આતંકવાદીઓએ ગુજરાત સહિત દેશમાં આત્મઘાતી બૉમ્બ વિસ્ફોટ કરવાની આપેલી ધમકી બાદ ખાસ કરીનેઅમદાવાદ એટીએસ હાલ એલર્ટ છે અને રાજયના કેટલાક ગુનાહિત માનસ ધરાવતા તત્વોના ફોનના નંબરો શંકાસ્પદ નંબર પર નજર રાખી રહી છે અને આવા લોકોના કોલીંગને ટ્રેસ કરીને એટીએસે લીસ્ટ બનાવ્યું છે જેઓની દરેક હિલચાલ ઉપર ઝીણવટ ભરી નજર રાખવામાં આવી રહી છે ત્યારે વડોદરામાં એક તબીબ અને એક યુવતીની અટક કર્યા બાદ ગોધરાના ઇસમના ફોન નંબર પરથી પાકિસ્તાન સ્થિત શંકાસ્પદ નંબર પર કોલીંગ થયા હોવાનું ધ્યાને આવતા એટીએસ છેલ્લા બે દિવસથી ગોધરા ખાતે ધામા નાખ્યા છે. કારણકે અહીં પવાગઢ ખાતે શ્રી મહાકાળીના દર્શન અને ધ્વજા રોહણ માટે પીએમ…
કવિ: Halima shaikh
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પૂર્વે આતંકી પ્રવૃત્તિમાં શંકાસ્પદ જણાતા બે વ્યક્તિઓની એટીએસ દ્વારા પૂછતાછ શરૂ કરાઇ છે. વડોદરાના ડૉ. સાદાબ અને સાબિહા ISISના હેન્ડલરના સંપર્કમાં હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે,એટીએસ દ્વારા યુવતી અને તબીબની બીજા દિવસે પૂછપરછ ચાલુ છે અને વિદેશથી મોકલાતાં નાણાં યુવતી અને તબીબના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હોવાની વાત સામે આવી છે. ગુજરાતમાં આંતકી પ્રવૃતિ માટે વિદેશથી મોકલાતી નાણાકીય મદદ ઉપર સરકારે સખત નવા કાયદા બનાવતા આતંકી તત્ત્વોએ વિદેશી ફંડિંગ મેળવવા નવી યુક્તિઓ શોધી કાઢી છે. જે એટીએસના ધ્યાને આવતા આ નવી યુક્તિ થી ફંડ મેળવવાના પ્રકરણની ઝીણવટ ભરી તપાસ ચાલુ છે જેમાં ચાર વ્યક્તિની પૂછપછર…
વડોદરામાં તા. 18મીએ શનિવારે પીએમ મોદી આવી રહ્યા છે ત્યારે તેઓના સ્વાગત માટે લગાવવામાં આવેલું નરેન્દ્રભાઈ મોદીનું 71 ફૂટનું ઊંચુ હોર્ડિંગ્સ ભારે પવનો ફૂંકાતા ફાટી જતા સાંજે નીચે ઉતારી લેવાયું હતું અને ફરી લગાવવામાં આવ્યુ હતુ. વડોદરાના આજવા રોડ સ્થિત લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે તારીખ 18 મીએ 12:30 વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવી રહયા હોય પ્રધાનમંત્રીના સ્વાગત માટે ઠેર ઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે જે પૈકી સભા સ્થળ નજીક લગાવવામાં આવેલું 71 ફૂટ ઉંચુ વિશાળ પોસ્ટર ભારે પવન ફૂંકાતા ફાટી ગયું હતું. પોસ્ટર ફાટી જતા ભાજપના આગેવાનોમાં ભારે દોડધામ મચી ગઇ હતી અને ફાટેલા પોસ્ટરને ઉતારી ત્વરિત નવું પોસ્ટર તૈયાર કરવાની…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂનના રોજ વડોદરાના લેપ્રસી મેદાન ખાતે બપોરે 12:30 કલાકે ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં ભાગ લેનાર હોય તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. વડાપ્રધાનની સભા શરૂ થાય તેના 1 કલાક પહેલા જ વડોદરા સહિત પાંચ જિલ્લામાંથી આવનારા લાભાર્થીઓ તેમજ લોકોને ડોમમાં પોતાની જગ્યા પર બેસી જવાનું રહેશે. ડોમમાં વડાપ્રધાન ઈલેક્ટ્રીક કાર્ટ મારફતે સૌને મળશે. શહેરના મકરપુરા, નંદેસરી સહિતના 7 હજાર ઉદ્યોગો મોદીજીની વડોદરા મુલાકાત દરમ્યાન કાલે બંધ રહેશે. શહેર-જિલ્લાના ઓદ્યોગિક એકમો, સામાજીક સંસ્થાઓ,ધાર્મિક સંસ્થાઓ,એસોસીએશનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. મકરપુરા જીઆઇડીસીના 4500 યુનિટ,મંજુસર જીઆઇડીસીના 500 યુનિટ, નંદેસરીના 400 યુનિટ,પાદરાના 180 યુનિટ,વાઘોડીયાના 800 યુનિટ સહિત અન્ય નાના મોટા…
ભારતીય કિસાન યુનિયન ટિકૈત જૂથના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના કોઈપણ રીતે યોગ્ય નથી. જેના કારણે ખેડૂતોના બાળકો આત્મહત્યા કરશે. તેમણે કહ્યું કે કિસાન પથ અને અગ્નિ પથ એક છે. આથી હવે દેશભરમાં બંને સાથે મળીને સંઘર્ષ થશે. ખેડૂતોના બાળકો ટ્રેક્ટર સાથે લડવા આગળ આવશે. ભારતીય કિસાન યુનિયન ના ત્રણ દિવસીય કિસાન મહાકુંભમાં પહોંચેલા રાકેશ ટિકૈતે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન અગ્નિ પથ પર મોટા આંદોલનની જાહેરાત કરી હતી. તેણે કહ્યું કે અગ્નિપથ હેઠળ અગ્નિવીર બન્યાના ચાર વર્ષ પછી બાળકો ક્યાં જશે. સરકાર અગ્નિપથ જેવી યોજના ચલાવીને બેરોજગાર યુવાનો સાથે મજાક કરી રહી છે. કારણ કે…
