કૃષિ કાયદો રદ કરવાની માંગણી સાથે આંદોલન ચલાવી રહેલા ખેડૂતો ને હવે ગુજરાત ના ખેડૂતો નું પણ સમર્થન મળતા ગુજરાતમાંથી ૧૦ હજાર ખેડૂતો દિલ્હી પહોંચશે. જેમાં દરેક તાલુકામાંથી ખેડૂતો દિલ્હી પહોંચી રહ્યા છે. દિલ્હીમાં ગુરુવારે સવારે ગુજરાતના ખેડૂતોએ ગરબાના કાર્યક્રમનું આયોજન કર્યું છે. બુધવારે પણ કૃષિ કાયદા રદ્ કરવાની માગણી સાથે ખેડૂત આગેવાનોએ સંબોધન, સૂત્રોચ્ચાર કર્યા હતા. ગુજરાતમાંથી દિલ્હી પહોંચેલા ખેડૂત અગ્રણી ડાહ્યાભાઈ ગજેરા એ જણાવ્યું કે, આજે વડોદરા, ભરૂચ, મોરબીના ૫૦૦ જેટલા ખેડૂતો દિલ્હી પહોંચી ગયા છે, વડોદરાથી એક જૂથ ખાસ લંગર સેવા માટે આવી પહોંચ્યું છે અને બાકીના ખેડૂતો પણ તબક્કા વાર અહીં આવશે તેવું આયોજન કરાયું છે.
કવિ: Halima shaikh
ગુજરાત માં દારૂબંધી ને સરકારે મજાક બનાવી દીધી છે,ગાંધીનગર માં સરકારી અધિકારી ની સરકારી ગાડી માં જ દારૂ ઝડપાતા ચકચાર મચી છે.ગુજરાતમાં સરકાર દારૂબંધી ના કડક કાયદો બનાવી ટીવી અને અખબારો માં જાહેરાત તો કરી દીધી પણ આ કાયદા નું ખુદ અધિકારીઓ જ પાલન કરતા નથી અને સરકારી ગાડીઓ માં જ દારૂ પકડાઈ રહ્યો હોવાના શરમજનક કિસ્સા સામે આવી રહ્યા છે, રાજ્યમાં દારૂબંધી ફારસ સાબિત થઇ રહી છે. જ્યાં નેતાઓ બેસે છે તે રાજ્ય ના પાટનગર ગાંધીનગર ના જ અધિકારીની સરકારી ગાડીમાંથી વિદેશી દારૂ પકડાતા ભારે ચર્ચા ઉઠવા પામી છે. ખુદ સરકારી અધિકારીઓ ને જ દારૂ વગર ચાલતું નહિ હોવાનું…
આપણા લોકશાહી દેશ ભારત માં જુદાજુદા પક્ષ ના નેતાઓ હંમેશા એકબીજાને ભાંડતા રહે છે પણ એક વાત સમજાતી નથી કે જ્યારે નેતાજીઓ ના પગાર કે ભથ્થા વધારા ની વાત આવે ત્યારે બધા એક થઇ જાય છે આ એક ગજબ ની એકતા જોવા મળે છે. નવાઈ ની વાત તો એ છે કે ધારાસભ્યો અને મંત્રીઓના પગાર-ભથ્થામાં માત્ર દોઢ કલાકમાં વધારો થઈ જાય છે. અગાઉ ધારાસભ્યો અને મંત્રીઓના પગાર વધ્યાના બે દિવસમાં જ રાજ્યની 8 મહાનગરપાલિકાના કોર્પોરેટરોનાં પણ પગાર-ભથ્થાંમાં વધારો કરી લીધો હતો, આજના રાજકારણી ને મોંઘવારી ક્યારેય નડતી નથી કારણ કે તે પ્રજા નો પ્રતિનિધિ છે અને બધીજ સવલતો મલે છે,સારામાં…
