સુરત ના વરાછા નજીક લસકાણા ખાતે આવેલ એક સાયકલ સ્ટોરમાં વહેલી સવારે આગ લાગતા ભારે નાસભાગ મચી હતી. બનાવ અંગે ફાયર વિભાગ ને જાણ કરાતા કામરેજ ફાયર સ્ટેશનના અધિકારી પ્રવિણ પટેલ ઘટના સ્થળે દોડી ગયા હતા અને એક કલાક ની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગ માં નવા ટાયર ટ્યુબ સહિત નો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ દુકાન ભાડા ઉપર ચલાવતા ઉકાભાઈ કુરજીભાઈ ઠેસિયા ની હોવાનું જાણવા મળ્યું છે, દુકાન માં 200 નંગ નવા ટાયર અને 300 નંગ ટ્યુબ સાથે કોમ્પ્રેસર મશીન અને વાયરીંગ સહિતનો સામાન સ્વાહા થઈ…
કવિ: Halima shaikh
રાજકોટ ની શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીનું ઉઠમણું થઈ જતા 4200 રોકાણકારોના 60 કરોડ ડૂબી ગયા છે.આજકાલ લોકો ને લોભામણી સ્કીમો બતાવી અનેક નામી અનામી સંસ્થાઓ અને મંડળીઓ ગ્રાહકો ને પૈસા રોકવા જણાવી ઊંચા વ્યાજ ની લાલચ આપી બાદ માં ઠગાઈ ના કિસ્સા પ્રકાશ માં આવતા હોય છે ત્યારે રાજકોટ ખાતે વધુ એક શ્રીમદ્ ભવન ખાતે આવેલી શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીનું ઉઠમણું થઈ જતાં 4200 રોકાણકારોના 60 કરોડ ડૂબી ગયા છે. શ્રી રામેશ્વર શરાફી મંડળીના ચેરમેન અને મેજર વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ભક્તિનગર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં શ્રીમદ્ ભવન ખાતે આવેલી શ્રી રામેશ્વર શરાફી સહકારી…
થર્ટી ફસ્ટ માં જાહેર માર્ગો ઉપર ફરતા રહેતા દારૂડિયાઓ ને ઝડપી લેવા માટે વલસાડ જિલ્લા પોલીસ વડા ના સીધા માર્ગદર્શન હેઠળ ગોઠવાયેલા બંદોબસ્ત વચ્ચે રાતભર પોલીસે સતત કામગીરી બજાવી 1200 કરતા વધુ દારૂડિયાઓ ને ઝડપી લીધા હતા જેઓ સામે અલગ અલગ ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી હતી, રાત્રે 9 વાગ્યા બાદ કરફ્યૂ ભંગ સહિત જાહેરનામા અને કોરોના ગાઈડ લાઇન નો ભંગ કરતા અનેક લોકો પકડાયા હતા. સંઘપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડરથી જોડાયેલા વલસાડ જિલ્લામાં પોલીસે 31ની ઉજવણી કરી નશામાં આવનારાઓને પકડવા આગલા દિવસ થી જ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દઈ બસો અને હોલ ભાડે રાખવામાં આવ્યા હતા વલસાડ જિલ્લાની 18 ચેકપોસ્ટ ઉપર…
અમદાવાદ માં થર્ટી ફસ્ટ ની ઉજવણી નહી થાય અને રાત્રે 9 વાગ્યા બાદ કરફ્યૂ ભંગ કરતા તત્વો ને ઝડપી લેવા અમદાવાદ માં 300 પોઈન્ટ ઉપર 100 પીઆઇ અને 3500 કોન્સેબલ નો જડબેસલાક બંદોબસ્ત હોવાછતાં પણ મોટી લૂંટ નો બનાવ બનતા પોલીસ ની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એરકાર્ગો નજીક ત્રણેક ઈસમો એ બે કુરિયરવાળાને માર મારી 1.78 કરોડના સોનાનાં પાર્સલ લૂંટી લઈ બાઈક ઉપર ફરાર થઈ જતા ભારે સનસનાટી મચી ગઇ છે. વિગતો મુજબ સરદારનગરમાં રહેતા મૂળ રાજસ્થાન ના વતની વિદ્યાધર શર્મા અને સુરેશકુમાર ચૌધરી છેલ્લાં બે વર્ષથી જય માતાજી લોજિસ્ટિક અને જય માતાજી એર…
રાજકોટ માં હવે લાભાર્થીઓને માત્ર રૂ. 3.50 માં ફર્નિચર વાળો ત્રણ રૂમ નો ફ્લેટ મળે તે સપનું આજે સાકાર થતું જણાયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે 11 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ ના માધ્યમ થી 6 રાજ્યોમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટ નો શિલાન્યાસ કર્યો છે. નવા વર્ષમાં વડાપ્રધાન મોદીનો આ પહેલો કાર્યક્રમ છે. તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી ચેલેન્જ-ઈન્ડિયા અંતર્ગત અગરતલા(ત્રિપુરા), રાંચી(ઝારખંડ), લખનઉ(ઉતર પ્રદેશ), ઈન્દોર(મધ્ય પ્રદેશ), રાજકોટ(ગુજરાત) અને ચેન્નાઈ(તમિલનાડુ)માં લાઈટ હાઉસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો આ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજનાના શ્રેષ્ઠ અમલીકરણ માટે ગુજરાતને ત્રણ એવોર્ડ પણ એનાયત કર્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ પ્રસંગે રાજકોટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.વડાપ્રધાન…
