પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી ને છાતીમાં દુઃખાવો થતા હોસ્પિટલમાં ખસેડાયા છે જ્યાં એન્જીઓપ્લાસ્ટી શરૂ કરાઇ છે.પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી ને માઇલ એટેક આવતા હોસ્પિટલમાં લઈ જવાયા હોવાના અહેવાલો છે,બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગાંગુલી એ આજે શનિવારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા તેઓ ને કોલકાતાના નર્સિંગ હોમમાં સારવાર માટે લઈ જવાયા છે જ્યાં એન્જીઓપ્લાસ્ટી કરાવવામાં આવી રહી હોવાના અપડેટ મળી રહ્યા છે.
કવિ: Halima shaikh
ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામ ની સીમ માં બાઈક ઉપર જઈ રહેલા યુવાન ઉપર માનવભક્ષી દીપડાએ હુમલો કરી યુવાન નું માથું ધડ થી અલગ કરી ફાડી ખાતા ભારે દેકારો મચી ગયો છે અને ગામ માં અરેરાટી ફેલાઈ ગઈ છે. કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામે પોતાના પરિવાર સાથે રહેતા અજિતભાઈ ભેડા ગત રાત્રિના નવેક વાગ્યે દૂધ દઈને ગામમાંથી વાડી તરફ જઈ રહ્યા એ સમયે રસ્તામાં દીપડાએ તેમની પર હુમલો કરી પછાડી દઈ નજીકના કપાસના ખેતરમાં ઢસડી લઈ જઈ ફાડી ખાતા ભારે ચકચાર મચી ગઇ છે. વહેલી સવારે વાડીએ જઈ રહેલા અમુક ગ્રામજનોના ધ્યાને રસ્તા પર અજિતભાઈનું બાઈક રેઢું પડેલું મળી આવતાં…
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા અનેપંજાબના અગ્રણી દલિત નેતા એવા 86 વર્ષીય બૂટા સિંહ નું આજે અવસાન થયું છે. કેન્દ્રમાં કોંગ્રેસ ની જુદી જુદી સરકાર દરમિયાન તેઓ ગૃહ મંત્રી, કૃષિ મંત્રી, રેલવે મંત્રી સહિત ની જવાબદારી સંભાળી હતી. તેઓ બિહારના પૂર્વ રાજ્યપાલ પણ રહી ચૂક્યા હતા. બુટા સિંહ રાજસ્થાનના કોંગ્રેસના સાંસદ પણ હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યકત કર્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા બૂટા સિંહ લાંબા સમયથી બીમાર હતા. બ્રેઇન હેમરેજ બાદ ઓક્ટોબરમાં તેમને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસમાં દાખલ કરવામાં આવ્યા હતા. બુટા સિંહ રાજીવ ગાંધીની ખૂબ નજીકના માનવામાં આવતા હતા. પીએમ મોદીએ તેઓ ના નિધન ઉપર…
દેશ માં વધી રહેલા લવ જેહાદ ના બનાવો રોકવા માટે ઉત્તર પ્રદેશ,મધ્ય પ્રદેશ ખાસ કાયદો આવી ગયા બાદ ગુજરાતમાં પણ લવ જેહાદ કાયદા લાવવા માંગ ઉઠવા પામી છે અને રાજ્ય સરકારે ગૃહ-કાયદા-કાયદાકીય અને સંસદીય બાબતોનું નિર્દેશન કર્યું છે. ગુજરાત સરકાર હવે આ રાજ્યો ના લવ જેહાદના કાયદાને અનુસરી શકે છે. ગુજરાતના MP અને MLA પણ લવ જેહાદના કાયદાની માંગ કરી ચુક્યા છે. આ મામલે રાજ્ય સરકારે સંબધિત મંત્રાલયોને નિર્ધેશ કરીને કાયદા અંગે તૈયારીઓ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે ગૃહ-કાયદા-કાયદાકીય અને સંસદીય બાબતોનું નિર્દેશન કરી રહ્યો છે. ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં પણ લવ-જેહાદ સામે…
સમગ્ર દેશ માં કોરોના વેકસીન મફત અપાશે તેવું કેન્દ્રીય સ્વાસ્થ મંત્રી નું મોટું નિવેદન સામે આવ્યું છે.દેશભરમાં આજથી કોરોના વાયરસની રસીનું ડ્રાય રન શરૂ થઇ ગયું છે. ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ મંત્રી નું મોટું નિવેદન સામે આવ્યું છે ડો. હર્ષ વર્ધને જણાવ્યું કે સમગ્ર દેશ માં કોરોના વેકશીન મફત માં આપવામાં આવશે. આજે વેક્સીનના ડ્રાઇ રનનો બીજો તબક્કો શરૂ થયો છે. દેશના અલગ-અલગ રાજ્યોમાં ડ્રાઇ રન માટે સેન્ટર બનાવામા આવ્યા છે ડ્રાઇ રનનો પહેલો તબક્કો 28-29 ડિસેમ્બર 2020ના રોજ શરૂ થયો હતો. કોરોના વેક્સીન સાથે જોડાયેલું આ અભિયાન દેશમાં અત્યાર સુધીનું સૌથી મોટું રસીકરણ અભિયાન છે. દેશના 116 જિલ્લાના 259 કેન્દ્રોમાં…