ખેડૂત આંદોલન ને સમર્થન જાહેર કરી સંતે જાહેર માં આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે લાખ્ખો અનુયાયી ધરાવતા સંતે સુસાઇડ કરતા સરકાર ભીંસ માં મુકાઈ છે.કૃષિ કાયદા ના વિરોધ માં ખેડૂત આંદોલન હવે વેગવંતું બની રહ્યુ છે ત્યારે એક ચોંકાવનારા અહેવાલો સામે આવી રહ્યા છે જેમાં કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં 65 વર્ષના સંતે આત્મહત્યા કરી લીધી છે અને સુસાઇડ નોટ માં ખેડૂતો ને થઈ રહેલા અન્યાય ને જવાબદાર ઠેરવતા ભારે ચકચાર મચી ગઇ છે, સિંઘરા ગામના બાબા રામ સિંહ ગુરુદ્વારા સાહિબ નાનકસરના સંત હતા. તેમના અનુયાયીઓની સંખ્યામાં લાખોમાં છે ત્યારે તેઓમાં સરકાર વિરુદ્ધ રોષ ફેલાય…
રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસ ની હાર થયા બાદ નૈતિક જવાબદારી સ્વીકારીને પ્રદેશ-પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામાં ધરી દીધાં બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ પણ પ્રભારીપદ છોડે તેવી વાત વચ્ચે કોંગ્રેસે નવા પ્રમુખની શોધખોળ શરૂ કરી દીધી છે, જેમાં હાલના ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનું નામ સૌથી આગળ છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોંગ્રેસ ફરી એકવાર પાટીદાર કાર્ડ ની વ્યૂહરચના ગોઠવી શકે છે. જોકે,વિધાનસભા વિપક્ષના નેતા તરીકે શૈલેશ પરમાર, પૂંજા વંશ અને અશ્વિન કોટવાલનાં નામ પણ ચર્ચામાં છે, જયારે પ્રદેશ-પ્રમુખની જવાબદારી નિભાવી શકે એ માટે અર્જુન મોઢવાડિયા અને જગદીશ…
કેટલાક માથાભારે તત્વો દ્વારા ગરીબો ની જમીન ઉપર કબ્જા કરવા અને ધમકીઓ આપી જમીનો મફત માં પડાવી લેવાની ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ કરી રહેલા લુખ્ખાઓ ને લગામ નાથવા સરકારે તખ્તો તૈયાર કરી દીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જમીન ઉચાપત કાયદા અંગે મહત્ત્વની જાહેરાત કરી છે. જેમા હવેથી ગેરકાયદેસર જમીન પચાવી પાડનારને 10થી 14 વર્ષની સજા થશે. આ મામલે 6 મહિનાની અંદર કોર્ટ નિર્ણય સંભળાવશે. નાના માણસોને સલામતી મળે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવશે. આ માટે 7 અધિકારીઓની કમિટી બનાવવામાં આવશે. સીએમએ વધુમાં જણાવ્યું કે, ગમે તે માથાભારે વ્યક્તિ સામે પણ ફરિયાદ નોંધી કાર્યવાહી થશે અને ફરિયાદ મળ્યાના 20 દિવસમાં જ…
પાકિસ્તાન સામે ના 1971ના યુદ્ધમાં ભારત ના વિજય ને 50 વર્ષ થતા વડાપ્રધાન મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. પાકિસ્તાન સામેના યુદ્ધમાં વિજય બાદ બાંગ્લાદેશ ને પણ આઝાદ કરાવ્યું હતું.ત્યારથી ભારત દ્વારા દર વર્ષે તા.16 ડિસેમ્બરને વિજય દિન તરીકે ઉજવણી કરે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને ત્રણેય સૈન્યના વડા ની ઉપસ્થિત વચ્ચે આજે નવી દિલ્હીના રાષ્ટ્રીય સ્મારક ખાતે ઉપસ્થિત રહી અહીં PM મોદી 4 સ્વર્ણિમ વિજય મશાલ પ્રગટાવી હતી જે અમર જ્યોતથી ચાર વિજય મશાલ પ્રજ્વલિત કરી આ મશાલને દેશના અન્ય ભાગો માં લઇ જવાશે અને 1971ના યુદ્ધમાં પરમવીર…
