અમદાવાદ માં પીઆઇ ના ઘર માં તસ્કરો ત્રાટકયા હતા અને 1 લાખ 32 ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.સુરત ખાતે પોલીસમાં ફરજ બજાવતાં પોલીસ ઇન્સપેક્ટર ના અમદાવાદ ખાતે ના મકાન ને નિશાન બનાવી તસ્કરો રૂ. 1 લાખ ઉપરાંત ની મતા ની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. વિગતો મુજબ સુરત માં પોલીસ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા કુલદીપ દાન ગઢવી નું અમદાવાદ ના નાના ચિલોડા રોડ પર કોરલ બંગલોઝ માં મકાન આવેલું હોય જેનું તાળું તૂટ્યું હોવા અંગે સોસાયટીના વોચમેન ને જાણ થતાં તેઓ એ તેમના સાળા શક્તિદાન ગઢવીને જાણ કરી હતી જેથી ઘરે તપાસ કરતાં પાંચ તોલાના દાગીના અને ચાંદીના…
કવિ: Halima shaikh
બ્રિટન માં દેખા દીધેલા કોરોના વાયરસ ના નવા સ્ટ્રેનન ને લઈ આ નવો વાયરસ પોતાના દેશો માં ન ફેલાય તે માટે ભારત સહિત કેનેડા , ફ્રાંસ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, બેલ્જિયમ , ઑસ્ટ્રિયા , આયરલેન્ડ , ચિલી અને બલ્ગેરિયા પછી હવે સાઉદી અરેબીયા એ પણ તમામ આંતરરાષ્ટ્રીય પેસેન્જર એરલાઇન્સ સર્વિસીસને અસ્થાયીરૂપે સ્થગિત કરી દીધી છે. બ્રિટન થી ભારત આવતી તમામ ફ્લાઇટ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ભારતે આજે રાત્રે 12 વાગ્યાથી જ બ્રિટનથી આવતી-જતી ફ્લાઈટ પર પ્રતિબંધ મુક્યો છે. હાલ આ પ્રતિબંધ 31 ડિસેમ્બર સુધીનો રાખવામાં આવ્યો છે. દુનિયામાં ભારત સહિત 13 દેશોએ બ્રિટનથી આવતી-જતી ફ્લાઈટ પર પ્રિતબંધ મુક્યો છે,…
બ્રિટનમાં કોરોના વાઈરસનો નવો સ્ટેરન VUI-202012/01 વાયરસ જોવા મળ્યા બાદ વિશ્વ ખળભળી ઉઠ્યું છે અને આ વાયરસ ઘણો સંક્રમિત ગણાવવામાં આવી રહ્યો છે. ઘણા દેશો બ્રિટન જતી ફ્લાઈટ્સ પહેલાથી જ બંધ કરી દીધી છે. દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો ત્યારે તેની અસર હવે શેર બજાર ઉપર પડી હતી અને બજાર બંધ થવાની થોડાંક મિનિટો પહેલાં જ બીએસઇ ખાતે સેન્સેક્સમાં 2000નો કડાકો બોલાયો છે. કેટલાક દેશોમાં ફરી લોકડાઉનની જાહેરાત બાદ બજારમાં ગાબડું પડ્યું છે આમ શેરબજારમાં આજે ભારે કડાકો બોલાવા સાથે સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો નોંધાયો છે. થોડા દિવસથી ચાલી રહેલી તેજી બાદ આજે કોરોના ફરીથી વકરતા શેર બજાર પર મોટી અસર…
મોરબીમાં ખાટકીવાસમાં બારશાખ રાજપૂત શેરીમાં ફાયરિંગની ઘટના બનતા ભારે ચકચાર મચી ગઇ છે. મોરબીમાં જૂથ અથડામણ નો મામલો સામે આવ્યો છે અહીંના ખાટકીવાડ વિસ્તારમાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થતા રફીક લોખંડવાલાના પુત્ર પર ફાયરીંગ થયું હતું. જેમાં કુલ 2 લોકોના મોત થયા છે. ફાયરિંગ દરમિયાન આદીલ લોખંડવાલા નું સ્થળ ઉપર મોત થયું હતું જ્યારે ઇમરાન મેમણનું સારવાર દરમિયાન મોત થતા અહીં ભારે તંગદીલી નો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનામાં 4થી વધુ લોકોને ઇજાઓ પહોંચતા રાજકોટ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલો છે. આ ઘટના ની જાણ થતાં જ પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી.
