કવિ: Halima shaikh

અત્યાર સુધી ડામરના રોડ બનતા આવ્યા છે અને તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનું અનેકવાર સામે આવ્યું છે પણ જમાનો હવે બદલાયો છે અને નવી ક્રાંતિ આવી રહી છે જે મુજબ હવે મજબૂત અને ટકાઉ રોડના વિકલ્પ ખુલ્યા છે. સુરતના કિમથી એના ગામ સુધી 36.93 કિલોમીટરમાં સ્ટિલ સ્લેગનો રોડ બનાવવાનું કાર્ય શરૂ થયું છે. સ્ટીલ સ્લેગમાંથી બનેલો આ રોડ રાજ્યનો સૌથી મોટો રોડ છે. મુંબઈ-વડોદરા એક્સપ્રેસ રોડ માટે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાને સ્ટીલ સ્લેગ ઓર્ડર મળ્યો છે, અને ખાનગી કન્સ્ટ્રક્શન કંપની દ્વારા આ રોડ તૈયાર કરવામાં આવશે. રોડ બનાવવામાં 10 હજાર ટન સ્ટીલ સ્લેગનો ઉપયોગ થશે. હાલ 350 ટન…

Read More

પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને મદદ કરી રહ્યું છે ત્યારે આજે વહેલી સવારે જમ્મુ ડિવિઝનમાં સરહદ પારથી પાકિસ્તાન દ્વારા ડ્રોન ઘૂસણખોરી કરવામાં આવી હતી. જો કે, BSFએ તરતજ જવાબી કાર્યવાહી કરીને પાકિસ્તાનની નાપાક યોજનાઓને નિષ્ફળ બનાવી દીધી હતી. પાકિસ્તાને તેની નાપાક હરકતો ચાલુ રાખી છે અને આજે ગુરુવારે સવારે લગભગ 4.15 વાગ્યે જમ્મુ ડિવિઝનના અરનિયા સેક્ટરમાં ડ્રોનની હિલચાલ જોવા મળી હતી. આ ડ્રોન પાકિસ્તાન તરફથી આવ્યું હતું. ડ્રોનની લાઈટ જોઈને બીએસએફના જવાનો એલર્ટ થઈ ગયા અને ફાયરિંગ શરૂ કરી દેતા ડ્રોન પરત ફર્યું હતું ત્યારબાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. ડ્રોન દ્વારા, વ્યૂહરચનાના ભાગ રૂપે ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED)ને સરહદ પાર…

Read More

જાણીતા ક્રિકેટર રવીન્દ્ર જાડેજા અને તેમના ધર્મપત્ની રિવાબા જાડેજાએ પોતાની દીકરીના જન્મદિવસની અનોખી ઉજવણી કરી છે અને દીકરી નિધ્યાનાબાના 5મા જન્મદિવસે 101 દીકરીનાં પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતાં ખોલાવી ખાતાદીઠ રૂપિયા 11 હજાર જમા કરાવવા સાથે તેઓના માતા-પિતા માટે ફનફેરનું પણ આયોજન કરી સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દરેક સમાજની 101 દીકરીના નામે ખાતાં ખોલાવ્યાં છે. દીકરીનો જન્મદિવસ યાદગાર બની રહે એ માટે આ પ્રકારે ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે રૂપિયા 11 હજારની રકમ સાથે 101 દીકરીનાં ખાતાં ખૂલ્યાં હોય. ગત વર્ષે પણ નિધ્યાનાબાના જન્મદિવસ નિમિત્તે 11…

