આજકાલ દૂધ ના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો તબેલા માં વધુ પશુઓ હોઈ દૂધ કાઢવા મશીન રાખે છે તેઓ માટે ચેતવણી રૂપ કિસ્સા માં પાલનપુર તાલુકાના કોટડા ભાખર ગામે ગતરોજ વહેલી સવારે ગાયો દોહતી વખતે મશીનમાં થયેલા શોર્ટ સર્કિટથી લોખંડની જાળીમાં કરંટ ઉતરતા 11 ગાયોને ગરદનના ભાગેથી કરંટ શરીરમાં કરંટ લાગતા ગાયો તરફડીને મોતને ભેટતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. દુર્ઘટનાને પગલે યુ.જી.વી.સી.એલ, બનાસ ડેરી, દૂધ દોહવાનું મશીન બનાવતી કંપનીના અધિકારીઓ દોડી આવ્યા હતા. જેમણે બનાવ અંગે તપાસ હાથ ધરી હતી. દરમિયાન પશુપાલક રામસુંગભાઈ કુણીયાએ દોહવાના મશીનની કંપની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આંચળમાંથી દૂધ કાઢવાના મશીનની મોટરમાં ખરાબી સર્જાઈ હતી…
કવિ: Halima shaikh
ગાંધીનગર ના કલોલની ગાર્ડન સિટી સોસાયટી ખાતે આવેલા બંધ પડી રહેલા બે મકાનમાં જોરદાર બ્લાસ્ટ આખું મકાન ઉડાવી દીધું હતું આ ઘટના ને લઈ ભારે સનસનાટી મચી ગઇ છે . મકાનના નીચેથી પસાર થતી ગેસ લાઈન લિકેજ થઈ હોય અને જેના લીધે આ બનાવ બન્યો હોય તેવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ દટાયો હતો તેમજ તાત્કાલિક બહાર કાઢી હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો જેનું મોત થઈ ગયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ, ગેસ કંપની તેમજ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આજે સવારે 7:30 વાગે જોરદાર ધડાકો થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.…
અમદાવાદ ના કાલુપુર રેલવે સ્ટેશન ઉપર પેસેન્જરો માટે રિક્ષાચાલકોને છેલ્લા એક મહિનાથી પ્રવેશ આપવામાં નહિ આવતા આ અંગે હવે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહીતની અરજી કરવામાં આવી છે. ઓટોરીક્ષા ડ્રાઇવર યુનિયને એડવોકેટ કે.આર. કોષ્ટિ દ્વારા કરાયેલી જાહેરહિતની અરજીમાં જણાવાયુ છે કે છેલ્લા એકાદ મહિનાથી રેલવે સત્તાધીશો અને પોલીસ તંત્ર રિક્ષાચાલકોને મુસાફરોને લેવા મુકવા રેલવે સ્ટેશન પરિસરમાં પ્રવેશવા દેતા નથી જે બંધારણની કલમ 19નું ઉલ્લંઘન છે. અમદાવાદ રેલવે સત્તાધીશો અને પોલીસ તંત્ર BRTS, ઓલા, ઉબર, ખાનગી ટેક્સીને અમદાવાદ રેલવે સ્ટેશન પરિસરમાં પ્રવેશ આપે છે પરંતુ રિક્ષાચાલકોને એક મહિનાથી પ્રવેશ આપવામાં આવતો નથી. આ બંધારણની કલમ 14નું ઉલ્લંઘન છે. આ અંગે સત્તાધીશોને રજુઆત છતાં…
