અમદાવાદ ના ચકચારી એસિડ એટેક પ્રકરણ ના ફરાર આરોપીઓ ચોટીલા થી ઝડપાયા હોવાની વિગતો જાણવા મળી છે.અમદાવાદ ના માધવપુરામાં આવેલા મહેંદીકુવા વિસ્તારમાં મકાન ખાલી કરાવવા બાબતે ચાલતા ઝગડા માં નાના બાળકો અને મહિલા પર એસિડ એટેક જેવા ગંભીર ગુના માં નાસતા ફરતા આરોપીઓ ને ચોટીલા માંથી પોલીસે દબોચી લીધા છે એસિડ હુમલા મા એક પાંચ અને આઠ વર્ષની બંને બાળકીના ચહેરા પર એસિડ ઉડતા તેઓના ચહેરા અને આંખ પર દાઝી ગઈ હતી. અન્ય એક બાળક અને તેની માતા પર પણ એસિડ ઉડતા તેઓ દાઝી જતા તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમદાવાદના માધવપુરામાં લાખાજી કુંવરજીની ચાલીમાં એસિડ…
કવિ: Halima shaikh
કૃષિ કાયદા નો વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં હવે પંજાબ પોલીસ ના DIG લખમિંદર સિંહ જાખડે પણ આજે પોતાના પદ પરથી રાજીનામું આપી દઇ ખેડૂતો સાથે આંદોલન ની લડાઈ માં જોડાઈ ગયા છે. લખમિંદરે કહ્યું કે, રાજ્યના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને રસ્તાઓ ઉપર છે ત્યારે હું પોતે એક ખેડૂતનો દીકરો છું, એટલા માટે આંદોલનનો ભાગ બનવા માગું છું. તાત્કાલિક ધોરણે પદમુક્ત કરો, જેથી દિલ્હી જઈને મારા ખેડૂત ભાઈઓ સાથે મળીને મારા હક માટે લડી શકું. સરકાર કાયદો પાછો લેવા ઉપરાંત કોઈ પણ પ્રકારના સુધારા માટે તૈયાર છે. જેના માટે હવે ખેડૂતો આજે દિલ્હી-જયપુર હાઈવે બંધ કરી શકે છે.…
ઉત્તર ગુજરાતમાં માં સ્થાનિક કક્ષાએ મોટા સમાચાર આવી રહ્યા છે જેમાં મહેસાણાના દૂધસાગર ડેરીના રૂ. 22 કરોડના સાગરદાણ કૌભાંડ માં ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહરાજ્ય મંત્રી એવા વિપુલ ચૌધરીની CID ક્રાઈમની ટીમે ગાંધીનગરથી ધરપકડ કરી લેવામાં આવી છે નોંધનીય છે કે મહેસાણાની દૂધસાગર ડેરીની આગામી 5મી જાન્યુઆરીએ ચૂંટણી માટે સત્તાવાર જાહેરાત થયા ને ગણતરીના કલાકોમાં જ તેમની ધરપકડ થઈ છે. ડેરીનાં ડિરેક્ટર અશોક ચૌધરીએ આરોપ લગાવ્યો હતો કે, વિપુલ ચૌધરીએ ડેરીનાં કર્મચારીઓને વધારાના બે પગાર પ્રોત્સાહનરૂપે આપી રૂ. 12 કરોડની ચૂકવણી કરી હતી. તેમાંથી કર્મચારીઓ પાસેથી 80 ટકા રકમ ઉઘરાવીને પોતાને જે સાગર દાણ કૌભાંડનાં રૂ. 9 કરોડ જમા…
