પંજાબના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અને ખાલિસ્તાની આતંકી સુખ બિકરીવાલ ને દુબઇ થીભારત લવાયો છે. સુખ બિકરીવાલ પાકિસ્તાની ગુપ્ત એજન્સીઓએ ISIના ઇશારા પર પંજાબમાં આતંકી પ્રવૃત્તિઓ કરતો હતો અને પંજાબમાં શૌર્ય ચક્ર વિજેતા બલવિંદર સંધુ ની હત્યા કરવામાં પણ સુખ બિકરીવાલ ની સંડોવણી ખુલી છે. ઉપરાંત પંજાબના નાભામાં જેલ તોડવાની ઘટના માં પણ સુખ બિકરીવાલ નો હાથ હતો. હવે સુખ બિકરીવાલ ભારતીય ગુપ્તચર એજન્સીઓના હાથમાં આવતા તેની પંજાબમાં ખાલિસ્તાની લિંક સહિત અન્ય ટારગેટ કિલિંગ સાથે જોડાયેલ મામલે ખુલાસા થવાની શક્યતા રહેલી છે. ISI અને ખાલિસ્તાની આતંકીઓ એકજુથ થઈ દેશ વિરોધી પ્રવૃત્તિઓ ને અંજામ આપતા હોવા અંગે ગુપ્તચર તંત્ર ના રડાર માં…
કવિ: Halima shaikh
રાજ્ય માં કોરોના કાળ માં થર્ટી ફસ્ટ મનાવી શકાશે નહીં અને ઠેરઠેર ફૂલ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, અમદાવાદ માં જો કોઈપણ વ્યક્તિ રાત્રે 9 વાગ્યા બાદ ઘરની બહાર નજરે પડ્યો તો સીધો લોકઅપ માં પુરવા પોલીસ કટીબદ્ધ બની છે. શહેરમાં 100 પીઆઈ, 3500 કોન્સ્ટેબલ ઓન ડ્યૂટી રહેશે, સાથે જ કોઈપણ વ્યક્તિ કોઈ બહારગામ ગયું હશે તો તેમણે 9 વાગ્યા પહેલાં આવી જવું પડશે. 9 વાગ્યા બાદ કોઈ બહાર દેખાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ વ્યક્તિને આખી રાત લોકઅપમાં પૂરવામાં આવશે. ઈમરજન્સી વિના બહાર નીકળનારને જેલમાં ધકેલી દેવાશે. શહેરના 30 એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ રાતે 9 વાગ્યાથી લોક કરી દેવાશે, જ્યારે…
અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ઉપર ચાલી રહેલા ચેકીંગ દરમ્યાન રાજધાની એક્સપ્રેસ ટ્રેન મારફતે દિલ્હી થી અમદાવાદ આવેલા બે ઈસમો ને પોલીસે 1 કરોડ 44 લાખ 80 હજાર રૂપિયાની કિંમતની નકલી ભારતીય ચલણી નોટો સાથે ઝડપી લીધા હતા. વિગતો મુજબ અમદાવાદના કાલુપુર રેલ્વે પોલીસ અમદાવાદ રેલ્વે સ્ટેશન પર ચેકીંગ કરી રહી હતી તે દરમિયાન પ્લેટફોર્મ નંબર 12 પર દિલ્હીથી આવેલી રાજધાની એક્સપ્રેસ માં ચેકીંગ દરમિયાન એક શખ્સ પાસે મોટો થેલો હોવાથી પોલીસને શંકા જતા તેમણે તેની તલાશી લીધી હતી. જેમાં તેના થેલામાંથી નાની બેગ મળી આવી હતી. જેમાં નકલી ચલણી નોટો હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ…
