પાકિસ્તાન ની એજન્સીના ઈશારે દાઉદ ઈબ્રાહીમ દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્રમાં વર્ષ 1997ના પ્રજાસત્તાક દિવસે બોમ્બ બ્લાસ્ટ કરવા મોકલવામાં આવેલા વિસ્ફોટક સામગ્રી કેસમાં સંડોવાયેલા અને 24 વર્ષથી વોન્ટેડ આંતકવાદી અબ્દુલ મજીદ કુટ્ટીની ગુજરાત ATSની ટીમે ઝારખંડના જમશેદપુરથી દબોચી લીધો છે. ATS ને બાતમી મળી હતી કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં વર્ષ 1997ના પ્રજાસત્તાક દિને બોમ્બ બ્લાસ્ટ કરવા પાકિસ્તાન ની ખુફિયા એજન્સી અને દાઉદ દ્વારા મોકલવામાં આવેલા વિસ્ફોટ પદાર્થના કેસમાં સામેલ અબ્દુલ મજીદ મહંમદ અહમદ કુટ્ટી હાલમાં ઝારખંડ ખાતે આવેલા જમશેદપુરમાં રહે છે, આ બાતમી ના આધારે એટીએસ ટીમે તેના ઘરની બહારથી જ ઝડપી લીધો હતો. જેની પૂછપરછ દરમ્યાન જ તેણે તે કેસમાં…
કવિ: Halima shaikh
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર એવા શાહીબાગમાં અસામાજિક તત્ત્વો બેફામ બની જાહેરમાં રોડ પર નશામાં ધૂત થઈ કાર ચાલકો ને હેરાન કરી મહિલાઓની છેડતી કરી રહ્યા હતા ત્યારે પોલીસ પેટ્રોલિંગ ન હતું કે બચાવવા વાળા જનતા ના રક્ષકો સિવાય કોઈ ન હતું. ત્યાંથી પસાર થતા લોકો એ જ આ પીઘ્ધડો સાથે પંગો લીધો હતો અને લલકાર્યા હતા. બળિયાલીમડી ચાર રસ્તા પાસે ચારેક શખ્સ નશામાં ધૂત થઈ વાહનચાલકોને રોકી લાતો મારતા હતા.એક કારમાં પસાર થતા દંપતીને રોકી આ યુવકોએ મહિલાની છેડતી કરી વાહનને લાતો મારી હતી. કારમાંથી મહિલાને છાતીના ભાગે અડી છેડતી કરી હતી. અપશબ્દો બોલી હથિયાર બતાવી ધાકધમકી આપવાનું શરૂ કર્યું…
રાજ્ય માં ઠંડી પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં ઠંડી નું પ્રમાણ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી થઈ છે જોકે, ઠંડા પવનોનું પ્રમાણ ઘટતાં શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.4 ડિગ્રી વધીને 30.3 ડિગ્રી અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 3.8 ડિગ્રી વધીને 16.7 ડિગ્રી નોંધાયું હતું પણ આજે રવિવારે બપોર બાદ રાજ્યમાં ઠંડા પવનોનું જોર વધવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે પરિણામે ઠંડીમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
કોરોનાને કારણે આ વર્ષે 31 ડિસેમ્બરે રાત્રે શહેરની કોઈપણ હોટેલ, ક્લબ, ફાર્મહાઉસમાં પાર્ટી કરવા પર પ્રતિબંધ ફરમાવતા લોકો એ થર્ટી ફર્સ્ટ માંબહાર ફરવા ઉપડી જતા રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, ધોરડો રણોત્સવ,ગીર,સાપુતારા,દમણ,દિવ,ગોવા,આબુ, જેવા અનેક સ્થળો એ મોટાભાગની હોટેલો લગભગ ફુલ થઈ ગઈ છે અને લોકોએ એડવાન્સ બુકિંગ કરાવી દીધા હોવાનું જાણવા મળ્યું છે. વિદેશ માં પણ કોરોના ના નવા રૂપ ની દહેશત હોય પૈસા પાત્ર પરિવારો એ વિદેશ નહિ પણ રાજ્ય બહાર માઉન્ટ આબુ, ઉદયપુર, જેસલમેર, જોધપુર જેવી જગ્યાઓ માટે બુકિંગ કરાવ્યાં છે. જ્યારે થર્ટી ફર્સ્ટ સેલિબ્રેશન માટે સૌથી લોકપ્રિય ગણાતા ગોવામાં પાર્ટી પર પ્રતિબંધ હોવા છતાં ફ્લાઈટનું રિટર્ન ભાડું 10…
રાજ્ય માં માસ્ક ના નામે જનતા પાસે થી કરોડો રૂપિયા ખંખેરી લેવાનું કૌભાંડ ચાલતું હોવાના અક્ષેપો વચ્ચે કુલ રૂ.116 કરોડ જનતા પાસે થી ઉઘરાવ્યા નો મામલો સામે આવ્યો છે અને પોલીસ ને અપાતા ટાર્ગેટ વચ્ચે અલગ અલગ વ્યક્તિને એક રીસિપ્ટ નંબરના બે મેમો આપ્યા હોવાની વિગતો સામે આવતા સનસનાટી મચી છે. કોરોના આવતા જ સામાન્ય જનતા ની હાલત કફોડી થઈ ગઈ છે ધંધા,રોજગાર ચાલતા નથી કેટલાય નોકરી વગર ના થઇ ગયા છે ઠેરઠેર હવે આંદોલન ચાલવા માંડ્યા છે મોંઘવારી ચરમસીમા ઉપર છે અને બીજી તરફ પોલીસ દ્વારા જાહેર માર્ગો ઉપર ટ્રાફિક અને માસ્ક ના નામે દંડ ઉઘરાવવા માં આવી રહ્યો…
