કવિ: Halima shaikh

વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના કેસ વધી રહયા હોય લોકોને માસ્ક સહિતના નિયમોનું પાલન કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહયા છે ત્યારે વડોદરાના આજવા રોડ સ્થિત લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે 18મી જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત સમયે આ કાર્યક્રમના સમારોહના ડાયસ પર બેસનારાઓ માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. કોવિડને ધ્યાનમાં રાખીને તેનું પાલન કરવા માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં અંદાજે પાંચ લાખ લોકો એકઠાં થાય તેવી સંભાવના છે. જેના માટે દરેકને માસ્ક પહેરવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે,કાર્યક્રમમાં કોવિડના નિયમોનું પાલન થાય તે માટે ખાસ સૂચના અપાઈ છે. વડોદરા શહેર અને…

Read More

નેશનલ હેરાલ્ડ કેસમાં ED દ્વારા રાહુલ ગાંધીની સતત અને સઘન પૂછપરછ અને કાર્યકરો સામે પોલીસની કાર્યવાહીથી કોંગ્રેસનો રોષ વધી રહ્યો છે. આજે ચોથા દિવસે પણ રાહુલને સમન્સ પાઠવવામાં આવ્યું છે. દરમિયાન કોંગ્રેસના નેતાઓએ આજે ​​લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને મળીને નેતાઓ અને કાર્યકરો સાથે પોલીસના અત્યાચાર સામે વાંધો વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો આજે દેશભરના રાજભવનોનો ઘેરાવ કરશે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ આજે ​​સંસદ ભવનમાં સ્પીકરની ચેમ્બરમાં બિરલા સાથે મુલાકાત કરી હતી. મીટીંગ બાદ ચૌધરીએ કહ્યું કે અમારી સાથે થઈ રહેલા અત્યાચાર અંગે અમે સ્પીકરને ફરિયાદ કરી હતી. દિલ્હી પોલીસ અધિકારીઓના વર્તન અને કોંગ્રેસ હેડક્વાર્ટરમાં પ્રવેશ અંગે…

Read More

વડોદરાના ડો.સાદાબ પાનવાલાની એટીએસ દ્વારા અટકાયત થઈ છે તેઓ પ્રતિબંધિત સંગઠન સિમી અને અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અગાઉ પણ પૂછતાછ થઈ ચૂકી છે તેવા મુસ્લિમ ડોક્ટર એસોસિયેશનના સભ્ય ડો.સાદાબ પાનવાલાને બુધવાર વહેલી સવારે 3.30 વાગ્યે એટીએસની ટીમે અટકાયત કરી હતી અને અમદાવાદમાં પૂછપરછ કરી હોવાનું કહેવાય છે. રાજ્યભરમાંથી શંકાના આધારે 3 થી 4 લોકોની આ રીતે અટકાયત થઈ હોવાનું કહેવાય છે અને તેઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી હોવાની વાત છે પરંતુ અટકાયતનું કારણ હજી સામે આવ્યું નથી. વડોદરાના વાડી તાઈવાડામાં રહેતા ડો. સાદાબ પાનવાલાની શહેર પોલીસની ટીમને સાથે રાખી એટીએસએ અટકાયત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ડૉ સાદાબને…

Read More

ચારધામ યાત્રા પર આવનારા યાત્રિકોને પ્રથમ વખત એક લાખનું વીમા કવચ આપવામાં આવ્યું છે. બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી સંકુલમાં જો કોઈ દુર્ઘટનાને કારણે તીર્થયાત્રીનું મૃત્યુ થાય છે, તો મંદિર સમિતિ માનવ ઉત્થાન સેવા સમિતિના સહયોગથી વીમાની સુવિધા આપશે. વીમાની રકમ યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની દ્વારા ચૂકવવામાં આવશે. બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ના પ્રમુખ અજેન્દ્ર અજયે માનવ ઉત્થાન સેવા સમિતિના સ્થાપક અને પ્રવાસન મંત્રી સતપાલ મહારાજનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે પ્રવાસન મંત્રીના પ્રયાસોથી યાત્રાળુઓને વીમા કવચની સુવિધા મળી છે. માનવ ઉત્થાન સેવા સમિતિ વતી વીમાનું પ્રીમિયમ યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપનીને આપવામાં આવ્યું છે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના મીડિયા પ્રભારી…

Read More

પેટ્રોલ અને ડીઝલ મોંઘા થતા લોકો સીએનજી તરફ વળ્યા હતા પરંતુ ગેસ ભરાવવા પંપ ઉપર લાંબી લાઈનોને કારણે ટાઈમ વેસ્ટ થઈ જતા ઘણા કામો અટવાઈ જતા હતા. જોકે,હવે સીએનજી વાહન ચાલકો માટે ખુશ ખબર આવી ગઈ છે અને ફોન કરતાજ સીએનજી વાહનોને ઘરે આવીને ગેસ ભરી જવા માટેની સેવા શરૂ થઇ ગઈ છે પરિણામે પંપ ઉપર લાંબી લાઈનોમાં ઉભા રહેવામાંથી છુટકારો મળશે. મુંબઈમાં ઘરઆંગણે CNG મળી રહે તે પ્રકારે એનર્જી ડિસ્ટ્રિબ્યુશન સ્ટાર્ટઅપ ‘ધ ફ્યુઅલ ડિલિવરી’ એ શહેરમાં મોબાઈલ CNG સ્ટેશન સ્થાપવા માટે મહાનગર ગેસ લિમિટેડ સાથે હિતના પત્ર પર હસ્તાક્ષર કર્યા છે મોબાઈલ CNG સ્ટેશનની મદદથી ગ્રાહકોને સેવા 24 કલાક…