નવા વર્ષ માં હવે જીઓ પોતાના ગ્રાહકોને સૌથી મોટી ભેટ આપવા જઇ રહ્યું છે,જિયોએ જાહેર કર્યું છે કે, 1 જાન્યુઆરી 2021થી તમામ નેટવર્ક પર લોકલ વોઈસ કોલ્સ ફ્રી થઈ જશે. થોડા મહિનાઓ પહેલાં રિલાયન્સ જિયોના જિયોથી અન્ય નંબર પર લોકલ કોલ્સ માટે પૈસા લેવાની શરૂઆત કરી હતી. અને તેના માટે અનેક પ્લાન પણ લોન્ચ કરવામાં આવ્યા હતા. ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ Jioએ કહ્યું છે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ આપેલ સૂચના અનુસાર 1 જાન્યુઆરી 2021થી IUC ચાર્જીસ કાઢી નાખવામાં આવશે. આનો સીધો અર્થ એ થાય છે કે IUC ચાર્જ કાઢી નાખવાથી Jio ફરી એક વખત ડોમેસ્ટિક કોલ્સની સેવા બિલકુલ…
યુકે માં કોરોના નો નવો સ્ટ્રેન જોવા મળ્યા બાદ દુનિયાભર માં ભારે ફફડાટ જોવા મળ્યો છે ત્યારે ઈંગ્લેન્ડથી સુરત માં હજીરા ખાતે રહેતા પોતાના માતા-પિતાને મળવા આવેલી મહિલા નો કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયુ છે. આ મહિલા ના સંપર્કમાં આવતા તેની માતા અને બહેનને પણ કોરોના નો ચેપ લાગતા ત્રણેયને સુરતના નવા સિવિલ કેમ્પસમાં આવેલી કોવિડ-19 હોસ્પિટલના દસમા માળે અલાયદા વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી છે જ્યારે પિતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવા છતાં તેમને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. ત્રણેયનાં સેમ્પલને ટેસ્ટ માટે પુણેની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યાં છે, જેનો રિપોર્ટ હજુ આવ્યો નથી.…
રાજ્યના વિવિધ ટોલ પ્લાઝા પર 1 જાન્યુઆરીથી મોટાં વાહનોમાં ફાસ્ટેગ ફરજિયાત અમલી કરવા પોલીસ ગોઠવાઈ જશે અને જો ફાસ્ટેગ નહિ હોય અને ગાડી લઈને ટોલ ઉપર પહોંચી ગયા તો પોલીસ ત્રણ ઘણો દંડ વસુલ કરશે,આ બધા વચ્ચે સર્વે માં બહાર આવ્યું કે માત્ર 60 ટકા વાહનમાલિકો પાસે જ ફાસ્ટેગ છે અને તા.31 ડિસેમ્બર સુધીમાં તમામ મોટાં વાહનોમાં ફાસ્ટેગ લાગી જાય તે માટે કેટલીક બેન્કો, પેટ્રોલપંપ સહિતનાં સ્થળોએ હાલ માં વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ જો સરકાર દ્વારા ફાસ્ટેગની મુદત વધારવામાં નહિ આવે તો ટોલ પ્લાઝા પર ત્રણ ગણો દંડ વસૂલ કરાશે કેમકે કેશની લાઇન જ બંધ કરવાના કારણે ઘર્ષણ…
રાજકોટમાં આજે જશ્ન નો માહોલ છે આજે નવા વર્ષ ની ભેટ મળવા જઇ રહી છે.નિર્ધારિત કાર્યક્રમ મુજબ સીએમ વિજય રૂપાણી આજે સવારે 9.30 કલાકે રાજકોટ એરપોર્ટ થી 9.50 કલાકે ખંઢેરી માં એઈમ્સના ખાતમૂહર્તમાં ઉપસ્થિત રહેવા રવાના થશે, ત્યારબાદ તેઓ 1.05 કલાકે દ્રારકા જશે. રાજકોટમાં એઈમ્સ બની રહી છે ત્યારે પાછળ નો ઇતિહાસ જોવામાં આવે તો દેશમાં 1956માં દિલ્હીમાં પ્રથમ એઈમ્સ બની હતી અને વર્ષ 2005 સુધીમાં દેશમાં માત્ર 6 એઈમ્સ હતી તે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુદા જુદા રાજયમાં 15 જેટલી એઈમ્સને મંજુરી આપી છે તેમાં રાજકોટનો પણ સમાવેશ થાય છે. એઈમ્સ નો ઓનલાઈન વડાપ્રધાન મોદી 11.7 કલાકે પાયો નાંખશે…
