ભારતની પ્રથમ બુલેટ ટ્રેન 2023 માં શરૂ થઈ જવાની ધારણા છે. આ બુલેટ ટ્રેન અમદાવાદથી વાપીનું અંતર માત્ર સવા કલાક માજ પુરૂ કરશે. સૂત્રો ના જણાવ્યા મુજબ પ્રથમ તબક્કા માં અમદાવાદથી વાપી સુધીના રેલવે-ટ્રેકનું કામ પૂર્ણ થતાં જ બૂલેટ ટ્રેન શરૂ કરી દેવાશે. ત્યાર બાદ મહારાષ્ટ્ર સુધી લંબાવાશે. અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડનારી ભારતની પહેલી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે જાપાન સરકારે 0.1 ટકાના વ્યાજ દરે 79000 કરોડ રૂપિયાની લોન આપી છે. આ લોનની સંપૂર્ણ અવધિ 50 વર્ષની રાખવામાં આવી છે અને મોરેટોરિયમ પિરિયડ 15 વર્ષનો રહેશે. બુલેટ ટ્રેન માં અમદાવાદથી મુંબઇ માત્ર 2 કલાક માં જ પહોંચી શકાશે. આ પ્રોજેક્ટમાં…
કવિ: Halima shaikh
સુરત માં પીએસઆઈ અમિતા જોશીના ચકચારી આપઘાત પ્રકરણમાં હવે મૃતક ના પતિ સહિત સસરિયાઓ વિરુદ્ધ મજબૂત પુરાવા મળતા પતિ અને સસરિયાઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. પોલીસે અમિતાના પતિના જે સ્ત્રી સાથે આડાસંબંધ હતા તેની પણ પૂછપરછ કરવા તજવીજ હાથ ધરી છે. અમિતા ના પુત્ર ની સાર સંભાળ રાખનાર મહિલા સાથે ના કથિત પતિના આડાસંબંધથી અમીતા સતત તણાવમાં રહેતી હોવાનું કહેવાય છે. ઉધના પોલીસ સ્ટેશનના પીએસઆઈ અમિતા જોશીએ ગત 5 ડિસેમ્બરના રોજ સર્વિસ રિવોલ્વરથી પેટમાં ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ કેસમાં અમિતાના પિતાએ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં અમિતાનાં પતિ વૈભવ, સાસુ, સસરા અને બે નણંદ સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો…
પુરી -સૂરત એક્સપ્રેસ ટ્રેન ને મોડી રાત્રે અકસ્માત નડ્યો હોવાના અહેવાલ છે. જોકે,મોટી દુર્ઘટના થતા સહેજ માં રહી ગઈ હતી. પુરી-સૂરત એક્સપ્રેસ ટ્રન જ્યારે હાતીબારી અને માનેશ્વર રેલવે સ્ટેશન વચ્ચે પહોંચી ત્યારે જ ટ્રેનની સામે એક હાથી આવી ગયો હતો. હાથીની ટક્કર થતા ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ હતી અને ટ્રેનનાં એન્જિનનાં છ પૈડા પાટા પરથી ઉતરી ગયા હોવાના અહેવાલ છે જોકે, આ દૂર્ધટનામાં કોઇપણ યાત્રીને ઇજા થયાના અહેવાલો નથી. ઓડિશાનાં સંબલપુર ડિવિઝનમાં આજે સોમવારે વહેલી સવારે પુરી-સૂરત એક્સપ્રેસ ટ્રેની સામે એક હાથી આવી ગયો હતો પરિણામે પુરી-સૂરત એક્સપ્રેસનું એન્જિન પાટા પરથી ઉતરી ગયુ હતું. આ બનાવ હટિબારી અને માનેશ્વર…
દિવાળી બાદ વધેલો કોરોના હવે કાબુ હેઠળ છે અને 1000 થી નીચે કેસ નોંધાઇ રહ્યા છે જોકે,સુરત જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 47716 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 1109 થયો છે. ગત રોજ શહેરમાંથી 135 અને જિલ્લામાંથી 30 મળી 165 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 45510 દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. સુરત શહેરમાં નવા નોંધાયેલા કેસમાં સાઉથ વેસ્ટ ઝોનમાં 2 વિદ્યાર્થી, કાપડ દલાલ, ટ્રાવેલર્સ, પ્લાયવુડ વેપારી, જીએસટી ઈન્સપેક્ટર, 2 કાપડના વેપારી, વેસ્ટ ઝોનમાં 2 અગરબત્તીના વેપારી, 2 વિદ્યાર્થી, બેંક મેનેજર, રીક્ષા ડ્રાઈવર, નગર પ્રાથમીક સ્કુલના પ્યુન, ઈસ્ટ ઝોનમાં એમ્બ્રોઈડરી…
સરકાર ના કૃષિકાયદાના વિરુદ્ધ ખેડૂતો કકડતી ઠંડી માં પણ આંદોલન ચલાવી રહ્યા છે અને આંદોલનનો આજે 26મો દિવસ છે. અગાઉ ની જાહેરાત મુજબ ખેડૂતો ની આજે ભૂખ હડતાળ છે. હરિયાણામાં 25થી 27 ડિસેમ્બર સુધી ટોલ ફ્રી કરાશે. ખેડૂતોએ રવિવારે આ એલાન કર્યું છે, જેના 5 કલાક પછી જ સરકારે વાતચીતના આમંત્રણની ચિઠ્ઠી મોકલી છે, જેના માટે ખેડૂતો આજે નિર્ણય કરશે. કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહે રવિવારે બંગાળમાં કહ્યું હતું કે કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને ખેડૂતો વચ્ચે એક-બે દિવસમાં બેઠક યોજાઈ શકે છે. બીજી બાજુ, ખેડૂત નેતાઓએ રવિવારે કુંડલી બોર્ડર પર બેઠક પછી એલાન કર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27…
