કવિ: Halima shaikh

આપણો દેશ પ્રાચીન સંસ્કૃતિ ધરાવે છે અને આપણા ગ્રંથો માં વર્ણવેલા ઉપાયો વર્ષો થી અમલ માં છે જેના આધારે કથન કરી શકાય છે.આ વખતે ઉત્તરાયણ પર્વ ઉપર વિશેષ યોગ સર્જાવા જઈ રહ્યો છે પરિણામે ખાસ કરીને સાડા સાતી ની પનોતી ધરાવતા લોકો ને રાહત મળવાની છે. મકરસંક્રાતિમાં સૂર્ય ગ્રહ મકર રાશિમાં પ્રવેશ કરશે, તે સમયે આ વર્ષે સૂર્યનું વાહન સિંહ રહેશે. આ ગ્રહયોગ પરાક્રમ સમૃદ્ધિ અને રક્ષણ સૂચવે છે. મકરસંક્રાતિના દિવસે સૂર્ય ઉપરાંત ચંદ્ર, બુધ, શનિ અને ગુરુ પણ મકર રાશિમાં પરિભ્રમણ કરશે. બે વર્ષ પછી આ યોગ રચાશે જેને શુભ માનવામાં આવી રહ્યો છે. આ ગ્રહ યોગની રચનાથી સાડાસાતીની…

Read More

આખરે ગુજરાતમાં બર્ડ ફ્લૂ ની સત્તાવાર એન્ટ્રી થઈ ચૂકી છે કારણ કે જૂનાગઢ બાંટવા માં મૃત પક્ષીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે આ વાત થી ભારે ખળભળાટ મચી ગયો છે. જૂનાગઢમાં 300 પક્ષીઓના સેમ્પલ લઈ ગુજરાતનાં પશુપાલન વિભાગે ભોપાલ મોકલ્યા હતા. જેનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. ભોપાલની એનિમલ ડિસીઝ લેબને બર્ડ ફ્લુનાં સેમ્પલ મળ્યા બાદ ગુજરાત પણ અન્ય પ્રભાવિત રાજ્યો માં સામેલ થઈ ગયું છે. ગુજરાત સિવાય રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને કેરળ ,એમપી નાં સેમ્પલ પણ પોઝિટિવ આવ્યા હતા, જેમાં બર્ડ ફ્લૂનો H5N8 વાયરસ હોવાની પુષ્ટી થઇ ચુકી છે. હવે ગુજરાતમાં પણ બર્ડ ફ્લૂની પુષ્ટી થઇ જતા કોરોના ની ચાલુ…

Read More

આજે સવાર થીજ દરેક ઘર માં ગેસ પુરવઠો બંધ રહેવા મામલે ભારે ગેર સમજ ફેલાતા ચકચાર જાગી હતી પણ એવું કશુંજ થવાનું નથી. દહેજ ખાતે ગેસ પાઈપલાઈનમાં મેઇન્ટેનન્સની કામગીરીને કારણે તા. 11 જાન્યુઆરીને સોમવારે સવારે 5 વાગ્યાથી તા. 12 જાન્યુઆરીને મંગળવાર સવારે 10 વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં LPG, CNG અને PNGનો પુરવઠો બંધ રહેશે તેમ એક પત્રમાં ચરોતર સહકારી મંડળીના ચેરમેન કિરણ પટેલે જણાવ્યું હતું. આ અંગે રાજ્યભરમાં ગેરસમજ ફેલાઈ હતી. જો કે દહેજ ખાતે ગેસ લાઈનનું મેઈન્ટનન્સ થશે પરંતુ ગેસનો પુરવઠો બંધ રહેશે નહીં. ગેસના પુરવઠામાં કોઈ કાપ મુકાશે નહીં આ અંગે ગુજરાત ગેસ અને અદાણી ગેસે સ્પષ્ટતા કરી…

Read More

રાજ્ય સરકારે સરકાર ગાઇડલાઇન અનુસાર લોકોને ઉત્તરાયણની ઉજવણી કરવા અપીલ કરી છે. રાજ્યમા કોરોના મહામારીના પોઝિટિવ કેસોનો આંકડો સતત ઓછો થઇ રહ્યો છે પરંતુ રાજ્ય સરકારે આ મહામારી ફરી માથુ ઉંચકે નહી તે માટે લોકોને સાવચેત રહી તહેવારોની ઉજવણી કરવાની અપીલ કરી છે ત્યારે ઉત્તરાયણ મુદ્દે હાઈકોર્ટમાં સરકારે જવાબ રજૂ કર્યો છે, ગુજરાત સરકારે જાહેર કરી માર્ગદર્શિકા અનુસાર, કોરોના મહામારીમાં ઉત્તરાયણની ઉજવણી ધાબા, મેદાન અને રસ્તા પર નહીં કરી શકાય. સાથે જ ધાબા પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ શક્શે નહીં. અને લાઉડ સ્પીકર વગાડવા પર પણ સરકારે પ્રતિબંધ મૂક્યો છે. ઉત્તરાયણની ઉજવણીમાં મહત્વના ગણાતા પતંગ પર ધાર્મિક લાગણી દુભાય…

Read More

રાજ્ય માં ત્રણ દિવસ વરસાદ થવાની આગાહી વચ્ચે સાપુતારા,સહિત દક્ષિણ ગુજરાતમાં માં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણવચ્ચે અમુક વિસ્તારોમાં તો ધીમી ધારે વરસાદ પણ શરૂ થઈ ગયો છે. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. અરવલ્લીના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ધનસુરા, બાયડમાં વહેલી સવારે વરસાદ શરૂ થઈ ગયો છે. માવઠાથી ખેડૂતોની ચિંતા વધી છે કેમ કે, રવિ પાકને નુકસાન થઈ રહ્યું છે. તાપી માં વાતાવરણમાં પણ અચાનકથી પલટો આવ્યો છે અને જિલ્લામાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે. વ્યારા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. કમોસમી વરસાદના કારણે…

