પાટણ જિલ્લાના કમલીવાડા ગામના 50 વર્ષીય વ્યક્તિ ને મ્યુકોરમાઇસીસ રોગ ને લઈ મોત થઈ જતા રાજ્ય નું આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયુ છે. મૃતક વ્યક્તિ કોરોનાથી સ્વસ્થ થયા બાદ તેમનામાં મ્યુકોરમાઇસીસના લક્ષણો દેખાયા હતા. વિગતો મુજબ GRDમાં ફરજ બજાવતા 50 વર્ષના દિનેશભાઈને કોરોના થતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ થયા હતા અને બાદ માં સાજા થયા હતાં. પરંતુ થોડા જ સમયમાં તેમને આંખે ઝાંખપ, માથામાં રક્તસ્ત્રાવઅને ફંગસની ફરિયાદ શરૂ થઈ હતી. સારવાર દરમિયાન તેમને મ્યુકરમાઈકોસીસ ઈન્ફેક્શન થયું હોવાનું જણાયું હતુ અને બાદ માં મોત થઈ ગયું હતું. પાટણમાં મ્યુકોરમાઇસીસ ને કારણે પ્રથમ મોતથી ગુજરાતનો સ્વાસ્થ્ય વિભાગ પણ ચોંકી ઉઠ્યો છે. આ…
કવિ: Halima shaikh
અમદાવાદ શહેર માં આજે ખાસ કરીને પોલીસ બેડા માં ટોક ઓફ ધ ટાઉન બનેલા કિસ્સા માં અહીંના એસજી હાઇવે ઉપર પકડાયેલા કોલસેન્ટરના ડેટા સાથે બે ઈસમો અને કોલસેન્ટર ના માલિક પાસેથી કરાયેલા રૂ. 65 લાખનાતોડ પ્રકરણમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી.જાડેજા અને પીએસઆઇ સહિત પાંચ કોન્સ્ટેબલને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે સસ્પેન્ડ કરતા ભારે સન્નાટો મચી ગયો છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસ બાદ આવેલા રિપોર્ટ બાદ પોલીસ કમિશનર દ્વારા આકરા પગલાં ભરવામાં આવ્યા છે. વિગતો મુજબ લગભગ બે મહિના અગાઉ અહીંના એસજી હાઇવે પર કૉલસેન્ટર ડેટા સાથે બે ઈસમો ઝડપાતા પોલીસે પ્રથમ રૂ. 30 લાખ અને બાદમાં રૂ. 35 લાખ…
જ્યાર થી કોરોના આવ્યો છે ત્યાર થી જનતા ના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે, સરકારી સિક્યોર જોબ કરતા ખુબજ ઓછા લોકો ને બાદ કરતાં પ્રાઇવેટ જોબ માં કેટલાય લોકો નોકરીઓ ગુમાવી ચુક્યા છે અને જેની જોબ ચાલુ છે તેવા કેપેબલ લોકો ની સેલેરી માં પણ કાપ મુકાઈ ગયા છે આવા કપરા સમયે દેશ ના નાગરિકો ની સહાય અને મદદ કરવાને બદલે જાણે દરેક વસ્તુઓ માં ભાવ વધારો , ટ્રાફિક ના નામે મોટા દંડ , પેટ્રોલ, ડીઝલ માં અસહ્ય ભાવ વધારો વગરે કરી જનતા ની જાણે કમર તૂટી ગઈ છે આવા કપરા સમયે બાકી રહેતું હોય તેમ ગેસ ના ભાવો વધતા…
તૃણમૂલ કોંગ્રેસ ના નેતા સુવેંદુ અધિકારી એ મમતા સાથે છેડો ફાડી ભાજપ માં જોડાઈ ગયા હતા અને અમિત શાહ સાથે ફોટા પડાવ્યા હતા એટલું જ નહીં પણ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ની પશ્ચિમ બંગાળ ખાતેની રેલીમાં જોડાયા હતાં. સુવેંદુ અધિકારીને સ્ટેજ પર અમિત શાહની બાજુમાં જ બેસાડવામાં આવ્યા હતા.મમતા બેનરજીના નજીક જ નહી પણ મમતા પછી પક્ષ માં જેઓ નો દબદબો હતો તેવા પ્રદેશના પરિવહન મંત્રી સુવેંદુ અધિકારીએ થોડા દિવસ પહેલા જ ટીએમસી સાથે છેડો ફાડ્યો હતો. અધિકારીના ભાઈ તેમજ અને પિતાજી પણ ટીએમસી માં સાંસદ છે. તે બંને ભાજપમાં શામેલ થઈ જશે તેવો માહોલ જોવા મળી રહ્યો છે,…
કોરોના હજુપણ યથાવત છે અને ફરી એકવાર સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણીઓ આવી રહી છે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ હવે સક્રિય થઈ ગયા છે અને ચુંટણીઓ માટે તૈયારીઓ શરૂ કરી છે. આજથી CR પાટીલ બે દિવસ માટે વડોદરામાં રહી ચૂંટણીને લઇને સંગઠનના હોદ્દેદારો, સાંસદો સાથે બેઠક કરશે સી. આર. પાટીલની વડોદરા ની મુલાકાતને લઇને શહેર ભાજપમાં ચહલપહલ જોવા મળી રહી છે. ચૂંટણીને લઇને ઉમેદવારો પસંદગી મુદ્દે નિર્ણય લેવાશે, આજે સાંજે યુવા ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની રક્તતુલા કરવાનો કાર્યક્રમ પણ યોજાનાર હોવાનું સૂત્રો જણાવી રહયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં 2015 દરમિયાન કુલ 76 કોર્પોરેટરમાંથી 58…