ગુજરાત રાજયના તમામ ઈન્ટર્ન ડોકટરો આવતીકાલ સોમવાર થી હડતાળ પાડશે, તેઓ નું કહેવું છે કે અન્ય રાજ્ય કરતા તેઓ ને ગુજરાત સરકાર ઓછું વેતન આપી રહી છે. સોશિયલ મીડિયામાં ઈન્ટર્નસ ઓફ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના નામે બનાવેલા એકાઉન્ટમાં ઈન્ટર્ન ડોકટરોએ એક લેટર પોસ્ટ કર્યો છે જેમાં જણાવ્યું છે કે ઈન્ટર્ન ડોકટરો એપ્રિલ મહિનાથી કોરોના મહામારી માં સતત ફરજ બજાવી રહ્યા છે પરિણામે 300 જેટલા ડોકટરો કોરોના સંક્રમિત થયા છે. ત્યારે તેમને રૂ. 12800 જેટલું વેતન આપવામાં આવી રહ્યું છે જે ગુજરાત સરકાર અન્ય રાજ્યના ડોકટરોને મળતા વેતન મુજબ ઓછું છે. વેતન વધારવા માટે નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય સચિવ સહિતના અધિકારીને વારંવાર રજુઆત…
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ માં લાગેલી આગકાંડ માં 6 વ્યક્તિઓ એ જીવ ગુમાવ્યો છે ત્યારે આ ઘટનામાં થયેલી સરકારી તપાસમાં હોસ્પિટલ સંચાલકોની બેદરકારી નહિ નહીં પણ વેન્ટિલેટર જેવા સાધનમાં ખામીના લીધે આગ લાગી હોવાનું તારણ સાથે નો રિપોર્ટ સરકારી અધિકારી એ. કે. રાકેશે તપાસ અહેવાલ રાજ્ય સરકાર ને સોંપ્યો હતો. અધિક મુખ્ય સચિવ કક્ષાના અધિકારી રાકેશે આ અહેવાલમાં જણાવ્યું છે કે આ ઘટનામાં હોસ્પિટલ તંત્રની કોઇ ખામી દેખાઇ નથી. આગ લાગવાના કારણમાં ક્યાંય શોર્ટ સર્કિટ કે સાધનોના દેખરેખનો અભાવ પણ નથી. આ અહેવાલમાં જણાવ્યું છે કે વેન્ટિલેટર સતત 24 કલાક ધમધમતું હોવાથી ઓવર હીટિંગને કારણે આગ લાગી હતી. તપાસ…
અમદાવાદના માં રાત્રે પોલીસ ઉપર હુમલા ની ઘટના પ્રકાશ માં આવી છે,રાજ્યના ચાર મહાનગરમાં હાલમાં 9 વાગ્યા બાદ કર્ફ્યુ લાગી જતો હોય વેજલપુર પોલીસ શનિવારની રાત્રે ફરજ પર હતી ત્યારે સોનલ સિનેમા રોડ પર બે એક્ટિવા ચાલક અને બે રિક્ષામાં લોકો સવાર જોરજોરથી હોર્ન વગાડવા સાથે ચીસો પાડી શો બાજી કરતા હોવાથી વેજલપુર પોલીસ માં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ યશપાલસિંહ, અમિતસિંહ સહિતના સ્ટાફે તેઓ ને રોકી ને ઇન્કવાયરી કરતા જાહેર માં બૂમ બરાડા કરી રહેલા લોકો એ લગ્ન પ્રસંગ હોય વહુને તેડીને જઈએ છીએ તેમ જણાવતા પોલીસે કરફ્યુ અમલમાં છે માટે શાંતિથી હોર્ન વગાડ્યા વગર જાવ કહેતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા…
દેશ ના તમિલનાડુ માં બહાર આવેલી એક ચોંકાવનારી ઘટના માં ચેન્નઇ ખાતે સીબીઆઇ દ્વારા જપ્ત કરાયેલ રૂપિયા ૪૫ કરોડની કિંમતનું ૧૦૩ કિલો સોનું ગૂમ થઈ જતા ભારે સનસનાટી મચી ગઇ છે. વિગતો મુજબ વર્ષ ૨૦૧૨માં સીબીઆઇ ની ટીમે ચેન્નઇ સ્થિત સુરાના કોર્પોરેશન લિમિટેડ માં રેડ કરીને સોના નો આ મોટો જથ્થો સુરાના કોર્પોરેશનની સેફ અને વોલ્ટમાં સીબીઆઇના લોક સાથે સીલ કરાયું હતું.જે ગાયબ થઈ ગયું છે. સીબીઆઇ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે ચેન્નઇની સીબીઆઇ કેસો માટેની પ્રિન્સિપલ સ્પેશિયલ કોર્ટમાં તમામ સેફ અને વોલ્ટની ૭૨ ચાવી જમા કરાવી હતી. જોકે સીબીઆઇએ ચાવીઓ કોર્ટમાં જમા કરાવી હોવાનો કોઈ ઉલ્લેખ…