બ્રિટીન માં કોરોના નો નવો સ્ટેરન VUI-202012/01 જોવા મળતા દુનિયા ભયભીત થઈ છે ત્યારે ભારત ના મંત્રી એ કહ્યું આપણે સતર્ક છીએ કોઈ એ ગભરાવાની જરૂર નથી.કોરોના એ દુનિયા માં હાહાકાર મચાવ્યો છે ત્યારે હવે બ્રિટનમાં કોરોના વાઈરસનો નવો સ્ટેરન VUI-202012/01 જોવા મળતા દુનિયાના અન્ય દેશો ભયભીત બન્યા છે આ વાયરસ ઘણો સંક્રમિત ગણાવવામાં આવી રહ્યો છે. ઘણા દેશો બ્રિટન જતી ફ્લાઈટ્સ જ બંધ કરી દીધી છે. બ્રિટનમાં કોરોના વાઈરસના બદલાતા રૂપ(મ્યુટેટેડ વેરિએન્ટ)થી સ્થિતિ બગડી છે, જેને જોતાં કેન્દ્ર સરકારે આજે જોઈન્ટ મોનિટરિંગ ગ્રુપની તાત્કાલીક મીટિંગ બોલાવી છે. બ્રિટનમાં સ્થિતિ બગડવાના કારણે લંડન અને અન્ય ઘણા ભાગમાં ફરી લોકાઉન લગાવવું…
બોટાદ જિલાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ સાળંગપુર ધામ ખાતે કષ્ટભજન હનુમાનજી ને પ્રથમવાર રોટલા થાળ નો ભોગ અર્પણ કરાયો હતો જેમાં મોટી સંખ્યા માં ભાવિકો એ દર્શન અને પ્રસાદ નો લાભ લીધો હતો. સાળંગપુર ધામ સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મદિરે પવિત્ર ધનુર માસ નિમિતે સૌ પ્રથમ વાર દાદાને રોટલાના થાળ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જુદા જુદા પ્રકારના 51 ધાન્યના રોટલા તેમજ અલગ અલગ 30 પ્રકારના શાક સાથેનો થાળ હનુમાનજી દાદા ને ધરવામાં આવ્યો હતો. પવિત્ર ધનુર માસમાં ગ્રામ્ય સંસ્કૃતિ મુજબ વિવિધ પ્રકારના 51 ધાન્યના રોટલા તેમજ અલગ અલગ 30 પ્રકારના શાક અને પાપડ ,છાસ ,સલાડ સહિત સાથેનો થાળ…
હાલ ખેડૂતો નું આંદોલન ચાલુ છે ત્યારે શંકરસિંહ વાઘેલા એ ખેડૂતો ના આંદોલન ને પોતાનું સમર્થન જાહેર કરી દિલ્હી માં જઈ ઉપવાસ શરૂ કરવાનું નિવેદન આપતા રાજકારણ ગરમાયુ છે. ખેડૂત આંદોલનના સમર્થનમાં શંકરસિંહ વાઘેલા એ આ જાહેરાત કરી છે. શંકરસિંહ વાઘેલાએ કહ્યુ કે તા. 25 ડિસેમ્બર સુધી સરકાર ખેડૂતોની માંગણી નહીં સ્વીકારાય તો પોતે દિલ્હી રાજઘાટ ખાતે ઉપવાસ ઉપર ઉતરી જશે. કૃષિકાયદાના વિરોધમાં છેલ્લા 25 દિવસથી ખેડૂતો કડકડતી ઠંડીમાં આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે શંકરસિંહ વાઘેલાએ વીડિયો શેર કરીને ખેડૂતો ના સમર્થનમાં જાહેરાત કરી છે.