આજકાલ કોરોના ની મહામારી માં આદુનો ઉપયોગ આહાર માં લેવાથી વિશેષ ફાયદો કરાવે છે ઘણા લોકો શાક અને ચા માં પણ મસાલા તરીકે ઉપયોગ કરે છે. આદુ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. રોજ જમ્યા પેહલા આદુનો રસ કે આદુનું કચુંબર ખાવાથી વાયુનો નાશ થાય છે. તેથી આ કોરોના કાળ અને શિયાળામાં જો આદુની વાનગી દરરોજ ખાવામાં આવે તો તેના સારા પરીણામો મળે છે ત્યારે કોરોના માં તેના વિશેષ ઉપયોગ ની સલાહ આપવામાં આવી છે આદુપાક બનાવવા માટે પ્રસ્તુત છે આ રેસિપી તો આજે જ બનાવો ફટાફટ આદુપાક સામગ્રી- 250 ગ્રામ આદુ, 150 ગ્રામ ગોળ, 2 ચમચી ઘી, 4-5 ચમચી…
નાતાલ અને થર્ટી ફસ્ટ નો તહેવાર હોય દેશ ના જુદા જુદા રાજ્યો માં વસતા પરિવારો પોતાના વિસ્તારમાં આરામ થી આવન જાવન કરી શકે તે માટે રેલવે વિભાગ સજ્જ બન્યું છે. અમદાવાદ ડિવિઝન દ્વારા સ્પેશિયલ ટ્રેન સેવાઓનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગત આ મુજબ છે. 1. ટ્રેન નં 06501 અમદાવાદ-યશવંતપુર સ્પેશિયલ સાપ્તાહિક (પ્રત્યેક મંગળવાર) 29 ડિસેમ્બર, 2020થી 2 ફેબ્રુઆરી,2021 સુધી લંબાવવામાં આવી છે. એજ પ્રમાણે ટ્રેન નં 06502 યશવંતપુર-અમદાવાદ સ્પેશિયલ સાપ્તાહિક (પ્રત્યેક રવિવાર) 27 ડિસેમ્બર, 2020થી 31 જાન્યુઆરી, 2021 સુધી લંબાવવામાં આવી છે. 2. ટ્રેન નં 06505 ગાંધીધામ- કેએસઆર બેગલુરૂ સ્પેશિયલ સાપ્તાહિક (પ્રત્યેક મંગળવાર) 29 ડિસેમ્બર,2020 થી 2…
કોરોના બેફામ બનતા અને જનતા ના નોકરી ધંધા ને અસર થતા જનતા ને રાહત આપવા માટે ફરી વધુ એકવાર સરકાર આગળ આવી છે અને અમેરિકામાં સરકારે એટલું મોટું રાહત પેકેજ જાહેર કર્યુ કે નાગરિકોને રોજના રૂ.6000 સીધા તેમના ખાતા માં જાય તે મુજબ તાત્કાલીક પગલાં લીધા છે. અમેરિકાએ પોતાના દેશ ના વેપારીઓ તેમજ નોકરિયાતો અને ખેડૂતો સહિત ના જરૂરીયાતમંદ લોકોની સહાયતા માટે 900 અબજ ડોલર એટલે કે લગભગ 72 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે.પેકેજ અંતર્ગત દર અઠવાડિયે બેરોજગારોને $ 300 એટલે કે અંદાજે 22000 રૂપિયાની સહાય અને જરૂરિયાત વાળા વર્ગને દર અઠવાડિયે $ 600 એટલે કે 44000…
હાલ ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે અને બન્ને પક્ષે મિલિટરી તૈનાત છે ત્યારે સાદા વસ્ત્રોમાં ચીની સૈનિકો સરહદ પાર કરીને ભારતીય સરહદ માં લદ્દાખના એક સરહદી ગામમાં ઘૂસી જતા ગામલોકો એ જ આ ચીની સૈનિકો ને ખદેડી મુક્યાં હતા, ચીની સૈનિકોની સરહદ પાર ઘૂસણખોરીની ઘટના લેહથી ૧૩૫ કિ.મી.ના અંતરે આવેલા ચાનતાંગ ગામે બની હતી. આ ગામ ન્યોમા વિસ્તારમાં આવેલું છે. ગામલોકો એ જણાવ્યું હતું કે ચીની સૈનિકો સાદા વસ્ત્રોમાં બે વાહનમાં ચાનતાંગ ગામે આવી પહોંચ્યા હતા અને પશુ ચરાવવા ગોવાળીયાઓ ને ત્યાં પશુ નહિ ચરાવવા જણાવી રહ્યા હતા જેથી થોડીવારમાં ગામલોકો ભેગા થઈ ભારે વિરોધ કરતાં…