જમ્મુ-કાશ્મીરમાં શિયાળા ની શરૂઆત બાદ પ્રથમવાર હિમવર્ષા થઈ છે. શ્રીનગરમાં ૩ ઇંચ, અહરબાલમાં ૧૦, મંઝગામમાં ૮, ડીએસપોરામાં પાંચ, કુલગામમાં ૪, કુંદમાં ૮, બારામૂલા અને કુપવાડામાં પાંચ-પાંચ ઇંચ બરફ પડયો છે અને જમ્મુ-કાશ્મીરના હિલ સ્ટેશનોમાં બે થી ૩ ફૂટ જેટલી હિમવર્ષા થઈ હતી. ભારે હિમવર્ષાના કારણે જવાહર ટનલ ખાતે ભારે બરફ જમા થઈ જતાં જમ્મુ-શ્રીનગર હાઇવે પર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે લદ્દાખ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષા અને વરસાદ થઈ શકે છે. જમ્મુ-કાશ્મીર, કારગિલ અને લેહમાં વ્યાપક વરસાદ અને હિમવર્ષા નોંધાયાં હતાં. હવામાન વિભાગે સંખ્યાબંધ સ્થળે હિમપ્રપાત સર્જાવાની ચેતવણી જારી કરી છે. વેસ્ટર્ન…
રાજકોટના ગોંડલમાં રહેતું બુઝુર્ગ દંપતી કોરોના મામલે ખુબજ સાવચેતી રાખતા હતા પણ ન છૂટકે એક લગ્ન પ્રસંગ માં જતા દંપતી ને કોરોના નો ચેપ લાગતા તેઓનું સારવાર દરમિયાન મોત થઇ જતા પરિવાર માં શોક ની લાગણી ફેલાઇ ગઇ હતી. આ પતિ-પત્નીએ જીવન-મરણના અંત સુધી સાથ નિભાવ્યો હતો. બંનેના મૃત્યુ વચ્ચે માત્ર 20 મિનિટનું જ અંતર રહ્યું હતું. વિગતો મુજબ ગોંડલના સ્ટેશન પ્લોટમાં રહેતાં મનીષભાઈ બુચના પિતા જ્યોતિશભાઇ અને માતા દેવયાની બહેન કોરોના પોઝિટિવ આવતા બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. કોરોનાની સારવાર દરમિયાન આજે વહેલી સવારે સારવાર કારગત ન નીવડતા જ્યોતિશભાઇએ દમ તોડયો હતો. પતિની વિદાય બાદ પત્ની દેવીયાનીબેન નું…
ગુજરાત માં પણ ફોરેન જેવો જ બીચ આવેલો છે અને દ્વારકા પાસેના શિવરાજપુર બીચને દુનિયાના બ્લુ બીચમાં સ્થાન મળ્યા બાદ આ સ્થળ ને ટુરિઝમ સ્પોટ તરીકે વિકસાવવા માટે સરકારે પ્રયાસો શરૂ કર્યા છે અને આ સ્થળ ને વધુ સુંદર બનાવવા અને બીચને જમીન માર્ગની સાથે ક્રૂઝ દ્વારા દરિયાઈ માર્ગે પણ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો સાથે જોડવા માટે રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતા શિવરાજપુર બીચને વધુ સુવિધા આપવા માટે ગુજરાત ટુરિઝમની ટીમે તાજેતરમાં જ મુલાકાત લીધી હતી. જ્યાં સર્વે કર્યા બાદ શિવરાજપુર પહોંચવા બીચ પર જવા માટેના રસ્તાના નવીનીકરણ માટે પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ગુજરાત સરકાર…