કવિ: Halima shaikh

રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહયા છે જેમાં અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસો નોંધાય રહ્યા હોય આજથી તંત્ર દ્વારા માસ્ક ફરજીયાત કરી દેવાયું છે. શહેરમાં વધતા જતાં કોરોના કેસના પગલે કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરાવવા આરોગ્ય વિભાગ દ્વારા આજે સોમવારથી અભિયાન શરૂ કરવામાં આવશે. અમદાવાદ શહેરના જાહેર સ્થળો, ભીડભાડવાળી જગ્યાઓ, મોલ, મલ્ટીપ્લેક્સ કોમર્શિયલ કોમ્પ્લેક્સ, સહિતની જગ્યાઓ ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું આરોગ્ય વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા અને કોરોનાની ગાઇડ લાઇનનું ચેકિંગ શરૂ કરવામાં આવશે. કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરનારા સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે, અને અમદાવાદમાં માસ્ક પહેરવું ફરજિયાત કરાયું છે, જેણે માસ્ક નહીં પહેર્યું હોય સામે આજથી…

Read More

આજથી રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે અને કોરોના કાળના 2 વર્ષ બાદ ફરી 100 ટકા હાજરી સાથે સ્કૂલો ચાલુ થઈ છે. જોકે,આજે પ્રથમ દિવસે સ્કૂલોમાં હાજરી પાંખી જોવા મળી રહી છે,આજે સવારની પાળીમાં બાળકો પોતાના વાલીઓ સાથે સ્કૂલે જતા નજરે પડયા હતા. 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ આજે સોમવારથી રાજ્યભરનીસ્કૂલો શરૂ થઇ ગઈ છે,અગાઉના બે વર્ષ કોરોનાને કારણે સ્કૂલોમાં શિક્ષણ કાર્ય બંધ હતું અને ઓનલાઈન શિક્ષણનો બાળકોને નવો અનુભવ થયો હતો જેથી પરીક્ષામાં ઘણીજ તકલીફ ઊભી થઈ હતી કારણકે ઓનલાઈન માં સરખું ભણી નહિ શકેલા વિદ્યાર્થીઓને પરીક્ષા આપતી વખતે ગોખણ પટ્ટીનો સહારો લેવો પડ્યો હતો. જો કે, આ…

Read More

સુરત સાથે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વલસાડ, નવસારીમાં બે દિવસથી હળવો વરસાદ પડવાનું ચાલુ છે ત્યારે આજે વહેલી સવારે સુરત શહેરના વાતાવરણમાં પલટો આવવા સાથે વરસાદ પડતા ઠંડક પ્રસરી હતી. સુરતમાં બે ઈંચ જેટલો વરસાદ પડતા પાણી ભરાઇ ગયા હતા. જેમાં સૌથી વધુ વરસાદ વરાછા ઝોન-એમાં 46 મિમિ વરસાદ પડ્યો હતો. ઉધના-વરાછામાં પાણી ભરાયાના અહેવાલ છે. અમરોલી સહિતના વિસ્તારમાં વીજળી ડૂલ થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ધોધમાર વરસાદ ખાબકતા ઉધના, પાંડેસરા અને વરાછા વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ ગયા હતા રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી જુદાજુદા જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. આગામી પાંચ દિવસ વરસાદ પડવાની…

Read More

વડોદરા સહિત દેશભરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે. વડોદરા શહેર-જિલ્લામાં આજે નવા 33 કેસ નોંધાયા છે. વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 111 પર પહોંચી છે. હાલમાં હોસ્પિટલોમાં 8 દર્દી દાખલ છે. દાખલ દર્દી પૈકી એક દર્દીને ઓક્સિજન પર રાખવામાં આવ્યો છે. હાલમાં શહેરમાં 103 લોકો ક્વોરન્ટીન છે. વડોદરામાં છેલ્લા 36 કલાકમાં ગોત્રી, જતેલપુર, અકોટા, સમા, અટલાદારા, ઉંડેરા, કરજણ, મેધાકુઇ, સેવાસી, રણુ, કોયલી, સેજાકુવા, છાણી, ગાજરાવાડી, દિવાળીપુરા, તરસાલી, દંતેશ્વર, ગોકુલનગર, ભાયલી વિસ્તારમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરામાં વીતેલા 36 કલાકમાં ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 3, પશ્ચિમ ઝોનમાં 11,…

Read More

વિધાનસભાની ચુંટણીઓ અગાઉ ઘણા કોંગીજનો ભાજપમાં ગોઠવાઈ ગયા છે અને મોજ કરી રહયા છે ત્યારે હાર્દિક પટેલ બાદ હવે તેમની નજીક ગણાતા લલિત વસોયા પણ ભાજપમાં જોડાશે તેવી અટકળો વચ્ચે છેલ્લા બે-ત્રણ દિવસથી ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા કોંગ્રેસના તમામ ગ્રુપમાંથી લેફ્ટ થયા હોવાની વાતે રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે, ધારાસભ્ય કોંગ્રેસનો પંજો છોડીને કેસરિયો ધારણ કરશે તેવી વાતો વહેતી થઇ છે.જોકે,આવી વાતો ઉડતા ધારાસભ્યએ આ વાતનો રદિયો આપ્યો છે અને તેવું કાંઈ નથી તેમ કહી વાત ઉડાવી રહયા છે પણ મનાઈ રહ્યુ છે કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. ધારાસભ્ય વસોયા હાર્દિક પટેલના નજીકના વ્યક્તિ મનાય છે ત્યારે જોવું રહ્યું…