Read More

યુપીમાં બુલડોઝરની કાર્યવાહી સામે જમિયત ઉલેમા-એ-હિંદ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે કાયદાની યોગ્ય પ્રક્રિયા વિના કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સાથે જમીઅતે બુલડોઝરની કાર્યવાહી માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. ઉત્તર પ્રદેશમાં હિંસાના આરોપીઓની મિલકતોને બુલડોઝરથી તોડી પાડવાના સરકારના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. આ અરજી જમિયત ઉલેમા-એ-હિંદ દ્વારા દાખલ કરવામાં આવી છે. જવાબદાર અધિકારીઓ પર પણ કાર્યવાહી કરવાની માંગ જસ્ટિસ એએસ બોપન્ના અને વિક્રમ નાથની વેકેશન બેન્ચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવશે. જમીયતે કોર્ટ પાસે માંગ કરી છે કે તેણે યુપી…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા તા.18 મી જુનના રોજ 100 વર્ષ પૂર્ણ કરવા જઇ રહયા છે ત્યારે પીએમ મોદી પણ હાજર રહેશે. હીરાબા હાલમાં ગાંધીનગરના રાયસણના વૃંદાવન બંગલોમાં રહે છે. હીરાબના જન્મ દિવસને યાદગાર બનાવવા માટે ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી 80 મીટર સુધીના માર્ગને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના નામે નામકરણ કરવાની ગાંધીનગરના મેયર દ્વારા આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાને 18 જૂને 100 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. તે નિમિત્તે ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી 80 મીટરના રોડને ‘પૂજ્ય હીરાબા માર્ગ’ તરીકે નામાભિધાન કરી બર્થડે ગિફ્ટ અપાશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબા શતાયુ…

Read More

પુરી, ઓડિશામાં, ભગવાન જગન્નાથ જ્યેષ્ઠ મહિનાની પૂર્ણિમાથી બીમાર થઈ જાય છે. ભગવાન જગન્નાથ આ દિવસથી આગામી 14 દિવસ સુધી ‘બીમાર’ રહે છે. બુધવારે, પાણીના 108 ઘડાઓમાં સ્નાન કર્યાના એક દિવસ બાદ ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથ મંદિરમાં રહ્યા હતા, પરંપરા મુજબ, તેઓ ‘બીમાર’ પડે છે અને પખવાડિયા સુધી એકાંતમાં રહે છે. આ દિવસો દરમ્યાન મંદિરમાં ફક્ત ‘દૈતપતિ’ સેવકોનેજ જવાની મંજૂરી આપવામાં આવે છે, જ્યાં ભગવાન બીમાર પડ્યા પછી આરામ કરે છે. દેવતાઓ જ્યારે બીમાર પડે છે ત્યારે તેમને ‘અનાસર ઘર’ નામના રૂમમાં એકાંતમાં રાખવામાં આવે છે. મહેલના રાજ વૈદ્યની સૂચના પર જડીબુટ્ટીઓ, ફૂલો અને મૂળના અર્કથી તેની સારવાર…

Read More

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા બુધવારે સતત ત્રીજા દિવસે મની લોન્ડરિંગ કેસમાં આઠ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. એજન્સીએ નેશનલ હેરાલ્ડ અને યંગ ઈન્ડિયનના માલિકીના નિર્ણયોમાં તેમની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા. ત્રણ દિવસમાં લગભગ 30 કલાક તેની પૂછપરછ કરવામાં આવી. મંગળવારે 11 કલાક અને સોમવારે સાડા દસ કલાક સુધી પૂછપરછ ચાલી હતી. શુક્રવારે ફરીથી પૂછપરછ થશે. રાહુલની પૂછપરછ પર નારાજ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. પોલીસે કોંગ્રેસ હેડક્વાર્ટરમાં ઘૂસીને પાર્ટીના કાર્યકરોને હટાવ્યા હતા. પોલીસની આ કાર્યવાહી સામે કોંગ્રેસ ગુરુવારે તમામ રાજ્યોમાં રાજ્યપાલ અને ઉપરાજ્યપાલના આવાસનો ઘેરાવ કરશે અને શુક્રવારે…

Read More

મોંઘવારીનો વધુ માર હવે જનતાના માથે આવ્યો છે અને ફરી એક વખત વધુ પૈસા ચૂકવવા જનતાએ આજથી તૈયાર રહેવું પડશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ નવા સ્થાનિક એલપીજી કનેક્શનની સિક્યોરિટી ડિપોઝિટમાં રૂ. 750નો વધારો કર્યો છે. ગ્રાહકોને હવે દરેક કનેક્શન માટે 1,450 રૂપિયાના બદલે 2200 રૂપિયા ચૂકવવા પડશે. તેનો અમલ 16 જૂન એટલે કે આજથી થશે. –રેગ્યુલેટર પણ મોંઘુ થયું આ સાથે, નવું કનેક્શન લેતી વખતે, 14.2 કિલોગ્રામના બે સિલિન્ડર પર 4,400 રૂપિયા ડિપોઝિટ ચૂકવવા પડશે. ગેસ રેગ્યુલેટરની કિંમત પણ 150 રૂપિયાથી વધારીને 250 રૂપિયા કરવામાં આવી છે. 5 કિલોના સિલિન્ડરની સુરક્ષા રકમ પણ વધારી દેવામાં આવી છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ…

Read More