સુરતમાં બેભાન હાલત માં મળેલી કોલેજ ની વિદ્યાર્થીની સાથે રેપ થયાની ચકચારી ઘટના માં નાટ્યાત્મક વળાંક આવ્યો છે અને સિવિલ માં સારવાર હેઠળ રહેલી યુવતી એ ભાન માં આવતા જ પોતાના ઉપર બળાત્કાર નહીં થયો હોવાનું નિવેદન આપ્યું છે અને આત્મહત્યા કરવા બિલ્ડીંગ ઉપર થી કૂદકો માર્યો હોવાની વાત કરતા પોલીસ ચોંકી ઉઠી છે. લિંબાયત ગોડાદરાની 21 વર્ષીય કોલેજિયન યુવતી પારલે પોઈન્ટ મસ્કતી પ્લોટ-2માં ગોકુલધામ એપા.ના પાછળના ભાગે બુધવારે મોડી રાત્રે બેભાન હાલતમાં મળતાં ઉમરા પોલીસે રેપ, હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જોકે ગત રાત્રે સાડા 11 કલાક બાદ જ્યારે યુવતી ભાનમાં આવી ત્યારે તેણે પોલીસને કહ્યું,…
કવિ: Halima shaikh
રાજ્ય માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર હેઠળ ભર શિયાળે પણ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે અને સૌરાષ્ટ્ર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગઈકાલ રાતથી જ ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે પરીણામે મહત્તમ તાપમાન આઠ ડીગ્રી જેટલું ઘટીને 22 ડીગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન ત્રણ ડીગ્રી ઘટીને 16 ડીગ્રી સેલ્સિયસ થઈ ગયું છે ત્યારે આ બધા વચ્ચે હવામાન વિભાગ ની આગાહી મુજબ 12 ડિસેમ્બર ને શનિવારે પણ ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જારી રહેશે, સૌરાષ્ટ્રના અમરેલી-ભાવનગર, મધ્ય ગુજરાતના વડોદરા-ભરૂચ અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઇ છે. રવિવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ…
ગુજરાતમાં જાન્યુઆરી માં આવી રહેલી મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને પંચાયતોમાં ચૂંટણીઓ માટે નું કાઉન્ટ ડાઉન અત્યાર થીજ ચાલુ થઈ ગયું છે અને મિટિંગો ના દૌર શરૂ થઈ ગયા છે. સાથે જ કોરોના ની રસી માટે પણ સરકાર કટિબદ્ધ છે અને ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલાં તમામ કર્મચારીઓને પણ રસી આપી દેવા માટે નો તખ્તો ગોઠવાઈ ચૂકયો છે અને જાન્યુઆરી માજ તે અભિયાન પણ હાથ ધરી દેવાશે તેમ સરકારના સૂત્રોએ જણાવ્યું છે. અત્રે નોંધનીય છે કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્ય સરકારને આ અંગે એક દરખાસ્ત મોકલી હતી જેમા ચૂંટણી માટે નિયુક્ત થનારાં અંદાજે 20,000થી વધુ કર્મચારીઓને રસી આપવા માટે જણાવાયું હતું. આ…
રાજ્ય માં વરસાદ થી નુકસાન ની વિગતો સામે આવી રહી છે અને રાજકોટ માર્કેટ યાર્ડ માં વરસાદ થી 1 લાખ મગફળી ની ગુણીઓ પાણીમાં પલળી, મધ્ય ગુજરાતમાં વડોદરા માં અવિરત વરસાદ થી નુકસાન ની ભીતિ સેવાઈ રહી છે.વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર હેઠળ અમરેલી, રાજકોટ,ઉના તેમજ રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તોઆખી રાત અવિરત વરસાદ ચાલુ સમગ્ર વિસ્તારમાં ચોમાસા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. બીજી તરફ, લાઠી શહેર તેમજ તાલુકામાં વાતાવરણમાં પલટો થતાં વહેલી સવારમાં જોરદાર વરસાદ પડ્યો હતો, સૌરાષ્ટ્રમાં માવઠાંથી ખેડૂતોને પડ્યા પર પાટા સમાન સ્થિતિ ઊભી થઈ છે. રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં 1 લાખ ગૂણી મગફળી પાણીમાં પલળી જતાં…
કોરોના માં માસ્ક વગર ફરતા લોકો ને પકડી ને તેની પાસે થી દંડ વસુલ કરવા અમદાવાદ પોલીસ સક્રિય બની છે,કારણ કે ઉપર થી રોજનો ટાર્ગેટ આપવામાં આવ્યો હોવાનું મીડિયા રિપોર્ટ માં જણાવાયુ છે, અમદાવાદના તમામ 67 પોલીસ સ્ટેશનને માસ્ક વગર જાહેરમાં ફરતા રોજના 80 લોકોને પકડી 80 હજારનો દંડ વસૂલ કરવાનો ટાર્ગેટ અપાયો છે. આ અભિયાન ગતરોજ ગુરુવારથી શરૂ થઈ ગયુ છે. 67 પોલીસ સ્ટેશન રોજના 80 લોકોને પકડે તો 5360 કેસ અને પોલીસને રોજની 53.60 લાખ દંડની આવક થાય તેવી ગણતરી મુકાઈ રહી છે, જેથી પોલીસ દંડ વસૂલવા મજબુર બની છે. અમદાવાદના 7 ઝોનના ડીસીપી તેમજ ટ્રાફિક સહિત 8…