Read More

ગુજરાત સહિત દિલ્હી, મુંબઈ, ઉત્તર પ્રદેશમાં આત્મઘાતી હુમલાની આતંકવાદી સંગઠ દ્વારા મળેલી ધમકીને ગંભીરતાથી લઈ ગુજરાત પોલીસ એલર્ટ બની છે. રાજ્યમાં કોઈપણ જગ્યાએ શંકાસ્પદ ગતિવિધિઓ ઉપર નજર રાખવા સહિત તા.1 જુલાઈ એ અમદાવાદ માં નિકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમ્યાન પહેલીવાર આકાશી સર્વેલન્સ માટે જેટપેક ડ્રોનમાં ટ્રેઈન વ્યક્તિ ઉડશે. જે રથયાત્રા માર્ગ પર હવાઈ નિરિક્ષણ કરશે,સાથેજ એક હજારથી વધુ કેમેરા અને CCTV સર્વેલન્સ રાખવામાં આવશે. આ વખતે ખાસ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે, જેમાં ગુનેગારોની પળે પળની માહિતી મળી રહેશે અને શંકાસ્પદ હિલચાલ જણાય તો એલર્ટ પણ આપશે આ વખતે અખાડા, રથ, ટ્રક વગેરે GPSથી કનેક્ટ થશે. પોલીસ દ્વારા ખાસ એપ્લીકેશન…

Read More

ગુજરાતમાં વડોદરામાં મોદીજી આવી રહયા છે અને યોગાનુયોગ હવામાન વિભાગે પણ ભારે પવન અને વરસાદની આગાહી કરી હોય તંત્રએ ગમે તેટલો વરસાદ અને પવન ફૂંકાય તો પણ મોદીજીનો કાર્યક્રમ સફળ રહે તેવા પ્રકારની વ્યવસ્થા કરી છે. આગામી તા.18મીએ વડોદરા એરપોર્ટથી રોડ શો યોજી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધશે. હવામાન વિભાગના નિષ્ણાતો મુજબ આ દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શકયતા હોવાથી સભા માટે 100 કિમીના વાવાઝોડામાં પણ ટકી શકે તેવા 7 જર્મન ડોમ તૈયાર કરવામાં આવશે. જે વોટર અને વિંડ પ્રુફ હશે. સભા સમયે ધોધમાર વરસાદ પડે તો પાણીના નિકાલ માટે ટેમ્પરરી કાંસ પણ રેડી કરાઈ છે. આજવા…

Read More

વડોદરામાં વ્રજધામ સંકુલના ગાદીપતિ અને વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહારાજના મનોરથ સ્વરૂપે વ્રજધામ સંકુલ માંજલપુર ખાતે શ્રીઠાકોરજીના 23માં પાટોત્સવ ઉજવાયો હતો જેમાં 1.25 લાખ કેરીનો પ્રસાદ ચડાવાયો હતો.આ મનોરથ દર્શનનો મોટી સંખ્યામાં ભાવિકજનો દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પાટોત્સવ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમમાં અલૌકિક ભક્તિ ગીતો અને સુંદર નૃત્ય પ્રસ્તૃત કરાયા હતા. વ્રજધામમાં બિરાજતા શ્રીઠાકોરજીને 23માં પાટોત્સવ પ્રસંગે સંકુલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન સંપન્ન થયું જેમાં શહેરના જાણીતા નૃત્ય કલાકાર ચિરાગ મહિડા તથા તેમના વૃંદ દ્વારા ભક્તિગીતો પર સુંદર નૃત્ય પ્રસ્તુતિ રજુ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી તથા રાજ્યના મહેસુલ તથા કાયદા મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, મહિલા એવમ…

Read More

હજયાત્રીઓને મુસાફરી દરમિયાન કોઈ તકલીફ ન પડે તે માટે વ્યવસ્થા કરવામાં આહજ હાઉસમાં જ ભારતીય ચલણને વિદેશી ચલણમાં કન્વર્ટવી છે અને ખરીદી માટે હજ હાઉસમાં જ ભારતીય ચલણને વિદેશી ચલણમાં કન્વર્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં દરેક પ્રવાસી 10 હજાર ડોલર એટલે કે લગભગ 7 લાખ 60 હજાર રૂપિયા સાઉદી રિયાલમાં કન્વર્ટ કરી શકશે. નોંધનીય છે કે હજ કમિટી ઓફ ઈન્ડિયા સાઉદી અરેબિયામાં વિદેશી વિનિમયની જરૂરિયાતને પહોંચી વળવા દેશભરના દરેક હજ યાત્રીઓ માટે 2100 સાઉદી રિયાલ પ્રદાન કરે છે. જો કે, આ રિયાલ હજ યાત્રીઓ પાસેથી વસૂલવામાં આવતા હજ ખર્ચની રકમમાં પહેલેથી જ ઉમેરવામાં આવે છે. બોમ્બે મર્કેન્ટાઇલ બેંકને…

