કવિ: Halima shaikh

વડોદરા સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વડોદરામાં મુખ્યત્વે આકાશ વાદળોથી ગોરંભાયેલું જોવા મળી રહ્યું છે અને હળવા વરસાદી ઝાપટા પડવાનું ચાલુ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વડોદરા,અમદાવાદ, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ખેડા, મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ભરુચ, નવસારી, સુરત, વલસાડ, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. દરમિયાન રાજ્યમાં કુલ અંદાજે 14.45 મિમી વરસાદ થયો હોવાનું નોધાયું છે. ઉત્તર અરબી સમુદ્ર નજીકના વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે…

Read More

અમદાવાદના જાસપુર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ખાતે પાટીદાર સમાજની આજે બેઠક મળી છે જેમાં સમાજના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા ચાલુ છે. બેઠકમાં ટ્રસ્ટીઓ પ્રમુખો સહિતના હોદ્દેદારો વચ્ચે સમાજ તથા બિન અનામત વર્ગને લગતા વિવિધ મુદ્દાઓને લઇ ચર્ચા ચાલી રહી છે.જેમાં મુખ્યત્વે PSI ભરતીમાં ભરતી બોર્ડ દ્વારા સીધી રીતે બિનઅનામત વર્ગના ઉમેદવારોને અન્યાય કરાયો હોવા સાથે નિયમ પ્રમાણે નથી થયુ હોવા અંગે ચર્ચા વિચારણા થઈ હતી ઉપરાંત આંદોલન સમયના કેસ હજી પાછા ખેંચાયા નહી હોવા મુદ્દે પણ ચર્ચા થઈ હતી તેમજ બોર્ડ અને નિગમમા ચેરમેનની જગ્યાઓ લાંબા સમય સુધી ખાલી હોય જ્યારે યુવાનો લોન માટેની કામગીરી માટે જાય છે ત્યારે તેમના કામો…

Read More

આપણા શાસ્ત્રોમાં પ્રાચીન ગ્રંથોનું વિશેષ મહત્વ છે અને આજે તા.15 જૂન, બુધવારે બપોરે 12.20 કલાકે સૂર્ય વૃષભ રાશિથી મિથુન રાશિમાં આવતા આજે મિથુન સંક્રાંતિ પર્વ ઉજવાય છે. આ મહિને ભગવાન સૂર્યની ખાસ પૂજા કરવાની પરંપરા છે. પ્રાચીન ગ્રંથોમાં સ્કંદ અને સૂર્ય પુરાણમાં જેઠ મહિનામાં સૂર્ય પૂજાનું ખાસ મહત્ત્વ રહેલું છે. આ હિંદુ મહિનામાં જ મિથુન સંક્રાંતિએ સવારે જલ્દી ઉઠીને ભગવાન સૂર્યને જળ ચઢાવવાનો મહિમા છે. સૂર્ય પૂજા સમયે લાલ કપડા પહેરવા સહિત પૂજા સામગ્રીમાં લાલ ચંદન, લાલ ફૂલ અને તાંબાના વાસણનો ઉપયોગ કરવો જોઈએ. પૂજા પછી મિથુન સંક્રાંતિએ દાનનો સંકલ્પ લેવામાં આવે છે. આ દિવસે વિશેષ કરીને કપડા, અનાજ અને…

Read More

દેશમાં હાલ હિન્દુ-મુસ્લિમ વચ્ચે તોફાનોનો માહોલ છે તો બીજી તરફ આ બધાથી વિપરીત કિસ્સો સામે આવ્યો છે જેમાં કચ્છમાં એક ક્ષત્રિય હિન્દૂ યુવકે પાણીમાં ડૂબી રહેલા મુસ્લિમ યુવાન ને બચાવવા માટે પોતાનો જીવ આપી દીધાનો બનાવ બન્યો છે. જ્યારે કોઈ ઉપર સંકટ જણાય અને મહિલા મદદનો પોકાર કરતી હોય ત્યારે કોઈપણ ક્ષત્રિય હોય તે પોતાની પરવા કર્યા વગર જ્યારે મદદ માટે કૂદી પડે તે વર્ષોથી ચાલ્યા આવતા સિદ્ધાંત અને ક્ષત્રિયધર્મની પરંપરાને જાળવી રાખી 24 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજાએ પોતાનો જીવ આપી દીધો છે,જે વાતની જાણ થતાં મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં પરિવારના ઘરે પહોંચ્યા હતા અને પરિવારને દિલાસો આપી મૃતકની અંતિમ…

Read More

રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ જતા હવે વહીવટ વિભાગ પણ તકેદારીના ભાગરૂપે સજ્જ બન્યું છે ત્યારે વડોદરા જિલ્લામાં વાવાઝોડા, વરસાદ અને પૂરની સ્થિતિ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે. વડોદરા જિલ્લા કલેકટર કચેરી સ્થિત આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા જિલ્લામાં ગ્રામસ્તર સુધી આપત્તિ / હોનારતો સમયે બચાવ માટે પગલાં ભરવામાં આવે છે અને ખાસ કરીને ચોમાસા દરમિયાન વાવાઝોડું કે ભારે વરસાદ અને પૂરની સંભાવનાઓ વખતે તકેદારીના પગલાં ભરવામાં આવતા હોય છે.આ ઉપરાંત આગ, મોટા અકસ્માતો અને મકાન તૂટી પડવા જેવી હોનારતો બનતી હોય છે. આવી ઘટનાઓની તાલુકા તંત્રો દ્વારા આપત્તિ વ્યવસ્થાપન વિભાગને જાણ કરવામાં આવે છે. તેની સાથે ઘટનાના…