ભારતે પરમાણુ હથિયારોના ઉત્પાદન અને જાળવણી પર એક વર્ષમાં એક અબજ ડોલર (રૂ. 7799 કરોડ) કરતાં વધુ ખર્ચ કર્યા છે. વૈશ્વિક પરમાણુ શસ્ત્રોના નાબૂદી અંગેના ICANના અહેવાલ મુજબ, વિશ્વના નવ પરમાણુ સશસ્ત્ર દેશોએ 2021માં તેમના પરમાણુ શસ્ત્રોના કાર્યક્રમો પર કુલ $82.4 બિલિયનનો ખર્ચ કર્યો છે, જે વર્ષ 2020ની સરખામણીમાં આઠ ટકાનો વધારો દર્શાવે છે. 2021 માં વૈશ્વિક પરમાણુ હથિયારોના ખર્ચમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો. ડિફેન્સ થિંક ટેન્ક સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (સિપ્રી) એ દાવો કર્યો હતો કે જાન્યુઆરી 2022માં ભારત પાસે 160 પરમાણુ હથિયાર હતા અને તે પરમાણુ હથિયારોની સંખ્યામાં વધારો કરી રહ્યો હોવાનું જણાય છે. જાન્યુઆરી 2021માં ભારત…
સેનાની રેજિમેન્ટ સિસ્ટમમાં અગ્નિપથ યોજનાથી કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. પ્રથમ વર્ષમાં ભરતી થનાર અગ્નિવીરોની સંખ્યા કુલ સશસ્ત્ર દળોના ત્રણ ટકા હશે. દેશના ઘણા ભાગોમાં આ નવી યોજના સામે યુવાનોના હિંસક વિરોધ વચ્ચે સરકારી સૂત્રોએ ગુરુવારે આ માહિતી આપી. સૂત્રોએ જણાવ્યું કે આ યોજનાનો હેતુ સશસ્ત્ર દળોમાં યુવાનો માટે તકો વધારવાનો છે. આ હેઠળ, સશસ્ત્ર દળોમાં વર્તમાન નોંધણીથી લગભગ ત્રણ ગણી સંખ્યામાં સૈનિકોની ભરતી કરવામાં આવશે. જો કે તેનો ચોક્કસ સમયગાળો હજુ કહી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે સરકારે આર્મી, એરફોર્સ અને નેવીમાં ચાર વર્ષના કોન્ટ્રાક્ટ પર સૈનિકોની ભરતી માટે આ યોજના શરૂ કરી છે. દાયકાઓ જૂની સૈન્ય ભરતી…
દેશના પૂર્વોત્તર રાજ્યોના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. આસામ, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશના પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ પડતા ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. દરમ્યાન હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી તમામ ઉત્તરપૂર્વીય રાજ્યો અને તેની નજીકના ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી કે, “આસામ અને મેઘાલયમાં 16 થી 18 જૂન સુધી અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.” હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિહાર અને ઝારખંડમાં 19 જૂન સુધી અને ઓડિશામાં 17 જૂન…
વડોદરામાં 18મીએ મોદી આવી રહયા હોય ફૂલ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને વોચ રાખવામાં આવી રહી છે ત્યારે આ બધા વચ્ચે શહેરના કિશનવાડીથી શાકમાર્કેટ તરફના ફીડરની કોઈ અજાણ્યા તત્વોએ સ્વિચ બંધ કરી દઈ વીજપુરવઠો ખોરવી નાખતા તંત્રમાં ભારે દોડધામ થઈ હતી આ અંગે વીજ કંપની દ્વારા પોલીસને જાણ કરાતા પેટ્રોલિંગ શરૂ કરાયું હતું. વિગતો મુજબ પાણીગેટ સબ સ્ટેશન હેઠળ આવેલા આજવા રોડના પરિવાર સ્કૂલથી કિશનવાડી તરફ જવાના માર્ગ ઉપર આ ફીડર લાઈનના આરએમયુની સ્વિચ બંધ કરવામાં આવતા વીજ કર્મચારીઓ દ્વારા છૂપા વેશે વોચ પણ ગોઠવી હતી. જોકે તેમાં સફળતા ન મળતાં આખરે પોલીસને જાણ કરાઈ હતી. કારણકે આજવા રોડ…
અમદાવાદ બાદ હવે બનાસકાંઠામાં પણ માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવાયુ છે. રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા હવે ફરી કોરોના ગાઈડ લાઈન પાળવા તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવી રહયા છે ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી જાહેર સ્થળો પર 15થી 30 જૂન સુધી માસ્ક ફરજીયાત કરાયુ છે. જો કોઈ માસ્ક વગર જાહેર સ્થળોએ ફરતો જણાશેતો રૂ.1000નો દંડ કરવાના આદેશ અપાયો છે. મહત્વનું છેકે અમદાવાદમાં પણ ગત તા.13 મીજુનથી માસ્ક ફરજીયાત કરવામાં આવ્યુ છે. અમદાવાદ શહેરના જાહેર સ્થળો, ભીડભાડવાળી જગ્યાઓ, મોલ, મલ્ટીપ્લેક્સ કોમર્શિયલ કોમ્પ્લેક્સ, સહિતની જગ્યાઓ ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું આરોગ્ય વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા અને કોરોનાની…