આજે તા.7 જાન્યુઆરીએ ખેડૂતો શક્તિ પ્રદર્શન કરશે, ખેડૂતોનું આંદોલન 42મા દિવસે પ્રવેશી ચૂક્યું છે અને અત્યાર સુધીમાં સરકાર અને ખેડૂતો વચ્ચે 8 વખત ની વાટાઘાટો નિષ્ફળ ગઈ છે, હવે આવતી કાલે તા. 8 જાન્યુઆરી ના રોજ ફરી વાટાઘાટો થશે. જોકે, ખેડૂતો પોતાની માંગ ઉપર મક્કમ છે અને ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવાની માંગ પર અડગ છે. સરકારે ઘણી વાર MSP ચાલુ રાખવાની ખાતરી આપી છે, પરંતુ ખેડૂતો તેને સ્વીકારવા તૈયાર નથી. ખેડૂતોની એક જ માંગ એ છે કે નવા કૃષિ કાયદાને રદ કરી નાખવામાં આવે. આજે 7 મી જાન્યુઆરીએ સંયુક્ત કિસાન મોરચાના નેજા હેઠળ ખેડૂતોની ટ્રેક્ટર યાત્રા ગાજીપુર બોર્ડરથી પલવાલ…
કવિ: Halima shaikh
અમેરિકા માં યુ.એસ. રાષ્ટ્રપતિની ચૂંટણી 2020 ના પરિણામો પર રાજકીય ઘમાસાણ ચાલુ છે ત્યારે બીજીતરફ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં ગેરરીતી આચરવા માં આવી હોવાનું સમર્થકો ને જણાવતા ઉશ્કેરાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ વ્હાઈટ હાઉસ અને કેપિટલ બિલ્ડિંગની બહાર મોટી સંખ્યામાં એકત્ર થઈ તોફાન મચાવતા પોલીસ અને સમર્થકો વચ્ચે મારમારી અને ફાયરિંગ થતા એક મહિલા નું મોત થઈ ગયું છે અને અનેક ઇજાગ્રસ્ત બન્યા હતા. આંતર રાષ્ટ્રીય સ્તરે આ વાતે ભારે ચકચાર જગાવી છે. જોકે,ટ્રમ્પ ના સમર્થકો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન થતા સલામતી ના કારણોસર વોશિંગ્ટન ડીસીમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો હતો. જોકે, રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયેલા બિડેને કહ્યું છે કે…
અમેરિકા નું ડબ્બલ સ્ટાન્ડર્ડ સામે આવ્યું છે અને મયના મય અને બાર ના બાર હોવાની વાત સપાટી ઉપર આવી છે.અમેરિકા પોતેજ આતંકવાદીઓ ને મદદ કરતું હોવાનું સામે આવ્યું છે,ભારત સાથે દોસ્તી ની વાતો કરી આતંકવાદીઓ સાથે પણ અંદરખાને નાણાકીય સહાય પુરી પાડતુ હોવાની વાત બહાર આવી છે. અમેરિકામાં બરાક ઓબામા સરકાર દ્વારા અલકાયદા નામના આતંકી સંગઠનની નાણાકિય મદદ કરવામાં આવી હોવાની વાત નો ખુલાસો થયો છે, નવાઈ ની વાત તો એ છે કે આતંકવાદીઓ ને કરાયેલી મદદ અજાણતા નહીં પરંતુ જાણીજોઇને અલકાયદાને ફંડ આપવામાં આવ્યું હતું. આ રિપોર્ટ અમેરિકાની સીનેટ કમિટિ દ્વારા હાલમાં જ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ…