ગુજરાતપોલીસ ખાતા માં કામ કરતા પોલીસકર્મીઓ અનિયમિતતા ને લઈ બીમારીઓ નો ભોગ બની રહ્યા હોવાનું રીપોર્ટ માં બહાર આવ્યું છે. રાજ્ય માં અમદાવાદ એકલા ની વાત કરવામાં આવે તો અહીં 30 ટકા પોલીસ કર્મચારીઓ હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, એનિમિયા, મસા, ભગંદર જેવી ગંભીર બીમારીઓ થી પીડાતા હોવાની વિગતો બહાર આવી છે. રિપોર્ટ માં એ પણ ખુલાસો થયો છે કે 10 ટકા પોલીસ કર્મચારીઓ પાન, મસાલા, બીડી, સિગારેટ સહિતના વ્યસનના બંધાણી હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદના પોલીસ કર્મચારીઓનું દર વર્ષે મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. જેમાં આ વાત બહાર આવી છે. નોંધનીય છે કે અમદાવાદમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું…
ભારત માં હવે ટોલ પ્લાઝા ભૂતકાળ બની જશે આગામી સમય માં તમામ ટોલપ્લાઝા દૂર કરવામાં આવશે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ વાત ને સમર્થન આપતા જણાવ્યું કે આગામી બે વર્ષમાં દેશમાં ટોલ પ્લાઝા સંપૂર્ણપણે દૂર થઇ જશે, ટોલની ચૂકવણી જીપીએસ સિસ્ટમથી આપોઆપ થઇ જશે. આ વ્યવસ્થાથી વાહનચાલકોએ ક્યાંય ટોલ પ્લાઝા પર થંભીને ટોલ ચૂકવવાની જરૂર નહીં રહે અને માર્ગ પરિવહન વધુ સરળ બનશે. સરકારને આશા છે કે જો બધું સમુંસૂતરું પાર પડશે તો આગામી 5 વર્ષમાં ટોલ કલેક્શનની આવક અંદાજે 1.34 લાખ કરોડ રૂ. સુધી પહોંચી શકે છે. ગડકરીએ જણાવ્યું કે તાજેતરમાં એનએચએઆઇના અધ્યક્ષની હાજરીમાં ટોલ કલેક્શન માટે જીપીએસ ટેક્નિકનો…
કોરોના એ દેશ ને સકંજામાં લીધો છે ત્યારે હવે કોરોના માં સાજા થયેલા દર્દીમાં નાક અને આંખ વચ્ચેનાં હાડકાથી લઇને મગજ સુધી પહોંચતી ફંગસની બીમારી એ હાહાકાર મચાવ્યો છે પણ હવે ત્રીજો રોગ પણ ચાલુ થયો છે જે કોરોના થયા બાદ જ થાય છે, હવે અમદાવાદ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં પેટથી આંતરડા અને સ્વાદુપિંડ જેવા અંગોને લોહી પહોંચાડતી નસમાં બ્લોકેજ થતાં આંતરડું કાળું પડવાના તેમજ સ્વાદુપિંડ સડી જવાના કિસ્સા વધતા તબીબો માં ચિંતા પ્રસરી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માર્ચથી ડિસેમ્બર સુધી 15 તેમજ બે ખાનગી હોસ્પિટલમાં 10 જેટલાં કેસમાં દર્દીના કાળા પડી ગયેલું આંતરડું અને સડી ગયેલુું સ્વાદુપિંડ કાઢવાની તેમજ…
આજકાલ મોબાઈલ ઉપર સોસિયલ મીડિયા થકી કહેવાતા પ્રેમ માં પડતી નાની બાળાઓ પોતાના માતાપિતા ના વિશ્વાસ નો ભંગ કરી કોઈ અજાણ્યા ઈસમો સાથે ભાગી જઇ જીવન બરબાદ કરતી હોવાના બનાવો રેડ સિગ્નલ બન્યા છે ત્યારે અમદાવાદ ના ગુજરાત યુનિ.વિસ્તારમાં રહેતી અને ધો.10માં અભ્યાસ કરતી 16 વર્ષની કિશોરી સોશિયલ મીડિયા ઉપર યશ બારોટ નામના યુવકના સંપર્કમાં આવ્યા બાદ પોતાના માતાપિતા કરતા આ યુવક પ્રત્યે વધુ લગાવ થતા તેની સાથે આઝાદી ભર્યું જીવન માણવા ઘરે થી ભાગી જતા પરિવાર પરેશાન થઈ ગયો હતો. સોસિયલ મીડિયા ઉપર મિત્રતા થયા બાદ કિશોરી યશ અને તેના ત્રણ મિત્રો સાથે આબુ જતી રહી હતી. કિશોરી 17…
દેશ ના ઉત્તર વિસ્તાર માંથી આવતા બર્ફિલા ઠંડા પવનો ની અસર હેઠળ ગુજરાત માં તીવ્ર ઠંડી નું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતમાં સતત ત્રીજા દિવસે મોટા ભાગના શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રીથી નીચે નોંધાયું છે. સૌથી વધુ નલિયા ૮.૪ ડિગ્રી સાથે રાજ્યમાં ઠંડુંગાર રહ્યું હતું અને ગાંધીનગરનું લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીએ રહ્યું હતું. હવામાન વિભાગે હજુ આગામી બે દિવસ સુધી કોલ્ડવેવ ની આગાહી કરતા તીવ્ર ઠંડી પડવાની શક્યતા છે.ઉત્તર ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૨૪ કલાક સુધી કોલ્ડવેવની અસર રહેશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવાયુ છે. ઉત્તર ભારતમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે હિમવર્ષા થઇ રહી છે. જેની સીધી અસર…