સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણીઓ અગાઉ રાજકારણ ગરમાયુ છે અને પક્ષ પલટાઓ શરૂ છે ત્યારે રાજકોટ ના વીંછીયા માં 200 કાર્યકરોએ કોંગેસ નો ખેસ પહેર્યો હતો,રાજકોટ જિલ્લા માં વિછીયા તાલુકામાં ભાજપ ના 200 કાર્યકરો કોંગ્રેસ માં જોડાઈ ગયા છે. વિછીયા તાલુકાના રૂપાવટી ગામમાં કોંગ્રેસે ખેડૂલ સંમેલન બોલાવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના 200 કાર્યકર્તા કોંગ્રેસમાં જોડાયા હતા. વિછીયા તાલુકાના ભાજપ મહામંત્રી અને વિછીયા માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન અને વિછીયા તાલુકામાં અન્ય હોદ્દા પર રહી ચુકેલા અમૃતભાઈ કોરડીયા અને તેમના સમર્થકો કોંગ્રેસ માં જોડાયા હતા આ વિસ્તાર કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ગઢ ગણાય છે જ્યાં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી અગાઉ જ કાંકરા ખર્યા…
કવિ: Halima shaikh
છેલ્લા ઘણાજ સમય થી ભૂકંપના આંચકા આવી રહ્યા છે ત્યારે આજે ફરી એકવાર આંચકા અનુભવાયા છે. કચ્છમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવતાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉ નજીક હોવાનું જાણવા મળ્યું છે. આજે સાંજે 7.22 કલાકે કચ્છમાં ભૂકંપના આંચકા નોંધાયા હતા. ભૂકંપ આવતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. કચ્છના બેલામાં સવારે 5:57 મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.1 નોંધવામાં આવી હતી. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ બેલાથી 44 કિ.મી. દૂર નોધાયું હતું. આજે સવારે કચ્છમા ભૂકંપના બે આંચકા આવ્યા હતા. મોડી રાત્રે 12 વાગ્યાને 46 મિનિટે અને સવારે 5 વાગ્યાને 57 મિનિટે ભૂકંપના આંચકા…
વડોદરા માં ચાલુ બાઇક ઉપર માસ્ક વગર જ ફોન ઉપર વાત કરતા જતા પોલીસ કોન્સ્ટેબલ ને અટકાવી કેટલાક યુવાનો એ પોલીસ થઈને નિયમો કેમ તોડો છો તેમ કહી વીડિયો ઉતાર્યો હતો જેમાં આ પોલીસમેને પોતે માસ્ક અને રૂમાલ ઘરે ભૂલી ગયા હોવાની વાત કરી યુવાનો ને વિડીયો નહિ ઉતારવા આજીજી કરી હતી પણ યુવાનો એ કહ્યું કે અમે પણ ભૂલી જઈએ છીએ ત્યારે પોલીસ દંડ વસુલ કરે જ છે તમે પણ નિયમો નો ભંગ કર્યો છે તેથી ચાલુ બાઇક ઉપર મોબાઈલ માં વાત કરવી,માસ્ક નથી અને બાઇક નો નંબર પણ નથી તો બાઇક ડિટેઇન કરી નિયમો ના ભંગ બદલ દંડ…