ભાવનગર ના દાતા સ્વ.શ્રી રસીક લાલ હેમાણી મૃત્યુ બાદ તેઓના દેહ નું દાન કરવામાં આવ્યું હતું.રેડક્રોસ સોસાયટી ભાવનગર ના હેમાણી પરિવારના સેવાના ભેખધારી એવા સ્વ.શ્રી રસીકલાલ હેમાણીનું અવસાન થતા દેહદાન કરાયું હતું,ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ દિલ્હીની વિવિધ સંસ્થાઓમાં અથાગ યોગદાન આપનારે છેલ્લે પોતાના દેહનુ પણ દાન કરી સમાજને નવો રાહ દેખાડ્યો છે.રેડક્રોસની અનેકવિધ સેવાકીય પ્રવૃતિમાં તેમજ ચક્ષુદાન અને દેહદાન વિભાગમાં અવિરત સ્વ.રસીકલાલ હેમાણી પરિવારનો સહયોગ રહ્યો છે, રેડક્રોસ ભવન ભાવનગર ખાતે ઘણા વર્ષોથી ખાસ શ્રી પન્નાબેન રસીકલાલ હેમાણી ચક્ષુદાન-દેહદાન વિભાગ ચલાવવામાં આવે છે. આ વિભાગ જેના નામ હેઠળ ચાલે છે એ જ પરિવારના સ્વ. રસીકલાલ હેમાણીનું તારીખ ૬/૧/૨૦૨૧ ના રોજ દુખદ…
ગુજરાત માં 11 જાન્યુઆરી થી શાળાઓ ખોલવા નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે.રાજ્ય માં કોરોના ની સ્થિતિ માં બંધ શાળાઓ હવે આગામી તા.11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ ખોલવા અંગેનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવાયો હોવાની જાહેરાત આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી. કેન્દ્ર સરકારની કોરોનાની ગાઈડલાઈન મુજબ શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જાન્યુઆરી ધોરણ 10 અને 12, પીજી અને છેલ્લા વર્ષ ના કોલેજ ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ હવે શાળાઓ ખોલવા અંગે હલચલ શરૂ થતાં શાળાઓ બાળકો ના કોલાહોલ થી ગુંજી ઉઠશે તેમ મનાઈ રહ્યું છે.ગુજરાત તમામ બોર્ડ, સરકારી,…
આજકાલ લવ જેહાદ નો મુદ્દો જોરશોર ઉપર છે ત્યારે વડોદરા માં એક હિન્દૂ યુવક અને ભરૂચ ની મુસ્લિમ યુવતી વચ્ચે પ્રેમ થઈ જતા હવે યુવક ને ધમકીઓ મળવા લાગતા તેણે મકરપુરા પોલીસ મથક માં ફરિયાદ નોંધાવતા ફરી એકવાર આ પ્રકારના કિસ્સા એ ભારે ચકચાર જગાવી છે. વિગતો મુજબ વડોદરા શહેરના તરસાલી હાઈવે પર દ્વારકેશ હાઈવ્યૂમાં રહેતા અને એન્જિનિયર એવા ધ્રવેશ પંચાલ ના દાદી સરલાબેનના આંખોના મોતીયાનું ઓપરેશન કરવાનું હોય 2016 તેમને કરજણ ખાતે વલણ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ધ્રુવેશ પણ અહીં દાદીની સેવા કરવા હોસ્પિટલમાં રોકાયો હતો તે દરમ્યાન હોસ્પિટલમાં નોકરી કરતી ભરૂચ ટંકારીયાની મુસ્લિમ યુવતી એવી નર્સ સાથે આંખો…
કોરોના ની સ્થિતિ હજુપણ બાળકો ના અભ્યાસ માટે બાધારૂપ બની છે અને કોરોના સંક્રમણ ના ભયે શાળાઓ ચાલુ કરી શકાતી નથી પણ મહારાષ્ટ્ર માં શાળાઓ ચાલુ થતા જ થયેલા કોરોના ટેસ્ટિંગ માં માત્ર નાસિકમાં જ 62 શિક્ષકો કોરોના પોઝિટિવ આવતા ફરી બાળકો ના સ્વાસ્થ્ય માટે સવાલો ઉભા થયા છે. અહીં જાન્યુઆરીથી સ્કૂલ ખોલવા જાહેરાત થઈ છે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જાહેરાત આપવામાં આવી છે કે, ગ્રામીણ અને શહેર વિસ્તારમાં 1,324 શાળાઓમાંથી લગભગ 846 શાળાઓમાં ધોરણ 9થી 12ના ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. અહીં શાળા ખુલતા જ કુલ 1,21,579 વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા હતા. જોકે, 7,063 આચાર્યો અને શિક્ષકો અને 2,500 બિન-શૈક્ષણિક…