દર વર્ષે નાતાલ અને થર્ટી ફસ્ટ નજીક આવતા જ ક્રિસમસની તૈયારીઓ એક મહિના અગાઉ શરુ થઈ જતી હતી. પરંતુ કોરોના ની મહામારી એ તહેવારો ની ઉજવણી ફિક્કી કરી નાખી છે , હાલ કોરોનાએ કારણે માર્કેટ ઠંડુ પડી ગયું છે. માર્કેટમાં દર વર્ષે ક્રિસમસ ટ્રીની ડિમાન્ડ ઘણી રહેતી હતી કારણ કે પાર્ટીમાં પણ આર્ટિફિશ્યલ ક્રિસ્મસ ટ્રીને ડેકોરેશનમાં લેવાતી હતી પરંતુ આ વખતે નહિવત વેચાણ થયું છે કોરોનાના કારણે નજીક રહેતાં ખ્રિસ્તી સમુદાયના લોકોએ પ્રેયર માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન નજીકના ચર્ચમાં કરાવ્યું છે, મિડ નાઈટ પ્રેયરમાં પણ ફેરફાર કરાયો છે. કેટલાક ચર્ચમાં સાંજે ૭ વાગે પ્રેયર રાખી છે તો કેટલાક સવારે સોશ્યલ ડિસ્ટસિંગ…
અમદાવાદ માં પત્ની ને પકોડી ખાવાની ઈચ્છા થઈ અને પતિએ ના પાડી તેમ છતાં પત્ની પોતાના બાળક ને લઈ પતિ ને ઘર માં એકલો મૂકી પકોડી ખાવા ગઈ અને પતિએ ઘરમાં ગળેફાંસો ખાઈ લેતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યુ હતું. વિગતો મુજબ અમદાવાદ ના નારોલ વિસ્તારમાં સનરાઈઝ હોટલ પાછળ ઉમંગ ફલેટમાં પુનભાઈ ઉદાભાઈ ખાંટ (ઉ.વ.30) તેમની પત્ની મનીષાબેન અને ચાર વર્ષના દીકરા સાથે રહે છે. ખાનગી કંપનીમાં નોકરી કરતા પુનભાઈને રવિવારે રજા હોઈ પતિ-પત્ની સાથે બેઠા હતા ત્યારે પત્ની મનીષાબેને પકોડી ખાવા જવા પતિને કહ્યું હતું. જો કે તેમણે ઈન્કાર કરતા બંને વચ્ચે આ મામલે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મનીષાબેન…
કોરોના એ દુનિયા માં હાહાકાર મચાવ્યો છે ત્યારે હવે બ્રિટનમાં કોરોના વાઈરસનો નવો સ્ટેરન VUI-202012/01 જોવા મળતા દુનિયાના અન્ય દેશો ભયભીત બન્યા છે આ વાયરસ ઘણો સંક્રમિત ગણાવવામાં આવી રહ્યો છે. ભારત સહિત 13 દેશો એ બ્રિટન જતી આવતી ફ્લાઈટ્સ જ બંધ કરી દીધી છે. બ્રિટનમાં કોરોના વાઈરસના બદલાતા રૂપ(મ્યુટેટેડ વેરિએન્ટ)થી સ્થિતિ બગડી છે, બ્રિટનમાં સ્થિતિ બગડવાના કારણે લંડન અને અન્ય ઘણા ભાગમાં ફરી લોકાઉન લગાવવું પડ્યું છે, ત્યારે ભારતે UKથી આવનારી ફલાઈટ્સ પર 22થી 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. UKમાં વાઈરસ વધુ ઘાતક બનવાની ભીતિને પગલે અમદાવાદ એરપોર્ટ પર UKની ફ્લાઈટમાં આવતા કે UK થઈને આવતી ફ્લાઈટમાં…