વડોદરા માં નવા રોગ મ્યુકોરમાઇકોસિસ ના 7 કેસ નોંધાયા છે અને 10થી 15 દિવસ ની સારવાર નો ખર્ચ જ રૂ.4થી 5 લાખ થઈ જાય છે.રાજ્યભરમાં કોરોના બાદ દેખા દીધેલાનવા રોગ મ્યુકોરમાઇકોસિસ ફૂગને લીધે લોકો માં ભારે ગભરાટ નો માહોલ છે ત્યારે આ નવા રોગે વડોદરા માં દેખા દિધી છે અને અહીં ની એસએસજી અને ગોત્રી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના 7 નવા કેસ સપ્ટેમ્બરથી નોંધાયા છે. આ રોગ કોરોના ન થયો હોય અને ઇમ્યૂનિટી ઓછી હોય તો પણ થઇ શકે તેવું તબીબો નું કહેવું છે. જોકે આ દર્દીઓની સારવાર દરમિયાન કોઇનું મોત નિપજ્યું ન હતું. પણ બે દર્દીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યાં…
મોરબી પંથક માં એક હવસખોર ઇસમે પોતે નવી ગાડી લીધી હોય કુંવારીકા ના હાથે ગાડી ને તિલક કરવાનું જણાવી 10 વર્ષીય બાળા ને ગાડી માં લઇ જઇ તેની ઉપર પાશવી બળાત્કાર ગુજારતા ગંભીર હાલત માં ગુપ્તભાગે ઇજાઓ થતા બાળકી ને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. વિગતો મુજબ મોરબીના કાગદડી ગામના વતની ભુપત ચાવડા નામના ઈસમ ની સાસરી ગોંડલના દેવચડી ગામે આવેલું છે. જેમાં તેની પત્ની રીસામણે હોય ભુપત ગઈકાલે ગુરૂવારે વીરપુર ગામે રહેતા પોતાના મામાજી સસરાને ત્યાં આવ્યો હતો. ભુપતે મામાજીને જણાવ્યું હતું કે, પોતે નવી કાર લીધી હોય તે પોતાની પત્નીને દેવચડી ગામે બતાવવા જવું છે. અને નવી કારને કુંવારી…
કોરોના માં સરકારી ગાઈડ લાઈન નો ભંગ કરનાર પબ્લીક ને પકડી ને દંડ કરવાનું અભિયાન ચાલુ છે ત્યારે રાજકારણ સાથે સંકળાયેલા લોકો ને દંડ કરવામાં પોલીસ સો વાર વિચાર કરે છે ભૂતકાળમાં પણ નેતાઓ રેલીઓ અને સભાઓ ગજાવી ચુક્યા છે પણ હાજર પોલીસ હંમેશા આ વાત ને નજર અંદાજ કરતી આવી છે ત્યારે અમદાવાદ ના નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીએ ધારાસભ્ય બન્યા હોવાની ત્રીજી એનિવર્સરીની ઊજવણી કરી હતી, જેમાં તેમના સમર્થકો એ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરીને એકબીજાને કેક ખવડાવી હતી. કેટલાકે તો માસ્ક પણ નહોતા પહેર્યા અને ગળામાં જ માળા જેમ લટકી રહયા હોવાનું જણાયું હતું. નોંધપાત્ર વાત તો એ હતી…
વડોદરા માં લવ જેહાદ ના કિસ્સા એ ભારે ચકચાર મચાવી છે અને હિન્દૂ સંગઠનો એ ભારે વિરોધ કરતા મામલો ગરમાયો છે. અહીં ના નાગરવાડા વિસ્તારમાં બ્રાહ્મણ યુવતીને ધર્મ પરિવર્તન કરાવી મુસ્લિમ યુવકે નિકાહ કરી લીધા બાદ બંનેને પોત પોતાના ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. ગુરુવારે યુવતીની આખા દિવસ દરમિયાન સ્થાનિક નેતાઓએ મુલાકાત કરી સમજાવવાના પ્રયાસો આદર્યા હતા. જ્યારે યુવકના પિતા અને વકિલે પણ વાત કરવાનું ટાળ્યું હતુ. હજી બંનેનું 3-4 દિવસ સુધી કાઉન્સેલિંગ કરાશે. ધર્મ પરિવર્તન કરનાર બ્રાહ્મણ યુવતી ના જણાવ્યા મુજબ પોતે અયાઝ ને છ વર્ષથી ઓળખે છે મિત્રો થકી અમે સતત એકબીજાના સંપર્કમાં હતા. અમારો આ પરિચય પ્રેમમાં…
રાજ્ય માં મેડિકલ લાઈન માં જે વિદ્યાર્થીઓ એ પ્રવેશ માટે રિપોર્ટિંગ ન કરાવ્યું હોય તેવી 293 અને ડેન્ટલની 710 બેઠક મળી 1003 બેઠક પર 18 ડિસેમ્બરથી મોપ અપ રાઉન્ડની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રવેશ કાર્યવાહી 23 ડિસેમ્બર સુધી ચાલનાર છે જેમાં રાજ્ય ના અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ, જામનગર,જૂનાગઢ, સહિતની કુલ 11 મેડિકલ કોલેજોના હેલ્પ સેન્ટર ખાતે વિદ્યાર્થીઓને મેરિટ ક્રમ મુજબ ફાળવેલ તારીખ મુજબ હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે. હાલ પ્રવર્તમાન કોરોના ની સ્થિતિ ના કારણે વિદ્યાર્થીઓને ગાંધીનગર, જીએમઈઆરએસ મેડીકલ કોલેજમાં પ્રવેશ માટે એકત્ર ન થવું પડે તે માટે જુદાજુદા 11 જગ્યા એ પ્રવેશ કાર્યવાહી માટેની એપોઈનમેન્ટ આપવાનો…