Read More

સુરત શહેરમાં એક પરપ્રતીય યુવાને વાસના સંતોષવા માટે પોતાના પુષ્ટ ભાગ માં ચમચા નો જાડો હાથો નાખી દીધા બાદ ફસાઈ જતા યુવાન ની હાલત ગંભીર બની હતી જેને દવાખાને લઈ જઈ ઓપરેશન કરી ડોકટરો એ હાથો બહાર કાઢ્યો હોવાની વિગતો પ્રકાશ માં આવી છે. સુરત ના સોસિયો સર્કલ નજીક ડાઈંગ મિલની બાજુમાં આવેલી રૂમમાં એક યુવાને ગુપ્ત ભાગમાં રસોઈમાં વપરાતી કડછી નો હાથો નાખી દેતા સિવિલ લવાયો હતો. વાસના સંતોષવામાં યુવક ગંભીર પરિસ્થિતિમાં મૂકાઈ ગયો હતો. છ કલાક બાદ યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લવાતા તાત્કાલિક ઓપરેશન કરવું પડ્યું હતું. આ યુવાન અઠવાડિયા પહેલા જ સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો…

Read More

જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર માં સ્વામી ના રૂમ માં વિદ્યાર્થી એ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઇ છે.જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં જે.પી.સ્વામીના રૂમમાં વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ લીધો હોવાના અહેવાલો છે. જોકે, આ વિદ્યાર્થીએ શા માટે આવું પગલું ભર્યું તે કારણ જાણી શકાયું નથી. જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હોવાની વાત ને લઈ ભારે હોબાળો મચી ગયો છે. અહીંના જવાહર રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિરમાં આપઘાત કરનાર વિદ્યાર્થી નું નામ ઉત્સવ હોવાનું જાણવા મળ્યું છે, મૃતક વિદ્યાર્થી બગસરા તાલુકાના પીપરિયા ગામનો વતની છે ઘટના અંગે ની જાણ થતા જ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે

Read More

ઉત્તરાખંડ ના દહેરાદૂન માં પણ છ કાગડાઓ ના ભેદી મોત થતા એલર્ટ અપાયું છે. દેશ માં બર્ડ ફલૂ ની દહેશત ઉભી થઇ છે અને રાજસ્થાન અને એમપી બાદ ઉત્તરાખંડમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશના નોઇડામાં તો એક આઈસોલેશન વોર્ડ પણ બનાવવામાં આવ્યો છે. ઉત્તરાખંડ સરકારના જણાવ્યા અનુસાર દહેરાદૂનમાં બે સ્થળ પર છ મરેલા કાગડા મળી આવ્યા હતા અને તે તમામને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે, કે જેથી બર્ડ ફ્લૂને લગતી આશંકાને દૂર કરી શકાય. જો કે રિપોર્ટ ના આવે ત્યાં સુધી રાજ્યમાં બર્ડ ફ્લૂ માટેની સાવચેતી લાગુ કરી દેવામાં આવી છે. ઉત્તરપ્રદેશના નોઇડામાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું…

Read More

કોરોના ની મહામારી માં શિક્ષણ કાર્ય ખોરવાઈ ગયુ છે ત્યારે ચાલુ વર્ષે બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષા 10મી મે ની આસપાસ લેવાય તેવી શક્યતા વ્યક્ત કરાઇ રહી છે જેની સતાવાર જાહેરાત આવતા અઠવાડિયામાં કરવામાં આવે તેવી શકયતા છે. આ વર્ષે 10 અને 12માં 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે તેવું માધ્યમિક શિક્ષણ બોર્ડનું અનુમાન છે. ઉપરાંત કોરોના ગાઈડલાઈનના કારણે પરીક્ષા કેન્દ્રો અને વર્ગખંડોમાં વધારો કરાશે, 30% કોર્ષ ઘટાડવામાં આવતા પરીક્ષા પેટર્નમાં પણ ફેરફાર કરવામાં આવનાર છે. ગુજરાતમાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો શરૂ કરવાની શિક્ષણમંત્રીએ જાહેરાત કરી છે, જ્યારે બોર્ડની 10 અને 12ની પરીક્ષાની જાહેરાત આવતા અઠવાડિયામાં થઈ શકે…

Read More

રાજ્ય માં ફરી વરસાદ ની આગાહી વચ્ચે સાપુતારા અને ગીરી મથક માં વરસાદ પડયા ના અહેવાલ છે અહીં વાતાવરણમાં વરસાદી ઠંડક નો સહેલાણીઓ આનંદ લઈ રહ્યા છે.હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું થવાની ફરી એક વધુ આગાહી કરી છે. આગાહી મુજબ દક્ષિણ ગુજરાત પર સિસ્ટમ સક્રિય થશે અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 8થી 10 જાન્યુઆરીના કમોસમી વરસાદ થશે. જેમાં આઠમી જાન્યુઆરીના રોજ ડાંગ, તાપી, નર્મદા, દાહોદમાં વરસાદ પડી શકે છે જ્યારે તા.9મી જાન્યુઆરીના રોજ છોટાઉદેપુર, નવસારી, ભરૂચ, દાહોદ અને 10 જાન્યુઆરીના રોજ દાહોદ ડાંગ, ભરૂચ, નર્મદા, તાપીમાં…

Read More