કવિ: Halima shaikh

યુપીમાં તોફાનો કરનારાઓ સામે પોલીસ કાર્યવાહી સખ્ત બની છે અને તોફાનીઓને ઝડપી લઈ તેઓના મકાનો તોડવા બુલડોઝર કામે લગાડવાની કવાયત શરૂ થઈ છે. પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટી (PDA) એ પ્રયાગરાજ હિંસાના આરોપી જાવેદ અહેમદના ઘર પર ડિમોલિશન નોટિસ લગાવી છે અને તેને આજે સવારે 11 વાગ્યા સુધીમાં ઘર ખાલી કરવા કહ્યું છે, જેનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવશે. પ્રયાગરાજના અટાલામાં શુક્રવારની નમાજ બાદ તોફાન કરનારા આરોપીઓના મકાનો ને તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. શનિવારે તેમના મકાનો અને અન્ય બાંધકામોની માપણી કરવામાં આવી હતી અને ડીએમના આદેશ બાદ આજે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે પાંચ ડઝનથી વધુ આરોપીઓની યાદી…

Read More

ગુજરાતની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા NSUIના નવા પ્રમુખ તરીકે નરેન્દ્ર સોલંકીની નિમણૂક કરવામાં આવી છે. અગાઉ માહિપાલસિંહ ગઢવીની પ્રમુખ તરીકેનો કાર્યકાળ પૂરો થયા બાદ 1 વર્ષ જેટલો વધારાનો સમય પણ તેઓ પ્રદેશ પ્રમુખ રહ્યા હતા. દિલ્હીમાં થયેલા ઇન્ટરવ્યૂ દરમિયાન નરેન્દ્ર સોલંકી અને સંજય સોલંકીના નામો ચર્ચામાં હતા હવે આ બંને માંથી નરેન્દ્ર સોલંકીનું નામ ફાયનલ થયું હતું. નરેન્દ્ર સોલંકી મૂળ કોડીનારના છે અને રાજકોટમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહ્યા છે જેઓની નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નરેન્દ્ર સોલંકીની કોંગ્રેસ દ્વારા નિમણૂક કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા…

Read More

રાજ્યમાં અઢી માસ બાદ ફરી કોરોના ના કેસમાં ઉછાળો આવ્યો છે અને 150થી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 154 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 58 દર્દી સાજા થયા છે. અગાઉ 1 માર્ચે 162 કેસ હતા. અમદાવાદ શહેરમાં 80 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.05 ટકા થયો છે. છેલ્લા 4 દિવસમાં કોરોનાના નવા કેસ 100થી વધુ આવી રહ્યા છે. રાજ્યમાં વડોદરા શહેરમાં 22, સુરત શહેરમાં 12, વડોદરા જિલ્લામાં 11, ગાંધીનગર શહેરમાં 5 અને રાજકોટ શહેરમાં 4 નવા કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણા, સુરત અને વલસાડ જિલ્લામાં 3-3, તો અમદાવાદ, આણંદ, ભરૂચ, ભાવનગર શહેર…

Read More

પયગંબર મોહમ્મદ પર બીજેપી પ્રવક્તાઓની કથિત ટિપ્પણીને લઈને છેડાયેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ઘણા રાજ્યોમાં ‘જુમા ની નમાઝ’ના દિવસે હિંસક ઘટનાઓ સામે આવી છે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ આ મામલે વડાપ્રધાન મોદીના મૌનને આકસ્મિક નહીં પણ સાર્થક ગણાવ્યું છે. તેઓ કહે છે કે, વડાપ્રધાન, ગૃહમંત્રી કે વિદેશ મંત્રીએ આવા ગંભીર મુદ્દા પર નિવેદન આપવું જોઈતું હતું. પૂર્વ રાજદ્વારી જે.કે.ત્રિપાઠીના મતે કેટલાક દેશો ‘પ્રચાર’નો ભાગ બની જાય છે. ચીનમાં વિગર મુસ્લિમો પર અત્યાચાર થાય છે તો પણ આરબ દેશો બોલતા નથી, પાકિસ્તાનમાં શિયા મુસ્લિમોને નિશાન બનાવવામાં આવે છે, તો પણ આ મુસ્લિમ દેશો મૌન રહે છે. VHPના કેન્દ્રીય કાર્યકારી…