હવે નવા હેલ્મેટ નો ખર્ચો કરવા તૈયાર થઈ જાવ કારણ કે હવેથી હેલ્મેટ સ્ટાન્ડર્ડ માર્ક આઈએસ 4151: 2015 ધરાવતા હોવા જોઈએ નહીં તો થશે દંડ. ગુજરાતમાં ફરી એકવાર હેલ્મેટ અભિયાન હાથ ધરાવા જઇ રહ્યું છે અને હેલ્મેટ માટે નવો કાયદો અમલ માં આવનાર છે જે મુજબ આગામી જૂન મહિનાથી હવે કોઈપણ જેવતેવા હેલ્મેટ પહેરીને વાહન ચલાવી શકાશે નહીં, કેન્દ્રના પરિવહન વિભાગ દ્વારા ખાસ પ્રકારનું હેલ્મેટ જ પહેરવાનો આદેશ કરવામાં આવ્યો છે, પરિણામે ખાસ હેલ્મેટ નહિ પહેરનાર વાહનચાલકો ને પકડી પકડી દંડ ફટકરવાનું અભિયાન હાથ ધરવા તખ્તો ગોઠવાઈ ચુક્યો છે, જેથી ફરી દરેક વાહન ચાલકે એકવાર હેલ્મેટ બદલવું પડશે, નહીં તો…
કેન્દ્ર સરકાર દ્વારા આયુર્વેદિક ડોક્ટરોને 58 પ્રકારની સર્જરી કરવા અપાયેલી છૂટ સામે નારાજ થયેલા ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વિરોધ કરાયો છે અને આજે એક દિવસની હડતાલ ઉપર ઉતર્યા છે. આ હડતાલમાં ગુજરાતના 30,000થી વધુ ડોક્ટરો જોડાવાનો અંદાજ છે જોકે, ઈમરજન્સી અને કોવિડ ના દર્દીઓ માટે હડતાળ હોવાછતાં પણ ફરજ બજાવશે. આ હડતાલ વહેલી સવારે 6 વાગ્યાથી શરૂ થઈ સાંજે 6 વાગ્યા સુધી રહેશે. જો કે હડતાલ દરમિયાન કોઈ પ્રકારના દેખાવો કરવામાં નહિ આવે. આજે શુક્રવારે તમામ પ્રકારની બિન- કોવિડ સેવાઓ જેવી કે ઓપીડી, પ્લાન્ડ સર્જરી, ઓપરેશન વગેરે બંધ રહેશે. ઇમરજન્સી, લેબર, પેથોલોજી અને કોવિડની સારવાર વગેરે ચાલુ રહેશે. કોરોનાના દર્દીઓને…
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઇ રાજ્ય માં ઠેરઠેર માવઠું થતા ખેડૂતો માં ચિંતા પ્રસરી છે ગત મોડી રાત થી આજે વહેલી સવારે અમદાવાદ સહિત રાજ્યના વડોદરા ,સુરત ,જૂનાગઢ, ભાવનગર, વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. અને ઉના સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે ઉનામાં પોણાબે ઇંચ વરસાદ પડ્યા ના વાવડ છે રાજકોટ, અમરેલી, જામનગર, દ્વારકામાં પણ વરસાદ પડ્યા ના અહેવાલો છે. ખાંભા , ગારિયાધાર, તળાજા અને મહુવામાં વરસાદી છાંટા પડ્યા હતા. ભરૂચ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેતરોમાં ઊભા પાકને નુકસાન થાય એવી શક્યતાઓને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાંભાના ડેડાણ, ખડાધાર, બોરાળા, ચક્રવા…
બીલીમોરા ટુ વધઇ નરોગેજ ટ્રેઇન રેલવે વિભાગ દ્વારા બંધ કરી દેવાતા અસંખ્ય લોકો ને મુશ્કેલી ઉભી થઇ શકે છે.ખાસ કરીને આ ટ્રેન ફેરિયા,વિદ્યાર્થીઓ અને શાકભાજી વેંચતા ફેરિયાઓ માટે વર્ષો થી આર્શિવાદરૂપ હતી.વર્ષો થી બીલીમોરા-વઘઇ જતી આ ટ્રેન અહીંના સ્થાનિક લોકો માટે ખુબજ જાણીતી અને પોતીકું પણું ધરાવતી હતી અને જૂના સ્મરણો જોડાયેલા હતા.આ ટ્રેન બંધ કરવાના નિર્ણય ને પગલે નાના ફેરિયા,શાકભાજી ના ધંધા સાથે સંકળાયેલા લોકો માં ખુબજ નારાજગી જોવા મળી રહી છે અને તેઓ માં ચિંતા પ્રસરી ગઈ છે તેઓના ધંધા ઉપર અસર થશે અને રોજીરોટી છીનવાઇ જતા તેઓ માં ચિંતા છવાઈ છે.
ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપર હુમલા ની ઘટના પ્રકાશ માં આવી છે પશ્ચિમ બંગાળ માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર આજે ગુરુવારે તૃણમૂલના કાર્યકરો દ્વારા પથ્થરમારો કરાયો હોવાની વાત સામે આવી છે વિગતો મુજબ જેપી નડ્ડા કોલકાતાથી 24 પરગના જિલ્લાના ડાયમંડ હાર્બર શહેર જઈ રહ્યા ત્યારે રસ્તો રોકવાનો પ્રયાસ પણ થયો હતો. નડ્ડાની સુરક્ષામુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રાલય મમતા સરકાર પાસે રિપોર્ટ માગશે. ભાજપના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયની ગાડી પર પણ પથ્થર ફેંકવામાં આવ્યા હતા. એક મોટો પથ્થર તેમની ગાડીના કાંચને તોડીને અંદર વાગ્યો હતો. વિજયવર્ગીયે કહ્યું હતું કે આ હુમલામાં તેઓ ઘાયલ થયા છે, પોલીસની હાજરીમાં ગુંડાઓએ તેમની પર…