આજકાલ અમેરિકા, કેનેડા, લંડન માં ખુબજ કામ મળી રહે છે અને ઉંચુ વેતન મલશે તેમજ કામ માં શરમ નહિ રાખવાની થોડા જ સમય માં લાખ્ખો ની આવક થઈ જાય અને જિંદગી સુધરી જાય તેવી વાતો ચાલી રહી છે અને વાળંદ ની દુકાને થી લઈ જ્યાં જાવ ત્યાં આવી વાતો ફેલાતા લોકો વિદેશ જઈ કરોડ પતિ બની જવાના સપના જોઈ અહીં બાપ દાદા ની મિલ્કતો વેચી અહીં થી રવાના તો થાય છે પણ પછી પેટ ભરીને પસ્તાઈ રહયા ના કિસ્સા પણ છે. ગુજરાતમાંથી વિઝિટર વિઝા પર અમેરિકા જનારા ભારતીયોની સંખ્યા રોજ વધતી જઈ રહી છે, પરંતુ જરૂરી ડોક્યુમેન્ટના અભાવે છેલ્લા બે…
નવા વર્ષ 2021 ની દુનિયાભર માં ઉજવણી કરાઈ રહી છે ત્યારે રાજકોટ, હિંગોળગઢ, ખડકાના ગામના 40 યુવક- મહિલાઓએ પૌરાણિક બિલેશ્વર મંદિર પરિસર, ઉપરાંત જસદણ, બોટાદ હાઈવે ઉપર કુલ 4 કિલોમીટર સુધી સાફસફાઈ કરી હતી જેમાં 1 ટ્રેક્ટર ભરાઈને પ્લાસ્ટિકનો કચરો સાફ કરી નવો ચીલો ચીતર્યો હતો બીજું કે આ કચરો સળગાવી ને વાયુ પ્રદૂષણ કરવા ને બદલે એક ખાડો કરીને તેમાં દાટી નિકાલ કરાયો હતો અને નવા વર્ષ 2021ની અનોખી ઉજવણી કરી હતી . સફાઈ અભિયાન નવરંગ નેચર કલબ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં 18 વર્ષના યુવકથી લઈને 60 વર્ષના વડીલ પણ જોડાયા હતા. સવારે 9.00 કલાકે સફાઈ શરૂ કરી…
સૌરાષ્ટ્રમાંઆજે વહેલી સવારે ગોંડલ નજીક બિલિયાળા પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ તરત જ આગ ફાટી નીકળતા કારમાં સવાર ત્રણ વ્યક્તિઓ ગાડી માંજ જીવતા સળગી જતા ભારે કમકમાટીભર્યા દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માત બાદ બંને વાહનમાં આગ લાગવાથી હાઈવે પર ટ્રાફિકજામ થઇ જતાં પોલીસ અને આગ ને કાબૂમાં લેવા માટે ગોંડલ નગરપાલિકાના 2 ફાયર ફાઈટરો, એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા. હાલ ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવ્યો છે. અકસ્માતની ઘટનાને લઈને ગોંડલ તાલુકા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. વિગતો મુજબ કાર ગોંડલથી રાજકોટ તરફ જતી હતી અને ટ્રક બિલિયાળા ગામ તરફથી હાઇવે ક્રોસ કરી…
મધ્ય પ્રદેશના એક ખેડૂતે વીજબિલ વધુ આવતા પોતાના ખેતર માં જઈ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. ખેતર માં પાક નિષ્ફળ જતા દેવા માં ડૂબી ગયેલો આ ખેડૂત વીજ બિલ ભરી શકે તેમ નહોતો મધ્યપ્રદેશના માતાગુવા ગામમાં રહેતા 35 વર્ષીય મુનેન્દ્ર રાજપૂત ના ખેતર માં પાક બગડ્યો હતો. આને કારણે તે વીજળીનું બિલ ભરી શકે તેમ નહોંતો. 87 હજારનું વીજ બિલ ભરવા માટે વીજ વિભાગના અધિકારીઓએ નોટિસ ફટકારી હતી અને બાકી રહેલા 87 હજાર જમા કરાવવા જણાવ્યું હતું. તો થોડા દિવસો બાદ મુનેન્દ્રની લોટ દળવાની મિલ અને મોટરસાયકલ વીજ વિભાગ દ્વારા કબજે કરવામાં આવી. તેનાથી વ્યથિત અને હતાશ ખેડૂત ખેતરમાં…
કોરોના માં હવે સીઝનલ ધંધા પણ પડી ભાંગ્યા છે અને વેપારીઓ બરબાદ થઈ રહ્યા છે ત્યારે ઉત્તરાયણ માં પતંગ અને દોરીના વેપારમાં પણ ગત વર્ષ કરતા ચાલુ વર્ષે બજાર માં મંદી નો માહોલ જોવા મળી રહ્યો હતો. આ વખતે વેપાર માં 50 ટકા ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વર્ષે કોરોના ઉપરાંત કર્ફ્યૂ પણ હોવાથી, રાત્રે પતંગ દોરા નો ધંધો થતો નથી. હવે માત્ર રવીવારની રજા પર જ વેપારીઓનો આધાર છે. ઉપરથી આ વર્ષે વેપાર ઓછો હોવા છતાં 10 ટકા જેટલા દોરીના ભાવ વધ્યા છે. જ્યારે પતંના હોલસેલના ભાવ 10થી 15 ટકા વધ્યા છે. જેથી કેટલાક હોલસેલ વેપારીઓ ઓછું માર્જિન…