અમદાવાદ શહેરમાં કોરોનાની વેક્સિન આપવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ૧૫મી જાન્યુઆરી પછી વેક્સિન આવી જવાની શકયતા વ્યક્ત થઈ રહી છે, હાલ ૬૮૨ ટીમોને તાલિમ આપવામાં આવી છે અને એક ટીમ એક દિવસમાં ઓછામાં ઓછા ૧૦૦ વ્યક્તિઓને રસી આપશે. રસી આપ્યા બાદ તેને એક કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રખાશે જેથી અમદાવાદ મ્યુનિ.દ્વારા શહેરની ૩૦૦ સ્કૂલો માં વેક્સિન સેન્ટર ઉભા કરાયા છે. યુકેમાં ઓક્સફોર્ડની કોરોના વેક્સિનના ઉપયોગની મંજુરી મળી ગઇ હોવાથી અગામી દિવસોમાં બ્રિટેનના લોકોને ઓક્સફોર્ડ-એસ્ટ્રોજેનેકા રસી આપવામાં આવશે આ સાથે ભારતમાં પણ વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપથી શરૂ થાય તેવી આશા બંધાઈ છે. અગામી ૧૫મી જાન્યુઆરી પછી અમદાવાદ સહિત અન્ય સ્થળોએ…
હાલમાં ભારત માં જોવા મળેલા કોરોના વાયરસ ના નવા સ્ટ્રેન ને લઈ AIIMSના ડો. ગુલેરિયાએ માહિતી આપતા જણાવ્યું કે બ્રિટનનો નવો સ્ટ્રેન ભારતમાં નવેમ્બર કે ડિસેમ્બરમાં જ આવી ગયો હોય એવું પણ બની શકે. તેઓ એ ઉમેર્યુ કે યૂકેથી ફેલાયેલો કોરોના વાયરસનો નવો સ્ટ્રેન વધારે ચેપી છે. આ એક ચિંતાનો વિષય છે. તેઓએ એમ પણ કહ્યું કે નવા સ્ટ્રેનથી ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધશે તો અમે કાર્યવાહી કરવામાં સક્ષમ છીએ. ડો. ગુલેરિયાએ કહ્યું કે કોરોના મામલે ભારત હાલમાં સારી સ્થિતિમાં છે. અહીં સરેરાશ દૈનિક કેસમાં ઘટાડો થયો છે. રિકવરી રેટ પણ વધ્યો છે અને મૃત્યુદર ઘટ્યો છે. તેઓએ કહ્યું કે…
હાલ માં માસ્ક અભિયાન ચાલી રહ્યું છે ત્યારે વડોદરા માં યોગ્ય રીતે માસ્ક નહિ પહેરનાર કોંગ્રેસ નેતા ના બહેનને પોલીસે અટકાવી દંડ માગતા પૈસા આપવા પહોંચેલા પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડને નવાપુરાના પીએસઆઇ પટેલે બે લાફા ઝીંકી દેતા મામલો ગરમાયો છે પોલીસે નેતા ના ઘરે જઇ વોન્ટેડ બતાવાની ધમકી આપી હોવાના અક્ષેપો થતા હવે રાજકારણ ગરમાયુ છે. જોકે,આ અગાઉ કેટલાક ભાજપ ના કાર્યકરો ને પણ આ પીએસઆઈ એ ડંડા મારી રોડ ઉપર દોડાવ્યા હતા. વિગતો મુજબ અખિલ ભારતીય યુવક કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને માજી સાંસદ સત્યજીત ગાયકવાડના બહેન ગત મોડી સાંજે ડ્રાઇવર સાથે કારમાં નીકળ્યા તે વખતે બગીખાના ત્રણ રસ્તા પાસે…