આજના કલિયુગ માં કોઈ કોઈનું નથી અને પ્રમાણિક માણસ જ વધુ દુઃખી થતો હોય છે કોઈ દુઃખી માણસ ને જોઈ તેને મદદ કરવાની ભાવના ક્યારેક ખોટો માણસ ભટકાઈ જતા જિંદગી બરબાદ થઈ જતી હોય છે આવોજ કિસ્સો અમદાવાદ માં બન્યો છે તકલીફ માં આવી ગયેલા પડોશી ને મદદ કરવા પોતાની તમામ બચત ઘરેણાં વેચી લાખ્ખો રૂપિયા ની મદદ કર્યા બાદ વાયદા મુજબ જ્યારે પૈસા પરત માંગવા ગયા તો મદદ કરનાર વ્યક્તિ ને પૈસા પરત કરવાને બદલે માર મારી હત્યા કરી નાખતા ભારે સનસનાટી મચી ગઇ છે. વિગતો મુજબ અમદાવાદ ના શાહપુર નાગોરીવાડમાં રહેતા નિવૃત્ત કર્મચારી અશ્વિનભાઈ ભુદરભાઈ દાતણિયાને તેમના પડોશમાં…
કોરોના અને લૉકડાઉન માં લોકો ભલે બેવડ વળી ગયા પણ સરકારી તિજોરી છલકાઈ ગઇ છે, જેનો અંદાજ સામાન્ય રીતે રાજ્યના જીએસટી ડિપાર્ટમેન્ટના આંકડા પરથી આવી શકે છે. ડિસેમ્બરમાં જીએસટીની કુલ રૂ. 1.15 લાખ કરોડની આવકમાં રાજ્યની રૂ. 2940 કરોડની આવક વિવિધ ટ્રેડમાંથી થઈ હતી. રાજ્ય માં બેફામ વધેલા પેટ્રોલ, ડીઝલ ના ભાવો અને ગેસમાંથી રૂ. 1905 કરોડ જ્યારે આઇજીએસટીની રૂ. 475 કરોડની સરકાર ને આવક થઇ છે. રાજ્યના જીએસટી ડિપાર્ટમેન્ટને ડિસેમ્બર માસમાં પેટ્રોલિયમની રૂ. 1905 કરોડની આવક થઇ હતી. આઇજીએસટીમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આવતા જતા માલ ઉપર ટેકસ લાગતો હોય છે. જે એક બીજા રાજ્યો આઇજીએસટીનું સેટલમેન્ટ કરતા હોય…
આખરે ફરી એકવાર રાહુલ ગાંધી કૉંગ્રેસ અધ્યક્ષની જવાબદારી સંભાળવા માટે રાજી થઈ જતા સોનિયા ગાંધી ના જીવ માં જીવ આવ્યો છે. શનિવારના કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓની નવા અધ્યક્ષને લઈને બેઠક થઈ હતી. આમાં કૉંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને અખિલ ભારતીય કૉંગ્રેસ કમિટીના સભ્ય તેમજ પદાધિકારી હાજર હતા. સોનિયા ગાંધીના નિવાસસ્થાન 10 જનપથ પર લગભગ 5 કલાકથી વધારે સમય સુધી ચાલેલી બેઠકમાં તમામ નેતાઓએ પોત-પોતાની વાત રાખી. બેઠકમાં રાહુલ ગાંધીના અધ્યક્ષ પદ સંભાળવાની માંગ ઊઠી હતી.અંતમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, પાર્ટી જે જવાબદારી આપશે તે નીભાવવા માટે તેઓ તૈયાર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ બેઠકમાં કે. સુરેશ, અબ્દુલ ખાલિક,…