બનાસકાંઠાના ભાભરના ખારા ગામે કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા કરૂણ અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. પોલીસે તમામ મૃતદેહોને પીએમ અર્થે ખસેડ્યા છે , બાઈક સવાર સહિત ત્રણેય મૃતક લોકો ખારા ગામના વતની હોવાની માહિતી સામે આવી છે. કાર ચાલકનું પણ અકસ્માતમાં મોત નીપજ્યું હોવાની માહિતી મળી રહી છે. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે સરહદી ભાભર તાલુકામાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માત થયો છે. બનાસકાંઠાના ભાભરમાં ખારા ગામ પાસે સ્વીફ્ટ કાર અને બાઈક વચ્ચે અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં ઘટના સ્થળે જ ચાર લોકોના કમકમાટીભર્યા મોત થયાનું સામે આવ્યું છે. બાઈક સવાર સહિત સ્વીફ્ટ…
કવિ: Halima shaikh
હાલ બ્રિટન માં જોવા મળેલા કોરોના વાઇરસના નવા સ્ટ્રેઇનને કારણે દુનિયાભરમાં ગભરાટ ફેલાયો છે અને આવતી જતી તમામ ફ્લાઇટ્સ ભારતે બંધ કરી દીધી છે પણ ત્યાં સુધીમાં ઘણા લોકો ભારત માં ઘૂસી ગયા હોય આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. સૂત્રો ના જણાવ્યા મુજબ ગુજરાતમાં છેલ્લાં 1 મહિનામાં કુલ 1,720 પેસેન્જર બ્રિટનથી આવ્યાં હતાં અને તેમના તમામના RT-PCR ટેસ્ટ કરાયા હતા. તેમાંથી 11 પેસેન્જર પોઝિટિવ મળ્યા હતા. તેમનામાં નવા સ્ટ્રેઈનના લક્ષણો છે કે નહીં તે માટે સેમ્પલ પૂણે અને ગાંધીનગરની બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં મોકલાયાં છે. 25 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધીમાં બ્રિટન તથા અન્ય યુરોપિયન દેશમાંથી આવેલા 572માંથી એક વ્યક્તિનો રિપોર્ટ…
અમદાવાદ ના એલિસબ્રિજ પોલીસ લાઈનમાં મોડી રાતે બનેલા એક હીંચકારા બનાવ માં 10 યુવકોએ એક સંપ થઈ એક યુવકને માર માર્યો હતો. પોલીસ લાઈનમાં જ રહેતા આ પોલીસકર્મીઓના પુત્રોએ ધમાલ મચાવતા જાહેર માં કાયદો અને વ્યવસ્થા ના લીરા ઉડયા હતા. અહી ના અમુલ પાર્લર પાસે પોલીસ પુત્ર યુવક ઉપર હુમલો કરી અન્ય પોલીસ પુત્રો ફરાર થઇ ગયા હતા. યુવકે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં આ મામલે 10 લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. વિગતો મુજબ એલિસબ્રિજ પોલીસ લાઈનમાં રહેતા અખિલેશ રાવત ના પિતા રસિકભાઈ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. દરમ્યાન અખિલેશ રાતે તેના મિત્ર વિવેક સાથે…
હવે તો રૂપિયા ખર્ચી ને પણ સારા કામ થતા નથી અને બધેજ દગા થઈ ગયા છે, ગુજરાત યનિવર્સિટીમાં લાખ્ખો ના ખર્ચે બેડમિન્ટન કોર્ટનું સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવ્યું અને તેનું હજુ ઉદ્દઘાટન પણ થયું નથી, ત્યાંજ વરસાદી પાણી ભરાવવાના કારણે મેદાનનું રિનોવેશન કરવુ પડે તેવી સ્થિતિ ઊભી થતા હવે ફરી લાખોના ખર્ચે લાકડાનો કોર્ટ તૈયાર કરવામાં આવનાર છે ત્યારે સવાલ એ થાય છે કે આટલી મોટી રકમ નું કરી કોણે નાખ્યું ? કામ બગડી જતા હવે અહીં ભંગાર થઈ ગયેલા હોલ બેડમિન્ટન કોર્ટમાં કોઇ મેચ થઇ શકે તેવી સ્થિતિ રહી નથી નવાઈ ની વાત તો એ છે કે આ મેદાનનું હજુ…
સુરત માં કિશોરી અપહરણ કેસ માં નવો વળાંક આવ્યો છે અને કિશોરી શિરડી ની હોટલ માંથી બે સંતાનો ના પિતા એવા પરણીત પ્રેમી સાથે મળી આવતા પોલીસે પ્રેમી સામે રેપ નો ગુનો નોંધ્યો હતો.સુરત ના સરથાણાથી અઠવાડિયા અગાઉ એક 17 વર્ષની કિશોરી ગુમ થઈ જતા આ કિસ્સા માં અપહરણ ની ફરિયાદ ના આધારે પોલીસ દોડતી થઈ ગઈ હતી અને કકડતી ઠંડી માં શિરડીની હોટલમાં 35 વર્ષના પરિણીત પ્રેમી સાથે મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ બળાત્કાર ની કલમ ઉમેરી છે. સુરત ના સરથાણામાં રહેતી એક 17 વર્ષીય કિશોરી 16 તારીખે ગુમ થઈ જવાના પ્રકરણમાં પોલીસે કિશોરીની બહેનપણીઓની પુછપરછ કરી ત્યારે ખબર…