Read More

એક મહત્વપૂર્ણ ચુકાદામાં હાઈકોર્ટે કહ્યું કે ચેક પરની સહી કોઈને દોષિત સાબિત કરવા માટે પૂરતી નથી. ચેક જારી કરનારની જવાબદારી અથવા કારણ સાબિત કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ફરિયાદીની અરજી ફગાવી દેતા હાઈકોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. પંજાબ-હરિયાણા હાઈકોર્ટે મહત્વનો નિર્ણય આપતાં સ્પષ્ટ કર્યું છે કે માત્ર ચેક પર હસ્તાક્ષર હોવાને કારણે કોઈને દોષિત ઠેરવી શકાય નહીં. ફરિયાદીએ સાબિત કરવું ફરજિયાત છે કે ચેક ઇશ્યુ કરનારની જવાબદારી છે અથવા ચેક કયા કારણોસર આપવામાં આવ્યો હતો. અમૃતસરના રહેવાસી પ્રવીણ મહેતાએ અરજી દાખલ કરતી વખતે હાઈકોર્ટને જણાવ્યું કે તેણે વિશાલ જોશીને 85 હજાર રૂપિયા આપ્યા હતા. આ રકમના બદલામાં…

Read More

દેશમાં ચિંતાજનક રીતે કોરોના સંક્રમણના કેસોમાં ફરી વધારો થતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય હરકતમાં આવ્યુ છે અને હિમાચલ પ્રદેશથી કેરળ સુધીના દેશના 28 જિલ્લાઓને રેડ ઝોન જાહેર કરી પગલાં ભરવાનું શરૂ કર્યું છે, જેમાં હરિયાણા અને મહારાષ્ટ્રના ચાર જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે, જ્યાં સાપ્તાહિક ચેપ પાંચ ટકાથી વધુ હતો. અરુણાચલ પ્રદેશ સહિત સાત રાજ્યોમાં કોરોનાના સક્રિય કેસ ઝડપથી વધી રહ્યા છે. અરુણાચલ પ્રદેશમાં દેશમાં સૌથી વધુ 21.43 ટકાનો વધારો નોંધાયો છે. દેશના કેટલાક ભાગોમાં ચેપના કેસ વધી રહ્યા છે. એક જ દિવસમાં 40%નો ઉછાળોઃ એક દિવસમાં લગભગ 40 ટકાના ઉછાળા સાથે બુધવારે દેશમાં 5233 નવા કોરોના દર્દીઓ સામે આવ્યા. સક્રિય…

Read More

દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમીથી ખરાબ સ્થિતિ છે અને ઉપરથી ફૂંકાતા ગરમ પવનો થી લોકો પરેશાન છે ત્યારે હવે આ કાળઝાળ ગરમીમાંથી રાહત મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 જૂનથી મધ્ય અને ઉત્તર ભારતમાં ચોમાસું બેસવાની સંભાવના છે અને વરસાદ શરૂ થતાં જ આ ગરમીમાંથી રાહત મળશે. આગાહી મુજબ,તા.15 જૂનથી વરસાદ શરૂ થઈ શકે છે. આસામ, સિક્કિમ, દક્ષિણ પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, મેઘાલય, કર્ણાટક અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં સારો વરસાદ થયો છે અને હવે ઉત્તર ભારતના વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના છે. આપને જણાવી દઈએ કે આ સમયે ઉત્તર ભારત આકરી ગરમીનો સામનો કરી રહ્યું છે. લોકો ગરમીથી રાહત…

Read More