જ્યાર થી આ કોરોના આવ્યો છે ત્યારથી લોકો ની જાણે પનોતી ચાલુ થઈ ગઈ છે અને એક તરફ નોકરી, ધંધા બંધ થઈ ગયા છે ઉપર થી જાણે અજાણ્યે નિયમ ભંગ થાય તો મોટો દંડ ભરવો પડે છે પણ નેતાઓ ને કોઈ નિયમો નડતા નથી અને વારંવાર નિયમો નો ભંગ કરી રહ્યા છે પરંતુ દંડ કરાતો નથી આ બે ઘારી નીતિ ના કારણે જ હવે લોકો માં નારાજગી જોવા મળી રહી છે. રાજકોટમાં પંથક માં કોરોના ગાઇડલાઇનનો ભંગ સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં થતા ફરી એકવાર વિવાદ થયો છે, ભાજપના એક અભિવાદન કાર્યક્રમમાં ભીડ એકત્ર થઈ હતી અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ…
કવિ: Halima shaikh
કચ્છમાં રાત્રે ભચાઉ માં નોંધાયેલા ભુકંપ ના આંચકા બાદ સૌરાષ્ટ્ર માં પણ ઉપલેટા વિસ્તાર માં સવારે 8.23 વાગ્યે 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકાનું પ્રમાણ વધ્યું છે. આજે સવારે ઉપલેટામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સવારે 8.23 વાગ્યે 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 16 કિલોમીટર દૂર નોંધાયું છે. ઉપલેટામાં ભૂકંપના આંચકાથી કોઈ જાનહાનિ થઈ નથી. ભૂકંપથી ઉપલેટાની ધરા ધ્રુજી ઉઠતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઉલ્લખનીય છે કે, રાજકોટ જિલ્લામાં ભૂકંપના આંચકાનું પ્રમાણ વધતા લોકો…
રેલવે દ્વારા વધુ એક ખાનગી ફ્રેટ ટર્મિનલ ‘આર્યા ઓશિયન લોજિસ્ટિક્સ પાર્ક’ શરૂ કરી નવી શરૂઆત કરી છે. ભારતીય રેલવેના પશ્ચિમ રેલવેમાં અમદાવાદ ડિવિઝન વધુ આવક આપતું મહત્વપૂર્ણ ડિવિઝન સાબિત થઈ રહ્યું છે ત્યારે વધુ એક સાહસ કરવામાં આવ્યું છે અને બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટના પ્રયાસથી માળિયા મિયાણા ખાતે વધુ એક ખાનગી ફ્રેટ ટર્મિનલ આર્યા ઓશિયન લોજિસ્ટિક્સ પાર્ક શરૂ કરવામાં આવ્યું છે. છારોડી સ્ટેશનથી ઓટોમોબાઈલ હેન્ડલિંગની સુવિધા શરૂ કરી આ સ્ટેશનની હાલની લાઇન પર 8000 ચોરસ મીટર વિસ્તાર વધારવામાં આવ્યો હોવાનું રેલવે ના સૂત્રો જણાવી રહયા છે.
આજકાલ મોબાઈલ ફોન આવતા તેના પોઝીટીવ અને નેગેટિવ અસરો જોવા મળી રહી છે અને કુમળીવયના બાળકો ઉપર થઇ રહેલી ગંભીર અસરોનો એક કિસ્સો વડોદરા માં પ્રકાશમાં આવ્યો છે. વડોદરા નજીક આવેલા એક ગામમાં એક જ ફળિયામાં રહેતા અને એક બીજાથી આકર્ષાયેલા બાળકો લગ્ન કરવાના ઇરાદે ફરાર થઇ ગયા છે. લગ્ન કરીને સાંસારીક જીવન જીવવાના સપના લઇને ફરાર થઇ ગયેલા બાળકો ની આ ઘટનાને પગલે પોલીસ અને વાલીઓ દોડતા થઈ ગયા છે. છાણી પોલીસ મથકે નોંધાયેલી આ ચોંકાવનારી ઘટના અંગેની વિગતો અનુસાર ભાગી ગયેલા 14 વર્ષનાં કિશોર અને કિશોરી બંને એક જ વિસ્તાર રહે છે. જોકે બંને અલગ-અલગ સ્કૂલમાં ધોરણ-9માં અભ્યાસ…
સ્થાનિક સ્વરાજય ની ચુંટણીઓ અગાઉ ખેડાના મહુધામાં કોંગ્રેસ ગઢ માં ગાબડું પડ્યું છે અને 100થી વધુ કોંગ્રેસ આગેવાનો ભાજપમાં જોડાઇ જતા કોંગ્રેસ ને સામી ચુંટણીઓ એ મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના વહીવટથી નારાજ તમામ ભાજપમાં જોડાયા હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું. રાજ્ય માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે તો માઈક્રો લેવલથી પ્લાનિંગ શરૂ કરી દીધુ છે પણ કોંગ્રેસ માં કોઈ ઠેકાણા નથી અને કોંગ્રેસ નવી બેઠકો જીતે એના કરતા જે છે એ સાચવે તોય ઘણું એવી સ્થિતિ ઉભી થઇ છે. સરપંચો,ડે.સરપંચ,તા.પંચાયતના સભ્યોએ કોંગ્રેસમાંથી ફાડ્યો છેડો ફાડ્યો છે અને જયસિંહ ચૌહાણ,દેવુસિંહ ચૌહાણ, પંકજ દેસાઈ પોતાના સમર્થકો સાથે ભાજપ પ્રમુખની હાજરીમાં ભાજપ માં…