ભારત માં સ્વદેશી કોરોનાની વેક્સિન મામલે મોટીમોટી વાતો થઈ રહી છે,પરંતુ રસી માં પણ ચાઈના ની સિરિન્જ નો ઉપયોગ થતો હોવાનો ઘટફોસ્ટ ગુજરાત ના અગ્રણી મીડીયા જૂથ ના રિપોર્ટ્સ માં કરવામાં આવ્યો છે. સ્વદેશી વેક્સિન નું નામ આપી ગુજરાતમાં મેડ ઈન ચાઈનાની સિરિન્જનો ઉપયોગ થઈ રહ્યો છે અને રસી આપવા માટે પણ ચાઈના પર નિર્ભરતા રહેલી હોવાનું બહાર આવી છે. આ સિરિન્જના જથ્થામાંથી બોક્સ તેમજ સિરિન્જની ચકાસણી કરતા મામલો સામે આવ્યો છે. કોરોના આવતા દેશના અર્થતંત્રને પાટે ચઢાવવા માટે આત્મનિર્ભર ભારત અને મેક ઈન ઈન્ડિયા કેમ્પેઈન પર ભાર મૂકાયો હતો. લોકોએ તેને ચાઈના સાથે જ જોડીને ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરીને…
ભારત માં કોરોનાના નવા સ્ટ્રેનની સત્તાવાર એન્ટ્રી થઈ ચૂકી છે,આંધ્ર પ્રદેશ માં મહિલા માં નવો વાયરસ મળ્યો છે વિદેશ થી આવતા લોકો ઉપર વોચ રાખવા માં આવી રહી છે, રાજકોટમાં પણ બે શંકાસ્પદ ગૂમ થયા હોવાની ચોંકાવનારી માહિતી છે.ભારત માં કોરોના ના નવા વાયરસ ની દહેશત હતી તેજ થયું છે અને વિદેશ થી આવતા લોકો જ આ સંક્રમણ ફેલાવી રહયા નું ફરી એકવાર સાબિત થયું છે, ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનની સત્તાવાર એન્ટ્રી થઈ ચૂકી છે. આંધ્રપ્રદેશના વિજયવાડામાં એક મહિલામાં કોરોનાનો નવો પ્રકાર જોવા મળ્યો છે. UKમાં થયેલા ટેસ્ટમાં મહિલા કોરોના પોઝિટિવ આવી હતી. પોઝિટિવ આવ્યા બાદ મહિલા UKમાં જ ક્વોરન્ટાઈન…
ગુજરાતમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ જ પક્ષ પલટા ની મૌસમ શરૂ થઈ છે અને પોરબંદરના રાજકારણ માં ભુકંપ સર્જાયો છે અહીં ભાજપના યુવા અગ્રણી સહીત 200થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. પોરબંદરના યુવા ભાજપના પ્રમુખ અજય બાપોદરાના નાનાભાઈ વિજય સરમણ બપોદરા સહિતના 200થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસના ચૂંટણી પ્રચાર સમિતિના ચેરમેન અર્જુનભાઇ મોઢવાડીયાની આગેવાની હેઠળ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હોવાના અહેવાલ છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે હવે પક્ષ પલટા ની મૌસમ શરૂ થઈ ગઈ છે.
વાહન ચાલકો માટે હવે વધુ એક ચેતવણી રૂપ સમાચાર સામે આવ્યા છે જેમાં સરકાર હવે એક જાન્યુઆરીથી કેશ લેન બંધ કરવા જઇ રહી છે. હાલ ફાસ્ટેગ વગરના વાહનોને ટોલ પ્લાઝા પર રોકડ રકમ લઈ કેશ લેન થી પસાર થઈ રહ્યા છે જે લેન જ બંધ થઈ રહી છે, એક જાન્યુઆરીથી તેનો અમલ થશે. ટોલ પ્રબંધન દ્વારા બનાવવામા આવેલ સ્ટોલ પર બે ગણી કિંમત આપીને ફાસ્ટેગ ખરીદવું પડશે. જે બાદ જ તમે ટોલ પ્લાઝા પાર કરી શકશો. 20 ટકા ફાસ્ટેગ વગરના વાહન હાલ માં જે વિગતો સામે આવી રહી છે તેમાં આગ્રામાં 80 ટકા વાહનો જ્યારે 20 ટકા ફાસ્ટેગ વગરના વાહનો…
કેન્દ્ર સરકારે દેશમાં 6 શહેરોમાં આધુનિક ટેક્નોલોજીની મદદથી આવાસ બનાવવાનું નક્કી કર્યું છે. જેમાં ગુજરાતના રાજકોટ શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે અને રાજકોટમાં હવે લાભાર્થીઓને 3.50 લાખમાં ફર્નીચર સાથે નો 2 BHKનો ફલેટ મળી શકશે. રાજકોટમાં મનપા 118 કરોડના ખર્ચે EWS-2 પ્રકારના 1144 આવાસ બનાવશે. રાજકોટના રૈયા સ્માર્ટ સિટીના ટી.પી. નં.32માં 45 મીટર રોડ પર ભગવાન પરશુરામના મંદિર પાસે કેન્દ્ર સરકારે કરેલી જાહેરાતનો પ્રોજેકટનું નિર્માણ થશે. આ પ્રોજેકટ અંગે કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન એફોર્સ વિભાગે ટેન્ડર પણ પ્રસિદ્ધ કરી દીધા છે. લાભાર્થીઓને આવાસમાં રસોડું અને બે બેડરૂમના ફિક્સ ફર્નિચર સાથે તૈયાર કરી લાભાર્થીઓને ફાળવવામાં આવશે. રાજકોટ અર્બન…