અમદાવાદ માં એક પીઆઇ કક્ષા ના પોલીસ અધિકારી ને પીએમ નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ટીકાત્મક વીડિયો પોતાના મોબાઈલ ના વોટ્સએપ સ્ટેટસ ઉપર મુકવાનું ભારે પડ્યું છે અને આવું ટેટ્સ મુકનાર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના PI જાસમીન રોઝિયાની તાત્કાલિક અસરથી પોલીસ કંટ્રોલરૂમમાં બદલી કરી દેવામાં આવી હતી. PI રોઝિયાએ પોતાના વોટ્સએપ સ્ટેટસમાં વડા પ્રધાનની ટીકા કરતો એક વીડિયો મૂક્યો હતો જે અંગેની પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે ગંભીર નોંધ લઈ પીઆઇ ની બદલી કરી નાખી હતી. ક્રાઇમ બ્રાન્ચના PI જાસમીન રોઝિયાએ 29મી ડિસેમ્બર 2020ના રોજ તેમના વોટ્સએપના સ્ટેટસમાં વડાપ્રધાન મોદીનો આકરી ટીકા કરતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેને લઈને ACP ડી.પી.ચૂડાસમાએ PI રોઝિયાને…
અમદાવાદ ના ગાર્ડન માં એલિયન્સ આવી ને સ્ટીલ નું સ્ટ્રક્ચર મૂકી ગયા અંગે ના અહેવાલો મીડિયા માં આવતા જ આખરે આ મામલે તંત્ર દોડતું થઈ ગયું હતું અને તપાસ બાદ માલુમ પડ્યું કે આ સ્ટ્રક્ચર કોઈ એલિયન નહિ પણ બિલ્ડર મૂકી ગયો હતો. અમદાવાદ ના થલતેજ સ્થિત સિમ્ફની ગાર્ડનમાં મુકવામાં આવેલું મોનોલિથ સ્ટ્રકચર સ્ટીલમાંથી બનાવવામાં આવ્યું છે. તેના પર જે નંબરો લખવામાં આવ્યા છે, તે સ્ટીલના સ્ટ્રક્ચર પર લેટિટ્યૂટ નંબર લખવામાં આવ્યા છે. આ સ્ટ્રક્ચર એક ખાનગી કંપની દ્વારા મૂકવામાં આવ્યું છે. આખરે અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા ખુલાસો કરવો પડ્યો હતો. જોકે, મીડિયા માં આ કિસ્સો આવતા લોકો મોટી સંખ્યા માં…
નવા 2021 માં વર્ષ ના પ્રારંભે PM મોદીજી એ ટ્વીટ કરીને તમામ ભારત વાસી ને નવા વર્ષ ની શુભકામનાઓ પાઠવી હતી તેઓ એ લખ્યું કે હું પ્રાર્થના કરું છું કે આ વર્ષ તમારા જીવનમાં સારી તંદુરસ્તી, ખુશીઓ અને સમૃદ્ધિ લઇને આવે, આ વર્ષ દુનિયામાં આશા અને કલ્યાણની ભાવનાનો વાસ હોય તેવી ભાવના સાથે નો સંદેશ ટ્વીટ કર્યો છે સાથેસાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ દેશવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિ એ ટ્વીટ કરીને કહ્યું કે હાલ કોરોના ની મહામારી ફેલાઈ છે ત્યારે તેની સામે ઉભા થયેલા પડકારોનો સૌ એકજૂથ થઇને સામનો કરી આગળ વધવાનો સમય છે. તેમણે ટ્વીટ કરી કે…
ભારત માં જનતા ના પૈસે લીલા લહેર કરતા વીઆઈપી ઓ ને સુરક્ષા ના નામે મોટો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, મોટા ભથ્થા, પગાર અને પગાર દાર સરકારી માણસો ,સરકારી વાહનો સતત સેવા માં લાગી રહે છે,પણ જનતા માટે જાહેર જીવન માં પોલીસ ની ઘટ પડી રહી છે. દેશ ના વડાપ્રધાન માટે મજબૂત સુરક્ષા હોવી જોઈએ પણ અન્ય નાના નાના વીઆઈપી પણ આવી અપેક્ષા રાખે છે જેથી વીઆઈપી કલચર જળવાઈ રહે. ગૃહ મંત્રાલય ના એક વિંગ બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (BPRD) ના એક ડેટા માં જણાવાયુ છે કે દેશમાં 19 હજાર 467 VIP ની સુરક્ષા માટે 66 હજાર 43…
એલિયન્સ દ્વારા મૂકી જવાતા મનાતા અને દુનિયાભરમાં 30 દેશો માં વિવિધ જ્ગ્યાઓ ઉપર જોવા મળેલો મોનોલિથ ગુજરાતના અમદાવાદમાં દેખાતા હાહાકાર મચી ગયો છે અને થલતેજ વિસ્તારમાં આવેલા સિમ્ફની ગાર્ડનમાં આ રહસ્યમય સ્ટ્રક્ચર જોવા મળતા ઉત્તેજના છવાઈ ગઈ છે આ વસ્તુ એલિયન મૂકી ગયા ની વાત થી નવા વર્ષ ની પૂર્વ સંધ્યા એ અનેક અટકળો વહેતી થઈ છે આ મોનોલિથને મિસ્ટ્રી મોનોલિથ કહેવામાં આવે છે. જે એક સ્ટિલનું સ્ટ્રક્ચર છે. આ સ્ટ્રક્ચર ક્યાંથી આવ્યું અને કોણે ઊભું કર્યું તેની કોઈની પાસે કોઈ જ જાણકારી નથી. આ રહસ્યમય મોનોલિથ અમદાવાદમાં જોવા મળતાં લોકોમાં ગજબ નું કુતુહુલ ફેલાયુ છે.અમદાવાદ ના ગાર્ડન માં જે…