દેશ માં કોરોના રસી માટે હાલ પ્રયાસો ચાલુ છે, ત્યારે ચેન્નઈની આઈટીસી ગ્રેંડ ચોલા હોટલમાં કોરોનાનો 15 ડિસેમ્બરે પ્રથમ કેસ નોંધાયા બાદ અહીં લગભગ 15 દિવસમાં 85 લોકો કોરોના સંક્રમિત થઈ જતા ભારે ચકચારી મચી ગઇ છે અહીં સંક્રમિતોમાં હોટલના કર્મચારીઓ પણ સામેલ છે. ચેન્નઈની ગ્વિંડીમાં આવેલી આઈટીસી ગ્રેન્ડ ચોલા હોટલમાં ગયા વર્ષે 15 ડિસેમ્બરે કોરોનાનો પહેલો કેસ આવ્યો હતો. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ગ્રેટર ચેન્નઈ નિગમને હોટલમાં રહેનારા દરેક લોકો ની તપાસ કરવા આદેશ આપવામાં આવ્યા છે. હોટલ અને તેના આસપાસના કર્મચારીઓના રહેઠાણથી 609 લોકોના સેમ્પલ લેવાઈ ચૂર્યા છે. જેમાંથી 85 લોકો સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તેમનામાં કોરોનાના સામાન્ય…
કાશ્મીરમાં જમીન સંપત્તિ કોઈ ખરીદશે તેને હિન્દૂ કટ્ટરવાદી ગણી મારી નાખવામાં આવશે,આતંકવાદી જૂથ દ્વારા એક ની હત્યા બાદ ધમકી આપી બેફામ બનેલા આતંકવાદીઓ કાશ્મીર તેમના બાપ નું હોય તેવો વર્તાવ કરતા લોકો માં ભારે આક્રોશ ફેલાયો છે.કેન્દ્ર સરકાર દ્વારા કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં જમીન અને સંપત્તિની માલિકી મેળવવા માટે ચાલતા પ્રયાસો વચ્ચે અહીં મિલકત માટે ડોમિસાઇલ સર્ટિફિકેટ હાંસલ કરનાર ૭૦ વર્ષીય સતપાલ નિશ્ચલની આતંકવાદીઓએ ગોળી મારી હત્યા કરી નાખી છે. સતપાલ નિશ્ચલ છેલ્લા ૫૦ વર્ષ કરતાં વધુ સમયથી શ્રીનગરમાં વસવાટ કરતા હતા. નવા ડોમિસાઇલ કાયદા અંતર્ગત જમીન અને સંપત્તિની માલિકીનો અધિકાર મેળવનારા આ વ્યક્તિની હત્યા કરી આતંકવાદીઓ એ કાશ્મીર પોતાના બાપ…
ફિલ્મો માં કામ કરવા બે સગીરાઓ મા બાપ ને અંધારા માં રાખી એક અજાણ્યા યુવક સાથે મુંબઈથી ટિકિટ વિનાજ રાજસ્થાન ઉપડી પણ ત્રણેય અમદાવાદ સ્ટેશને પકડાઇ ગયા હોવાનો કિસ્સો પ્રકાશ માં આવ્યો છે.આજકાલ ની કિશોરીઓ હવે એટલી બિન્દાસ્ત બની ગઇ છે કે માતા પિતા અને ભાઈ ને અંધારા માં રાખી કોઈ અજાણ્યા ઉપર ભરોસો કરી ઉપડી જતી હોય છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં મુંબઈની બે સગીર કિશોરીઓને ફિલ્મોમાં કામ અપાવવાના બહાને ટ્રેનમાં રાજસ્થાન લઈ જતાં યુવકને ટિકિટ વગર ટીસીએ ઝડપતાં ત્રણેયને અમદાવાદ સ્ટેશને ઉતારી જીઆરપી પોલીસને સોંપતા પોલીસ ચોંકી ઉઠી હતી અને તપાસ કરતા સગીરાઓ ગુમ…
કચ્છ માં ચાલુ રહેલા ભુકંપ ના આંચકા માં ફરી રાત્રે એકવાર ધરતી ધણધણી ઉઠી હતી વિગતો મુજબ કચ્છના ભચાઉથી ૧૦ કિમી દૂર ભૂગર્ભમાં ૧૫.૯ કિમી ઉંડાઇ ધરાવતા કેન્દ્રબિંદુ પર રિક્ટર સ્કેલ ઉપર ૩.૨ની તીવ્રતાનો આંચકો રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં અનુભવાયો હતો. વાગડ ફોલ્ટલાઇન સક્રિય બનતાં નાના-મોટાં આંચકા આવતા હોવાનું સૂત્રો એ જણાવ્યું હતુ. સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જે જગ્યાએ આંચકાઓ આવે છે તે સ્થળના ભૂગર્ભની ઊંડાણપૂર્વક તપાસ પણ કરાતી હોય છે પરંતું કયા કારણોથી ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે તેનું કારણ જાણી શકાતું નથી.
રાજ્ય માં ચાલુ વર્ષે ઠંડી વધતા લોકો બરાબર ના ઠુઠવાઈ રહ્યા છે અને કામ વગર બહાર જવાનું ટાળી રહ્યા છે ત્યારે બીજી તરફ રાજસ્થાનનાં દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં સાયકલોનિક સરક્યુલેશન સર્જાતા આગામી બે દિવસ માં ઉત્તર અને દક્ષિણ ગુજરાત માં વરસાદની શક્યતા વ્યક્ત કરાઇ રહી છે. આજે રવિવારે ઠંડીમાં સામાન્ય વધારો થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજ્ય માં વાતાવરણ મહતમ વાદળછાયું રહેશે ફરી ઠંડા પવનોનું પ્રમાણ વધતાં ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે. 7 જાન્યુઆરી સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વાદળિયું વાતાવરણ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.