રાજ્ય માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનના નવા માળખાની થયેલી જાહેરાત માં ગોરધન ઝડફિયાને પ્રદેશ ઉપપ્રમુખ તેમજ જયંતિ કવાડીયા, મહેન્દ્રસિંહ સરવૈયા, નંદાજી ઠાકોર, કૌશલ્યાકુંવરબા પરમાર, જનક બગદાણાવાળાને પ્રદેશ ઉપપ્રમુખ બનાવાયા છે. જ્યારે ભીખુભાઈ દલસાણીયાને પ્રદેશ મહામંત્રી અને ભાર્ગવ ભટ્ટ, રજની પટેલ, પ્રદિપસિંહ વાઘેલા, વિનોદ ચાવડાને પ્રદેશ મહામંત્રી બનાવાયા છે. જોકે નવા સંગઠનના માળખામાંથી શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને કે.સી.પટેલની બાદબાકી કરવામાં આવી છે. જ્યારે મહેશ કસવાલા, રઘુ હુંબલ, પંકજ ચૌધરી, શિતલ સોની, ઝવેરી ઠક્કર, નૌકા પ્રજાપતિ, જ્હાનવી વ્યાસ, કૈલાશ પરમારને પ્રદેશ મંત્રી બનાવાયા છે. તેમજ સુરેન્દ્ર પટેલને પ્રદેશ…
અમેરિકાના વોશિંગ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો દ્વારા સંસદ પરિસરમાં થયેલા તોફાનો બાદ હિંસા ભડકી ઉઠતા અત્યાર સુધી 4 લોકોના મોત થઈ ચૂક્યા હોવાના અહેવાલ છે. હિંસા બાદ વોશિંગ્ટન મેયરે 15 દિવસની કટોકટી જાહેર કરી છે. ટ્રમ્પના સમર્થકો દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પને સત્તા પર યથાવત રાખવા, ફરી મત ગણતરી કરવાની માગ કરવામાં આવી રહી હતી. આ ઘટના ને બ્રિટિશ પીએમ બોરિસ જૉનસન, કેનેડાઇન પીએમ જસ્ટિન ટ્રુડો સહિત અન્ય અનેક રાષ્ટ્રપ્રમુખોએ નિંદા કરી અને અમેરિકાના ઇતિહાસનો કાળો દિવસ ગણાવ્યો છે અને દુનિયાભરના મીડિયામાં અમેરિકન હિંસાની ઘટના અંગે વ્યાપક કવરેજ થતા વિશ્વભર માં સમાચારો આગ ની જેમ ફેલાઈ ગયા છે.
અમેરિકા માં મોટેલના રીનોવેશન મામલે બોલાચાલી થતાં ગુજરાતી ની અમેરિકામાં હત્યા થઈ હોવાનો મામલો સામે આવ્યો છે.દક્ષિણ ગુજરાત ના ગણદેવીના એક વ્યક્તિ ની અમેરિકાના એન્ટલાન્ટામાં ગળુ દબાવી હત્યા કરવામાં આવતા ગણદેવી પંથક માં આ ઘટના એ ભારે ચકચાર જગાવી છે. મૂળ નવસારી ના ગણદેવી ના વતની એવા 52 વર્ષિય મેહુલ વશી જ્યોર્જિયાના ઓગસ્ટ ઈવાન્સમાં પરિવાર સાથે રહે છે અને પરિવારમાં પત્ની અને બે પુત્રીઓ છે અને પિતા બિલિમોરાની હાઈસ્કૂલના નિવૃત શિક્ષક છે. વિગતો મુજબ મોટલના રિનોવેશન મામલે બોલાચાલી થતા ગુસ્સે થયેલા અશ્વેત યુવાને મેહુલ વશીની ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી. મેહુલ વશી જ્યોર્જીયા ઓગસ્ટા ઇવાન્સમાં પોતાની પત્ની અને 2…
અમેરિકામાં પરિસ્થિતિ વણસી છે અને હવે ટ્વિટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામે ટ્રમ્પના એકાઉન્ટ બ્લોક કરી દીધા છે.અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ પહેલાં જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ હિંસા અને ફાયરિંગ ના બનાવ વચ્ચે ભારે ચકચાર મચી ગઇ છે ત્યારે મોટા અહેવાલો સામે આવી રહ્યા છે જેમાં ટ્વિટર, ફેસબુકે ટ્રમ્પના એકાઉન્ટ બ્લોક કરી દીધા છે. ટ્વિટરે ચેતવણી આપી છે કે, ટ્રમ્પે ભવિષ્યમાં નિયમ તોડ્યા તો તેમનું એકાઉન્ટ હંમેશા માટે બંધ કરી દેવામાં આવશે. આમ હવે સોશ્યલ સાઇટ્સ ઉપર પણ ટ્રમ્પ સામે પગલાં ભરતા ભારે હંગામો મચી ગયો છે.