રાજ્ય માં કોરોના મહામારી ને કારણે વર્ષના શૈક્ષણિક સત્રમાં સ્કૂલ શરૂ થશે નહીં અને હવે નવા સત્રથી જ સ્કૂલ શરૂ કરવાનું સરકારનું આયોજન હોવાની વિગતો જાણવા મળી છે. વિગતો મુજબ એપ્રિલ માસ સુધી સ્કૂલ શરૂ કરી શકાશે નહિ જે અંગે સત્તાવાર જાહેરાત થઇ શકે છે. એપ્રિલ માસ સુધી સ્કૂલ શરૂ નહિ થાય પરંતુ બોર્ડ પરીક્ષા માટે જાન્યુઆરીથી ફોર્મ ભરવાનું શરૂ થશે. અને ધોરણ 1 થી 8માં માસ પ્રમોશન આપવા બાબતે સરકારની વિચારણા હોવાનું પણ શૈક્ષણિક સૂત્રોનું કહેવું છે. સ્કૂલો શરૂ થાય તો કોરોના સંક્રમણ વધુ ફેલાય તેવી સ્થિતિ છે. દિવાળી બાદ રાજ્ય સરકારે સ્કૂલ ખોલવાનું આયોજન કર્યું હતું. પણ દિવાળી…
પોલીસ લાઈન માં જવા ઇચ્છતા ઉમેદવાર માટે સારા સમાચાર છે અને કોરોના ની ઉદભવેલી પરિસ્થિતિ બાદ હવે આટલા સમય પછી જીપીએસસી દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરની લેખિત જાહેર પરીક્ષા 3 જાન્યુઆરીએ લેવામાં આવનાર છે અને તેમાં સમગ્ર રાજ્યમાંથી 40 જગ્યા માટે 1.48 લાખ ઉમેદવાર પરીક્ષા આપશે. જીપીએસસી દ્વારા કોઇ ઉમેદવારોને મુશ્કેલી ન આવે તે પ્રકારની વ્યવસ્થા કરાઇ હોવાનો અધિકારીઓએ દાવો કર્યો છે. આ પરીક્ષા માટે ઉમેદવારો સોમવારથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. આમ બેરોજગાર ની સંખ્યા સામે નોકરી ની તકો ખુબજ ઓછી હોય એક પડકાર જનક સ્થિતિ હોવાનું સામે આવી રહ્યું છે.
રાજ્ય માં ચુંટણીઓ અગાઉ પાટીદાર સમાજ ની મળેલી બેઠક થી રાજકીય માહોલ ગરમાયો છે તમામ પક્ષ ના પાટીદાર નેતાઓ થયા એકમંચ થતા અનેક અટકળો વહેતી થઈ છે. હાલ માં નજીક માજ સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણીઓ આવી રહી છે ત્યારે પાટીદાર સમાજ એક થવાની વાતે રાજકારણ ગરમાયુ છે. ભાજપ-કોંગ્રેસ અને આમ આદમીપાર્ટીના નેતાઓ ખોડલધામ ખાતે એક મંચ ઉપર આવી રાજકીય વચસ્વ મુદ્દે ચર્ચા પણ કરી હોવાની વાતે રાજ્ય માં રાજકારણ માં ગરમાટો લાવી દીધો છે ,સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ ની મળેલી આ બેઠક મહત્વ ની માનવામાં આવી રહી છે અને સમાજનું આગળના 20 વર્ષનું લક્ષ્યાંક નક્કી કરવા મુદ્દે ચર્ચા થઈ…