પાકિસ્તાનમાં બળાત્કાર ના દોષિતોને નપુંસક બનાવવાની સજા કરવાનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે અને કેસો ની તપાસ માત્ર ચાર જ માસ માં પુરી કરવા સહિત બળાત્કાર ના કેસ ની તપાસમાં બેદરકારી દાખવનારા પોલીસ અને સરકારી અધિકારીઓને પણ ત્રણ વર્ષની કેદની સજા ની જોગવાઈ કરવામાં આવી છે અને આ નવા કાયદા ઉપર મહોર મારી દીધી છે. જેનો હેતુ કેસની વહેલી સુનાવણી અને કડક સજા આપવાનો છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વટહુકમ હેઠળ જાતીય અપરાધના કેસોમાં ઝડપી કાર્યવાહી માટે દેશભરમાં વિશેષ અદાલતો બનાવવામાં આવશે. કોર્ટે ચાર મહિનામાં કેસનો નિકાલ કરવો પડશે. પીડિતોની ઓળખ જાહેર…
સુરત માં ભગવાન મહાવીર ઈન્ટરનેશનલસ્કૂલે તગડી ફી નહિ ભરનાર વિદ્યાર્થીઓ નું ઓન લાઈન શિક્ષણ બંધ થતા વાલીઓ માં રોષ ફેલાયો છે સરકારે નક્કી કરેલી ફી ભરવા તૈયાર છતાં શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યા ની વિગતો સાંપડી છે.હાલ કોરોના ની મહમદ માં સ્કૂલો બંધ છે પણ સ્કૂલ સંચાલકો ને ઓન લાઈન શિક્ષણ માં પણ પુરેપુરી ફી જોઈએ છે,ત્યારે સુરત સ્થિત ભગવાન મહાવીર ઈન્ટરનેશનલસ્કૂલ દ્વારા તગડી ફી માંગવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓ અને વાલીઓ પર દબાણ લાવી ફી ન ભરનાર વિદ્યાર્થીઓના સ્કૂલ દ્વારા ઓનલાઈન શિક્ષણ પણ બંધ કરી દેવામાં આવતા વાલીઓ રોષે ભરાયા હતા અને શાળા બહાર એકત્ર થઇ વિરોધ નોંધાવ્યો…
વર્ષ 2020નું છેલ્લું સૂર્યગ્રહણ આજે સર્જાશે. ભારતીય સમય અનુસાર આ ગ્રહણ સાંજે 7 વાગ્યે શરૂ થવાનું છે, પરંતુ ભારતમાં આ ગ્રહણ દેખાવાનું ન હોય ધાર્મિક રીતે પાળવાનું રહેશે નહીં જેથી તમામ મંદિરો અને ધાર્મિક સંસ્થાઓ ખુલ્લા જ રહેશે, કોઈ સુતક લાગશે નહીં. દુનિયાના કેટલાક દેશોમાં આજે સાંજે 7થી રાત્રીના 12.30 કલાક સુધી સૂર્યગ્રહણનો અદભુત નજારો જોવા મળશે. આજે સોમવતી અમાસ અને સૂર્યગ્રહણનો સંયોગ થઇ રહ્યો છે. સોમવતી અમાસ સાધના, મોક્ષ અને જ્ઞાનપ્રાપ્તિ માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે. આજ દિવસે કારતક વદ અમાસને સોમવારે સૂર્યગ્રહણ પણ ધન રાશિમાં થવાનું હોય સોમવતી અમાસ અને સૂર્યગ્રહણનો સંયોગ થઇ રહ્યો છે. કારતક માસની…