Read More

યુપીમાં તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા પોલીસને સૂચના આપતા પોલીસે તોફાનીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી તેઓના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાનું અભિયાન હાથ ધરતા ઓવેસી સહિતના નેતાઓ એ વિરોધ કર્યો હતો તેમછતાં અભિયાન ચાલુ રહેતા હવે જમીયત ઉલેમા-એ-હિંદના લીગલ સેલના સેક્રેટરી ગુલઝાર અહેમદ આઝમીએ યુપીમાં ચાલી રહેલી બુલડોઝર કાર્યવાહી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જમીયતે કોર્ટ પાસે માંગ કરી છે કે તેણે યુપી સરકારને આ કાર્યવાહી રોકવાનો નિર્દેશ આપવો જોઈએ. અરજીમાં કહેવામાં આવ્યું છે કે 3 જૂને કાનપુરમાં મુસ્લિમ સમુદાયના લોકોએ પ્રોફેટ વિશે અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. તે લઈને હિંદુ સમુદાયના…

Read More

ગુજરાતમાં ધોલેરા એરપોર્ટનું કામ હવે ખુબજ ઝડપથી આગળ વધશે કારણ કે મોદી કેબિનેટમાં 1305 કરોડના ખર્ચે ધોલેરામાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટની મંજૂરી મળી જતા હવે ધોલેરા ગ્રીનફિલ્ડ એરપોર્ટનું બાંધકામ 48 મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવશે. ધોલેરા ગુજરાત રાજ્યનું સૌથી મોટું વિમાનમથક બનશે અને એમઆરઓ, ડિફેન્સ અને એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝને પણ ઉત્તેજન મળશે. વડોદરા, રાજકોટ, ભાવનગર, નડિયાદ અને આણંદથી વધતા જતા ટ્રાફિક પણ નિયંત્રિત થઈ જશે. ગ્રીનફિલ્ડ એેરપોર્ટમાં મુસાફરોની સુવિધા તેમજ કાર્ગો સુવિધા ઉપલબ્ધ હશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ માહિતી આપતા ઉમેર્યું હતું કે ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે 1501 હેક્ટર જમીન ઉપર ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ કંપની તેનું બાંધકામ પૂર્ણ કરશે ધોલેરામાં ગ્રીનફિલ્ડ…

Read More

રાજ્યમાં પટેલના મતદારો ઉપર પ્રભુત્વ ધરાવતા ખોડલધામના નરેશ પટેલ હવે કોઈપણ રાજકીય પક્ષમાં નહિ જોડાય તે વાત સામે આવી છે. રાજકોટમાં નરેશ પટેલ અને ખોડધામના ટ્રસ્ટીઓની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે જોકે,આ અંગે નરેશ પટેલ ગુરૂવારે પોતાનો નિર્ણય જાહેર કરનાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. નરેશ પટેલ રાજકારણમાં જોડાવા મામલે છેલ્લા કેટલાક સમયથી ભારે સસ્પેન્સ રહ્યું હતું અને ભાજપ,આપ અને કોંગ્રેસ એમ ત્રણ પાર્ટીમાંથી કઈ પાર્ટી ઉપર પસંદગી ઉતારે છે તે મુદ્દે સતત ચર્ચાઓ ચાલતી રહી હતી પણ આખરે પાટીદાર આગેવાન અને ખોડધામના ટ્રસ્ટીઓ સાથેની બેઠક બાદ તેઓએ રાજકારણમાં નહિ જોડાવા નિર્ણય લીધો હોવાનું મનાય રહ્યું છે…

Read More

ગેરકાયદેસર રીતે બનાવેલી કરોડોની સંપત્તિ અને મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનની થયેલી ધરપકડ બાદ દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટમાં ઈડીએ એ જણાવ્યું હતું કે પૂછતાછ વખતે સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે, પોતાને કોરોના થઇ ચૂકયો હોવાથી તેમની યાદશક્તિ જતી રહી છે. ઈડીએ જણાવ્યું હતું કે, ત્યારે સત્યેન્દ્ર જૈનને દસ્તાવેજો અંગે કેટલાક સવાલો કરવામાં આવ્યા હતા. હવાલાથી પૈસા મેળવનારા ટ્રસ્ટ સાથે સત્યેન્દ્ર જૈનનું શું કનેક્શન અને મેમ્બરશીપ મામલે સવાલો પૂછવામાં આવ્યા હતા. મહત્વનું છે કે સત્યેન્દ્ર જૈનને ઈડીએ 30 મેના રોજ ધરપકડ કરી હતી, તેના પર આવકથી વધારે સંપત્તિ અને મની લોન્ડ્રીંગનો આરોપ લગાવ્યો હતો. તેમના ઘર પર ઈડીએ દરોડા…

Read More

અમદાવાદમાં આજે બુધવારથી ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. તા. 15 થી 21 જૂન સુધી પાંચ દિવસ ચાલનાર આ ટ્રાફીક ડ્રાઇવમાં અંડર એજ વાહન ચાલકો, ડાર્ક ફિલ્મ, રોંગ સાઈડ અને HSRP નંબર પ્લેટ વિનાના વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં આ પહેલા પણ ગત તા.5 જૂનથી લઈ તા. 11 જૂન સુધી યોજાયેલી ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન પોલીસે HSRP નંબર પ્લેટને લઈને ખાસ ઝુંબેશ ચલાવી હતી અને HSRP નંબર પ્લેટ વિનાના વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આજથી શરૂ થયેલી ડ્રાઇવ દરમિયાન એક તરફ સ્કૂલો ચાલુ થતા અંડર એજ બાળકો વાહનો…

Read More