Read More

વડોદરામાં આગામી તા.18મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહયા છે ત્યારે એરપોર્ટથી ન્યૂ વીઆઇપી રોડ વાયા આજવા રોડ થઈ લેપ્રેસી ખાતે પહોંચનાર હોય તેઓના આ કોન્વોયના રૂટ પર આવતા તમામ 11 સ્પીડ બ્રેકર હટાવી દેવામાં આવ્યા છે. લેપ્રેસી મેદાન ખાતે અંદાજે પાંચ લાખ લોકો ઉમટી પડવાની શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં આવનાર જંગી જનમેદનીને સભાસ્થળ સુધી લાવવા માટેની 1000 બસની વ્યવસ્થા અંગેઆરટીઓ દ્વારા કંપનીમાં કાર્યરત બસ, શાળાઓની બસ અને એસ.ટી.વિભાગ અને ખાનગી બસની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પીએમના પ્રોટોકોલ મુજબ તેમના રૂટમાં એક પણ સ્પીડ બ્રેકર હોવું ન જોઈએ તે નિયમ મુજબ હાલ 11 સ્પીડ બ્રેકર હઠાવી દેવામાં આવ્યા…

Read More

PCS-2022માં અરજી કરનાર ઉમેદવારો માટે હવે નસીબ ખુલ્યા છે. કારણકે પ્રિલિમિનરી પરીક્ષા પહેલા ખાલી પોસ્ટની સંખ્યામાં વધારો થયો છે. આયોગને નાયબ તહસીલદાર અને આબકારી નિરીક્ષકની 50-50 જગ્યાઓ માટે ભરતી હતી હવે પોસ્ટની સંખ્યા વધીને હવે સાડા ત્રણસો જેટલી થઈ ગઈ છે. આ પદો પર ભરતી માટે, ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન (UPPSC) રાજ્યના 28 જિલ્લાઓમાં 12 જૂને પ્રારંભિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ છે. UPPSC એ 16મી માર્ચ 2022 ના રોજ PCS-2022 ની જાહેરાત બહાર પાડી હતી. ત્યારપછી કમિશનને PCSની 250 ખાલી જગ્યાઓ ભરવા કહેવાયું હતું અને ભૂતકાળમાં જે પોસ્ટની માંગણી કરવામાં આવી હતી તેમાં એસડીએમની 39, ડેપ્યુટી એસપીની 93, બીડીઓની…

Read More

રાષ્ટ્રીય સ્તરે સપા નો દરજ્જો ઘટ્યો છે. વિધાનસભામાં સભ્યોની સંખ્યા વધી છે, પરંતુ રાજ્યસભાથી લઈને વિધાન પરિષદ સુધી તેની સત્તામાં ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં રાજ્યસભાની સમિતિમાંથી બહાર થવાનો ખતરો છે તો વિધાન પરિષદમાં વિપક્ષના નેતાનું પદ પણ ગુમાવવું પડી શકે છે. તેનાથી રાષ્ટ્રીય રાજનીતિમાં પાર્ટી સામે પડકારો વધશે. આ સંદર્ભમાં પણ આઝમગઢ અને રામપુર લોકસભા પેટાચૂંટણી મહત્વપૂર્ણ છે. વિધાનસભા ચૂંટણીમાં સપાના ધારાસભ્યોની સંખ્યા 47 થી વધીને 111 થઈ ગઈ છે. જો સાથી પક્ષોને ઉમેરવામાં આવે તો આ સંખ્યા વધીને 125 થઈ ગઈ છે, પરંતુ વિધાન પરિષદમાં પક્ષની સ્થિતિ સતત નબળી પડી રહી છે. સત્તામંડળની ચૂંટણીમાં 33 બેઠકો ગુમાવ્યા બાદ…