ગાઢ ધૂમમ્સ ને લઈ હવાઈ સેવા ઉપર અસર પડી રહી છે અને કેટલીક ફલાઇટ્સ રદ થઈ છે કેટલીક મોડી ચાલી રહી છે.ઉત્તર ભારતમાં ધુમ્મસથી અમદાવાદથી જતી-આવતી 6 ફલાઈટ રદ કરાઈ હતી. 11 ફ્લાઈટ મોડી પડી હતી. રદ થયેલી ફ્લાઈટમાં ઇન્ડિગોની લખનઉ-અમદાવાદ, અમદાવાદ- લખનઉ, ગોએરની દિલ્હી-અમદાવાદ, અમદાવાદ-દિલ્હી તેમજ સ્પાઈસ જેટની ચેન્નઈ-અમદાવાદ, અમદાવાદ-ચેન્નઈનો સમાવેશ થાય છે. જ્યારે મોડી પડેલી 11 ફ્લાઇટસ માં કિશનગઢ-અમદાવાદ 2.15 કલાક,વારાણસી-અમદાવાદ 1.15 કલાક,કાનપુર-અમદાવાદ 1.10 કલાક,પૂણે-અમદાવાદ 1.05 કલાક,કોલકાતા-અમદાવાદ 1.35 કલાક અમદાવાદ-કિશનગઢ 2.25 કલાક,અમદાવાદ-કાનપુર 1.15 કલાક,અમદાવાદ-પૂણે 1.10 કલાક અને અમદાવાદ-કોલકાતા નો સમાવેશ થાય છે.
અમેરિકા માં હિંસક પ્રદર્શનથી PM મોદી વ્યતીત થયા,કહ્યું લોકશાહી ના મૂલ્યો નું જતન થવું જોઈએ,અમેરિકા માં થયેલા હિંસક તોફાનો અને પ્રદર્શનથી વિશ્વભરમાં પ્રત્યાઘાતો ઉઠ્યા છે ત્યારે PM મોદી ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકાના કેપિટલ પરિસર બહાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સમર્થકો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ બાદ પરિસરને લોકડાઉન કરી દેવાયું છે. આ હિંસક અથડામણમાં એક મહિલાનું મૃત્યું થયું છે. જેના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી કહ્યું કે વોશિંગટન ડીસીમાં હિંસા અને અથડામણ અંગેના સમાચાર જોયા બાદ પરેશાન થયો છું. સત્તાનું વ્યવસ્થિત અને શાંતિપૂર્ણ પરિવહન ચાલવું યોગ્ય છે. લોકશાહીની પ્રક્રિયાને ગેરકાયદેસર વિરોધ પ્રદર્શનના માધ્યમથી પ્રભાવિત થવા ન દેવી જોઇએ આમ…
વિકાસ ના કામો માટે પૈસા ની જરૂર ઉભી થતા ગાંધીનગર પાસે રૂ.150 કરોડ માં બે પ્લોટ વેચવા કાઢ્યા છે.રાજ્ય માં વિકાસનાં કામો માટે પૈસા ની જરૂર હોવાથી ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (ગુડા) પ્રથમ વખત કુડાસણ અને સરગાસણના બે પ્લોટની બજાર કિંમતે હરાજી કરીને 150 કરોડ માં વેચવા જઈ રહ્યું છે. આ બે પ્લોટની હરાજી 10 ફેબ્રુઆરીએ યોજાનાર છે. ગુડા આર્થિક ભંડોળ ભેગું કરવા કુડાસણના 12573 ચોરસ મીટરના પ્લોટનું હરાજી કરાશે. ગુડાએ તળિયાનો પ્રતિ ચોરસ મીટરનો ભાવ 80 હજાર રાખ્યો છે. આથી પ્લોટની કિંમત 100 કરોડથી વધુ થાય છે. જ્યારે સરગાસણના 7186 ચોરસ મીટરના તળિયાની કિંમત પ્રતિ ચોરસ મીટર 70 હજાર…