Read More

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને સૌરાષ્ટ્ર, મધ્યગુજરાત, દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડયાના અહેવાલ છે. મધ્યગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. વડોદરાના ગોત્રી, વાઘોડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.જો કે વરસાદની શરૂઆત થવાની સાથે જ વાઘોડિયાના અનેક વિસ્તારોમાં વિજળી ગુલ થઈ ગઇ હતી. રસ્તા પર પણ પાણી ભરાયા હતા. વડોદરામાં છેલ્લા ઘણાજ દિવસોથી ઉકળાટનો માહોલ હતો અને આજે વરસાદ થતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે દાહોદ જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ પડ્યો છે. ફતેપુરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. સુરત શહેર અને જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. સુરત શહેરમાં મધરાતથી જ વરસાદ શરૂ…

Read More

મહંમદ પયગમ્બર ઉપર વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ઉભી થયેલી અજંપાભરી સ્થિતિ વચ્ચે આણંદ જિલ્લાના બોરસદ ટાઉન માં મોડી રાત્રે કોમી તોફાનો ફાટી નીકળતા ભારે દોડધામ મચી હતી. મોડી રાત્રી દરમિયાન પથ્થરમારો અને છરીબાજી થતા ચાર નાગરિક અને એક પોલીસ જવાન સહિત કુલ પાંચ વ્યક્તિઓને તોફાનમાં ઇજાઓ થઈ છે. પોલીસે તોફાનો કાબુમાં લેવા ટીયરગેસ સેલ અને રબરની ગોળીઓ છોડી તોફાનીઓને વિખેરી નાખ્યા હતા. આ ઘટનામાં14 જેટલા ઈસમોની પોલીસે અટકાયત કરી છે. હાલ એસ.આર.પીની ટુકડીઓ સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વિગતો મુજબ બોરસદ શહેરમાં રાત્રિ દરમિયાન શહેરના બ્રાહ્મણવાળા વિસ્તારમાં બે કોમ વચ્ચે પથ્થરમારો થયો હતો. રાત્રીના 1 વાગ્યાના અરસમાં શરૂ…

Read More

ઝારખંડની રાજધાની રાંચીમાં ફાટી નીકળેલી હિંસા અંગે હવે કેટલાક મોટા ખુલાસા થવા લાગ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો રાંચી પોલીસ એલર્ટ ન હોત તો હિંસા વધુ ખતરનાક સ્વરૂપ ધારણ કરી શકી હોત. મીડિયા રિપોર્ટમાં આ હિંસા અંગે જે ખુલાસો થયો છે તે તમને ચોંકાવનારો છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ હિંસા ભડકાવવા માટે ઉત્તર પ્રદેશમાંથી ફંડિંગ કરવામાં આવ્યું હતું. હિંસાને વધુ ઉગ્ર બનાવવા માટે યુપીના સહારનપુરથી પણ 100થી વધુ યુવાનોને મોકલવામાં આવ્યા હતા. આ તમામ યુવકો એક અઠવાડિયા પહેલા જ રાંચી આવ્યા હતા અને ખતરનાક ષડયંત્ર રચવા લાગ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 4 જૂનથી હિંસા ભડકાવવાની યોજના શરૂ…

Read More

સૌરાષ્ટ્રમાં ભક્તોના આસ્થાના પ્રતીક એવા ભગવાન શ્રી કૃષ્ણના દ્વારકા અને ભગવાન શિવના સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારી દેવામાં આવી છે. ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકા અને પ્રથમ જ્યોતિર્લિંગ મહાદેવના મંદિર સોમનાથમાં હાલ ભાવિક ભક્તોની ભારે ભીડ હોય આતંકવાદી હુમલાની ધમકીને ગંભીરતાથી લઈને અહીં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સાથેજ અહીં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર અવર જવર વધતા ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સિવાય શ્રી શામળાજી મંદિર બહાર પણ સુરક્ષામાં વધારો કરાયો છે. ઉપરાંત અમદાવાદમાં આષાઢી બીજના રોજ યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષા માટે પણ અત્યાધુનિક ડિવાઇસની મદદ તથા હજારો જવાનોની ઘેરાબંધી સાથે રથયાત્રાની સુરક્ષા કરવાનું આયોજન કરવામાં…

Read More

દેશમાં કોરોનાનું સંક્રમણ ફરી વધ્યું છે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં 8582 કેસ નોંધાયા છે. આ સંખ્યા ગઈકાલ કરતા 253 વધુ છે. માહિતી અનુસાર, શનિવારે 8329 નવા કોરોના દર્દીઓ નોંધાયા હતા. દરરોજ મોટી સંખ્યામાં નવા કોરોના દર્દીઓ વધી રહયા છે, નવા આંકડાઓ અનુસાર, દેશમાં હવે 44,513 સક્રિય કોરોના દર્દીઓ છે. જ્યારે એક દિવસ પહેલા સુધી તેમની સંખ્યા 40,370 હતી. જોકે, છેલ્લા 24 કલાકમાં ચાર દર્દીઓના મોત થયા છે મતલબ કે ચેપ દર વધવા છતાં, મૃત્યુ દર વધ્યો નથી. દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 524761 લોકોએ જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્ર અને કેરળ એવા બે રાજ્યો છે જ્યાં…

Read More