણી સહિતના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. શહેરમાં ગુનેગારો બેફામ બન્યા છે અને જાણે કે હવે ગુનેગારો ખાખીનો ડર રહ્યો ન હોય તેવી રીતે ગુનાહિત પ્રવૃતિઓ આચારી રહ્યા છે. લૂંટ હત્યા ઘટના હવે અમદાવાદ સામાન્ય બનતી જઇ રહી છે. એક તરફ સરકાર દ્રારા કાયદા વ્યવસ્થાને લઇ મોટા મોટા બણંગા ફૂંકવામાં આવી રહ્યા છે શહેરમાં ગુનાખોરીના પ્રમાણને ડામવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સક્રિય બની છે અને નૂતન સોસાયટીમાં થયેલો લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે. શું છે સમ્રગ મામલો આરોપીઓએ નૂતન સોસાયટીના એક મકાનને લૂંટ…
મહારાષ્ટ્રના હિંગોલીના એક 22 વર્ષીય યુવાન ખેડૂતે બેંકમાંથી 6.6 કરોડ રૂપિયાની લોન માટે અરજી કરી છે. ખેડૂતનું કહેવું છે કે તે આ પૈસાથી હેલિકોપ્ટર ખરીદશે. તે આ હેલિકોપ્ટર ભાડે કરીને પોતાનું ગુજરાન ચલાવશે. તેની પાછળ તેણે દલીલ કરી હતી કે ખેતી હવે થઈ શકે તેમ નથી. આ મામલો મહારાષ્ટ્રના હિંગોલીના તકટોડા ગામનો છે. ખેડૂતનું નામ કૈલાશ પતંગે છે. તેણે તેની લોન અરજી સાથે ગોરેગાંવની એક બેંકનો સંપર્ક કર્યો અને લોન માટે અરજી કરી. ખેડૂત કૈલાશ પતંગે પાસે બે એકર જમીન છે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં અનિયમિત વરસાદ અને દુષ્કાળ જેવી સ્થિતિએ ખેતી કરવી મુશ્કેલ બનાવી છે. આવી સ્થિતિમાં…
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે,કોગ્રેસ અધ્યક્ષ સોનિયાગાંધી શ્વસન માર્ગમાં ગંભીર ચેપ સામે ઝઝૂમી રહ્યા છે. કોવિડ બાદ તાજેતરમાં તેઓના નાકમાંથી લોહી નીકળ્યુ હોવાનું ડોક્ટરોએ જણાવ્યુ હતુ. આજે શુક્રવારે કોંગ્રેસે તેમના સ્વાસ્થ્યને લઈને મહત્વપૂર્ણ માહિતી શેર કરી હતી. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે સોનિયા ગાંધીના શ્વસન માર્ગમાં ‘ફંગલ ઇન્ફેક્શન’ જોવા મળ્યું છે. તેમણે કહ્યું કે કોવિડ-19 સંક્રમણ પછી આ ચેપ લાગતા તેઓની સારવાર ચાલી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને કોવિડનું નિદાન થયા બાદ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે 12 જૂને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.…
વડોદરાના સિંધરોટ પાણી પ્રોજેકટનું વડાપ્રધાન તા.18મીએ ઉદ્ઘાટન કરે તે પહેલાંજ મહી નદીથી વડોદરા સુધી નાખવામાં આવેલી 150 MLD પાણીની લાઈનમાં ભંગાણ થતા હજ્જારો લીટર પાણી રોડ ઉપર વહેતુ થતા પ્રોજેકટના ઉદ્ઘાટન મામલે ભારે સવાલો ઉઠ્યા હતા અને તંત્રને પાણી બંધ કરતા કરતા નાકે દમ આવી ગયો હતો વિગતો મુજબ એમ.જી.વી.સી.એલ.ની કેબલ નાખવાની કામગીરી દરમિયાન ભંગાણ થતાં રોડ ઉપર પાણી જ પાણી થઈ ગયું હતું. રૂ. 176 કરોડના આ સિંધરોટ પાણી પ્રોજેક્ટનું તા. 18 જૂનના રોજ વડાપ્રધાન મોદી લોકાર્પણ કરવાના છે તેથી તંત્ર દ્વારા આખી રાત કામગીરી કરી લાઇન રીપેર કરી દેવામાં આવી હતી. રૂપિયા 176 કરોડના સિંધરોટ પાણી પ્રોજેક્ટ અંતર્ગત…