Read More

વડોદરાના ઐતિહાસિક લક્ષ્મીવિલાસ પેલેસના મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર મહારાણી રાધિકારાજે ગાયકવાડ દ્વારા ‘ધ લક્ષ્મીવિલાસ પેલેસ હેરિટેજ ગરબા 2022’નું પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે. આ ગ્રાઉન્ડમાં 25,000થી 30,000 ખેલૈયાઓ ગરબે રમી શકશે. રાજવી પરિવાર દ્વારા શહેરની ગાયક બેલડી સચીન લિમયે તથા આશિતા લિમયેની પસંદગી કરવામાં આવી છે. ‘ધ લક્ષ્મીવિલાસ પેલેસ હેરિટેજ ગરબા 2022’ના આયોજન માટે મહારાણી રાધિકારાજે ગાયકવાડ દ્વારા મહિલાઓની વિવિધ સમિતીઓ બનાવવામાં આવી છે. જેની કોર કમિટીમાં આશરે 12 જેટલી મહિલાઓ છે. આ આયોજનમાં વૉર્ડ વિઝાર્ડ સંસ્થા પણ જોડાઇ છે. સંસ્થા ગરબાના આયોજન સહિત મહિલા સશક્તિકરણના અભિગમમાં પણ મદદરૂપ થનાર છે. ગરબાની આવક મહિલા કલાકારોના સશક્તિકરણમાં ઉપયોગમાં લેવાશે મોતીબાગ પર…

Read More

ભારતીય સેનામાં ફરજ બજાવતા ઉત્તરાખંડના 2 જવાનો ઉખીમઠ અને રૂદ્રપ્રયાગના રહેવાસી નાયક પ્રકાશસિંહ રાણા અને હરેન્દ્ર નેગી 28 મેથી પોતાની ફરજ પરની પોસ્ટથી ગુમ થઈ ગયા છે. અરૂણાચલ પ્રદેશમાં 12 દિવસથી ગુમ થઈ જતા ભારે ચકચાર મચી છે,આ બન્ને જવાન 7 ગઢવાલ રાઈફલ્સમાં તૈનાત હતા જેઓ રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયા છે. 34 વર્ષીય નાયક પ્રકાશ રાણાની પત્ની મમતા રાવતે મીડિયાને જણાવ્યું કે, સેના તરફથી તેમને 28 મેના રોજ પહેલો ફોન આવ્યો હતો. ત્યારબાદ ફોન 9 તારીખે આવ્યો, જેમાં જણાવ્યું હરેન્દ્ર નેગી અને નાયક પ્રકાશસિંહ રાણા અંગે હજુ પત્તો લાગ્યો નથી તેઓ નદીમાં તણાઇ ગયા હોવાની શક્યતા છે. બન્ને જવાનોના…

Read More

સુરત બાદ વડોદરામાં પણ નૂપુર શર્માના સમર્થનમાં હિન્દુ સંગઠનો આગળ આવ્યા હતા અને જાહેરમાં સૂત્રોચ્ચાર કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. વડોદરાના ગોરવા વિસ્તારમાં હિન્દુ સંગઠનો દ્વારા નૂપુર શર્માના સમર્થનમાં દેખાવો કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. જેમાં નૂપુર શર્મા હમ તુમ્હારે સાથ હૈ ના નારા સાથે ભગવા ઝંડા લઈને કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જોકે,કોઈ વાત વધે તે પહેલાજ સ્થળ ઉપર દોડી આવેલી પોલીસે નૂપુર શર્માના સમર્થનમાં દેખાવો કરી રહેલા હિન્દુ સંગઠનોના યુવાનોને સમજાવી રવાના કર્યા હતા. આમ,હવે નુપુર શર્માને સમર્થન આપવાનું ઠેરઠેર ચાલુ થતા સ્થિતિ વણશે નહિ તે માટે પોલીસ સતત વોચ ગોઠવી સ્થિતિ ઉપર નજર રાખી રહી છે.

Read More