કોરોના સામે જીત હાંસિલ કરવા માટે સરકાર પ્રયાસો કરી રહી છે ત્યારે કેન્દ્રના આરોગ્ય વિભાગ દ્વારા નક્કી કરાયેલા ગુજરાત ના ગાંધીનગર અને રાજકોટ જિલ્લા માં સોમવાર અને મંગળવાર એમ બે દિવસ માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા 475 જેટલા હેલ્થ વર્કર્સને વેક્સિનેશન પહેલા વેક્સિનેશન અંગે માહિતગાર કરવા ટ્રાયલ રન નો પ્રારંભ થઇ રહ્યો છે. ગાંધીનગર જિલ્લામાં 10 અને રાજકોટ જિલ્લામાં 9 વિવિધ નક્કી કરાયેલ જગ્યાએ આ ટ્રાયલ રન થનાર છે જ્યાં દરેક સ્થળે 25 હેલ્થ વર્કર્સ કે જેઓ ને કોરોના રસી અપાવાની છે તેમને આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા વેક્સિનેશન અંગે માર્ગદર્શન અપાશે જેમાં કોરોના વેક્સિનેશન કેવી રીતે થશે, રસીનું…
દેશ ના વાહન ચાલકો માટે આવ્યા ખુશી ના સમાચાર જેમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ, આરસીની માન્યતાને વધારીને 31 માર્ચ 2021 સુધી વધારી દેવામાં આવતા વાહન ચાલકો માં રાહત ની લાગણી પ્રસરી ગઈ છે. હાલ માં કોરોના ની સ્થિતિ માં માસ્ક અભિયાન, રાત્રી કરફ્યૂ ના ભંગ માં વાહન ડિટેઇન અને ટ્રાફિક અભિયાન માં કરોડો નો દંડ ભરીને બેવડ વળી ગયેલા લોકો ઉપર વધુ એક અભિયાન નું સંકટ ઉભું થતા વાહન ચાલકો માં ચિંતા જણાતી હતી પણ હાલ ની કોરોના ની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને મંત્રાલય દ્વારા વાહન ના લાયસન્સ તથા આરસી બુક સહિતના વાહનના દસ્તાવેજોની માન્યતાને વધારીને…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તા 28 ડિસેમ્બરે દેશની પ્રથમ સંપૂર્ણ ડ્રાઈવરલેસ ટ્રેન ને પ્રસ્થાન કરાવશે. દિલ્હી મેટ્રો નો એક ભાગ એવી ડ્રાઇવર વગર ની આ ટ્રેન 37 કીમી નું અંતર કાપશે, પીએમ કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવ્યા મુજબ આ ટ્રેન સંપૂર્ણ રીતે ઑટોમેટિક છે અને માનવીય ભૂલોની સંભાવનાને ખત્મ કરશે.દેશની પ્રથમ ડ્રાઈવરલેસ ટ્રેન દિલ્હી મેટ્રોની મેજેન્ટા લાઇન અને પિંક લાઇન પર દોડાવવાની છે. પ્રથમ તબક્કામાં ડ્રાઈવરલેસ ટ્રેન મેજેન્ટા લાઇન પર જનકપુરી પશ્ચિમથી નોઇડા બોટનિકલ ગાર્ડન મેટ્રો સ્ટેશનની વચ્ચે કુલ 37 કિ.મી.ના અંતરે દોડશે. ત્યારબાદ 2021માં પિંક લાઇનમાં 57 કિલોમીટર સુધી ડ્રાઇવરલેસ મેટ્રો ચલાવવાની યોજના છે, જે મજલિસ પાર્કથી શિવવિહાર…
વડોદરા ના નાગરવાડા વિસ્તારમાં લવ જેહાદ ના ચકચારી બનાવ માં આખરે યુવતી ના પિતા ફાની દુનિયા છોડી જતા રહેતા યુવતી ઘરે આવી પિતા ના મૃતદેહ પાસે બેસીને રડવા લાવી હતી. વદોડરા માં રહેતી બ્રાહ્મણ યુવતીએ મુસ્લિમ યુવક સાથે ધર્મ પરિવર્તન કરીને લગ્ન કરી લેવા ના બનાવે ભારે રાજ્યભરમાં ભારે ચકચાર મચાવી હતી અને લવ જેહાદ ના આ કિસ્સા માં વડોદરા શહેરના સાંસદથી લઇને અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓએ યુવતીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને પથારીવશ પિતાએ પણ હું મારી દીકરીને ઘરે પરત લાવીને જ ઝંપીશ તેમ જણાવ્યું હતું. જો કે, હાલ સગા સબંધીને ત્યા રહેતી આ યુવતી પોતાના ઘરે પરત…
હાલ કોરોના ની મહામારી માં ભીડ એકત્ર નહિ કરવા સહિત લગ્ન અને મરણ પ્રસંગ માં પણ નિર્ધારિત લોકો થી વધુ માણસો ભેગા કરવા ઉપર પ્રતિબંધ છે ત્યારે લગ્ન માં વધુ લોકો એકત્ર કરવા બદલ વલસાડ જિલ્લા ના ધરમપુર તાલુકા ના ભાજપ પ્રમુખ કેતન વાઢુ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે. પોતાના લગન માં ભારે ભીડ કરવા બદલ કુલ 11 લોકો સામે ફરિયાદ નોંધાઇ હોવાનું જાણવા મળ્યું છે. ધરમપુર પોલીસ એ કોવિડ 19 ના જાહેર નામા નું ભંગ તેમજ વધુ ભીડ ભગી કરવા બદલ નોંધાયો ગુનો નોંધ્યો હતો પરંતુ પાર્ટી ના દબાણ માં આવી પોલીસે આરોપી ઓને તાત્કાલિક છોડી…